Gujarat: AAP પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની અટકાયત, બોટાદ કિસાન મહાપંચાયતમાં જતાં પોલીસે રોક્યા

  • Gujarat
  • October 12, 2025
  • 0 Comments

Gujarat: ખેડૂતોની સમસ્યાઓને વાચા આપવા જતાં નેતાઓને પોલીસ દ્વારા વારંવાર અટકમાં લેવામાં આવતાં ભારે હોબાળો મચ્યો છે. બોટાદ કિસાન મહાપંચતમાં ભાગ લેવા જતાં AAP પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની અટકાયત કરવામાં આવી છે. ઈસુદાન ગઢવી અને પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જે બાદ તેમની બગોતરાથી  અટકાયત કરવામાં આવી હતી. AAP પાર્ટીએ આ અટકાયતને ભાજપની તાનાશાહી ગણાવી છે.

ભાજપના રાજમાં હવે લોકોની સમસ્યાઓને વાચા આપવી પણ ગુનો બની ગયો હોય તેવું લાગી રહ્યું છે. વારંવાર પોલીસ દ્વારા વિપક્ષી નેતાઓની અટકાયત કરવામાં આવે છે. ત્યારે આજે રવિવારે(12 ઓક્ટોબર) બોટાદ કિશાન મહાપંચાયતમાં જતાં ઈસુદાન ગઢવીને પોલીસે રોકતાં ભારે હોબાળો મચ્યો છે.  ઉગ્ર બોલાચાલી બાદ પોલીસે ઈસુદાન ગઢવીને બગોદરાથી અટકાયતમાં લીધા છે. જેથી ખેડૂતો સહિત AAP કાર્યકરોમાં ભારે રોષ જોવા મળ્યો છે.

ખેડૂતોનું આંદોલન

ઉલ્લેખનીય છે કે છેલ્લા બે દિવસથી બોટાદ માર્કેટયાર્ડમાં કપાસના વેપારીઓ દ્વારા વજનમાં કરાતી ગોલમાલ અને ઓછા ભાવ વિરુદ્ધ ખેડૂતોનું ઉગ્ર આંદોલન ચાલી રહ્યું છે. ગત 10 ઓક્ટોબરે મોડી રાત્રે વિરોધને યથાવત્ રાખી રાત્રે યાર્ડમાં ખેડૂતો ભજન-કીર્તન કરી રહ્યા હતા, ત્યારે પોલીસે મુખ્ય ખેડૂત આગેવાન રાજુ કરપડાને ઉઠાવી લીધા હતા. ત્યારે હવે આજે ઈસુદાન ગઢવીની અટકાયત કરવામાં આવી છે.

ઈસુદાન ગઢવીએ X પર લખ્યું આજે ગુજરાતની 54 લાખ ખેડૂતો ભાજપની તાનાશાહી જોઈ રહ્યા છે, કે આમ આદમી પાર્ટી ખેડૂતોના અધિકારો માટે લડી રહી છે અને ભાજપ અમને ખેડૂતોને તેમના અધિકારો અપાવતા રોકી રહી છે. ગુજરાતના 54 લાખ ખેડૂતોનો અવાજ ભાજપ દબાવી રહી છે.

અરવિંદ કેજરીવાલનું નિવેદન

આ મામલે દિલ્હીના પૂર્વ CM અને AAP કન્વીનર અરવિંદ કેજરીવાલે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને BJP સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે લખ્યું છે કે, ‘BJPના શાસનમાં જે કોઈ પણ ખેડૂતો માટે અવાજ ઉઠાવે છે તેને જેલમાં મોકલી દેવામાં આવે છે.

આ પણ વાંચો:

Botad: બોટાદ માર્કેટીંગ યાર્ડની કળદા પ્રથા વિરુદ્ધ હજારો ખેડૂતોનો હલ્લાબોલ, મોડી રાત્રે રાજુ કરપડાની અટકાયત , AAP ભડકી!

Gujarat politics: AAP નું એલાન, સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં કોઈ ગઠબંધન નહીં, ઈશુદાને જાહેર કરી રણનીતિ

ચૈતર વસાવા જેલમાંથી છૂટ્યા બાદ BJP એ ખેલ પાડ્યો, AAP ના 550 કાર્યકરોને ભાજપના ખેસ પહેરાવી દીધા

Gujarat Politics: ગુજરાત ભાજપના ગઢને લૂણો લાગી ચૂક્યો છે?, આંતરીક ડખ્ખાઓની ઘટનાઓ વચ્ચે આઠ ભાજપીઓએ કોંગ્રેસનો ખેસ પહેર્યો!

