AAP Gujarat: ગુજરાતમાં AAPની ખેડૂત મહાપંચાયત: કેજરીવાલે કહયું- “સરકાર આખી હર્ષ સંઘવી ચલાવે છે, ભૂપેન્દ્ર પટેલનું કંઇ ચાલતું નથી”

  • Gujarat
  • October 31, 2025
  • 0 Comments

AAP Gujarat: સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના વાંટાવચ્છ ગામમાં આજે આમ આદમી પાર્ટી (AAP) દ્વારા ભવ્ય ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું. કડદા પ્રથા, ખેડૂતો પરના અત્યાચાર અને અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે યોજાયેલી આ સભામાં AAPના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તથા પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને મુખ્ય વક્તા તરીકે હાજરી આપી. હજારો ખેડૂતો અને AAP કાર્યકર્તાઓની ભીડ વચ્ચે બોલતા કેજરીવાલે ગુજરાતની BJP સરકાર પર કડક ટીકા કરી, જેમાં મંત્રીમંડળ વિસ્તરણથી લઈને બોટાદમાં ખેડૂતો પરના લાઠીચાર્જ સુધીના મુદ્દાઓને લઈને તીખા આક્ષેપો કર્યા.

કડદા પ્રથા અને અત્યાચાર વિરુદ્ધ એકતા

આયોજનનું મુખ્ય વિષય હતું બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ચાલતી કડદા પ્રથાઅને તેના કારણે થતા અત્યાચારો. કેજરીવાલે કહ્યું, “પંજાબમાં પૂર આવ્યો તો અમારી સરકારે એક મહિનામાં જ ખેડૂતોના ખાતામાં 50-50 હજાર રૂપિયા જમા કરી દીધા, પણ અહીં BJP સરકાર માત્ર સર્વે કરીને ખેડૂતોની આશા પર પાણી ફેરવે છે.” તેમણે ખેડૂતોને જેલમાં ભરવાની નીતિની ટીકા કરતા કહ્યું કે, “બોટાદમાં હર્ષ સંઘવીના ઇશારે પોલીસે ખેડૂતોને માર્યા, તો BJP તેમને ઇનામમાં નાયબ મુખ્યમંત્રી બનાવી દીધા. પટેલ સમાજના ભૂપેન્દ્ર પટેલને માત્ર ‘ડમી CM’ બનાવ્યા, જ્યારે સંઘવી ‘સુપર CM’ બની ગયા છે. આ સરકાર આખી હર્ષ સંઘવી ચલાવે છે, ભૂપેન્દ્રભાઈ માત્ર મહોર લગાવે છે.”

 BJP અને કોંગ્રેસ વચ્ચે પતિ-પત્ની જેવો સબંધ

અરવિંદ કેજરીવાલે BJP અને કોંગ્રેસ વચ્ચે ‘પતિ-પત્ની જેવા’ સંબંધની તુલના કરી, કહ્યું કે બંને પાર્ટીઓ ‘ગોરખધંધા’ ચલાવે છે. “કોંગ્રેસે 35 વર્ષ પહેલા ખેડૂતો પર ગોળીઓ વરસાવી અને ગાયબ થઈ ગઈ, તમે પણ તે જ થશો,” તેમણે BJPને ચેલેન્જ આપ્યું.અંગ્રેજો કરતાં વધુ ક્રૂર

સરદાર પટેલની યાદ અને ખેડૂતોની લડત

સરદાર પટેલને યાદ કરતા કેજરીવાલે કહ્યું, “સરદાર પટેલ ખેડૂતો માટે અહિંસક સત્યાગ્રહ કર્યા, અંગ્રેજોને માન્યો પડ્યું. પણ BJP સરકાર લાઠીચાર્જ કરીને ખેડૂતોને જેલમાં ભરે છે અંગ્રેજો કરતાં પણ વધુ ક્રૂર છે.”

