UP: દારુડિયાઓએ પોલીસના કાનપટ્ટા સુજાડી દીધા, યુનિફોર્મ પણ ફાડી નાખ્યો, શું છે કારણ?

  • India
  • September 12, 2025
  • 0 Comments

UP: ઉત્તર પ્રદેશના આગ્રાના એતમાદપુરમાં ખુલ્લામાં દારૂ પી રહેલા લોકોએ એક્સાઇઝ વિભાગની ટીમ પર હુમલો કરવામાં આવતા હોબાળો મચી ગયો હતો. હાઇવે સર્વિસ રોડ પર સ્થિત એક દારૂની દુકાન પાસે કેટલાક યુવાનો દારૂ પી રહ્યા હતા. તેમને પકડવા આવેલા એક્સાઇઝ વિભાગના કોન્સ્ટેબલો સાથે ઝઘડો શરૂ થયો. આ દરમિયાન યુવાનોએ મળીને એક કોન્સ્ટેબલ અમિતને રસ્તાની વચ્ચે માર માર્યો, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર યુવાનોએ કોન્સ્ટેબલ અમિતને ખૂબ માર માર્યો છે. તેનો યુનિફોર્મ પણ ફાડી નાખ્યો છે. કોન્સ્ટેબલની આંખ પણ ફૂલાડી દીધી છે. આ ઘટનાની માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને કોન્સ્ટેબલને યુવાનોથી બચાવી લીધો. કોન્સ્ટેબલની ફરિયાદ પર દુકાનદાર અને અન્ય 10 યુવાનો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.

ગઈકાલે બની હતી ઘટના

ગઈકાલે રાત્રે લગભગ 9 વાગ્યે એક્સાઈઝ વિભાગની ટીમ દુકાનોની તપાસ કરી રહી હતી. આ દરમિયાન એક્સાઈઝ ઈન્સ્પેક્ટર સુમન ભદોરિયાએ દારૂની દુકાનનું નિરીક્ષણ કર્યું. નજીકમાં આવેલી પકોડાની દુકાનમાં કેટલાક યુવાનો દારૂ પી રહ્યા હતા. જ્યારે કોન્સ્ટેબલોએ તેમને રોક્યા, ત્યારે યુવાનો અને દુકાનદારે ગેરવર્તન શરૂ કર્યું. જ્યારે ઝઘડો વધ્યો, ત્યારે કોન્સ્ટેબલ અમિતને રસ્તાની વચ્ચે માર મારવામાં આવ્યો. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. કોન્સ્ટેબલની ફરિયાદના આધારે પોલીસે આ મામલે કેસ નોંધ્યો છે. હાલમાં પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. બીજી તરફ લોકોનું કહેવું છે કે બે કોન્સ્ટેબલ તેની પાસેથી પૈસા માંગી રહ્યા હતા. તે બે દિવસ પહેલા પણ આવ્યા હતા.

Related Posts

Miyazaki Mango India: જાપાનની મિયાઝાકી કેરીનો ભારતમાં ક્રેઝ, લાખોના ભાવનું સત્ય
  • June 20, 2026

Miyazaki Mango India: જાપાનની સૌથી મોંઘી અને પ્રખ્યાત મનાતી ‘મિયાઝાકી’ કેરી આજે ભારતીય બજારોમાં એક નવો સ્ટેટસ સિમ્બોલ બની ગઈ છે. જબલપુરથી લઈને અયોધ્યા સુધી આ કેરીની ચર્ચા એક એવી…

Continue reading
Socialism in India: ભારતની ઉન્નતિમાં અવરોધ કે આશાનું કિરણ? સમાજવાદી નીતિઓની કડવી વાસ્તવિકતા!
  • June 20, 2026

Socialism in India: આજના ભારતીય રાજકારણમાં ‘સમાજવાદ’ એક એવો ફેશનેબલ શબ્દ બની ગયો છે, જેનો ઉપયોગ રાજનેતાઓ પોતાની સત્તાની લાલસાને છુપાવવા માટે કરી રહ્યા છે. જે રીતે આજકાલના યુવાનોમાં ટાઈટ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Miyazaki Mango India: જાપાનની મિયાઝાકી કેરીનો ભારતમાં ક્રેઝ, લાખોના ભાવનું સત્ય

  • June 20, 2026
  • 2 views
Miyazaki Mango India: જાપાનની મિયાઝાકી કેરીનો ભારતમાં ક્રેઝ, લાખોના ભાવનું સત્ય

Bayad Land Scam: અરવલ્લીના બાયડમાં મૃત ખેડૂતને ‘જીવતા’ કરી જમીન સગેવગે કરવાનો ખેલ બહાર આવ્યો

  • June 20, 2026
  • 2 views
Bayad Land Scam: અરવલ્લીના બાયડમાં મૃત ખેડૂતને ‘જીવતા’ કરી જમીન સગેવગે કરવાનો ખેલ બહાર આવ્યો

Socialism in India: ભારતની ઉન્નતિમાં અવરોધ કે આશાનું કિરણ? સમાજવાદી નીતિઓની કડવી વાસ્તવિકતા!

  • June 20, 2026
  • 5 views
Socialism in India: ભારતની ઉન્નતિમાં અવરોધ કે આશાનું કિરણ? સમાજવાદી નીતિઓની કડવી વાસ્તવિકતા!

Political Defection and Stability: ભાજપા, સમાજવાદી પાર્ટી અને ડાબેરી પક્ષો કેમ અખંડ રહ્યા જ્યારે અન્ય પક્ષો સત્તા જતા જ તૂટી પડ્યા?

  • June 20, 2026
  • 9 views
Political Defection and Stability: ભાજપા, સમાજવાદી પાર્ટી અને ડાબેરી પક્ષો કેમ અખંડ રહ્યા જ્યારે અન્ય પક્ષો સત્તા જતા જ તૂટી પડ્યા?

TMC Political Crisis: મમતા બેનર્જીની પાર્ટી સામે અસ્તિત્વનું સંકટ, શું તૃણમૂલ ફરી એકવાર ‘તૃણમૂલ’ બની શકશે?

  • June 20, 2026
  • 9 views
TMC Political Crisis: મમતા બેનર્જીની પાર્ટી સામે અસ્તિત્વનું સંકટ, શું તૃણમૂલ ફરી એકવાર ‘તૃણમૂલ’ બની શકશે?

Jharkhand Rajya Sabha election: ઝારખંડ રાજ્યસભા ચૂંટણીમાં કોંગ્રેસને મોટો ઝટકો, ક્રોસ-વોટિંગથી હાથમાંથી સરકી ગઈ બેઠક

  • June 20, 2026
  • 5 views
Jharkhand Rajya Sabha election: ઝારખંડ રાજ્યસભા ચૂંટણીમાં કોંગ્રેસને મોટો ઝટકો, ક્રોસ-વોટિંગથી હાથમાંથી સરકી ગઈ બેઠક