લદ્દાખીઓ ઉપર સરકારનો અંગ્રેજો જેવો અત્યાચાર? ગીતાંજલિએ X પર લખ્યું,”ભારત ખરેખર આઝાદ છે?”

  • India
  • October 2, 2025
  • 0 Comments
  • ગૃહ મંત્રાલય દ્વારા લદ્દાખમાં પોલીસ તંત્રનો દુરુપયોગ કરાતો હોવાનો ગીતાંજલિનો આરોપ.
  • ગૃહ મંત્રાલયના આદેશને કારણે ત્રણ લાખ લદ્દાખીઓ પર અત્યાચાર ગુજારી રહેલી પોલીસ.

Ladakh dispute । લદ્દાખની વર્તમાન સ્થિતિ અંગે સોનમ વાંગચુકના પત્ની ગીતાંજલી આંગમોએ આજે ગુરુવારે કેન્દ્ર સરકારની ટીકા કરવા સાથે લદ્દાખની તુલના બ્રિટિશ ભારત સાથે કરી છે તેમણે ગૃહ મંત્રાલય લદ્દાખમાં પોલીસનો દુરુપયોગ કરી રહ્યું હોવાનો આરોપ લગાવ્યો છે.

વધુમાં ગીતાંજલિએ X પર સરકાર સામે આક્ષેપ કરતા લખ્યું,કે “શું ખરેખર ભારત આઝાદ છે? કારણ કે 1857માં મહારાણીના આદેશ પર, 24,000 અંગ્રેજોએ 30 કરોડ ભારતીયો પર અત્યાચાર કરવા માટે 135,000 ભારતીય સિપાહીઓનો ઉપયોગ કર્યો હતો તેવીજ રીતે આજે ગૃહ મંત્રાલયના આદેશથી ત્રણ લાખ લદ્દાખીઓ પર અત્યાચાર કરવા માટે 2400 લદ્દાખી પોલીસનોજ દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે.”

અત્રે ઉલ્લેખનીય છે કે લદ્દાખને રાજ્યનો દરજ્જો આપવાની માંગ સાથે થયેલા હિંસક વિરોધ પ્રદર્શન બાદ ગત તા. 26 સપ્ટેમ્બરના રોજ સોનમ વાંગચુકની ધરપકડ કરી તેમને જોધપુર સેન્ટ્રલ જેલમાં મોકલી અપાયા હતા તેઓ સામે કડક રાષ્ટ્રીય સુરક્ષા કાયદા (NSA) હેઠળ આરોપ લગાવ્યા છે,નોંધનીય છે કે ગત તા.24 સપ્ટેમ્બરના રોજ થયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન ચાર લોકોના મોત થયા હતા.

આપને જણાવી દઈએ કે સોનમ વાંગચુકના પત્ની ગીતાંજલી આંગમોએ ગઈકાલે બુધવારે રાષ્ટ્રપતિને એક પત્ર લખી તેઓને પણ એક આદિવાસી હોવાના નાતે લદ્દાખના લોકોની લાગણીઓને સમજવા વિનંતી કરી હતી.

આંગમોએ પીએમ નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહને પણ પત્ર લખી પોતાના પતિ  સોનમ વાંગચુકની બિનશરતી મુક્તિની માંગ કરી હતી, સોનમને તેઓએ જળવાયુ પરિવર્તન સામે અને પછાત આદિવાસી વિસ્તારોના વિકાસ માટે આંદોલન કરનાર એક શાંતિપ્રિય ગાંધીવાદી પ્રદર્શનકારી ગણાવ્યા હતા.

અગાઉ પણ ગીતાંજલિએ પોતાના પતિ પર લગાવવામાં આવેલા પાકિસ્તાન સાથેના સંબંધોના આરોપોને ફગાવ્યા હતા અને સ્પષ્ટતા કરી હતી કે તેમના પતિની પાકિસ્તાનની મુલાકાતો જળવાયુ પરિવર્તન સંબંધિત હતી તેમણે ઉમેર્યું કે અમે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આયોજિત એક પરિષદમાં ગયા હતા. અમને હિમાલયના ગ્લેશિયરના પાણીમાં ભારત-પાકિસ્તાન દેખાતું નથી.

તેઓએ જણાવ્યું હતું કે વાંગચુક હંમેશા ગાંધીવાદી રીતે પ્રદર્શન કરતા હતા અને 24 સપ્ટેમ્બરના રોજ થયેલી હિંસા માટે સીઆરપીએફ જવાબદાર હોવાની વાત કરી હતી.

