UP: વરુએ પતિ-પત્નીને ફાડી ખાધા, મૃતદેહો વિકૃત હાલતમાં મળ્યા, ગ્રામજનોએ વન વિભાગની લગાડી દીધી વાટ

  • India
  • September 30, 2025
  • 0 Comments

UP Wolf Couple Attack: યોગી સરકારના રાજમાં ઉત્તર પ્રદેશના બહરાઇચ જિલ્લામાં સતત વરુઓના હુમલાઓ વધી રહ્યા છે. આ જીલ્લામાં મુખ્યમંત્રીએ યોગીએ બે દિવસ પહેલા જ મુલાકાત લીધા બાદ ફરી એકવાર માંઝરા તૌકલીમાં આદમખોર વરુએ વૃદ્ધ દંપતીને મોતને ઘાટ ઉતાર્યું છે. આ ઘટના સોમવારે રાત્રે બની જ્યારે દંપતી તેમના ખેતર પાસેના ઘરમાં સૂઈ રહ્યું હતું. વરુએ તેમના પર હુમલો કર્યો અને તેમના હાથ-પગ ચાવી નાખ્યા, જેના પરિણામે તેમનું મૃત્યુ થયું. બીજા હુમલામાં ત્રણ વધુ લોકો ઘાયલ થયા હતા.

સવારે જ્યારે પરિવારના સભ્યો ખેતરના ઘરે પહોંચ્યા ત્યારે દંપતિના મૃતદેહને જોઈ ચોકી ગયા હતા. તેમના મૃતદેહો વિકૃત હાલતમાં પડ્યા હતા. આ ઘટનાની જાણ થતાં ગ્રામજનો પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. ત્યારબાદ ગુસ્સે ભરાયેલા ગ્રામજનોએ વન વિભાગના રેન્જરના વાહનમાં તોડફોડ કરી અને પીછો કરી ભગાડ્યા હતા. ગ્રામજનો મૃતદેહો પોલીસને સોંપતા પહેલા જિલ્લા મેજિસ્ટ્રેટને બોલાવવા માટે માંગ કરી હતી.

આ વખતે માનવભક્ષી વરુએ હુમલો કરવાની પદ્ધતિ બદલી નાખી છે. અગાઉ તે નિર્દોષ બાળકોને નિશાન બનાવતો હતો, પરંતુ આ વખતે પહેલી વાર તેણે બે પુખ્ત વયના લોકોને ફાડી ખાધા છે. મૃતદેહોના આધારે એવું લાગે છે કે વરુએ પહેલા તેમના ગળા પર હુમલો કરીને અને પછી તેમના હાથ અને પગ ચાવીને મોતને ઘાટ ઉતાર્યા છે. કરી હતી. આનાથી શંકા ઉભી થઈ છે કે હુમલામાં એક કરતાં વધુ વરુ સામેલ હોઈ શકે છે.

અત્યાર સુધીમાં 6 લોકોના મોત, 16 થી વધુ ઘાયલ

ઉલ્લેખનીય છે કે આ ઘટના પહેલી નથી. અહીં વારંવાર વરુઓ હુમલા કરે છે. જેથી વરુના હુમલામાં મૃત્યુઆંક વધીને 6 થઈ ગયો છે, જેમાં ચાર માસૂમ બાળકોનો પણ સમાવેશ થાય છે. 16 થી વધુ લોકો ઈજાઓનો ભોગ પણ બન્યા છે. બે દિવસ પહેલા વન વિભાગને ડ્રોન કેમેરાનો ઉપયોગ કરીને એક નર વરુનો મૃતદેહ કબજે કર્યો હતો. જેનાથી રાહતની આશા જાગી હતી. જોકે, આજની ઘટનાએ ફરી એકવાર ભય ફેલાવ્યો છે.

યોગીએ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી હતી

લગભગ ચાર દિવસ પહેલા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વરુના ત્રાસથી પીડાતા માંઝરા તૌકલીનો હવાઈ સર્વે કર્યો હતો. તેમણે પીડિતોના પરિવારજનો સાથે મુલાકાત કરી હતી અને મૃતકો માટે 5 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી હતી. મુખ્યમંત્રીએ વન વિભાગને વરુઓને જીવતા પકડવા અથવા ગોળી મારવાનો આદેશ પણ આપ્યો હતો.

આ પણ વાંચો:

UP: સ્કૂલમાં ભણતી પુત્રીને બોયફ્રેન્ડ સાથે રેસ્ટોરન્ટમાં પિતા જોઈ ગયા, બંનેને ગોળી મારી દેતા….

