Drugs Gujarat: ગુજરાતમાં મોટાપાયે ડ્રગસનો કારોબાર ફાલ્યો ફુલ્યો છે અને ડ્રગ્સ માફિયાઓ સરકારને પડકાર ફેંકી રહયા છે ત્યારે સરકારે આ મામલે ખુલાસો કર્યો છે કે તેઓએ કુલ 91 હજાર કરોડનું ડ્રગ્સ પકડડ્યુ છે પણ હવે સવાલ એ થાય કે આ ડ્રગ્સનો જથ્થો કોણે મોકલ્યો એની જાણ સરકારને કેમ નથી? એ બધા પ્રશ્નો અધ્ધરતાલ છે
સરકાર દાવો કરી રહી છે કે અમે ડ્રગ્સ પકડીએ છીએ પણ જે રીતે ડ્રગ્સનો જથ્થો પકડાઇ રહ્યો છે તે જોતાં લાગે કે ડ્રગ્સમુક્ત ગુજરાત જાણે ડ્રગ્સનું એન્ટ્રી પોઇન્ટ બની રહ્યુ હોવાનું કહેવું અસ્થાને નથી.
ખુદ કેન્દ્રીય ગૃહમંત્રાલયે એ વાતનો ખુલાસો કર્યો છેકે, છેલ્લાં પાંચેક વર્ષમાં ગુજરાતમાંથી 91,453 કિલો ડ્રગ્સ ઝડપાયુ હોવાનું સરકાર કબૂલ કરે છે,આ જોતાં જે નથી પકડાતું તેવું કેટલું ડ્રગ્સ પ્રવેશતું હશે અને કેટલું વેચાતું હશે તેની કલ્પનાજ કરવી રહી.
જોકે, આ કરોડો રૂપિયાનું ડ્રગ્સ કોણે મોકલ્યું? ક્યાંથી આવ્યું? કોના માટે મોકલ્યું ? ડ્રગ્સનો જથ્થો ક્યાં જઇ રહ્યો હતો? આ તમામ સવાલોનો જવાબ મળી શક્યો નથી ત્યારે આ મુદ્દે સિનીયર પત્રકારો શ્રી મયુરભાઈ જાની અને શ્રી હિમાંશુ ભાયાણીએ વિસ્તૃત છણાવટ કરી છે,તે વિડીયો જોવાનું ચૂકશો નહિ.
પ્રસ્તુત છે વિડીયો
આ પણ વાંચો:
Commonwealthgames2030:ગુજરાતમાં ‘ખેલકુદ’શિખવતા શિક્ષકો નથી અને ઓલેમ્પિકની વાતો થાય છે!






