Abroad working terrifying reality: મ્યાનમારમાં 100થી વધુ ભારતીય યુવકો સાયબર માફિયાઓની ચુંગાલમાં ફસાયા! વડોદરાના 10 યુવકોએ મદદ માટે કરી અપીલ!

  • Gujarat
  • December 26, 2025
  • 0 Comments

Abroad working terrifying reality: આજકાલ વિદેશમાં ઊંચા પગારની લાલચ આપી લૂંટવાનો ધંધો ચાલુ થઈ ગયો છે અને હવે કાંતો આવા એજન્ટ ત્યાંના ખંડણીખોર ઇસમોના હવાલે કરી દે છે અથવા સાયબર ફ્રોડ માફિયાઓને સોંપી પોતાનું કમિશન લઈ લેતા હોવાની ચોંકાવનારી વાતો સામે આવી રહી છે જે ફેમલી ત્યાંના ખંડણી ખોરોના હાથે ચડે છે તેઓ ભારતમાં આ કપલના પરિવારને ફોન કરી જો તેઓને જીવતા જોવા હોય તો લાખ્ખોની ડિમાન્ડ કરી ધમકાવે છે

પરિણામે લાખ્ખોનું દેવું કરી તેઓને માંડ છોડાવી શકાય છે બીજી તરફ નોકરીની લાલચમાં ગયેલા યુવક યુવતીઓને સાયબર માફિયાઓ દ્વારા શોષણ થાય છે આવા સમયે સૌને એલર્ટ રહેવા સૂચનાઓ આપવામાં આવી રહી છે તોપણ લોકો એજન્ટોની વાતોમાં આવી બરબાદ થઈ રહયા છે આવા સમયે વધુ એક ચોંકાવનારી હકીકત સામે આવી છે.

વડોદરાથી વિદેશમાં સારી નોકરીની શોધમાં મ્યાનમાર ગયેલા લગભગ 10 યુવક અને યુવતીઓ હવે ત્યાં ફસાઈ ગયા છે, વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના સાંઢાસાલ ગામના આ યુવાનોને એક નકલી એજન્ટ દ્વારા ડેટા એન્ટ્રીની ઊંચા પગાર વાળી જોબનું વચન આપીને મ્યાનમાર લાવવામાં આવ્યા હતા જ્યાં તેઓને વચન મુજબ કામ મળ્યું ન હતું અને સાયબર ફ્રોડ કરવાનું કામ આપી શોષણ ચાલુ થયુ હતું અને સાયબર ફ્રોડ નેટવર્કનો હિસ્સો બનતા તેઓ ફફડી ઉઠ્યા હતા અને તક મળતા જ તેઓ આ માફિયાઓની ચુંગાલમાંથી જેતેમ બચીને એક સ્થાનિક NGO ની મદદથી કોઈક રીતે સેફ હાઉસમાં છુપાઈને આશરો મેળવી પોતાનો જીવ બચાવી શક્યા છે.

અહીં વડોદરાના 10 મળી અન્ય લગભગ 100થી વધુ ભારતીય યુવાનો ફસાયા હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી છે.વડોદરાના સાવલી નજીક આવેલા સાંઢાસાલ ગામના ગુંજન શાહ સહિતના યુવકો મ્યાનમારમક ફસાયા છે,તેઓ અજાણતા સાયબર ક્રાઈમ રેકેટ છેતરપિંડીના નેટવર્કમાં ફસાઈ ગયાની જ્યારે જાણ થઈ ત્યારે તેઓ ગભરાઈ ગયા હતા અને તક મળતાં જ કંપનીમાંથી ભાગી છૂટ્યા હતા.આ યુવકોએ મ્યાનમારના માયા વાડી વિસ્તારમાં એક સ્થાનિક NGO દ્વારા ચાલતા સેફ હાઉસમાં રોકાયા છે તેઓએ એક વિડીયો બનાવી ભારત સરકાર સમક્ષ તેઓને બચાવી લેવા મદદ માંગી છે.

વાઇરલ વીડિયોમાં યુવકોએ જણાવ્યું છે કે તેમનું ઇમિગ્રેશન થઈ ગયું હોવા છતાં છેલ્લા 20 દિવસથી કોઈ સત્તાવાર મદદ મળી નથી. તેમની પાસે રહેલા પૈસા ખૂટી ગયા છે અને મોબાઈલ બેટરી કે બેલેન્સ બધું પૂરું થવા આવ્યું છે.ગુજરાતના અલગ-અલગ વિસ્તારોના 100થી વધુ યુવકો મ્યાનમારમાં ફસાયેલા હોવાનો દાવો આ યુવકોએ કરતા ભારે ખળભળાટ મચી ગયો છે.

આમ,વિદેશમાં જવાનું જો વિચારતા હોયતો દરેક માટે આ કિસ્સો લાલબત્તી સમાન છે,આજકાલ ફ્રોડ એજન્ટ યુવકોને કાંતો સાયબર ફ્રોડ માફિયાઓના હવાલે કરી દે છે અથવા તો ખંડણીખોર ઇસમોના હવાલે કરી દે છે અને ત્યાંથી જો છૂટવું હોય તો મોટી રકમ મંગવામાં આવે છે આમ,આ એક ધંધો બની ગયો છે માટે વિદેશનું નામ આવે ત્યારે આટલુ જરૂર વિચારજો કારણકે વિદેશ જવું એટલે વિનાશને આમંત્રણ આપવા બરાબર છે.

