Mansukh Vasava: ભાજપના સાંસદે ભાજપનીજ ખોલી પોલ,કહ્યું,આપ-ભાજપની મિલીભગતમાં કરોડોનો ભ્રષ્ટાચાર! PM મોદીએ એક કાર્યક્રમ પાછળ 24 કરોડ ખર્ચા!

  • Gujarat
  • December 11, 2025
  • 0 Comments

(દિલીપ પટેલ દ્વારા)

Mansukh Vasava: ભાજપના ભ્રષ્ટ નેતાઓના ભ્રષ્ટાચાર ખૂબજ વધી ગયા છે અને અનેક ગેરરીતિના કિસ્સા પ્રકાશમાં આવી રહયા છે ત્યારે ભરૂચના ભાજપના સાંસદ મનસુખ વસાવાએ ભાજપ અને આમ આદમીની મિલિભગતમાં મોટાપાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યા હોવામો આરોપ મૂક્યો છે.

આ ગંભીર મામલામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પણ પોલ ખુલ્લી પડી ગઈ છે,મોદીએ એક જ કાર્યક્રમ પાછળ રૂ. 24 કરોડ ખર્ચી નાખ્યા હોવાનું બહાર આવ્યું છે.આમ ભાજપના સાંસદ મનસુખ વસાવાએ વિવાદ ઉભો કરીને વડાપ્રધાનને મુશ્કેલીમાં મૂકી દીધા છે.નરેન્દ્ર મોદીના તાજેતરમાં યોજાયેલા કાર્યક્રમ દરમિયાન પ્રજાના કરોડો રૂપિયા ખર્ચાયા હોવાનું સામે આવ્યું છે.હવે ભાજપ સાંસદના આરોપો સામે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ વળતો પ્રહાર કરી જાહેર કર્યું હતું કે, સંકલન બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમના ખર્ચ જાહેર કરાયા છે જેમાં એ પણ ખુલ્યું છે કે આદિજાતિ વિકાસ વિભાગના બજેટમાંથી 5 કરોડ રૂપિયા ખર્ચ કર્યો છે.

આ ખર્ચ આ મુજબ છે

● મંડપ 5 કરોડ.
●સ્ટેજનો 7 કરોડનો ખર્ચ..
●ટ્રોલી ટોયલેટ માટે 2 કરોડ.
●51 લાખ રૂપિયા પીવાના પાણીનો ખર્ચ. .
●ડોમ 2 કરોડ 6 લાખનો ખર્ચ.
●ચા નાસ્તાના ફૂડ બિલના 2 કરોડ રૂપિયાનું બિલ.

■નર્મદામાં દસ કરોડનું કમલમ કોના પૈસાથી બનાવ્યું?

પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં કરોડો રૂપિયા વિભાગમાંથી ચૂકવણી થાય છે. ચા-નાસ્તાના બીલોની કરોડો રૂપિયાની ચૂકવણી કરવામાં આવી છે.એકતા યાત્રા 14 જિલ્લામાં કાઢવામાં આવ્યા તેના કરોડો રૂપિયાની ચુકવણી કરવામાં આવી.તેઓએ કહ્યું કે સાંસદે પોતાના મળતિયાના બીલો મુકાવ્યા. સાંસદમાં અમારૂં નામ લેવાની હિંમત નથી એટલે નામ લીધા વગર આક્ષેપ કરે છે.

■બાળકોના કુપોષણ માટે ગ્રાન્ટ નથી આવતી. શાળામાં બાળકોને નાસ્તા અને જમવાના બિલ નથી ચુકવાતા.

કરોડો રૂપિયાનું આંધણ કરતા આવા કેટલાય કાર્યક્રમો હમણાં હમણાં થયા છે,ભાજપના લોકો કરોડોના બિલ લે છે સાંસદ જેણે બિલ મુકાવ્યું છે એમણે અમારું નામ લીધા વગર આક્ષેપ કર્યા છે,ચૈતર વસાવાએ કહ્યું કે સાંસદ વારંવાર અનેક નિવેદનો કરે છેકે ‘ચૈતર વસાવાનું ફંડ વિદેશથી આવે છે,તો તમે સાંસદ છો સરકાર પોલીસ તમારી છે,તો કાર્યવાહી કરોને?