દિવાળી પર વ્યંગ કસ્યો: BJP વાળાઓએ દિવાળી મનાવી, જ્યારે ખેડૂત પરિવારો આંસુ સાર્યા

આદિવાસી નેતા ચૈતર વસાવાને જેલમાં ભરવાની ઘટના યાદ કરી, તેમણે વચન આપ્યું: “એક-એક ખેડૂતને જેલમાંથી બહાર કાઢીશું, મોટા વકીલો રોકે તો પણ.”

ભગવંત માન: ‘ગુજરાતમાં BJPનું પતન નજીક

‘પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને કહ્યું, “અહંકારથી BJPનું પતન થાય છે, અને ગુજરાતમાં તે તૈયારીમાં છે. રાજકોટથી અહીં આવતા રસ્તામાં ખાડા નહીં, પણ ખાડામાં રસ્તો જોવા મળ્યો આવી સરકાર ખેડૂતોનું શું ભલું કરશે?” તેમણે ખેડૂતોને પ્રોત્સાહિત કર્યા: “ગુજરાતના ખેડૂત જાગી ગયા છે, BJPને જડબૂટી જવાબ આપશો.”

ગોપાલ ઇટાલિયા: ‘2027માં ખેડૂતો સરકાર બદલી નાખશે’

વિસાવદરના AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ કહ્યું, “અમારી જીતથી BJPને ઝાડા થયા, તેથી મંત્રીમંડળ બદલે છે. પણ 2027માં ખેડૂતો તમારી આખી સરકાર બદલી નાખશે.” તેમણે પોલીસના વર્તન પર દુ:ખ વ્યક્ત કર્યું: “અમે ખેડૂતોને જેલમાંથી બચાવવા પોલીસ સાથે વાત કરી, પણ BJPના ઇશારે તેમણે કાન બંધ કર્યા.”

મહાપંચાયતમાં ખેડૂતોની વિશાળ ભીડ જોઈને AAP નેતાઓએ 2027ની વિધાનસભા ચૂંટણીમાં ‘ખેડૂત વિરોધી’ BJPને બદલી નાખવાની આગાહી કરી. આ ઘટના ગુજરાતના રાજકીય વાતાવરણમાં નવી ચર્ચા ઉભી કરી દીધી છે, જ્યાં ખેડૂત આંદોલન વધુ તીવ્ર બનવાની સંભાવના છે.

આ પણ વાંચો:

 Gujarat: વરસાદી માહોલ વચ્ચે ડિપ્રેશન ગુજરાત તરફ ફંટાતા ફરી ભારે વરસાદની આગાહી

Gujarat: 60 ગામડાઓ શહેરમાં ભળી ગયા, સવલતો મળતી નથી 

Col Rohit Chaudhary: સરકારનો દેશના યુવાનો સાથે વિશ્વાસઘાત!, સરકારી નોકરીના વચનથી ફરી ગઈ!

Montha Cyclone: આંધ્રપ્રદેશમાં આજે ‘મોન્થા’ વાવાઝોડું 100 કિમી ઝડપે લેન્ડફોલ થશે, હાઈ એલર્ટ અપાયું, તંત્ર સ્ટેન્ડબાય

 

 

Gujarat Cyclone Forecast: ગુજરાત પર ચક્રવાતી સંકટને લઈ ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા અપાયું ‘રેડ એલર્ટ’

Related Posts

Chaitar Vasava: ચૈતર વસાવાને ૭ વર્ષની સજા, આદિવાસીઓના અવાજને દબાવવાનું રાજકીય ષડયંત્ર?
  • June 23, 2026

Chaitar Vasava: ગુજરાતના રાજકારણમાં એક મોટા ભૂકંપ સમાન ઘટનામાં, નર્મદા જિલ્લાની ડેડિયાપાડા વિધાનસભા બેઠકના આમ આદમી પાર્ટી (AAP) ના ધારાસભ્ય ચૈતર વસાવાને રાજપીપળાની સેશન્સ કોર્ટે સાત વર્ષની જેલની સજા ફટકારી…

