Police bullying: હર્ષ સંઘવીની પોલીસને નાગરિકોને મારવાનો પરવાનો મળ્યો કે શું ? મહિલાને જાહેરમાં માર મારી લોહી લુહાણ કર્યા!!

  • Gujarat
  • December 20, 2025
  • 0 Comments

Police bullying: રાજ્યમાં હર્ષ સંઘવી સાહેબની પોલીસ હવે સામાન્ય જનતાને ભારે પડી રહી છે અને હવેતો લોકો સવાલ કરેતો સીધો હાથ ઉપાડી રહયા છે અને હવેતો પોલીસવાળા સામા પક્ષે નાગરિકોમાં મહિલા હોય કે પુરુષ કઈ જોતા જ નથી અને સદા ગુસ્સામાં જ જોવા મળે છે તેમને જાણે લોકોને મારવાનો પરવાનો મળી ગયો હોય તે રીતના લોકોને ટ્રાફિક ઝૂબેશના નામે હેરાન કરવામાં આવી રહયાની ઠેરઠેર ફરિયાદો ઉઠી છે.

સોશ્યલ મિડિયામાં વાયરલ થતા વિડીયો જોઈને લોકો ખાખી વરદી વાળા પોલીસ વાળાને જોઈને દૂરથી જ રસ્તો બદલવા માંડ્યા છે.

અમદાવાદમાં એક મહિલાને હવાલદાર માર મારતો હોવાનો વિડીયો જોઈને લોકોમાં રોષ ફેલાયો છે અને આતો જનતાના રક્ષક કે ભક્ષક? જેવા સવાલો ઉઠ્યા છે.

વાસણામાં રહેતી બંસરી ઠક્કર નામની મહિલા ગઈકાલે(19 ડિસેમ્બર) સાંજે 6:30 વાગે ચાર રસ્તા સિગ્નલ ક્રોસ કરતા હતા,તે દરમિયાન ત્યાં ઉભેલા ટ્રાફિક પોલીસવાળાઓએ તેમને રોકીને લાઇસન્સ માગ્યું હતુ,બંસરીબેને લાઇસન્સ આપ્યું પણ બંસરીબેને તેમને સાઈડમાં ઊભા રહી બતાવવાની વિનંતી કરતા ટ્રાફિક પોલીસ કર્મચારી ગુસ્સે થઈ ગયા અને બંસીબેન ઊંચા અવાજે જોર જોરથી બરાડા પાડીને વાત કરતા બંસરીબેને સવાલ કર્યો કે તમે પોલીસ છો તો આવું કેમ વર્તન કરો છો?આ બધી બબાલમાં બંસરીબેને પણ પોલીસ પાસે આઈડી જોવા માંગતા તેણે આઈકાર્ડ બતાવ્યું હતું પણ તે પરત આપતી વખતે આઈડી નીચે પડતા પોલીસ કર્મી જાણે મોકાની રાહ જોતો હોય તેમ તે ઉશ્કેરાઈ ગયો હતો અને બંસરીબેનનો હાથ ખેંચી તેમના વાહનને લાતો મારીને કહેવા લાગ્યા હતા કે નીચે પડેલું આઈકાર્ડ ઉપાડીને મને આપ.

આ દરમિયાન તેણે બંસરી બેન ઉપર હાથ ઉપાડ્યો હતો અને લાફા મારતા બંસરી બેનની આંખો પરથી લોહી નીકળ્યું હતું અને કાન, ગાલ પર ઇજાઓ થતાં તેઓએ 112 નંબર પર કોલ કર્યો હતો.

