
Boycott Ind vs Pak Match: ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાતી મેચની રાહ દરેક વ્યક્તિ જોતી હોય છે, પછી ભલે તે ક્રિકેટ પ્રેમી હોય કે ન હોય, ભારત-પાકિસ્તાન મેચ માટે ક્રિકેટ પ્રેમીઓમાં એક અલગ જ ક્રેઝ છે, પરંતુ આ વખતે વિપરીત પરિસ્થિતિ ઉભી થઈ છે. દેશભરમાં વિરોધનો શૂર ઉઠ્યો છે. આ વિરોધનું કારણ ભારતીય ટીમ પાકિસ્તાન સાથે રમે તે યોગ્ય લાગતું નથી. તેઓ મેચનો બહિષ્કાર કરી રહ્યા છે અને લોકોને તે ન જોવા અને સરકારને આ મેચ ન બતાવવા કહી રહ્યા છે.
મેચનો બહિષ્કાર કેમ છે?
જે લોકો ભારત-પાકિસ્તાન મેચની રાહ જોતા હતા તેમના માટે એ વિચારવું સ્વાભાવિક છે કે તેઓ આ વખતે તેનો વિરોધ કેમ કરી રહ્યા છે. આ વિરોધ પાછળનું સૌથી મોટું કારણ પહેલગામમાં થયેલો આતંકવાદી હુમલો છે. 22 એપ્રિલ 2025 થયેલા હુમાલમાં 26 નાગરિકોએ જીવ ગુમાવ્યા હતા.જેના જવાબમાં ભારતે 7 મે 2025 ના રોજ ઓપરેશન સિંદૂર શરૂ કર્યું હતું. જો કે તે સફળ રહ્યુ ન હતુ. ટ્રમ્પના કહેવાથી ભારતે સીઝ ફાયર કરી લીધું હતુ. જે બાદ મોદી સરકારની ભારે ટીકા થઈ હતી.
પહેલગામ હુમલા પછી ભારતે પાકિસ્તાન વચ્ચે થયેલી સિંધુ જળ સંધિ સ્થગિત કરી દીધી હતી અને પાકિસ્તાનને પાણી આપવાનો ઇનકાર કરી દીધો. પરંતુ હવે દુબઈમાં રમાઈ રહેલા એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે એક મેચ રમાશે, જેનો લોકો વિરોધ કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે આપણે પાકિસ્તાન સાથે મેચ કેમ રમી રહ્યા છીએ.
મોદી સરકારે ભારત પાકિસ્તાન મેચ અંગે શું જવાબ આપ્યો?
संघ/भाजपा से नफरत की सबसे बड़ी वजह यही है कि इनकी देशभक्ति सिर्फ दिखावे के लिए है।😡😡 pic.twitter.com/jNV4RqqEWv
— My Hero 🎇 Rahul Gandhi 🎇 (@MahiDJi2Boss22) September 13, 2025
મોદી સરકારના નેતાઓએ જવાબ આપ્યો છે કે મોદીએ માત્ર લોહી અને પાણી એક સાથે ના વહી શકે તેવું કહ્યું હતુ. ક્રિકેટ મેચની વાત ન હતી. મતલબ ક્રિકેટ મેચ તો રમી શકાય. મોદી સરકારના નેતાના આ ઉડાઉ જવાબ સામે પણ લોકો રોષે ભરાયા છે.
ભાવનગરના મૃતક પરિવારે શું કહ્યું?
#WATCH | Bhavnagar, Gujarat: On the India vs. Pakistan match in the Asia Cup 2025 to be held today, Sawan Parmar, who lost his father and brother in the Pahalgam terror attack, says, “… When we got to know the India vs Pakistan match is being organised, we were very disturbed.… pic.twitter.com/lQv0ZwZTIK
— ANI (@ANI) September 14, 2025
પહેલગામ હુમલામાં મોતને ભેટેલા બે મૃતકો સ્વ. સુમિત પરમાર અને યતેશ પરમારના પરિવારે ક્રિકેટ મેચને લઈ પોતાની પ્રતિક્રિયા આપી છે. ભાવનગરમાં રહેતા સાવન પરમાર એશિયા કપમાં ભારત-પાકિસ્તાન મેચને લઈને ખૂબ જ દુઃખી દેખાતા હતા. પિતા અને ભાઈ ગુમાવનારા સાવન પરમારે સરકારના પગલાં પર સવાલ ઉઠાવ્યા.
