કચ્છમાં મોટા પ્રમાણમાં મેન્ગ્રોવ ઉછેરવાનો દાવો PM મોદીનો ખોટો? | Mangrove Trees

  • Gujarat
  • October 28, 2025
  • 0 Comments

Kutch  Mangrove Trees: કચ્છ નજીક આવેલ પાકિસ્તાનના બોર્ડરના જંગલ વિસ્તારમાં મોટાપાયે મેન્ગ્રોવના વૃક્ષોનો નાશ થયો છે. સ્થાનિક લોકો અને વન વિભાગ કબૂલે છે અહીં વૃક્ષો ઓછા થયા છે. જો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાત સરકાર મેન્ગ્રોવના વૃક્ષો વધ્યા હોવાના દાવા કરી રહ્યા છે. જો કે વાસ્તિવકતા અલગ જ છે. મેન્ગ્રોવની વાવણીનો કૌભાંડ પણ ચાલી રહ્યું છે. સ્થાનિક લોકો સાથે વન વિભાગ મન માની કરી રહ્યું છે. સરકાર મેન્ગ્રોવના વૃક્ષો રોપવાના દાવા કરે છે પણ તે ખરેખરમાં દેખાતા નથી.

દેશનો કુલ મેન્ગ્રોવ આવરણ 4,991.68 ચોરસ કિમી છે, જે દેશના કુલ ભૌગોલિક વિસ્તારના 0.15% હિસ્સો ધરાવે છે. આમાં, ખૂબ જ ગાઢ મેન્ગ્રોવ કુલ મેન્ગ્રોવ આવરણના 1,463.97 ચોરસકિમી (29.33%) ધરાવે છે, મધ્યમ ગાઢ મેન્ગ્રોવ 1,500.84 ચોરસ કિમી (30.07%) છે જ્યારે ખુલ્લા મેન્ગ્રોવ 2,026.87 ચોરસ કિમી (40.60%) વિસ્તાર ધરાવે છે. 2021ના ​​મૂલ્યાંકનની તુલનામાં દેશના મેન્ગ્રોવ આવરણમાં 7.43 કિમી2 નો ચોખ્ખો ઘટાડો થયો છે.

ગુજરાતમાં 36.39 કિમી2નો નોંધપાત્ર ઘટાડો થયો છે. આંધ્રપ્રદેશ (13.01 કિમી2) માં મેન્ગ્રોવ વન આવરણમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે, ત્યારબાદ મહારાષ્ટ્ર (12.39 કિમી2) આવે છે.

ગુજરાત સહિત ભારતના પશ્ચિમ કાંઠાનાં મેન્ગ્રોવનાવન એકદમ પડી ભાંગે તેવું જોખમ સર્જાયું છે. આંતરરાષ્ટ્રીય રિપોર્ટના પાંચ મહિના બાદ કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવે 21 ડિસેમ્બરે જાહેર કરેલા ‘ઇન્ડિયા સ્ટેટ ઑફ ફૉરેસ્ટ રિપોર્ટ (આઈએસએફઆર), 2023માં જણાવાયું હતુ ગુજરાતમાં બે વર્ષની અંદર 36.39 વર્ગ કિલોમીટર વિસ્તારમાંથી ચેરનાં જંગલ નાશ પામ્યાં છે.

ગુજરાતના 1164.08 વર્ગ કિલોમીટરમાં પથરાયેલા મેન્ગ્રોવના નવિસ્તારમાં 179.09 વર્ગ કિલોમીટરમાં પથરાયેલાં મધ્યમ ગીચતા ધરાવતાં વનો અને 984.97 વર્ગ કિલોમીટરમાં પથરાયેલા ઓપન ફૉરેસ્ટ એટલે કે એટલે કે પાંખી વનરાજી ધરાવતા વનવિસ્તારોનો સમાવેશ થાય છે. અહીં એ નોંધવું જરૂરી છે કે કુલ વિસ્તારનો 40 ટકા કે તેથી વધુ વિસ્તાર વૃક્ષાચ્છાદિત હોય તેવાં વનને મધ્યમ ગીચતાવાળું વન કહેવાય છે અને 10 ટકાથી વધુ પણ 40 ટકાથી ઓછું વૃક્ષાવરણ ધરાવતા વનને પાંખો વનવિસ્તાર કહેવાય છે.