‘હું નસીબદાર હતી કે બાબાના ફાંદામાં ફસાઈ નહીં’, 17 છોકરીઓનું શોષણ કરનાર બાબા ચૈતન્યાનંદના મોબાઈલમાંથી મોટા ખૂલાસા | Chaitanyananda Saraswati

Gujarat ના વિકાસની બત્તી ગુલ કરવામાં નેતાઓના વૈભવી ખર્ચા!, અમદાવાદનું વીજ બિલ 400 કરોડ

Related Posts

Balaghat Baiga Children Deaths: બાલાઘાટમાં બૈગા બાળકોના મૃત્યુના રિપોર્ટિંગ વચ્ચે પત્રકારોના દબાણ અને દેખરેખના આરોપ, Instagram અકાઉન્ટ પણ થયા સસ્પેન્ડ
  • September 19, 2026

Balaghat Baiga Children Deaths: મધ્ય પ્રદેશના બાલાઘાટ જિલ્લામાં બૈગા અને અન્ય આદિવાસી બાળકોના મૃત્યુના રિપોર્ટિંગને લઈને પત્રકારો પર કથિત દબાણ અને દેખરેખના આરોપો સામે આવ્યા છે. સ્વતંત્ર પત્રકારોનો દાવો છે…

Continue reading
Priyanka Gandhi Women Safety: દિલ્હીમાં 17 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ અને હત્યા, પ્રિયંકા ગાંધીએ મહિલા સુરક્ષા પર સરકારને ઘેરી
  • September 19, 2026

Priyanka Gandhi Women Safety: દિલ્હીમાં 17 વર્ષની સગીરા સાથે કથિત સામૂહિક દુષ્કર્મ અને ત્યારબાદ હત્યાની ઘટનાને લઈને મહિલા સુરક્ષાનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. આ મામલે કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Balaghat Baiga Children Deaths: બાલાઘાટમાં બૈગા બાળકોના મૃત્યુના રિપોર્ટિંગ વચ્ચે પત્રકારોના દબાણ અને દેખરેખના આરોપ, Instagram અકાઉન્ટ પણ થયા સસ્પેન્ડ

  • September 19, 2026
  • 2 views
Balaghat Baiga Children Deaths: બાલાઘાટમાં બૈગા બાળકોના મૃત્યુના રિપોર્ટિંગ વચ્ચે પત્રકારોના દબાણ અને દેખરેખના આરોપ, Instagram અકાઉન્ટ પણ થયા સસ્પેન્ડ

Priyanka Gandhi Women Safety: દિલ્હીમાં 17 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ અને હત્યા, પ્રિયંકા ગાંધીએ મહિલા સુરક્ષા પર સરકારને ઘેરી

  • September 19, 2026
  • 4 views
Priyanka Gandhi Women Safety: દિલ્હીમાં 17 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ અને હત્યા, પ્રિયંકા ગાંધીએ મહિલા સુરક્ષા પર સરકારને ઘેરી

Asgar Ali Vohra Land Dispute: PM મોદીના સ્કૂલ સહપાઠીના જમીન વિવાદમાં નવી કાર્યવાહી, BJP ધારાસભ્ય સાથે જોડાયેલી કંપનીએ ડીલ રદ કરી

  • September 19, 2026
  • 6 views
Asgar Ali Vohra Land Dispute: PM મોદીના સ્કૂલ સહપાઠીના જમીન વિવાદમાં નવી કાર્યવાહી, BJP ધારાસભ્ય સાથે જોડાયેલી કંપનીએ ડીલ રદ કરી

Punjab Yamuna Water Dispute: અમિત શાહે ગણાવ્યા 10 જળ વિવાદ, તો યમુના બેસિનમાં પંજાબનો દાવો કેમ બહાર રહ્યો?

  • September 18, 2026
  • 3 views
Punjab Yamuna Water Dispute: અમિત શાહે ગણાવ્યા 10 જળ વિવાદ, તો યમુના બેસિનમાં પંજાબનો દાવો કેમ બહાર રહ્યો?

Gallantry Award Railway Concession: 37 વર્ષ બાદ સેનાના વીરતા પુરસ્કાર વિજેતાઓને મોટી રાહત, હવે AC ટ્રેનમાં મળશે મફત મુસાફરી

  • September 18, 2026
  • 6 views
Gallantry Award Railway Concession: 37 વર્ષ બાદ સેનાના વીરતા પુરસ્કાર વિજેતાઓને મોટી રાહત, હવે AC ટ્રેનમાં મળશે મફત મુસાફરી

Tamil Nadu Electricity Crisis: તમિલનાડુમાં વીજકાપથી લોકો પરેશાન, વધતી માંગ વચ્ચે વિજય સરકાર સામે સવાલો

  • September 18, 2026
  • 7 views
Tamil Nadu Electricity Crisis: તમિલનાડુમાં વીજકાપથી લોકો પરેશાન, વધતી માંગ વચ્ચે વિજય સરકાર સામે સવાલો