પોલીસ કર્મચારીએ મહિલા ઉપર હાથ ઉપાડી અસભ્ય વર્તન કરી અભદ્ર ભાષાનો ઉપયોગ કરી ખાખીનો રોફ ઝાડ્યો હોવાની ઘટના અને પોલીસવાળાનું ગુંડા જેવું વર્તન જોઈ હેબતાઈ ગયેલા બંસરી બેન પાલડી પોલીસ સ્ટેશનમાં આ પોલીસ કર્મી વિરુદ્ધ જ્યારે ફરિયાદ કરવા ગયા ત્યારે ત્યાં તેઓને ક્રોસ ફરિયાદ થશે તેમ કહી ફરિયાદ લેવામાં નહિ આવી હોવાનું મહિલાએ મિડિયાને જણાવ્યુ હતુ

પાલડી પોલીસે તેમને ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવાનું કહ્યું હતું અને ક્રોસ ફરિયાદનું એટલા માટે કહ્યું હતું કે બંને વખતે ઘર્ષણ થયું હતું.જેથી સામસામે ફરિયાદ થાય તેવી સ્થિતિ હોવાનું તેઓનું માનવું હતું.જોકે,પોલીસવાળાની દાદાગીરીનો વિડીયો વાયરલ થતા લોકોમાં પોલીસ વિરુદ્ધ રોષ સાથે નારાજગી જોવા મળી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગત અઠવાડિયે પણ અમદાવાદમાં એક વાહન ચાલકને માર માર્યો હતો અને આ અઠવાડિયામાં બીજો બનાવ છે જ્યાં મહિલા વાહન ચાલકને માર મારવામાં આવ્યો છે.જ્યારે સુરતમાં પણ એક વેપારીએ મોડે સુધી દુકાન ચાલુ રાખતા તેને સમજાવવાનો બદલે પોલીસે માર માર્યો હતો જે ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી અને ભારે હોબાળો મચ્યો હતો આમ,હવે સામાન્ય નાગરિકોને પોલીસવાળા ટાર્ગેટ બનાવી રહયા છે અને ખાખી પહેરીને દાદાગીરી કરી રહયા દ્રશ્યો મોબાઈલ ઉપર વાયરલ થઈ રહયા છે જેનાથી લોકોના રક્ષણ માટે ફાળવેલા વિભાગના પોલીસ કર્મચારીઓને જોઈને રોડ પરથી પસાર થતા લોકો ગભરાઈ રહયા છે અને અસુરક્ષાની લાગણી અનુભવી રહયા છે.

એક તરફ હર્ષ સંઘવી પોલીસને દંડાનો ઉપયોગ કરવાની છૂટ આપી રહયા છે પણ ક્યાં ઉપયોગ કરવો તે સ્પષ્ટતા કરી નથી અને જ્યારે વિપક્ષ દારૂનો વિરોધ કરતું હતું ત્યારે પણ હર્ષ સંઘવીએ પોલીસને સપોર્ટ કરતા હવે પોલીસને જાણે સામાન્ય નાગરિકોને હેરાન કરવાનું લાયસન્સ મળી ગયું હોય તેમ સીધા મારવામાં આવી રહયા છે જે મોબાઇલમાં અને સીસીટીવીમાં કેદ થતા દ્રશ્યો ઘણું બધું કહી જાય છે ત્યારે જનતાનું હવે શું થશે એતો ઉપરવાળો જાણે….!!!!

આ પણ વાંચો:

Defamation claim: ‘The Gujarat Report’ સત્ય ઉજાગર કરતું રહેશે!પત્રકારત્વની ફરજો નિભાવતા રહીશું! ‘ડર’ અમારી ‘Dictionary’માંજ નથી!

Padaliya News:બનાસકાંઠાના પાડલીયા ગામમાં થયેલા ઘર્ષણમાં PI ગોહિલને તીર વાગતા બેભાન થઈ ગયા! કુલ 47 ઘાયલ! શુ છે સમગ્ર વિવાદ?વાંચો

H3N2 Virus: બ્રિટનથી પાકિસ્તાન પહોંચ્યો H3N2 ‘સુપર ફ્લૂ’નો ખતરનાક સ્ટ્રેન, ભારત માટે કેટલો ખતરો?

