
Asia Cup 2025 IND vs PAK: દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાયેલી ભારત-પાકિસ્તાન સુપર 4 મેચમાં શરૂઆતથી જ હાઇ-વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો. પાકિસ્તાની ઓપનર સાહિબજાદા ફરહાનની હાફ સેન્ચુરી પર કરેલી ‘બંદૂકી’ ઉજવણીએ પહેલગામ જેવા આતંકવાદી હુમલાના જખમોને ફરીથી તાજા કરી દીધા, જ્યારે મોદી સરકાર પર આવા વિવાદાસ્પદ મેચને મંજૂરી આપવાનો આરોપ લાગ્યો છે. કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનાતે તીખી પ્રહાર કરતા કહ્યું, “શાબાશ મોદીજી! બસ, આ જ જોવાનું બાકી હતું. નરેન્દ્ર મોદી એક કમજોર વડાપ્રધાન છે – આવી હિમ્મત કેવી રીતે થઈ?”
મેચમાં પાક. ખેલાડીએ કર્યું ગન સેલિબ્રેશન
મેચની શરૂઆતથી જ હાઇ-વોલ્ટેજ વાતાવરણ હતું. પાકિસ્તાનના ઓપનર સાહિબજાદા ફરહાને પાવરપ્લેમાં જસપ્રીત બુમરાહ અને હાર્દિક પંડ્યાને નિશાન બનાવીને 45 બોલમાં 58 રન તેમાય 5 ચોગ્ગા, 3 છગ્ગા ફટકાર્યા. પરંતુ તેની હાફ સેન્ચુરી કરતાં તેની ઉજવણી વધુ વિવાદાસ્પદ બની. દસમા ઓવરના ત્રીજા બોલ પર છગ્ગો મારીને 50 રન પૂરા કર્યા પછી ફરહાને બેટથી ઈશારો કર્યો – જાણે બંદૂકથી ફાયરિંગ કરતો હોય. નોન-સ્ટ્રાઈકર એન્ડ પર સૈમ અયુબે તાળીઓ પાડી, પરંતુ સોશિયલ મીડિયા પર આ ઈશારાને આતંકવાદી હુમલાના સંદર્ભમાં ‘આગમાં ઘી’ તરીકે જોવામાં આવ્યો. કેટલાક વપરાશકર્તાઓએ લખ્યું, “આ તસવીર જોવાથી હુમલામાં શહીદ થયેલા પરિવારો પર શું વીતશે? આ વાગ્યા પર મીઠું લગાવવા જેવું નથી?”
પાકિસ્તાની પ્લેયર્સની નફરતી માનસિકતા
આ ઘટના પાકિસ્તાની પ્લેયર્સની નફરતી માનસિકતાનું પ્રતીક બની છે, જે વારંવાર ભારતીય ભાવનાઓને ઠેસ પહોંચાડે છે. ગ્રુપ સ્ટેજમાં ભારતની 7 વિકેટથી જીતને શહીદોને સમર્પિત કરવાથી પાકિસ્તાની કેમ્પમાં ગુસ્સો ફૂટ્યો હતો, અને હવે આ ‘ગન-સેલિબ્રેશન’એ તેને વધુ તીવ્ર બનાવ્યો. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ અને તેના પ્લેયર્સ પર આરોપ છે કે તેઓ ક્રિકેટને આતંકવાદી વારસાના પ્રચાર માટે વાપરે છે, જે ભારત-પાક સંબંધોને વધુ બગાડે છે.
આવા વાતાવરણમાં મેચ કેવી રીતે રમાઈ?
આ તણાવની શરૂઆત મેચ પહેલાં જ થઈ ગઈ હતી. ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને પાકિસ્તાની પ્લેયર સલમાન અલી આઘા વચ્ચે ટોસ વખતે હાથ મિલાવવાની પરંપરા તોડવામાં આવી. પાછલી મેચમાં પણ આ ‘નો-હેન્ડશેક’ નિયમ ચાલુ રહ્યો, જે બંને દેશો વચ્ચેના ગહન તણાવને દર્શાવે છે. પરંતુ પ્રશ્ન એ ઊઠે છે કે આવા વાતાવરણમાં મેચ કેવી રીતે રમાઈ? મોદી સરકાર પર આરોપ છે કે તેઓ આંતરરાષ્ટ્રીય દબાણ હેઠળ પાકિસ્તાન સાથે ક્રિકેટ રમવાની મંજૂરી આપીને રાષ્ટ્રીય સુરક્ષા અને શહીદોની ભાવનાઓની અવગણના કરે છે.
शाबाश मोदी जी!
बस, यही देखना बाक़ी था
इसीलिए खिलवा रहे हैं क्रिकेट?
