હરિયાણાથી ભાવનગર જીલ્લામાં દારુની ડિલિવરી, ટ્રકચાલકની ધરપકડ

  • Gujarat
  • January 10, 2025
  • 0 Comments

ભાવનગર LCBની ટીમે બાતમી આધારે વલભીપુર તાલુકાના ચોગઠ રોડ પરથી ઇંગ્લિશ દારૂ-બિયર ભરેલા ટેન્કર સાથે રાજસ્થાનના મારવાડી યુવાનની ધરપકડ કરી છે અને આ અંગે ઉમરાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પૂછપરછમાં બહાર આવ્યું છે કે હરિયાણાથી લિક્વિડ એરના ટેન્કરમાં 53 લાખથી વધુની કિંમતનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપી પાડ્યો છે.

મળતી વિગતો અનુસાર ગતરોજ LCBની ટીમ વલભીપુર પંથકમાં પેટ્રોલિંગમાં હતી. એ દરમિયાન આધારભૂત બાતમી મળી હતી કે હરિયાણા તરફથી એક ટેન્કરમાં ઇંગ્લિશ દારૂ અને બિયરનો જથ્થો ભરી રંઘોળા તરફ આ ટેન્કર ટ્રક જવાનું છે, જે માહિતી આધારે LCBના જવાનો ચોગઠ રોડ પર વોચમાં હોઇ એ દરમિયાન બાતમીવાળું ટેન્કર(HR-65-A-0497 )આવતા તેને અટકાવી  ચાલકને બહાર બોલાવી નામ સરનામું પૂછવા સાથે ટેન્કરની તલાસી હાથ ધરી હતી.

હરિયાણાથી દારૂ મોકલાયો

ઝડપાયેલા ઈસમે પોતાનું નામ કરનારામ જયરૂપરામ કાલર (ઉ.વ.22 રહે.ગાંધકવકલા ગામ તા.ગુડમાલાની જી. બાડમેર રાજસ્થાન) હોવાનું જણાવ્યું હતું તથા ટેન્કરમાંથી વિના પાસ-પરમિટે ઇંગ્લિશ દારૂની 570 બોક્સ બોટલ નંગ 15126 તથા બિયરની 84 બોક્સ ટિન નંગ 2016 મળી આવ્યા હતા. સાથે જ ટેન્કર મળી કુલ 53,18,240નો મુદ્દામાલ જપ્ત કરાયો છે.

ચાલકની સઘન પૂછપરછ કરતાં જણાવ્યું હતું કે, હરિયાણા રાજ્યના કુરુક્ષેત્ર જિલ્લાના બાબેર ગામના રાજેશ આસુરામ રાણા તથા હનુમાનગઢ રાજસ્થાનના રાજુ જાટ નામના શખસોએ આ દારૂનો જથ્થો હરિયાણાથી લોડ કરી આપ્યો હતો અને ઉમરાળા તાલુકાના રંઘોળા ગામના બૂટલેગરને આ દારૂ બિયરની ડિલેવરી આપવાની હોવાનું જણાવ્યું હતું.

હાલ પોલીસે ઝડપાયેલા ચાલક કરનારામ તથા દારૂ મોકલનાર રાજેશ અને રાજુ સહિત રંઘોળાના અજાણ્યા બૂટલેગર વિરુદ્ધ ઉમરાળા પોલીસ નોંધી ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચર પણ વાંચોઃ  અમદાવાદમાં નોંધાયો વધુ એક HMPV વાયરસનો કેસ, આરોગ્યમંત્રીએ કર્યા વાતોના વડા?

