દિલ્હી એરપોર્ટ પર એવું તે શું થયું કે મુસાફરો અટવાયા? | Airport | Delhi

  • India
  • November 7, 2025
  • 0 Comments

Delhi Airport: દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર શુક્રવારે સવારે (7 નવેમ્બર) એર ટ્રાફિક કંટ્રોલ (ATC) સિસ્ટમમાં ફરી એક ટેકનિકલ ખામી સર્જાઈ. જેના કારણે અનેક ફ્લાઇટમાં વિલંબ થયો અને મુસાફરોને રનવે પર લાંબી રાહ જોવી પડી.

સિસ્ટમમાં ટેકનિકલ ખામીને કારણે આવનારી અને જતી બંને ફ્લાઇટ્સ પર અસર પડી છે, જેના કારણે એરપોર્ટ પર અંધાધૂંધી અને બોર્ડિંગ ગેટ પર ભારે ભીડ જોવા મળી છે. એરલાઇન્સે જણાવ્યું છે કે દિલ્હી એરપોર્ટ પર એર ટ્રાફિક જામને કારણે ફ્લાઇટમાં વિલંબ થયો છે. ATC સિસ્ટમમાં ટેકનિકલ ખામીને કારણે લગભગ 200 ફ્લાઇટ્સ પ્રભાવિત થઈ છે.

આ ઘટના એટલા માટે પણ ગંભીર છે કે તાજેતરના દિવસોમાં દિલ્હી એરપોર્ટ પર બીજી વખત ટેકનિકલ ખામી સર્જાઈ છે. આ અઠવાડિયાની શરૂઆતમાં કેટલીક એરલાઇન્સ માટે ચેક-ઇન પણ અટકી ગયું હતું, જેના કારણે ફ્લાઇટમાં વિલંબ થયો હતો. તે સમયે એરપોર્ટ મેનેજમેન્ટે જણાવ્યું હતું કે તેઓ વિલંબ ઘટાડવા અને સામાન્ય કામગીરી પુનઃસ્થાપિત કરવા માટે તમામ એજન્સીઓ સાથે કામ કરી રહ્યા છે

દિલ્હી એરપોર્ટે શું કહ્યું?

બુધવારે એરપોર્ટે એક અપડેટ જારી કરીને જણાવ્યું હતું કે બધી ફ્લાઇટ્સ હવે સામાન્ય રીતે કાર્યરત છે, પરંતુ આજે શુક્રવારે તે જ સમસ્યા ફરી ઉભી થઈ. ટેક્નિકલ ખામીને કારણે સતત ત્રીજીવાર દિલ્હી એરપોર્ટના સંચાલનને અસર કરી છે, જેના કારણે મુસાફરોને મુશ્કેલીઓના સામનો કરવો પડી રહ્યો છે. શુક્રવારે, દિલ્હી એરપોર્ટે X પર એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમમાં ટેકનિકલ ખામી વિશે પોસ્ટ કરી હતી.

સ્પાઇસજેટે શુક્રવારે X પર ટ્રાવેલ અપડેટ પોસ્ટ કર્યું હતું, જેમાં જણાવાયું હતું કે દિલ્હીમાં ATC (એર ટ્રાફિક કંટ્રોલ) માં ટેકનિકલ સમસ્યાને કારણે બધી પ્રસ્થાન અને આગમન અને સંબંધિત ફ્લાઇટ્સ પ્રભાવિત થઈ શકે છે. મુસાફરોને http://spicejet.com/#status દ્વારા તેમની ફ્લાઇટની સ્થિતિનું નિરીક્ષણ કરવા વિનંતી કરવામાં આવે છે.

આ પણ વાંચો:

Delhi Air Pollution: દિલ્હી હવે રહેવા લાયક ન રહ્યું!, કૃત્રિમ વરસાદના પરીક્ષણો પણ નિષ્ફળ, AQI સ્તર 300 પાર

Supreme Court: પોલીસ ધરપકડ પહેલાં લેખિતમાં કારણ આપ્યા વગર ધરપકડ નહીં કરી શકે, પોલીસ વિભાગને સુપ્રિમની ફટકાર!