■મનસુખ વસાવાના આરોપથી રાજકીય માહોલ ગરમાયો

ભરૂચના ભાજપના સાંસદ મનસુખ વસાવાએ ફરી પોતાના જ પક્ષ ભાજપ પર ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા હતા,તેઓએ ભાજપ અને આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે મળી ભ્રષ્ટાચાર કરતા હોવાનું જણાવી ભ્રષ્ટાચારમાં બધા જ રાજકીય પક્ષોની મિલીભગત હોવાનો દાવો કર્યો છે,જેમાં તોડપાણીની વાતો બહાર આવી છે.

■શુ છે તોડપાણીનો મામલો? કોણે કેટલાનું કર્યું?

●એક નેતાએ રેન્જ ફોરેસ્ટ ઓફિસર (RFO) પાસેથી રુ. 50 લાખનો તોડ કર્યો હતો.

●હત્યાના પીડિતોને સહાય અપાવવા માટે પણ તમામ પક્ષના નેતાઓ સહિતની ટીમે રૂ. 10-10 લાખનો તોડ કર્યો હતો.

●જિલ્લામાં યોજાયેલા સરકારી કાર્યક્રમોના ખર્ચ અંગે આપના કેટલાક નેતાઓ ખોટો હોબાળો સર્જે છે અને અધિકારીઓ પર દબાણ કરી વારંવાર તતડાવતા હોય છે.

વડાપ્રધાનના બે મોટા રાષ્ટ્રીય કાર્યક્રમોમાં 50 લાખ અને 75 લાખનો તોડ કરવાની કોશિશ કરવામાં આવી હોવાનો પણ સાંસદે ધડાકો કર્યો છે.

●આપના કેટલાક નેતા ટીમો બનાવી અધિકારીઓને તતડાવી ભ્રષ્ટાચાર અને તોડપાણીના પ્રયાસોમાં સંકળાયેલા છે.

કેટલાક નેતાઓ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોને ધમકાવે છે. કોંગ્રેસના નેતા રણજીત તડવીનું પણ નામ છે, પરંતુ મને ખબર છે કે રણજીત તડવીએ કોઈ પૈસા લીધા નથી, તેને પૈસા આપવા ગયા હતા ત્યારે રણજીતભાઈ એ લોકોને ખખડાવી નાખ્યા હતા,સાંસદના મત મુજબ તેઓએ તપાસ કરી છે તેંમને મળેલા પત્રમાં તથ્ય છે, કેવડિયામાં બિલ્ડર લોબી જમીન દલાલો બે વર્ષમાં કરોડો કમાયા છે.ગરૂડેશ્વરના ગભાણામાં રસ્તો બનાવવા સરકારી જગ્યામાં એક નેતાએ તપાસ માગી તોડપાણી કર્યા હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

દોઢ કરોડનો તોડ થયો છે, સરકારી જમીનમાં દબાણ કરનારાએ તેમને પૈસા આપ્યા છે તેમ લખી જણાવ્યું છે. જેમને જમીન રાખી અને પોતાના નામે જમીન કરાવી છે મેં તેઓને પણ પૂછ્યું પણ તેઓનું કહેવું છે કે અમે તો દબાયેલા હતા એટલે પૈસા આપી નામ પર કરાવ્યું છે. પરંતુ ભ્રષ્ટાચાર તો થયો જ છે.

અન્ય એક બાબત એ પણ છે કે આમ આદમીના એક નેતાએ રેલવેની જમીનમાં દબાણ કર્યું છે.  મુખ્યમંત્રી, પ્રધાનમંત્રી, ગૃહમંત્રી અમિત શાહ સુધી રજૂઆત કરશે.ભાજપના સાંસદે ઉમેર્યુ કે આ સમગ્ર ઘટનાક્રમમાં જે કોઈપણ વ્યક્તિ—ભાજપ, આમ આદમી પાર્ટી, કોંગ્રેસ કે મારી સાથે ફરનારા—કોઈપણ સ્તરે સંકળાયેલા હશે, તેમને છોડવામાં નહીં આવે.

