Afghanistan-Pakistan: મોદી સરકાર બાદ અફઘાનિસ્તાનને પાકિસ્તાનમાં જતાં પાણીને રોકવાના પ્રયાસ શરુ કર્યા!

  • World
  • October 25, 2025
  • 0 Comments

Afghanistan-Pakistan conflict: ભારતની મોદી સરકાર બાદ હવે અફઘાનિસ્તાને પણ પોતાના દેશમાંથી વહેતું પાણી પાકિસ્તાનમાં જતું રોકવા માટે ડેમ બનાવવા તૈયારી શરૂ કરી છે,હવે અફઘાનિસ્તાન પણ કુનાર નદીનું પાણી પાકિસ્તાનમાં જતું અટકાવશે. તાલિબાનોની આ જાહેરાતથી પાકિસ્તાન સરકારની ચિંતા વધી છે. અફઘાનિસ્તાનના માહિતી મંત્રાલયે દ્વારા X પર એક સત્તાવાર પોસ્ટમાં જાહેરાત કરવામાં આવી છે.

અફઘાનિસ્તાનના માહિતી મંત્રાલયે ગુરુવારે શોશ્યલ મીડિયામાં આ મુજબ જણાવ્યું છે,જેમાં જણાવાયું છે કે તાલિબાનના સર્વોચ્ચ નેતા મૌલવી હિબતુલ્લાહ અખુંદઝાદાએ કુનાર નદી પર શક્ય તેટલી વહેલી તકે બંધ બનાવવા આદેશ આપ્યો છે.

પાણી અને ઉર્જા મંત્રાલયના નાયબ મંત્રી મુહાજિર ફરાહીએ ગુરુવારે જણાવ્યું હતું કે પાણી અને ઉર્જા મંત્રાલયને વિદેશી કંપનીઓની રાહ જોવાને બદલે સ્થાનિક કંપનીઓને કોન્ટ્રાક્ટ આપીને બંધ બાંધકામ ઝડપી બનાવવા માટે જણાવવામાં આવ્યું છે. તાજેતરના પાકિસ્તાન સાથેના સંઘર્ષ બાદ અફઘાનિસ્તાને આ નિર્ણય લીધો છે.

9 ઓક્ટોબરથી 18 ઓક્ટોબર સુધી ચાલેલી અથડામણમાં 37 અફઘાન નાગરિકો માર્યા ગયા હતા અને 425 ઘાયલ થયા હતા. આ અથડામણ બાદ તાલિબાનો અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો બગડી ગયા છે અને બન્ને દેશો વચ્ચેની તિરાડ વધુ પડી છે ત્યારે હવે તાલિબાનો પાકિસ્તાનમાં જતું પાણી રોકવા બંધ બનાવશે અને પાકિસ્તાનને પાઠ ભણાવશે.

 ઉલ્લેખનીય છે કે પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારતે પણ તા. 23 એપ્રિલે સિંધુ જળ સંધિ પણ સ્થગિત કરી દીધી હતી, જેના કારણે પાકિસ્તાન તરફ વહેતું પાણી રોકી દેવામાં આવ્યું હતુ. જો કે દાવો થઈ રહ્યા છે કે મોદી સરકાર પાકિસ્તાનમાં જતુ સંપૂર્ણપણે પાણી રોકી શકી નથી. હજુ પણ સિંધુ નદી દ્વારા પાણી પાકિસ્તાનમાં પહોંચી રહ્યું છે. ત્યારે હવે ભારતના પગલે અફઘાનિસ્તાન પણ  ચાલું છે. તેને પણ કેટલી સફળતા મળે છે તે જોવું રહ્યું.

ઉલ્લેખનીય છે કે 480 કિલોમીટર લાંબી કુનાર નદીનું ઉદ્દભવ સ્થાન અફઘાનિસ્તાનમાં છે આજ નદી ચિત્રલ નદી તરીકે પાકિસ્તાનમાં વહે છે,જ્યાં તે કાબુલ નદીમાં જોડાય છે. પાકિસ્તાન તેના પાણીનો 70-80% ભાગનો લાભ મેળવી રહ્યું છે.

