Narendra modi: ભારતની મુલાકાતે આવેલા રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને વિપક્ષી નેતા મળી નહિ શકતા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો છે કે સરકાર વિદેશી પ્રતિનિધિઓને વિપક્ષી નેતાઓને મળવાથી રોકે છે.
તેઓએ કોંગ્રેસના નેતાઓએ સરકાર પર પરંપરાગત પ્રોટોકોલનો અનાદર કરવાનો અને વિપક્ષના અવાજને દબાવવાનો આરોપ લગાવ્યો છે.બીજી તરફ રાજ્યસભાના નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે ભારતે તેની વિદેશ નીતિમાં રાષ્ટ્રીય હિતોને પ્રાથમિકતા આપવી જોઈએ.
મીડિયા સાથે વાત કરતા કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું, અમે પણ ભારતનું પ્રતિનિધિત્વ કરીએ છીએ તો ભેદભાવ કેમ?સરકાર નથી ઇચ્છતી કે વિપક્ષી સભ્યો બહારના લોકોને મળે! હુલ ગાંધીએ વધુમાં કહ્યું કે વિદેશી ડેલીગેશન સાથે મુલાકાતી પ્રતિનિધિમંડળો મળતા હોય છે, આ એક પરંપરા છે જે હંમેશા અનુસરવામાં આવી છે પણ વર્તમાન સરકાર મુલાકાતી પ્રતિનિધિમંડળો સાથે વિપક્ષને મળતા રોકે છે.
આ દર વખતે ચાલુ રહે છે. ભારતનું પ્રતિનિધિત્વ માત્ર સરકાર દ્વારા જ નહીં પરંતુ વિપક્ષ દ્વારા પણ કરવામાં આવે છે, છતાં સરકાર ઇચ્છતી નથી કે વિપક્ષ બહારના લોકો સાથે મળે,કેન્દ્ર સરકાર અને વિદેશ મંત્રાલય અગાઉથી ચાલી આવતી પરંપરાનું પાલન કેમ કરતા નથી?
આ મુદ્દે હવે રાજકારણ ગરમાયુ છે ત્યારે સિનિયર પત્રકારો શ્રી મયુરભાઈ જાની, મેહુલભાઇ વ્યાસ અને વરિષ્ઠ પત્રકાર અરુણભાઈ દીક્ષિત દ્વારા આ મુદ્દા પર વિસ્તૃત છણાવટ કરવામાં આવી હતી જોવાનું ચૂકશો નહિ,જુઓ વિડીયો
આ પણ વાંચો:
Commonwealthgames2030:ગુજરાતમાં ‘ખેલકુદ’શિખવતા શિક્ષકો નથી અને ઓલેમ્પિકની વાતો થાય છે!







