
■લક્ઝરી સ્વિસ સ્કી રિસોર્ટના બારમાં વિસ્ફોટ થતાં અનેક લોકોના મોત,બ્લાસ્ટનું કારણ અકબંધ
Switzerland:સ્વિટ્ઝર્લૅન્ડના ક્રેન્સ મોન્ટાનામાં એક બારમાં થયેલા પ્રચંડ વિસ્ફોટમાં અનેક લોકો માર્યા ગયા અને ઘણા લોકો ઘાયલ થયા.સ્વિસ પોલીસે જણાવ્યું કે આજે ગુરુવારે વહેલી સવારે નવા વર્ષની ઉજવણી દરમિયાન ક્રેન્સ મોન્ટાનાના વૈભવી આલ્પાઇન સ્કી રિસોર્ટ શહેરના એક બારમાં વિસ્ફોટ થયો હતો.
સ્વિટ્ઝર્લેન્ડમાં નવા વર્ષની ઉજવણી દરમિયાન જોરદાર બ્લાસ્ટ થતા અનેક લોકોના મોત થયાની આશંકા છે.અહીંના જાણીતા લક્ઝરી સ્કી રિસોર્ટ શહેર ક્રાન્સ મોન્ટાનામાં આજે વહેલી સવારે બારમાં ચાલી રહેલી ન્યુ યેર સેલિબ્રેશન દરમ્યાન જોરદાર બ્લાસ્ટ થતાં ભારે અફરા તફરી મચી ગઇ હતી. આ બ્લાસ્ટમાં અનેક લોકોના મોત થવા સાથે અનેક લોકો ઇજાગ્રસ્ત બન્યા છે.
સ્વિસ પોલીસે તેની પુષ્ટિ કરી છે. સ્વિટ્ઝર્લેન્ડના દક્ષિણ-પશ્ચિમ વિસ્તાર વાલેસ કેન્ટનની પોલીસના પ્રવક્તા ગાયતાન લાથિયોએ જણાવ્યું હતું કે બ્લાસ્ટનું કારણ જાણી શકાયું નથી.દક્ષિણપશ્ચિમ સ્વિટ્ઝર્લૅન્ડના વૉલિસ કેન્ટનમાં પોલીસ પ્રવક્તા ગેટન લેથિયોને સમાચાર એજન્સી AFPને આ મુજબ જણાવ્યું હતું.
🇨🇭⚡ Several people were ki!!ed and others injured after an explosion tore through a bar in the luxury Alpine ski resort of Crans-Montana, Swiss police say.
A cantonal police spokesperson told AFP that the blast was of unknown origin while confirming multiple fatalities. pic.twitter.com/GGbEOvvKrk
— Osint World (@OsiOsint1) January 1, 2026
તેમણે કહ્યું કે વિસ્ફોટ લગભગ 1:30 વાગ્યે (0030 GMT) લે કોન્સ્ટેલેશન નામના બારમાં થયો હતો, જે પ્રવાસીઓમાં ખૂબજ લોકપ્રિય છે,અહીં નવા વર્ષની ઉજવણી કરવા મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા.પોલીસ અને ઇમરજન્સી ટીમો ઘટનાસ્થળે પહોંચીને રાહત અને બચાવ કાર્યમાં લાગી ગઈ છે.ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે,પોલીસનું કહેવું છે કે હાલ વિસ્ફોટના કારણોની તપાસ કરવામાં આવી રહી છે અને સમગ્ર વિસ્તારને સુરક્ષા ઘેરામાં લઈ લેવામાં આવ્યો છે.
આ પણ વાંચો:
Pentagon: ચીનની ભેદી હિલચાલ; અરૂણાચલ પ્રદેશ કબ્જે કરવા કરી રહ્યું છે, તૈયારીઓ! પેન્ટગોને આપી ચેતવણી!
Donald Trump: ટ્રમ્પનો ‘ટેરિફ દાવ’ ઊંધો પડ્યો! 700થી વધુ યુએસ કંપનીઓને લાગ્યા તાળા!
Aravali Case: અરવલ્લી કેસમાં સુપ્રીમ કોર્ટેનો પોતાનાજ આદેશ પર સ્ટે; આગામી સુનાવણી 21મી એ થશે