Continue reading
Student Suicide Crisis Gujarat: ગુજરાતમાં વિદ્યાર્થી આત્મહત્યાના ચોંકાવનારા આંકડા, ચાર વર્ષમાં 1063 વિદ્યાર્થીઓએ જીવન ટૂંકાવ્યું, કોંગ્રેસે સરકારને ઘેરી
  • June 23, 2026

Student Suicide Crisis Gujarat: ગુજરાતમાં છેલ્લા ચાર વર્ષમાં વિદ્યાર્થીઓની આત્મહત્યાના આંકડાએ સમગ્ર શિક્ષણ વ્યવસ્થાની પોલ ખોલી નાખી છે. કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ રજૂ કરેલા ચોંકાવનારા આંકડા મુજબ, ૨૦૨૦-૨૧…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

India Anti-Defection Law: સંસદ કે પક્ષનું પાંજરું? પક્ષપલટા વિરોધી કાયદો લોકશાહી માટે કેમ શાપરૂપ છે?

  • June 25, 2026
  • 2 views
India Anti-Defection Law: સંસદ કે પક્ષનું પાંજરું? પક્ષપલટા વિરોધી કાયદો લોકશાહી માટે કેમ શાપરૂપ છે?

UPSC CSAT Controversy: UPSC ની CSAT રમત, પ્રતિભાને ઓળખવાની પરીક્ષા કે ગ્રામીણ વિદ્યાર્થીઓને બહાર કાઢવાનું ષડયંત્ર?

  • June 25, 2026
  • 5 views
UPSC CSAT Controversy: UPSC ની CSAT રમત, પ્રતિભાને ઓળખવાની પરીક્ષા કે ગ્રામીણ વિદ્યાર્થીઓને બહાર કાઢવાનું ષડયંત્ર?

Modi Foreign Policy: મોદીની વિદેશ નીતિ સોશિયલ મીડિયા સુધી સીમિત? વિશ્વગુરુના દાવા વચ્ચે ભારતની વૈશ્વિક ભૂમિકા પર સવાલ

  • June 25, 2026
  • 5 views
Modi Foreign Policy: મોદીની વિદેશ નીતિ સોશિયલ મીડિયા સુધી સીમિત? વિશ્વગુરુના દાવા વચ્ચે ભારતની વૈશ્વિક ભૂમિકા પર સવાલ

Chaitar Vasava Case: ગુજરાતમાં 1 લાખ 25 હજાર જન પ્રતિનિધિમાં 20 ટકા આરોપી

  • June 25, 2026
  • 6 views
Chaitar Vasava Case: ગુજરાતમાં 1 લાખ 25 હજાર જન પ્રતિનિધિમાં 20 ટકા આરોપી

Shiv Sena Rebellion History: શિવસેનાનો ઇતિહાસ અને બળવાનો સિલસિલો, ભુજબલથી લઈને શિંદે અને હવે વધુ ૬ સાંસદો થયા અલગ

  • June 24, 2026
  • 7 views
Shiv Sena Rebellion History: શિવસેનાનો ઇતિહાસ અને બળવાનો સિલસિલો, ભુજબલથી લઈને શિંદે અને હવે વધુ ૬ સાંસદો થયા અલગ

Lucknow Coaching Centre Fire: લખનૌ કોચિંગ સેન્ટર અગ્નિકાંડ: ૧૫ માસૂમોના મોત, તપાસમાં ખુલ્યું ૧૦ વર્ષ જૂનું ગેરકાયદે બાંધકામનું કૌભાંડ

  • June 24, 2026
  • 7 views
Lucknow Coaching Centre Fire: લખનૌ કોચિંગ સેન્ટર અગ્નિકાંડ: ૧૫ માસૂમોના મોત, તપાસમાં ખુલ્યું ૧૦ વર્ષ જૂનું ગેરકાયદે બાંધકામનું કૌભાંડ