ગુજરાતના 33 જિલ્લામાંથી 17 જિલ્લામાં મેન્ગ્રોવના નવિસ્તાર આવેલા છે અને રાજ્યનાં ચેરના જંગલમાં 2003 થી 2021 સુધી સતત વધારો નોંધાયો હોવાનું એફએસઆઈના રિપોર્ટ પરથી ફલિત થાય છે.
ગુજરાતમાં સૌથી મોટો ચેરનો વનવિસ્તાર કચ્છમાં છે અને ઘટાડો પણ સૌથી વધારે આ જ જિલ્લામાં નોંધાયો છે.

આઈએસએફઆર, 2023 મુજબ ભારતમાં 4991. 68 વર્ગ કિલોમીટરમાં ચેરનાં વન છે. પરંતુ વિસ્તાર 2021ના રિપોર્ટમાં નોંધાયેલા 4999.11 વર્ગ કિલોમીટર વિસ્તારની તુલનાએ ઓછો હતો આમ, બે વર્ષમાં દેશમાં ચેરના વનવિસ્તારમાં 7.43 વર્ગ કિલોમીટરનો ઘટાડો થયો. પરંતુ, આ સમયગાળા દરમિયાન ગુજરાતમાં ચેરનાં જંગલનો વિસ્તાર 36.39 વર્ગ કિલોમીટર જેટલો ઘટીને 1164.06 વર્ગ કિલોમીટર થઈ ગયો. ભારતનાં કોઈ પણ રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશના ચેર વનવિસ્તારમાં નોંધાયેલો આ સૌથી મોટો ઘટાડો હતો.

કચ્છમાં 2021માં 769.56 વર્ગ કિલોમીટરમાં ચેરનાં જંગલો હતાં. તેમાં બે વર્ષમાં 61.14 વર્ગ કિલોમીટરનો ઘટાડો થતા 2023માં તે 708.42 વર્ગ કિલોમીટર થઈ ગયો. તે જ રીતે ચેરના વિસ્તારવાળા બીજા સૌથી મોટા જિલ્લા એવા જામનગરમાં પણ 9.97 વર્ગ કિલોમીટરનો ઘટાડો થતા તે જિલ્લામાં મૅન્ગ્રૂવનો વિસ્તાર 172.50 વર્ગ કીલોમીટરથી ઘટીને 162.53 વર્ગ કિલોમીટર થઈ ગયો છે.

મોરબી અને આણંદ જિલ્લાના કાંઠાઓમાં પણ અનુક્રમે 1.04 એને 0.28 વર્ગ કિલોમીટરનો ઘટાડો નોંધાયો, પરંતુ અમદાવાદ, સુરત અને ભરૂચ જિલ્લાઓમાં અનુક્રમે 10.79, 7.97 અને 7.22 વર્ગ કિલોમીટરનો વધારો નોંધાતા રાજ્યના એકંદર મેન્ગ્રોવના વનવિસ્તારમાં ઘટાડો 36.39 વર્ગ કિલોમીટર સુધી મર્યાદિત રહ્યો હતો.

ત્યારે આ વીડિયોમાં જુઓ વડાપ્રધાન મોદી અને ગુજરાત સરકાર મેન્ગ્રોવ વૃક્ષો અંગે કેવા બણગાં ફૂકી રહી છે.

આ પણ વાંચો:

Montha Cyclone: આંધ્રપ્રદેશમાં આજે ‘મોન્થા’ વાવાઝોડું 100 કિમી ઝડપે લેન્ડફોલ થશે, હાઈ એલર્ટ અપાયું, તંત્ર સ્ટેન્ડબાય

Gujarat Cyclone Forecast: ગુજરાત પર ચક્રવાતી સંકટને લઈ ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા અપાયું ‘રેડ એલર્ટ’

Plutonium Deal: રશિયાએ પ્લુટોનિયમ સોદો રદ કરી અમેરિકાને આપ્યું અલ્ટીમેટમ!, ટ્રમ્પને પુતિનની સીધી ચેલેન્જ

BJP-NDA ના ઇશારે કામ કરતા ચૂંટણી પંચનું તાત્કાલિક વિસર્જન કરી SIR રદ કરવા ઉઠી માંગ!, ચેન્નાઈથી લોકશાહી બચાવવા શરૂ થઈ ઝુંબેશ

