
Modi Government: મોદી સરકાર જ્યાંરથી સત્તામાં આવી ત્યારથી દેશમાં બેરોજગારી, મોંઘવારી અને ભ્રષ્ટાચાર ફૂલ્યો ફાલ્યો છે. દેશમાં અનેક ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચ્યા છે. ભાજપ પેટ્રોલને જીવન જરૂરિયાત માનवा તૈયાર નથી. જેથી વિદેશોમાં ક્રૂડ ઓઈલ સસ્તુ લેતી હોવા છતાં દેશમાં મોંઘા ડીઝલ-પેટ્રોલ વેચી લોકોના ખિસ્સા ખાલી કરી રહી છે. વિદેશમાં ક્રૂડ ઓઈલ સસ્તુ થાય તો પણ મોદી સરકાર પેટ્રોલ-ડિઝલના ભાવ ઘટાડી રહી નથી. જેથી લોકો મોંઘવારના મારથી કંટાળ્યા
વરિષ્ઠ પત્રકાર હિંમાસુ ભયાણી કહે છે કે 1993માં પ્રતિ લિટર ડીઝલ 6.50 રુપિયામાં મળતું હતુ. જે વધીને 2003માં 20 રુપિયા થયો હતો. 2013માં 55 રુપિયો થયો. આજે (2025) ડિઝલની કિંમત 87.90 રુપિયા પહોંચી ગઈ છે. એ જ રીતે પેટ્રોલ 1993 માં 16.50 મળતું હતુ. 2003માં 32 રુપિયા થયા. 2013માં 75 થયા અને હાલ 2025માં 95 રુપિયા ભાવ પહોંચી ગયો છે.
ત્યારે હવે આ વીડિયોમાં સમજો મોદી સરકાર અલગ અલગ ચાર્જ વસૂલી પેટ્રોલ-ડિઝલ કેવી રીતે નાગરિકોને મોંઘા વેચી રહી છે?









