
Pakistan sends expired relief materials to Sri Lanka:પાકિસ્તાન દ્વારા શ્રીલંકામાં ચક્રવાતનો ભોગ બનેલા પીડિતો માટે મોકલવામાં આવેલી રાહત સામગ્રીમાં વાસી અને એક્સપાયર ડેટ ખાદ્ય પેકેટો મોકલ્યા હોવાની વાત સામે આવી છે.જેના ફોટા વાયરલ થયા છે. ચક્રવાતથી પ્રભાવિત લોકોને મદદ કરવા માટે મોકલવામાં આવેલા આ કન્સાઇન્મેન્ટમાં દૂધનો પાવડર, લોટ અને પીવાનું પાણી સામેલ હતું પરંતુ પેકેટની સમાપ્તિ તારીખ ઓક્ટોબર 2024 હતી.
આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો કે જ્યારે તા.30 નવેમ્બરના રોજ કોલંબો સ્થિત પાકિસ્તાન હાઈ કમિશન દ્વારા રાહત પુરવઠાના ફોટા શેર કર્યા તે વખતે સોશિયલ મીડિયા યુઝર્સે ધ્યાનથી જોયું કે ખાદ્ય સામગ્રી વાસી છે અને એક્સપાઈરી ડેટ છપાઈ છે ત્યારબાદ અનેક પેકેજો પર લખેલી સમાપ્તિ તારીખો સાથેના ફોટા વાયરલ થઈ ગયા અને આખો મામલો પ્રકાશમાં આવ્યો હતો.
જોકે, આ બાબતે પાકિસ્તાન સરકાર તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી, શ્રીલંકામાં બચાવ અને પુનર્વસન કામગીરી ચાલુ છે.પાકિસ્તાનના રાહત પુરવઠાને લગતો વિવાદ આ સંવેદનશીલ માનવતાવાદી કટોકટીમાં એક નવું રાજદ્વારી પરિમાણ ઉમેરી રહ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે શ્રીલંકામાં ચક્રવાત દિતવાહને કારણે ભારે પૂરનો સામનો કરી રહ્યું છે. તેનાથી 390 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. 370 લોકો ગુમ છે. દેશમાં 11 લાખથી વધુ લોકો અસરગ્રસ્ત થયા છે. જ્યારે, લગભગ 2 લાખ લોકો ઘર છોડીને શેલ્ટર હોમમાં રહી રહ્યા છે.
■ભારતે પણ શ્રીલંકાને તાત્કાલિક મદદ મોકલી છે
ભારતે ચક્રવાત દિતવાહનો સામનો કરવા માટે ઓપરેશન સાગર બંધુ હેઠળ શ્રીલંકાને 53 ટન રાહત સામગ્રી મોકલી છે. કોલંબોમાં ભારતીય નૌકાદળના બે જહાજ દ્વારા 9.5 ટન ઇમરજન્સી રાશન મોકલવામાં આવ્યું છે.
આમાં તંબુ, તાડપત્રી, ધાબળા, હાઈજીન કીટ, રેડી-ટુ-ઈટ ખાદ્ય પદાર્થો, દવાઓ અને સર્જિકલ સાધનો સહિત 31.5 ટન વધુ રાહત સામગ્રી એરલિફ્ટ કરવા માટે ભારતીય વાયુસેનાના ત્રણ વિમાન તહેનાત છે.
સાથે જ પાંચ લોકોની મેડિકલ ટીમ, NDRFની 80 લોકોની સ્પેશિયલ ટીમ પણ મોકલવામાં આવી છે.
આ ઉપરાંત,નવી દિલ્હીએ ભારતીય નૌકાદળના જહાજ સુકન્યા (ત્રિંકોમાલીમાં) પર 12 ટન વધુ રાહત સામગ્રી મોકલી છે, જેનાથી કુલ સામગ્રી 53 ટન થઈ ગઈ છે
આ પણ વાંચો:
Commonwealthgames2030:ગુજરાતમાં ‘ખેલકુદ’શિખવતા શિક્ષકો નથી અને ઓલેમ્પિકની વાતો થાય છે!