બીજી તરફ આ કાબુલ નદી સિંધુ નદીમાં જોડાય છે,જો અફઘાનિસ્તાન કુનાર પર બંધ બાંધે છે, તો તેનાથી પાકિસ્તાનને ગંભીર પાણી કટોકટીનું જોખમ રહેલું છે. તાલિબાનો જો બંધ બાંધે તો તેની સીધી અસર ખૈબર પખ્તુનખ્વા (KPK) પર પડશે. બાજૌર અને મોહમ્મદપુર જેવા વિસ્તારોમાં ખેતી સંપૂર્ણપણે આ નદી પર આધારિત છે. સિંચાઈ બંધ કરવાથી પાક નિષ્ફળ જવાનું જોખમ વધશે. વધુમાં આ અવરોધ પાકિસ્તાનના ચિત્રાલ જિલ્લામાં કુનાર નદી પર કાર્યરત 20થી વધુ નાના જળવિદ્યુત પ્રોજેક્ટ્સને પણ અસર કરશે.

તાલિબાનના પાણી અને ઉર્જા મંત્રાલયના પ્રવક્તા મતિઉલ્લાહ આબિદે કહ્યું હતું કે આ બંધનો સર્વે અને ડિઝાઇન તૈયાર થઈ ચુકી છે અને જો આ પ્રોજેક્ટ પૂર્ણ થશે, તો તે 45 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરશે અને આશરે 1,50,000 એકર ખેતીની જમીન માટે સિંચાઈનું પાણી પૂરું પાડશે, જેનાથી અફઘાનિસ્તાનની ઉર્જા કટોકટી અને ખાદ્ય સુરક્ષામાં સુધારો થશે.
આમ અફઘાનિસ્તાનમાં બંધથી મોટો ફાયદો થશે અને પાકિસ્તાનને મોટું નુકસાન થશે.

મહત્વની વાત એ છે કે કાબુલ નદી અને તેની ઉપનદીઓના પાણીની વહેંચણી અંગે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે કોઈ ઔપચારિક દ્વિપક્ષીય કરાર પણ નથી કે જેથી પાકિસ્તાન તેનો વિરોધ કરે તેવી સ્થિતિમાં નથી. આમ હવે પડોશી દેશો સાથે સંબંધો બગાડી પાકિસ્તાન પોતાની જ ઘોર ખોદી રહ્યું છે.

આ પણ વાંચો:

Afghanistan-Pakistan: અફઘાનિસ્તાન-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ માટેનો દાવો કરનાર કતારે એવું કર્યું કે પાકિસ્તાનને લાગ્યો મોટો ઝટકો!, યુદ્ધ ફરી શરૂ થશે?

Bihar Election: ‘તમે બધી ટિકિટો RSSના સભ્યોને આપી દીધી’, ગુસ્સે ભરાયેલા કોંગ્રેસ કાર્યકર્તાએ રાહુલ ગાંધીની નીતિઓ પર સવાલ ઉઠાવ્યા

Bihar Election: મોબાઈલની ટોર્ચ ચાલુ કરાવી મોદીએ કહ્યું તમારે લાલટેનની શું જરુર છે?

Bihar Election: બિહાર ચૂંટણીમાં ‘મિત્રતા’ બની પડકાર, 7 બેઠકો પર મહાગઠબંધનના ઉમેદવારો આમને સામને

 

Related Posts

Pete Hegseth Impeachment: પીટ હેગસેથ સામે મહાભિયોગનો પ્રસ્તાવ, ઈરાન યુદ્ધ અને સૈન્ય સત્તાના દુરુપયોગના 8 આરોપોથી અમેરિકામાં રાજકીય ઘમાસાણ
  • November 10, 2026

Pete Hegseth Impeachment: અમેરિકાના સંરક્ષણ મંત્રી પીટ હેગસેથ સામે મહાભિયોગનો પ્રસ્તાવ રજૂ થતાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટી તંત્રમાં રાજકીય હલચલ વધી છે. રિપબ્લિકન સાંસદ થોમસ મેસીએ અમેરિકી કોંગ્રેસમાં આ પ્રસ્તાવ…