 Vote chori: મોદી ચૂંટણીમાં ચોરી કરીને PM બન્યા’, વોટ ચોરી ખુલ્લી પાડવાનું કામ હજુ ચાલુ: રાહુલ ગાંધી

Vote scam: વોટ ચોરી જ નહીં, ચોરીની સરકાર?, જુઓ વીડિયો

Related Posts

Bhadohi-Sant Ravidas Nagar: ભદોહીનું નામ બદલવા પાછળ શું છે રાજકીય ગણિત? જાણો સંપૂર્ણ મામલો
  • August 2, 2026

Bhadohi-Sant Ravidas Nagar: ઉત્તર પ્રદેશનો ભદોહી જિલ્લો ફરી એકવાર પોતાના નામને લઈને ચર્ચામાં આવ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જાહેરાત કરી છે કે ભદોહી જિલ્લાનું નામ ફરીથી ‘સંત રવિદાસ નગર’…

Continue reading
Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years
  • August 2, 2026

Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું, 26% increase in heart disease in 10 years, 2026માં 1 લાખ લોકોની હૃદયની ધમની ખારાબ દિલીપ પટેલ અમદાવાદ, 2 ઓગસ્ટ 2026…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Bhadohi-Sant Ravidas Nagar: ભદોહીનું નામ બદલવા પાછળ શું છે રાજકીય ગણિત? જાણો સંપૂર્ણ મામલો

  • August 2, 2026
  • 3 views
Bhadohi-Sant Ravidas Nagar: ભદોહીનું નામ બદલવા પાછળ શું છે રાજકીય ગણિત? જાણો સંપૂર્ણ મામલો

Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years

  • August 2, 2026
  • 5 views
Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years

Trump Board of Peace: ટ્રમ્પના ‘બોર્ડ ઑફ પીસ’ને લઈને વિવાદ શા માટે? ગાઝા પુનર્નિર્માણ યોજના પર વિશ્વમાં ઉઠ્યા ગંભીર પ્રશ્નો

  • August 2, 2026
  • 10 views
Trump Board of Peace: ટ્રમ્પના ‘બોર્ડ ઑફ પીસ’ને લઈને વિવાદ શા માટે? ગાઝા પુનર્નિર્માણ યોજના પર વિશ્વમાં ઉઠ્યા ગંભીર પ્રશ્નો

Nepal Communal Violence: નેપાળમાં કેમ ભડકી ભયાનક સાંપ્રદાયિક હિંસા! 3નાં મોત, અનેક જિલ્લાઓમાં કર્ફ્યુ, સેનાની તૈનાતી

  • August 1, 2026
  • 6 views
Nepal Communal Violence: નેપાળમાં કેમ ભડકી ભયાનક સાંપ્રદાયિક હિંસા! 3નાં મોત, અનેક જિલ્લાઓમાં કર્ફ્યુ, સેનાની તૈનાતી

Ceuta Border Crisis: સ્પેન-મોરક્કો સરહદ સંકટ શું છે? હજારો પ્રવાસીઓ Ceuta કેમ પહોંચી રહ્યા છે? સંપૂર્ણ માહિતી

  • August 1, 2026
  • 8 views
Ceuta Border Crisis: સ્પેન-મોરક્કો સરહદ સંકટ શું છે? હજારો પ્રવાસીઓ Ceuta કેમ પહોંચી રહ્યા છે? સંપૂર્ણ માહિતી

Amit Shah Parliament: ‘અમિત શાહ સંસદમાં કેમ નથી આવી રહ્યા?’ વિરોધ પક્ષના સતત સવાલો વચ્ચે રાજકીય ઘમાસાણ

  • August 1, 2026
  • 9 views
Amit Shah Parliament: ‘અમિત શાહ સંસદમાં કેમ નથી આવી રહ્યા?’ વિરોધ પક્ષના સતત સવાલો વચ્ચે રાજકીય ઘમાસાણ