નર્મદા જિલ્લામાં આપ, ભાજપ અને કોંગ્રેસના કેટલાક નેતાઓની મીલીભગતથી ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને તેની વિગતવાર તપાસ જરૂરી છે.અગાઉ પણ વસાવાએ પોતાના જ પક્ષ વિરુદ્ધ આક્ષેપો કરતા પત્રો લખ્યા છે અને તે જાહેર પણ થઈ ચૂક્યા છે.આપની ટીમ ઠેર ઠેર પોતાના એજન્ટો મૂકે છે અને વિકાસના કામોની ભૂલો કાઢી સોશિયલ મીડિયામાં વાતો વહેતી કરે છે. અધિકારીઓ પાસેથી તોડ કરે છે.

■વસાવાએ ભ્રષ્ટાચાર કરનારાઓના નામ કે પુરાવા જાહેર કર્યા નહોતા.

ગરૂડેશ્વર મ્યુઝિયમ અને જમીન કૌભાંડની ચર્ચા

વસાવાએ ગરૂડેશ્વર સ્થિત આદિવાસી મ્યુઝિયમમાં થયેલા બે શ્રમિકોના મૃત્યુનો મુદ્દો ઉઠાવતા કહ્યું કે, મૃતકોના પરિવારને વળતર મળ્યું, પરંતુ રાજકીય નેતાઓએ આ ઘટનાના નામે પણ એજન્સીઓ પાસેથી “તોડપાણી” કરી. આ ઉપરાંત તેમણે AAP નેતા નિરંજન વસાવા પર આક્ષેપ કર્યો કે, કેવડિયા વિસ્તારમાં તેમની પત્નીના નામે કરોડોની જમીન ખરીદવામાં આવી છે. તેની રકમ ક્યાંથી આવી તે અંગે સ્પષ્ટતા હોવી જોઈએ. આ મામલે પોતાના પાસે પુરાવા સ્વરૂપે એક પત્ર હોવાનો પણ દાવો કર્યો.

■ચૈતર વસાવાના આરોપ

ચૈતર વસાવાએ આક્ષેપોને પાયા વિહોણા ગણાવ્યા હતા તેઓએ કહ્યુ કે ભાજપ આદિજાતિ વિકાસનો ફંડના દુરુપયોગ કરે છે.અને ઉમેર્યુ કે મનસુખ વસાવાએ મનોચિકિત્સક પાસે સારવાર લેવાની જરૂરત છે,મારા વિરુદ્ધ પુરાવા રજૂ કરવામાં આવે, નહીં તો હું માનહાનીનો કેસ કરીશ, મનસુખ વસાવા ભ્રષ્ટાચાર કરનારાઓની યાદી સરકારને આપે.

ચૈતરે જણાવ્યું હતું કે, આદિવાસી વિદ્યાર્થીઓની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ, સિકલ સેલ સબસીડી અને કુપોષિત બાળકો માટેના નાણાંમાં ભ્રષ્ટાચાર છે,આદિજાતિ વિકાસ માટે સરકારે 2,470 કરોડના આંકડાઓ રજૂ કર્યા હતા.આમ,ભાજપના સાંસદ અને આમઆદમી પાર્ટીના ધારાસભ્ય વચ્ચેના જંગમાં ખુદ ભાજપની પણ ભ્રષ્ટાચારની પોલ ખુલ્લી પડી રહી છે.

આ પણ વાંચો:

Rajkumar Jat Case: ગણેશ ગોંડલનો તા.13 ડિસેમ્બર સુધી ચાલશે નાર્કોટેસ્ટ! શુ હોય છે આ નાર્કોટેસ્ટ? જાણો

Gujarat Education: શિક્ષણ પાછળ કરોડોનું આંધણ છતાં 2 લાખ 40 હજાર વિદ્યાર્થીઓએ શાળા છોડી! આખરે કરોડો રૂપિયા ક્યાં જાય છે?

Russia Ukraine war: 21 વર્ષના યુવકની અજીબો ગરીબ કરુણ કહાની;પરિવારની સ્થિતિ સુધારવા રશિયાતો ગયો પણ પછી જે થયું તે જાણી ધ્રુજી જશો!!