PM Modi: મોદી સરકારના રાજમાં બેટીઓ શાળા છોડી રહી છે! મોદીનું ‘બેટી પઢાવો’ સૂત્રનું ‘સુરસુરીયુ’ થઈ ગયું!

Related Posts

Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years
  • August 2, 2026

Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું, 26% increase in heart disease in 10 years, 2026માં 1 લાખ લોકોની હૃદયની ધમની ખારાબ દિલીપ પટેલ અમદાવાદ, 2 ઓગસ્ટ 2026…

Continue reading
Jamnagar Farmers Protest: જામનગરમાં વીજલાઈન વિવાદ, હજારો ખેડૂતોનો કલેક્ટર કચેરીએ ઉગ્ર વિરોધ
  • July 31, 2026

Jamnagar Farmers Protest: ગુજરાતમાં હાઈ ટેન્શન વીજલાઈન પ્રોજેક્ટને લઈને ખેડૂતોનો વિરોધ સતત વધી રહ્યો છે. કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી અને દેવભૂમિ દ્વારકા બાદ હવે જામનગર જિલ્લામાં પણ મોટી સંખ્યામાં ખેડૂતો રસ્તા…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

CVoter Snap Poll: પેપર લીક મુદ્દે મોદી સરકારથી અડધાથી વધુ લોકો અસંતોષી, યુવાનોમાં વધી રહી છે નારાજગી

  • August 3, 2026
  • 6 views
CVoter Snap Poll: પેપર લીક મુદ્દે મોદી સરકારથી અડધાથી વધુ લોકો અસંતોષી, યુવાનોમાં વધી રહી છે નારાજગી

Bhadohi-Sant Ravidas Nagar: ભદોહીનું નામ બદલવા પાછળ શું છે રાજકીય ગણિત? જાણો સંપૂર્ણ મામલો

  • August 2, 2026
  • 7 views
Bhadohi-Sant Ravidas Nagar: ભદોહીનું નામ બદલવા પાછળ શું છે રાજકીય ગણિત? જાણો સંપૂર્ણ મામલો

Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years

  • August 2, 2026
  • 9 views
Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years

Trump Board of Peace: ટ્રમ્પના ‘બોર્ડ ઑફ પીસ’ને લઈને વિવાદ શા માટે? ગાઝા પુનર્નિર્માણ યોજના પર વિશ્વમાં ઉઠ્યા ગંભીર પ્રશ્નો

  • August 2, 2026
  • 10 views
Trump Board of Peace: ટ્રમ્પના ‘બોર્ડ ઑફ પીસ’ને લઈને વિવાદ શા માટે? ગાઝા પુનર્નિર્માણ યોજના પર વિશ્વમાં ઉઠ્યા ગંભીર પ્રશ્નો

Nepal Communal Violence: નેપાળમાં કેમ ભડકી ભયાનક સાંપ્રદાયિક હિંસા! 3નાં મોત, અનેક જિલ્લાઓમાં કર્ફ્યુ, સેનાની તૈનાતી

  • August 1, 2026
  • 8 views
Nepal Communal Violence: નેપાળમાં કેમ ભડકી ભયાનક સાંપ્રદાયિક હિંસા! 3નાં મોત, અનેક જિલ્લાઓમાં કર્ફ્યુ, સેનાની તૈનાતી

Ceuta Border Crisis: સ્પેન-મોરક્કો સરહદ સંકટ શું છે? હજારો પ્રવાસીઓ Ceuta કેમ પહોંચી રહ્યા છે? સંપૂર્ણ માહિતી

  • August 1, 2026
  • 10 views
Ceuta Border Crisis: સ્પેન-મોરક્કો સરહદ સંકટ શું છે? હજારો પ્રવાસીઓ Ceuta કેમ પહોંચી રહ્યા છે? સંપૂર્ણ માહિતી