આ પણ વાંચો:

UP: મંદિરમાં રશિયન મુજરો, મહાદેવના ભક્તોને બતાવ્યો અશ્લીલ ડાન્સ, વીડિયો વાયરલ થતાં…

Gandhinagar: મહિલા કોન્સ્ટેબલ સાથે ક્રૂરતા આચરનાર શંકાસ્પદ આરોપીની ધરપકડ, નિર્વસ્ત્ર હાલતમાં મળ્યો હતો મૃતદેહ

Bhavnagar: સર્વિસમાં મુકેલી કાર લેવા ગયેલા પોલીસકર્મીના પુત્રને રહેંસી નાંખ્યો, હત્યારા ફરાર

‘સસ્પેન્ડ કરો સસ્પેન્ડ કરો’, નવસારી DySPએ બજરંગ દળના કાર્યકરોના જબરજસ્તી તિલક ભૂંસી નાખતાં ભારે વિરોધ | Navsari

UP: સ્કૂલમાં ભણતી પુત્રીને બોયફ્રેન્ડ સાથે રેસ્ટોરન્ટમાં પિતા જોઈ ગયા, બંનેને ગોળી મારી દેતા….

Related Posts

India Christian Attacks: ભારતમાં ખ્રિસ્તીઓ પર વધતા હુમલા, ડરના ઓથાર હેઠળ જીવતા પરિવારોની વ્યથા
  • June 19, 2026

India Christian Attacks: ભારતમાં ધાર્મિક લઘુમતીઓ, ખાસ કરીને ખ્રિસ્તી સમુદાય પર થતા હુમલાઓ હવે કોઈ છૂટાછવાયા બનાવો નથી રહ્યા, પરંતુ એક ચિંતાજનક વલણ બની ગયા છે. આંકડાઓ સાક્ષી પૂરે છે…

Continue reading
Ice Cream vs Frozen Dessert: આઈસ્ક્રીમના નામે પામ ઓઈલનો ખેલ, કંપનીઓની નફાખોરી અને ગ્રાહકો સાથે થતી છેતરપિંડી!
  • June 19, 2026

Ice Cream vs Frozen Dessert: આઈસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટ વચ્ચેનો વિવાદ માત્ર સામગ્રીનો નથી, પરંતુ તે ગ્રાહકો સાથે કરવામાં આવતી એક મોટી વ્યવસ્થિત છેતરપિંડી છે. સામાન્ય માણસ જ્યારે બજારમાં જઈને…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

US-Iran Deal: ટ્રમ્પની શાંતિ ડીલ કે ઈરાનની રાજકીય જીત? પશ્ચિમ એશિયાના યુદ્ધ બાદ ઉભા થયેલા નવા સવાલો

  • June 19, 2026
  • 3 views
US-Iran Deal: ટ્રમ્પની શાંતિ ડીલ કે ઈરાનની રાજકીય જીત? પશ્ચિમ એશિયાના યુદ્ધ બાદ ઉભા થયેલા નવા સવાલો

India Christian Attacks: ભારતમાં ખ્રિસ્તીઓ પર વધતા હુમલા, ડરના ઓથાર હેઠળ જીવતા પરિવારોની વ્યથા

  • June 19, 2026
  • 4 views
India Christian Attacks: ભારતમાં ખ્રિસ્તીઓ પર વધતા હુમલા, ડરના ઓથાર હેઠળ જીવતા પરિવારોની વ્યથા

Ice Cream vs Frozen Dessert: આઈસ્ક્રીમના નામે પામ ઓઈલનો ખેલ, કંપનીઓની નફાખોરી અને ગ્રાહકો સાથે થતી છેતરપિંડી!

  • June 19, 2026
  • 9 views
Ice Cream vs Frozen Dessert: આઈસ્ક્રીમના નામે પામ ઓઈલનો ખેલ, કંપનીઓની નફાખોરી અને ગ્રાહકો સાથે થતી છેતરપિંડી!

Indian Political Defections: શું પક્ષ-પલટો કરનારા નેતાઓ ભારતીય લોકશાહી સાથે વિશ્વાસઘાત કરી રહ્યા છે?

  • June 19, 2026
  • 8 views
Indian Political Defections: શું પક્ષ-પલટો કરનારા નેતાઓ ભારતીય લોકશાહી સાથે વિશ્વાસઘાત કરી રહ્યા છે?

NCERT Dancing Girl Controversy: જ્યારે શિક્ષણ સંસ્થા પોતે જ બની જાય સેન્સર બોર્ડ

  • June 19, 2026
  • 10 views
NCERT Dancing Girl Controversy: જ્યારે શિક્ષણ સંસ્થા પોતે જ બની જાય સેન્સર બોર્ડ

India UK FTA: ભારત-UK મુક્ત વ્યાપાર કરારના છુપાયેલા પાસાં!

  • June 19, 2026
  • 7 views
India UK FTA: ભારત-UK મુક્ત વ્યાપાર કરારના છુપાયેલા પાસાં!