આ પણ વાંચો:

Gujarat Police: પોલીસનો હાઇવે ઉપર ઈજ્જતનો ‘કચરો’ કોણે કર્યો? હપ્તાની લાઈન શુ છે?હર્ષ સંઘવી જાતે આ વીડિયો જોઈને નક્કી કરે!!

Bauxite mineral theft: ખેડાના અમૃતપુરા ગામે 62 હેક્ટર ગૌચરની જમીનમાંથી કોલસો ખોદાશે!

Bangladesh Violence: બાંગ્લાદેશમાં હિન્દુ યુવકની હત્યામાં મોટો ખુલાસો! આખરે સત્ય સામે આવીજ ગયું! કટ્ટરવાદીઓ ખુલ્લા પડ્યા

Liquor: ગુજરાતના આ ‘CITY’માં હવે ખુલ્લેઆમ દારૂ પી શકાશે! પરમીટની જરૂર નહીં પડે! સરકારે આપી વધુ છૂટછાટ!

Related Posts

Surat Workers Protest: સુરતમાં 400થી 500 શ્રમિકો રસ્તા પર ઉતર્યા, શ્રમ કાયદાના અમલ અને સાપ્તાહિક રજાની માંગ સાથે કલેક્ટરને આવેદન
  • September 13, 2026

Surat Workers Protest: સુરતમાં 400થી 500 જેટલા શ્રમિકો એકસાથે ભેગા થઈ વિરોધ પ્રદર્શન કરતાં શ્રમિકોના હકો અને શ્રમ કાયદાના અમલનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. એમ્બ્રોઇડરી સહિત અલગ અલગ ક્ષેત્રોમાં…

Continue reading
Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીમાં પ્રમુખ-ઉપપ્રમુખની વરણી, પરિવર્તન પેનલની જીત બાદ રાજકીય સમીકરણોમાં મોટો વળાંક
  • September 13, 2026

Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીની બહુચર્ચિત ચૂંટણી બાદ આજે આખરે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે. પ્રમુખ તરીકે મુકેશચંદ્ર નગીનભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે અનિલભાઈ હરિભાઈ પટેલની…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Maharashtra FDA Survey: હોસ્પિટલના બિલિંગમાં નફાખોરીનો સવાલ, મેડિકલ કન્ઝ્યુમેબલ્સ પર 2841% સુધીના માર્જિનનો દાવો

  • September 17, 2026
  • 3 views
Maharashtra FDA Survey: હોસ્પિટલના બિલિંગમાં નફાખોરીનો સવાલ, મેડિકલ કન્ઝ્યુમેબલ્સ પર 2841% સુધીના માર્જિનનો દાવો

Pakistan China Boundary Joint Commission ને ભારતનો સખત વિરોધ, કહ્યું- ભારતીય વિસ્તાર અંગે સમજૂતી કરવાનો પાકિસ્તાનને અધિકાર નથી

  • September 17, 2026
  • 3 views
Pakistan China Boundary Joint Commission ને ભારતનો સખત વિરોધ, કહ્યું- ભારતીય વિસ્તાર અંગે સમજૂતી કરવાનો પાકિસ્તાનને અધિકાર નથી

Congress UPI MDR: UPI પર નવા MDRને લઈને કોંગ્રેસનો મોટો આરોપ, ‘અમેરિકી દબાણ સામે ઝૂકી મોદી સરકાર’

  • September 17, 2026
  • 3 views
Congress UPI MDR: UPI પર નવા MDRને લઈને કોંગ્રેસનો મોટો આરોપ, ‘અમેરિકી દબાણ સામે ઝૂકી મોદી સરકાર’

Modi Birthday Programs: મોદીના જન્મદિવસે સરકારી કાર્યક્રમોની ભરમાર, જાહેર નાણાંના ઉપયોગને લઈને ઉઠ્યા સવાલ

  • September 17, 2026
  • 7 views
Modi Birthday Programs: મોદીના જન્મદિવસે સરકારી કાર્યક્રમોની ભરમાર, જાહેર નાણાંના ઉપયોગને લઈને ઉઠ્યા સવાલ

Reporter TV Police Raid: Reporter TVની ઓફિસમાં પોલીસ કાર્યવાહી સામે પિનરાઈ વિજયનનો વિરોધ, પ્રેસની સ્વતંત્રતા પર સવાલ

  • September 17, 2026
  • 5 views
Reporter TV Police Raid: Reporter TVની ઓફિસમાં પોલીસ કાર્યવાહી સામે પિનરાઈ વિજયનનો વિરોધ, પ્રેસની સ્વતંત્રતા પર સવાલ

Delhi ECC Fund: દિલ્હીમાં પર્યાવરણ વળતરની 1,935 કરોડની રકમમાંથી 60 ટકા રકમ હજુ સુધી ખર્ચાઈ નથી

  • September 17, 2026
  • 10 views
Delhi ECC Fund: દિલ્હીમાં પર્યાવરણ વળતરની 1,935 કરોડની રકમમાંથી 60 ટકા રકમ હજુ સુધી ખર્ચાઈ નથી