Related Posts

Morbi Farmers Protest: મોરબીમાં મોદી-શાહના પૂતળા સળગાવવાના કેસમાં 21 ખેડૂતો સામે FIR, BJP ધારાસભ્યના ભાઈઓનું ખેડૂતોને સમર્થન
  • September 21, 2026

Morbi Farmers Protest: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસે, 17 સપ્ટેમ્બર 2026ની રાત્રે ગુજરાતના મોરબી જિલ્લાના જેતપર ગામમાં ખેડૂતો દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના પૂતળા સળગાવી વિરોધ…

Continue reading
Rajkot Dakshaben Vasani Controversy: રાજકોટ આવાસ યોજનામાં ડેપ્યુટી મેયરના નામે ક્વાર્ટરનો વિવાદ, ગરીબોના હક અંગે ઉઠ્યા ગંભીર સવાલ
  • September 21, 2026

Rajkot Dakshaben Vasani Controversy: રાજકોટમાં ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારો માટે બનાવવામાં આવેલી આવાસ યોજનામાં ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણીના નામે ક્વાર્ટર ફાળવાયું હોવાના મુદ્દે રાજકીય વિવાદ ઊભો થયો છે. સાધુ વાસવાણી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

SC Delhi SIR Voter Notice: દિલ્હી SIRમાં 33 લાખ મતદારોને નોટિસ, ‘લોજિકલ ડિસ્ક્રિપન્સી’ના આધાર પર સુપ્રીમ કોર્ટે ECIને ઘેર્યું

  • September 22, 2026
  • 2 views
SC Delhi SIR Voter Notice: દિલ્હી SIRમાં 33 લાખ મતદારોને નોટિસ, ‘લોજિકલ ડિસ્ક્રિપન્સી’ના આધાર પર સુપ્રીમ કોર્ટે ECIને ઘેર્યું

SC Vande Mataram Case: ‘ન ગાવું’ અને ‘વિરોધ કરવો’ એક જ ગણાશે? નવા કાયદા પર સુપ્રીમ કોર્ટનો મહત્વનો સવાલ

  • September 22, 2026
  • 4 views
SC Vande Mataram Case: ‘ન ગાવું’ અને ‘વિરોધ કરવો’ એક જ ગણાશે? નવા કાયદા પર સુપ્રીમ કોર્ટનો મહત્વનો સવાલ

NSUI DUSU Election Defeat: જમીની કાર્યકરોની અવગણના કે ખોટી ઉમેદવાર પસંદગી? DUSU પરિણામ બાદ NSUIમાં ઘમાસાણ

  • September 22, 2026
  • 9 views
NSUI DUSU Election Defeat: જમીની કાર્યકરોની અવગણના કે ખોટી ઉમેદવાર પસંદગી? DUSU પરિણામ બાદ NSUIમાં ઘમાસાણ

SC Private University Fees: ખાનગી યુનિવર્સિટીઓની ફી અને નાણાકીય વ્યવસ્થા પર સુપ્રીમ કોર્ટની કડક નજર, પાંચ વર્ષનો સંપૂર્ણ હિસાબ માંગ્યો

  • September 22, 2026
  • 8 views
SC Private University Fees: ખાનગી યુનિવર્સિટીઓની ફી અને નાણાકીય વ્યવસ્થા પર સુપ્રીમ કોર્ટની કડક નજર, પાંચ વર્ષનો સંપૂર્ણ હિસાબ માંગ્યો

Pulkit Mani Modi Mimicry: મિમિક્રી કરી તો શો બંધ? પુલકિત મણિના દાવાથી અભિવ્યક્તિની સ્વતંત્રતા પર સવાલ

  • September 22, 2026
  • 8 views
Pulkit Mani Modi Mimicry: મિમિક્રી કરી તો શો બંધ? પુલકિત મણિના દાવાથી અભિવ્યક્તિની સ્વતંત્રતા પર સવાલ

Food Inflation India: દાળ-ડુંગળીના વધતા ભાવ વચ્ચે કોંગ્રેસના સરકાર સામે સવાલ, ‘GST કપાતનો લાભ મોંઘવારીએ ગળી લીધો’

  • September 22, 2026
  • 8 views
Food Inflation India: દાળ-ડુંગળીના વધતા ભાવ વચ્ચે કોંગ્રેસના સરકાર સામે સવાલ, ‘GST કપાતનો લાભ મોંઘવારીએ ગળી લીધો’