Ahmedabad News | બ્યૂટીપાર્લરમાં બબાલ થતાં પતિએ પત્ની અને સાસુને સળગાવ્યાં, પત્નીનું સારવાર દરમિયાન મોત

  • Gujarat
  • September 24, 2025
  • 0 Comments
  • અમદાવાદના સરદારનગર ખાતે કુબેરનગર પાસેના આઝાદ ચોકમાં મંગળવારે રાત્રે બનેલી ઘટના
  • બ્યૂટિપાર્લરમાં બનેલી ઘટનાને પગલે એકઠાં થયેલાં લોકોએ આગ ઓલવી માતા – પુત્રીને તાત્કાલિક હોસ્પિટલ ખસેડ્યાં હતાં.

Ahmedabad News । પતિ – પત્ની વચ્ચેના ઝગડામાં દીકરીનું ઉપરાણું લઇ સાસુ વચ્ચે પડતાં અકળાયેલા જમાઈએ પત્ની અને સાસુને સળગાવી દેવાનો પ્રયાસ કર્યો હોવાની ચોંકાવનારી ઘટના મંગળવારે રાત્રે બની હતી. સરદારનગરના કુબેરનગર પાસે આવેલા આઝાદ ચોક ખાતેનાં એપાર્ટમેન્ટ આવેલાં બ્યૂટિપાર્લરમાં બનેલી ઘટનાને પગલે એકઠાં થઈ ગયેલાં લોકોએ આગ ઓલવી તાત્કાલિક માતા – પુત્રીને હોસ્પિટલ ખસેડ્યા હતાં. જ્યાં સારવાર દરમિયાન પરીણીતાનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળે છે. બનાવ અંગે સરદારનગર પોલીસે આરોપી પતિ અશોક રાજપૂતની ધરપકડ કરી ઝગડાના કારણો સહિતની બાબતે તપાસ હાથ ધરી છે.

અમદાવાદના સરદારનગરના કુબેરનગરમાં રહેતી અશોક રાજપૂતની પત્ની આઝાદ ચોક પાસે બ્યૂટિપાર્લર ધરાવતી હતી. અશોક અને તેની પત્ની વચ્ચે છેલ્લાં ઘણાં મહિનાઓથી ગૃહક્લેશ ચાલી રહ્યો હતો. જોકે, હાલના તબક્કે ઝગડો કયા કારણોસર ચાલતો હતો તે અંગે કોઈ સત્તાવાર માહિતી પ્રાપ્ત થતી નથી.

મંગળવારે રાત્રે અશોક રાજપૂત પત્નીના બ્યૂટિપાર્લર પર ગયો હતો. તે વખતે પણ પતિ – પત્ની વચ્ચે ઝગડો શરૂ થઈ ગયો હતો. દીકરી સાથે જમાઈનો ઝઘડો ઉગ્ર બનતાં ત્યાં હાજર માતાએ પણ દીકરીનો પક્ષ લઈ દલીલો કરી હતી. જેને પગલે ત્રણેય વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ઝગડા દરમિયાન જ ઉશ્કેરાઈ ગયેલા અશોક રાજપૂતે પત્ની અને સાસુ પર જ્વલનશીલ પ્રવાહી ફેંક્યું હતું અને ત્યારબાદ આગ ચાંપીને તે ત્યાંથી નાસી છૂટ્યો હતો.

બ્યૂટિપાર્લરમાંથી આગની જ્વાળાઓ અને માતા – પુત્રીની ચીસોને પગલે કોમ્પ્લેક્સના અન્ય દુકાનદારો સહિત આસપાસના લોકો દોડી આવ્યા હતાં. દોડી આવેલાં લોકોએ તાબડતોબ આગ ઓલવીને માતા – પુત્રીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા હતાં.

બનાવને પગલે આઝાદ ચોક વિસ્તારમાં ભારે ઉત્તેજના વ્યાપી ગઈ હતી. જોકે, આ અંગે જાણ થતાં સરદારનગર પોલીસનો કાફલો દોડી આવ્યો હતો. સરદારનગર પોલીસ મથકના પીઆઈ મહિપતસિંહ ચંપાવતે મિડીયાને બનાવ અંગે જણાવ્યું હતું કે, ઘરકંકાસને કારણે પતિએ પત્ની અને સાસુને સળગાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ, તેઓનો બચાવ થયો છે. હાલ સારવાર ચાલી રહી છે. બનાવને અંજામ આપનાર અશોક રાજપૂતની ધરપકડ કરી લેવામાં આવી છે.

આ પણ વાંચો:

PM Modi: મોદીની માતાના અપમાનનો બદલો લેવા માત્ર બિહાર ભાજપે ઠેકો લીધો!, શું છે ચાલ?

