
Piyush Goyal: કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે કહ્યું કે જો અમેરિકા ભારતના પ્રસ્તાવને મંજૂરી આપે છે, તો તેણે તાત્કાલિક FTA પર હસ્તાક્ષર કરવા જોઈએ.તેમણે સમજાવ્યું કે વાટાઘાટોના પાંચ રાઉન્ડ થઈ ચૂક્યા છે,પરંતુ સમયમર્યાદાના દબાણ હેઠળ કોઈ કરાર ન થવો જોઈએ.
કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે ગુરુવારે કહ્યું હતું કે જો વોશિંગ્ટનને ભારતની ઓફર પસંદ હોય તો અમેરિકાએ તાત્કાલિક ભારત સાથે મુક્ત વેપાર કરાર (FTA) પર હસ્તાક્ષર કરવા જોઈએ.પીયૂષ ગોયલે ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા ભારતના પ્રસ્તાવની પ્રશંસાનું સ્વાગત કર્યું,પરંતુ લાંબા સમયથી પડતર ભારત-અમેરિકા વેપાર કરાર પર હસ્તાક્ષર કરવા માટે સમયમર્યાદા આપવાનો ઇનકાર કર્યો.
અત્રે ઉલ્લેખનીય છે કે પીયૂષ ગોયલ અમેરિકાના વેપાર પ્રતિનિધિ જેમિસન ગ્રીરની ટિપ્પણી પર પ્રતિક્રિયા આપી હતી જેમાં ગ્રીરે કહ્યું હતું કે, ‘અમેરિકાના ભારત તરફથી અત્યારસુધીની સૌથી સારી ઓફર મળી છે.’તેમણે કહ્યુ કે હાલની મુલાકાત નવા યુએસ ડેપ્યુટી ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ (USTR)ની છે, જે લગભગ ત્રણ મહિના પહેલા જોડાયા હતા,આ તેમની ભારતની પ્રથમ મુલાકાત છે. અમે એકબીજાને સમજવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.
પીયૂષ ગોયલ તાજેતરના મહિનાઓમાં ચિલી, ઇઝરાયલ અને ન્યુઝીલેન્ડ સહિત અનેક દેશો સાથે FTA પર કામ કરી રહ્યા છે. દરમિયાન, મુખ્ય આર્થિક સલાહકાર વી. અનંત નાગેશ્વરનની ટિપ્પણી કે આ સોદો આવતા વર્ષે માર્ચ સુધીમાં હસ્તાક્ષર કરવામાં આવશે, તે અંગે પૂછવામાં આવતા, ગોયલે કહ્યું કે તેઓ વિગતોથી અજાણ છે અને કોઈ સમયરેખા પર ટિપ્પણી કરવા માંગતા નથી. તેમણે કહ્યું, “સોદા ત્યારે જ થાય છે જ્યારે બંને પક્ષોને ફાયદો થાય છે,સમયમર્યાદાના દબાણ હેઠળ કરારો ન થવા જોઈએ.”
આ પણ વાંચો:
Rajkumar Jat Case: ગણેશ ગોંડલનો તા.13 ડિસેમ્બર સુધી ચાલશે નાર્કોટેસ્ટ! શુ હોય છે આ નાર્કોટેસ્ટ? જાણો