इसकी हिम्मत कैसे हुई यह करने की?
नरेंद्र मोदी एक कमज़ोर प्रधानमंत्री हैं pic.twitter.com/Ms2KF7U308
— Supriya Shrinate (@SupriyaShrinate) September 21, 2025
કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનાતે મોદીને કર્યા સવાલ
કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનાતે ટ્વીટ કરીને પૂછ્યું, ” આટલા માટે રમાડી રહ્યા છે ક્રિકેટ? આની હિમ્મત કેવી રીતે થઈ?” તેમણે મોદીને ‘કમજોર વડાપ્રધાન’ કહીને ટીકા કરી, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ.
સોશિયલ મીડિયા પર લોકોએ ઠાલવ્યો રોષ
વિપક્ષી દળો અને સામાન્ય જનતા વચ્ચે આ વિવાદને લઈને તીખી ચર્ચા ચાલી રહી છે. એક વપરાશકર્તાએ લખ્યું, “પહેલગામ આતંકી હુમલા પછી ભારતે મેચ રમી, પરંતુ હેન્ડશેક નહોતું. પાકિસ્તાની પ્લેયરની બેટ ઉઠાવવાની તસવીરને અપમાનજનક માનવામાં આવે છે. મોદી સરકાર કેમ મંજૂરી આપી?” આ તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વ્યાપી થઈ ગયા છે, જે બંને દેશો વચ્ચેના વિરોધને વધુ તીવ્ર કરે છે.
મોદી સરકારના ટીકાકારો કહે છે કે આવા મેચને મંજૂરી આપીને તેઓ પાકિસ્તાનને ‘ડિપ્લોમેટિક વિક્ટરી’ આપે છે, જ્યારે પૂલવામા જેવા હુમલાઓના શહીદ પરિવારોના દુઃખને અવગણે છે. બીજી તરફ, પાકિસ્તાન પર આરોપ છે કે તેમના પ્લેયર્સ આતંકવાદી વિચારધારાને પ્રોત્સાહન આપે છે. ક્રિકેટને રાજકારણથી દૂર રાખવાની માગણી વધી રહી છે, પરંતુ આ વિવાદથી એ સ્પષ્ટ છે કે ભારત-પાક સંબંધો હજુ પણ કઠોર તણાવમાં છે.
पैसे के लिए मोदी कुछ भी करेगा!
अपने मान सम्मान की तो परवाह नहीं भारत के भी सम्मान के साथ खिलवाड़ करेगा!
पहले सीमा सुरक्षित नहीं कर पाया । भारतीयों की पहलगाम में बलि चढ़ा दी उसके बाद युद्ध किया और ट्रंप के इशारे पर सरेंडर किया।
और अब सरेंडर मोदी पाकिस्तान के साथ क्रिकेट… pic.twitter.com/PblCCtn24r
— Anita yadav (@Anitahzb) September 22, 2025
આવી હરકતોને ક્યારે સબક મળશે?
મહત્વનું છે કે, પાકિસ્તાન ક્યારેય સુધરશે નહીં તેતો સૌ કોઈ જાને છે ત્યારે મેચમાં પણ પાકિસ્તાની ખેલાડીઓએ પોતાની માનસિકતાને છતી કરી દીધી છે આ ઘટનાએ લોકોમાં નફરત વધારે છે અને તેમાય પાકિસ્તાનને જડબાતોડ જવાબ આફવાની વાતો થાય છે પરંતુ ખરેખરમાં તેમને જડબાતોડ જવાબ મળતો નથી જેથી તેમની હિંમત દિવસેને દિવસે વધતી જાય છે. ત્યારે હવે ખેલાડીઓએ પણ આતંકવાદી હુમલાના ઘા તાજા કર્યા છે ત્યારે લોકો સવાલ કરી રહ્યા છે કે, પાક.ની આવી હરકતોને ક્યારે સબક મળશે? શું 56 ઈંચની છાતી વાળા પીએમ આ જોઈને પણ શાંત રહી શકશે જે તેનો જવાબ આપશે તે જોવું રહ્યું…
આ પણ વાંચો:
Godhra: ગોધરા પોલીસ સ્ટેશન પર લઘુમતિ ટોળાએ કર્યો હુમલો, પોલીસે શું કર્યો ખુલાસો?
Vadodara: જુનીગઢીમાં જૂથ અથડામણ, સામસામે પથ્થરમારો થતા બે પોલીસકર્મી ઘાયલ
Vadodara: જુનીગઢીમાં જૂથ અથડામણ, સામસામે પથ્થરમારો થતા બે પોલીસકર્મી ઘાયલ
The gujarat report ના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો:
https://chat.whatsapp.com/LjEq7pr7nY4Ij0y0yswrPF