Vadodara: યુનાઈટેડ વે ગરબામાં કાદવ-કીચડ, ખેલૈયાઓનો ભારે વિરોધ, આયોજકોએ શું કરી જાહેરાત?

Vadodara: વિજય શ્રીવાસ્તવને ખુલ્લા પાડનાર પ્રોફેસર સતીષ પાઠકને પોલીસની હેરાનગતિ, વડોદરા નવનિર્માણ સંઘ આવ્યું મેદાને

Surat: બળાત્કારી આસારામની હોસ્પિટલમાં પૂજા-આરતી, લોકોએ કર્યો ભારે વિરોધ

Kolkata Heavy Rain: રસ્તાઓ પર હોડીઓ દોડી, વિસ્તારો પાણીમાં ડૂબી ગયા, વાહનવ્યવહાર ઠપ્પ

 

Related Posts

Morbi Farmers Protest: મોરબીમાં ખેડૂતોનો મોટો બળવો! 30 ગામોમાં BJP નેતાઓના પ્રવેશ પર પ્રતિબંધ
  • August 4, 2026

Morbi Farmers Protest: મોરબી જિલ્લાના અનેક ગામોમાં વીજ ટ્રાન્સમિશન લાઈન અને ટાવર સ્થાપનાના મુદ્દે ખેડૂતોનો વિરોધ સતત તેજ બની રહ્યો છે. ખેડૂતોનો આક્ષેપ છે કે તેમની ખેતીની જમીન પર વીજ…

Continue reading
Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years
  • August 2, 2026

Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું, 26% increase in heart disease in 10 years, 2026માં 1 લાખ લોકોની હૃદયની ધમની ખારાબ દિલીપ પટેલ અમદાવાદ, 2 ઓગસ્ટ 2026…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Bankipur By Election 2026: મુસ્લિમ મતોથી લઈને યુવાનોના રોષ સુધી, બાંકીપુરમાં પ્રશાંત કિશોરે બીજેપીને કેવી રીતે આપી માત?

  • August 4, 2026
  • 6 views
Bankipur By Election 2026: મુસ્લિમ મતોથી લઈને યુવાનોના રોષ સુધી, બાંકીપુરમાં પ્રશાંત કિશોરે બીજેપીને કેવી રીતે આપી માત?

Brij Bhushan verdict: બૃજભૂષણ શરણ સિંહને અદાલતથી રાહત, વિનશ ફોગાટ સહિત મહિલા પહેલવાનો હાઈકોર્ટ જશે

  • August 4, 2026
  • 5 views
Brij Bhushan verdict: બૃજભૂષણ શરણ સિંહને અદાલતથી રાહત, વિનશ ફોગાટ સહિત મહિલા પહેલવાનો હાઈકોર્ટ જશે

Udhayanidhi Stalin Arrest: ઉદયનિધિ સ્ટાલિન સામે FIR બાદ પોલીસ એક્શન, ચેન્નઈ નિવાસસ્થાનેથી ધરપકડ

  • August 4, 2026
  • 7 views
Udhayanidhi Stalin Arrest: ઉદયનિધિ સ્ટાલિન સામે FIR બાદ પોલીસ એક્શન, ચેન્નઈ નિવાસસ્થાનેથી ધરપકડ

Akhilesh Yadav: અખિલેશ યાદવની બદલાતી રાજનીતિ? શંકરાચાર્ય સાથેની નજીકતાથી ઉત્તર પ્રદેશમાં નવી ચર્ચા

  • August 4, 2026
  • 9 views
Akhilesh Yadav: અખિલેશ યાદવની બદલાતી રાજનીતિ? શંકરાચાર્ય સાથેની નજીકતાથી ઉત્તર પ્રદેશમાં નવી ચર્ચા

Jharkhand Student Protest: ઝારખંડમાં ભરતી પરીક્ષાઓના કથિત પેપર લીક સામે વિદ્યાર્થી આંદોલન ઉગ્ર, ભૂખ હડતાળથી લઈને વિધાનસભા કૂચ સુધી લડત તેજ

  • August 4, 2026
  • 7 views
Jharkhand Student Protest: ઝારખંડમાં ભરતી પરીક્ષાઓના કથિત પેપર લીક સામે વિદ્યાર્થી આંદોલન ઉગ્ર, ભૂખ હડતાળથી લઈને વિધાનસભા કૂચ સુધી લડત તેજ

Pending Court Cases India: દેશની અદાલતોમાં 5.64 કરોડ કેસો બાકી, હાઈકોર્ટમાં 30 વર્ષ જૂના 80 હજારથી વધુ કેસ

  • August 4, 2026
  • 10 views
Pending Court Cases India: દેશની અદાલતોમાં 5.64 કરોડ કેસો બાકી, હાઈકોર્ટમાં 30 વર્ષ જૂના 80 હજારથી વધુ કેસ