Related Posts

Surat Workers Protest: સુરતમાં 400થી 500 શ્રમિકો રસ્તા પર ઉતર્યા, શ્રમ કાયદાના અમલ અને સાપ્તાહિક રજાની માંગ સાથે કલેક્ટરને આવેદન
  • September 13, 2026

Surat Workers Protest: સુરતમાં 400થી 500 જેટલા શ્રમિકો એકસાથે ભેગા થઈ વિરોધ પ્રદર્શન કરતાં શ્રમિકોના હકો અને શ્રમ કાયદાના અમલનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. એમ્બ્રોઇડરી સહિત અલગ અલગ ક્ષેત્રોમાં…

Continue reading
Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીમાં પ્રમુખ-ઉપપ્રમુખની વરણી, પરિવર્તન પેનલની જીત બાદ રાજકીય સમીકરણોમાં મોટો વળાંક
  • September 13, 2026

Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીની બહુચર્ચિત ચૂંટણી બાદ આજે આખરે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે. પ્રમુખ તરીકે મુકેશચંદ્ર નગીનભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે અનિલભાઈ હરિભાઈ પટેલની…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Siang Multipurpose Project: અરુણાચલમાં સિયાંગ પ્રોજેક્ટને લઈને કોંગ્રેસનો વિરોધ, સુરક્ષા તૈનાતીથી લઈને ₹1,270 કરોડની CBI તપાસ સુધી પેમા ખાંડુ સરકાર પર સવાલ

  • September 21, 2026
  • 3 views
Siang Multipurpose Project: અરુણાચલમાં સિયાંગ પ્રોજેક્ટને લઈને કોંગ્રેસનો વિરોધ, સુરક્ષા તૈનાતીથી લઈને ₹1,270 કરોડની CBI તપાસ સુધી પેમા ખાંડુ સરકાર પર સવાલ

Manipur Kuki Zo Council Demands: Kuki-Zo કાઉન્સિલે મણિપુરની વહીવટી વ્યવસ્થા પર ઉઠાવ્યા સવાલ, રાષ્ટ્રપતિ શાસનની ફરી માંગ

  • September 21, 2026
  • 5 views
Manipur Kuki Zo Council Demands: Kuki-Zo કાઉન્સિલે મણિપુરની વહીવટી વ્યવસ્થા પર ઉઠાવ્યા સવાલ, રાષ્ટ્રપતિ શાસનની ફરી માંગ

Youth Unemployment India: દેશના 250 જિલ્લાઓમાં 25%થી વધુ યુવાનો NEET, સરકારી સર્વેમાં રોજગાર અને શિક્ષણ અંગે ચિંતાજનક સ્થિતિ

  • September 21, 2026
  • 9 views
Youth Unemployment India: દેશના 250 જિલ્લાઓમાં 25%થી વધુ યુવાનો NEET, સરકારી સર્વેમાં રોજગાર અને શિક્ષણ અંગે ચિંતાજનક સ્થિતિ

Rahul Gandhi Indore: ઇન્દોરમાં રાહુલ ગાંધીનો મોટો દાવો, ‘દેશની સિસ્ટમ 6 લોકો ચલાવી રહ્યા છે’

  • September 20, 2026
  • 9 views
Rahul Gandhi Indore: ઇન્દોરમાં રાહુલ ગાંધીનો મોટો દાવો, ‘દેશની સિસ્ટમ 6 લોકો ચલાવી રહ્યા છે’

DUSU Election 2026 માં ABVPનો દબદબો યથાવત, 4માંથી 3 સીટો જીતી, NSUIનું ખાતું પણ ન ખુલ્યું

  • September 20, 2026
  • 7 views
DUSU Election 2026 માં ABVPનો દબદબો યથાવત, 4માંથી 3 સીટો જીતી, NSUIનું ખાતું પણ ન ખુલ્યું

Reliance Capital CBI FIR: LICની ફરિયાદ પર Reliance Capital અને અનિલ અંબાણી વિરુદ્ધ CBIની FIR, ₹2,684 કરોડની કથિત છેતરપિંડીની તપાસ

  • September 20, 2026
  • 7 views
Reliance Capital CBI FIR: LICની ફરિયાદ પર Reliance Capital અને અનિલ અંબાણી વિરુદ્ધ CBIની FIR, ₹2,684 કરોડની કથિત છેતરપિંડીની તપાસ