યતેશના પુત્ર સાવન પરમારે એક પ્રશ્ન ઉઠાવ્યો અને કહ્યું- પાકિસ્તાન સાથે કોઈ પણ પ્રકારનો વ્યવહાર ન હોવો જોઈએ કારણ કે તે એક આતંકવાદી દેશ છે. જો તમારે પાકિસ્તાન સાથે મેચ રમવી હોય તો તે મારા 16 વર્ષના ભાઈને આપો જે પહેલગામમાં માર્યો ગયો હતો. સાવને કહ્યું કે ઓપરેશન સિંદૂર ભારત સરકાર દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું, જો મેચ થાય છે તો તે વ્યર્થ હશે. એકંદરે, પાકિસ્તાન સાથે કોઈ પણ પ્રકારનું વર્તન ન હોવું જોઈએ.
#WATCH | Bhavnagar, Gujarat: On the India vs. Pakistan match in the Asia Cup 2025 to be held today, Kiran Yatish Parmar, who lost her husband and son in the Pahalgam terror attack, says, “… This match should not happen. I want to ask Prime Minister Modi, Operation Sindoor has… pic.twitter.com/LMuFUc2LN9
— ANI (@ANI) September 14, 2025
મૃતક યતેશની પત્નીએ શું કહ્યું?
મૃતક યતેશ પરમારના પત્નીએ જણાવ્યું કે આ મેચ ન થવી જોઈએ. હું વડા પ્રધાન મોદીને પૂછવા માંગુ છું કે, જો ઓપરેશન સિંદૂર હજુ પૂરું થયું નથી, તો પછી આ ભારત-પાકિસ્તાન મેચ કેમ થઈ રહી છે?… હું આખા દેશને કહેવા માંગુ છું કે પહેલગામ આતંકવાદી હુમલામાં પોતાના પ્રિયજનો ગુમાવનારા પરિવારોને મળવા જાઓ અને જુઓ કે તેઓ કેટલા દુઃખી છે. આપણા ઘા હજુ રૂઝાયા નથી… ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચનો ઘણા લોકોએ વિરોધ કર્યો છે, શનિવારે ઘણી જગ્યાએ વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યા હતા. દેશમાં એક વર્ગ ઇચ્છે છે કે બંને દેશો વચ્ચે મેચ ન રમાય.
અમદાવાદમાં પણ ભારે વિરોધ

AIMIM પાર્ટી ગુજરાત દ્વારા ભારત-પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ મેચને લઈ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. અમદાવાદના આસ્ટોડીયા દરવાજા પાસે કાર્યકર્તાઓ રોડ પર ઉતરીને “શહીદો કે સન્માનમે AIMIM મેદાન મેં, ઇન્ડિયા-પાકિસ્તાન મેચને બાઈકોટ કરો” જેવા નારાઓ લગાવીને વિરોધ નોંધાવ્યો હતો.
અસદુદ્દીન ઓવૈસી ભારત-પાકિસ્તાન મેચને લઈ રોષ વ્યક્ત કર્યો
“अगर तुम्हारी बेटी मर जाती तो पाकिस्तान से क्रिकेट खेलते?…”
◆ हैदराबाद में AIMIM प्रमुख असदुद्दीन ओवैसी भारत पाकिस्तान मैच पर कहा#AsaduddinOwaisi | Asia Cup 2025 | #TeamIndia pic.twitter.com/0jBf1SZf0m
— News24 (@news24tvchannel) September 14, 2025
આજે રમાનારી એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન ક્રિકેટ મેચ અંગે AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ આ અંગે પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે, હું આસામ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીઓને પૂછવા માંગુ છું કે, શું તમારામાં પાકિસ્તાન સાથે ક્રિકેટ રમવાનું બંધ કરવાની તાકાત નથી? આ એ જ પાકિસ્તાન છે, જેણે પહલગામમાં આપણા 26 નિર્દોષ લોકોને તેમનો ધર્મ પૂછીને ગોળી મારી દીધી હતી.
આ પણ વાંચો:
Lok Sabha: સરકાર પહેલગામના આતંકીઓને પકડી ના શકી, ગૃહમંત્રી જવાબદારી લે: કોંગ્રેસ સાંસદ ગૌરવ ગોગોઈ
Asia Cup 2025: એશિયા કપમાં ભારત પાકિસ્તાનને હરાવે, તો તેને પહેલગામનો બદલો ગણવાનો?
અમદાવાદમાં વધુ એક હત્યાને અંજામ, બિલ્ડરનો કારમાંથી મૃતદેહ મળ્યો | Ahmedabad Crime
અમદાવાદમાં વધુ એક હત્યાને અંજામ, બિલ્ડરનો કારમાંથી મૃતદેહ મળ્યો | Ahmedabad Crime
અમદાવાદમાં 15 વર્ષ પહેલા થયેલી હત્યાના કેસનો ચૂકાદો; 10 આરોપીઓને આજીવન કેદ