Related Posts

Gujarat Farmers Protest: ખેડૂતોના પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો 30 જૂને ગુજરાતભરમાં ચક્કાજામ
  • June 16, 2026

Gujarat Farmers Protest: ગુજરાતના ધરતીપુત્રો હવે આકરા પાણીએ છે. અમદાવાદના શાંતિપુરા સર્કલથી શરૂ થયેલી ‘કિસાન અધિકાર યાત્રા’ જ્યારે ગાંધીનગર તરફ કૂચ કરી રહી હતી, ત્યારે ઓગણજ ટોલનાકા પર પોલીસે તેમને…

Continue reading
Morbi Jetpar Farmers Protest: મોરબીના જેતપરમાં ખેડૂતો સામે ખાખી અને કોર્પોરેટની જોડી? વીજ પોલ મુદ્દે ઉગ્ર બન્યો વિરોધ
  • June 15, 2026

Morbi Jetpar Farmers Protest: મોરબીના જેતપર ગામની ધરતી પર અત્યારે અંધાધૂંધીનો માહોલ છે. પોતાની ખેતીલાયક જમીન અને પાકને બચાવવા માટે છેલ્લા એક અઠવાડિયાથી ખેડૂતો રસ્તા પર ઉતરી આવ્યા છે, પરંતુ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Ankita Bhandari Case: અંકિતા ભંડારી કેસના ‘વીઆઈપી’ વિવાદમાં નવો વળાંક, ભાજપના પૂર્વ ધારાસભ્યની ધરપકડ

  • June 16, 2026
  • 4 views
Ankita Bhandari Case: અંકિતા ભંડારી કેસના ‘વીઆઈપી’ વિવાદમાં નવો વળાંક, ભાજપના પૂર્વ ધારાસભ્યની ધરપકડ

Chhattisgarh School Prayer: શિક્ષણ કે ધાર્મિક એજન્ડા? છત્તીસગઢની શાળાઓમાં દિવસમાં ત્રણ વખત પ્રાર્થના ફરજિયાત

  • June 16, 2026
  • 4 views
Chhattisgarh School Prayer: શિક્ષણ કે ધાર્મિક એજન્ડા? છત્તીસગઢની શાળાઓમાં દિવસમાં ત્રણ વખત પ્રાર્થના ફરજિયાત

Akal Takht Bhagwant Mann: પંજાબમાં રાજકીય-ધાર્મિક ભૂકંપ, અકાલ તખ્તે મુખ્યમંત્રી ભગવંત માનને કહ્યા ‘ગુરુ દોષી’

  • June 16, 2026
  • 10 views
Akal Takht Bhagwant Mann: પંજાબમાં રાજકીય-ધાર્મિક ભૂકંપ, અકાલ તખ્તે મુખ્યમંત્રી ભગવંત માનને કહ્યા ‘ગુરુ દોષી’

NEET re exam Telegram ban: પરીક્ષા માફિયાઓ સામે કાર્યવાહી કે ડિજિટલ નિયંત્રણ? ૨૨ જૂન સુધી ટેલિગ્રામ પર પ્રતિબંધ

  • June 16, 2026
  • 12 views
NEET re exam Telegram ban: પરીક્ષા માફિયાઓ સામે કાર્યવાહી કે ડિજિટલ નિયંત્રણ? ૨૨ જૂન સુધી ટેલિગ્રામ પર પ્રતિબંધ

Tribal Identity Crisis: આદિવાસી અનામત પર કોનો હક? સંસ્કૃતિ છોડ્યા પછી પણ બેવડો લાભ લેનારાઓ સામે આક્રોશ!

  • June 16, 2026
  • 12 views
Tribal Identity Crisis: આદિવાસી અનામત પર કોનો હક? સંસ્કૃતિ છોડ્યા પછી પણ બેવડો લાભ લેનારાઓ સામે આક્રોશ!

BJP Alliance Strategy: વાજપેયી-અડવાણીના સહારે ઊભેલા પ્રાદેશિક દિગ્ગજો આજે મોદી-શાહની ભાજપ સામે કેમ બેકફૂટ પર આવ્યા?

  • June 16, 2026
  • 8 views
BJP Alliance Strategy: વાજપેયી-અડવાણીના સહારે ઊભેલા પ્રાદેશિક દિગ્ગજો આજે મોદી-શાહની ભાજપ સામે કેમ બેકફૂટ પર આવ્યા?