Related Posts

Naroda online fraud racket: અમદાવાદના નરોડામાં અમેરિકન નાગરિકોને નિશાન બનાવતું આંતરરાષ્ટ્રીય ઓનલાઈન ફ્રોડ કોલ સેન્ટર ઝડપાયું
  • May 8, 2026

Naroda online fraud racket: અમદાવાદનું નરોડા હવે માત્ર રહેણાંક વિસ્તાર નથી રહ્યો, પરંતુ સાયબર અપરાધીઓ માટેનું સેફ હેવન બની રહ્યું હોય તેમ લાગે છે. નરોડા પોલીસે એક ઓપરેશનમાં આંતરરાષ્ટ્રીય ઓનલાઈન…

Continue reading
Surat Import-Export Scam: સોશિયલ મીડિયા પર શીપીંગ એજન્ટ બની વેપારીઓ સાથે લાખોની છેતરપિંડી કરનાર આરોપી અમદાવાદથી ઝડપાયો
  • May 7, 2026

Surat Import-Export Scam: સુરત શહેર, જે કાપડ ઉદ્યોગનું હબ ગણાય છે, ત્યાં વેપારીઓને લલચાવીને છેતરવાનું એક નવું અને આધુનિક કૌભાંડ સામે આવ્યું છે. સોશિયલ મીડિયાના યુગમાં હવે ઠગબાજો પણ ડિજિટલ હથિયારોનો…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

S Jaishankar: સુરીનામથી એસ. જયશંકરની વૈશ્વિક ચેતવણી, કહ્યું- દુનિયા હવે સંસાધનોને હથિયારની જેમ વાપરી રહી છે

  • May 8, 2026
  • 2 views
S Jaishankar: સુરીનામથી એસ. જયશંકરની વૈશ્વિક ચેતવણી, કહ્યું- દુનિયા હવે સંસાધનોને હથિયારની જેમ વાપરી રહી છે

Owaisi on Vande Mataram: ‘વંદે માતરમ્’ ને રાષ્ટ્રગાન સમાન દરજ્જો આપવા સામે અસદુદ્દીન ઓવૈસીનો વિરોધ, કહ્યું- દેશ કોઈ દેવી-દેવતાનો નથી

  • May 8, 2026
  • 3 views
Owaisi on Vande Mataram: ‘વંદે માતરમ્’ ને રાષ્ટ્રગાન સમાન દરજ્જો આપવા સામે અસદુદ્દીન ઓવૈસીનો વિરોધ, કહ્યું- દેશ કોઈ દેવી-દેવતાનો નથી

Kapil Sibal: તમિલનાડુ રાજ્યપાલ ભાજપના એજન્ટ તરીકે કામ કરી રહ્યા છે, વિજયના સમર્થનમાં કપિલ સિબ્બલનો મોટો આરોપ

  • May 8, 2026
  • 7 views
Kapil Sibal: તમિલનાડુ રાજ્યપાલ ભાજપના એજન્ટ તરીકે કામ કરી રહ્યા છે, વિજયના સમર્થનમાં કપિલ સિબ્બલનો મોટો આરોપ

Sugarcane Farming Issues: મીઠી શેરડીનું સૌરાષ્ટ્રમાં કાળુ રાજકારણ

  • May 8, 2026
  • 8 views
Sugarcane Farming Issues: મીઠી શેરડીનું સૌરાષ્ટ્રમાં કાળુ રાજકારણ

Naroda online fraud racket: અમદાવાદના નરોડામાં અમેરિકન નાગરિકોને નિશાન બનાવતું આંતરરાષ્ટ્રીય ઓનલાઈન ફ્રોડ કોલ સેન્ટર ઝડપાયું

  • May 8, 2026
  • 6 views
Naroda online fraud racket: અમદાવાદના નરોડામાં અમેરિકન નાગરિકોને નિશાન બનાવતું આંતરરાષ્ટ્રીય ઓનલાઈન ફ્રોડ કોલ સેન્ટર ઝડપાયું

Akhilesh Mamata Meeting: મમતા બેનર્જી સાથે મુલાકાત બાદ અખિલેશ યાદવનો ભાજપ પર પ્રહાર: ‘દીદી BJP ની આંખોમાં ખૂંચે છે’

  • May 7, 2026
  • 7 views
Akhilesh Mamata Meeting: મમતા બેનર્જી સાથે મુલાકાત બાદ અખિલેશ યાદવનો ભાજપ પર પ્રહાર: ‘દીદી BJP ની આંખોમાં ખૂંચે છે’