Continue reading
Jensen Huang Espionage Allegations: Nvidia ના CEO જેનસન હુઆંગ પર ચીન માટે જાસૂસીની શંકા, અમેરિકામાં તપાસથી રાજકીય ઘમાસાણ
  • November 10, 2026

Jensen Huang Espionage Allegations: અમેરિકા અને ચીન વચ્ચે AI ટેક્નોલોજી પર વર્ચસ્વ મેળવવાની સ્પર્ધા ચાલી રહી છે. આ દરમિયાન વિશ્વની અગ્રણી AI ચિપ ઉત્પાદક કંપની Nvidiaના CEO જેનસન હુઆંગ એક…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Manipur Census 2027 suspended: મણિપુરમાં વસ્તી ગણતરી 2027 પર હાઈકોર્ટની રોક, 30 એપ્રિલ સુધી પ્રક્રિયા સ્થગિત રાખવાનો આદેશ

  • November 10, 2026
  • 7 views
Manipur Census 2027 suspended: મણિપુરમાં વસ્તી ગણતરી 2027 પર હાઈકોર્ટની રોક, 30 એપ્રિલ સુધી પ્રક્રિયા સ્થગિત રાખવાનો આદેશ

Siang Anti Dam Protest: અરુણાચલની 11,000 મેગાવોટની સિયાંગ ડેમ યોજના સામે વિરોધ તેજ, 544 વૈજ્ઞાનિકો અને કાર્યકરોએ વ્યક્ત કરી ચિંતા

  • November 10, 2026
  • 7 views
Siang Anti Dam Protest: અરુણાચલની 11,000 મેગાવોટની સિયાંગ ડેમ યોજના સામે વિરોધ તેજ, 544 વૈજ્ઞાનિકો અને કાર્યકરોએ વ્યક્ત કરી ચિંતા

Rahul Gandhi to Modi: રાહુલ ગાંધીનો PM મોદીને ફરી ખુલ્લી ચર્ચાનો પડકાર, કહ્યું- ‘દેશદ્રોહી કોણ અને વિદેશી શક્તિઓના નિયંત્રણમાં કોણ?’

  • November 10, 2026
  • 6 views
Rahul Gandhi to Modi: રાહુલ ગાંધીનો PM મોદીને ફરી ખુલ્લી ચર્ચાનો પડકાર, કહ્યું- ‘દેશદ્રોહી કોણ અને વિદેશી શક્તિઓના નિયંત્રણમાં કોણ?’

E20 Petrol Controversy: BPCLએ 33 ટકા ઇથેનોલ દેખાતો હોવાના દાવા વચ્ચે ટ્વીટ હટાવ્યુ, કર્ણાટકમાં 63 નમૂનાઓની તપાસ

  • November 10, 2026
  • 10 views
E20 Petrol Controversy: BPCLએ 33 ટકા ઇથેનોલ દેખાતો હોવાના દાવા વચ્ચે ટ્વીટ હટાવ્યુ, કર્ણાટકમાં 63 નમૂનાઓની તપાસ

Pete Hegseth Impeachment: પીટ હેગસેથ સામે મહાભિયોગનો પ્રસ્તાવ, ઈરાન યુદ્ધ અને સૈન્ય સત્તાના દુરુપયોગના 8 આરોપોથી અમેરિકામાં રાજકીય ઘમાસાણ

  • November 10, 2026
  • 10 views
Pete Hegseth Impeachment: પીટ હેગસેથ સામે મહાભિયોગનો પ્રસ્તાવ, ઈરાન યુદ્ધ અને સૈન્ય સત્તાના દુરુપયોગના 8 આરોપોથી અમેરિકામાં રાજકીય ઘમાસાણ

UP Election 2027 BJP Strategy: 2024ની હાર પછી BJP સતર્ક, યોગી સહિત બંને નાયબ મુખ્યમંત્રીઓની ઉમેદવારી પર વિચાર

  • November 10, 2026
  • 10 views
UP Election 2027 BJP Strategy: 2024ની હાર પછી BJP સતર્ક, યોગી સહિત બંને નાયબ મુખ્યમંત્રીઓની ઉમેદવારી પર વિચાર