Vadodara News: વડોદરામાં ધોળે દિવસે બે જૂથો તલવારો લઈ એકબીજા ઉપર તૂટી પડ્યા! ત્રણ વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ

Vadodara News: વડોદરા શહેરમાં કાયદો અને વ્યવસ્થા ખોરવાઈ ગઈ હોય તેવા દ્રશ્યો જોવા મળી રહયા છે પહેલા સોમા તળાવ બ્રિજ નજીક ભરવાડના બે જૂથ વચ્ચે જાહેરમાં લાકડીઓ ઉછળી અને ત્યારબાદ લાલબાગ બ્રિજ નીચેના વિસ્તારમાં એકજ સમાજના બે જૂથો ખુલ્લી તલવાર સાથે ધસી આવી એકબીજા ઉપર તૂટી પડતા ત્રણ વ્યક્તિને તલવારના ઝાટકા લાગતા લોહી લુહાણ હાલતમાં સયાજી હોસ્પિટલમાં લઈ જવાયા હતા.

લાલબાગ બ્રિજ નીચે બે જૂથ વચ્ચે જૂના વિવાદને લઈને માથાકૂટ થતાં બંને પક્ષે તલવાર જેવા ઘાતક શસ્ત્રનો ઉપયોગ થયો હતો અને પથ્થરમારો પણ થતાં સ્થાનિકોમાં નાસભાગ મચી હતી.આ જૂથ અથડામણ અંગેની જાણ થતાં જ પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો અને સ્થિતિ કાબુમાં લીધી હતી,ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

લાલબાગ બ્રિજ નીચે આવેલી સિમેન્ટ ફેક્ટરી નજીક જાહેરમાં એક જ કોમના બે જૂથ રોડ ઉપર તલવારો લઈને ઉતરી આવ્યા હતા અને સામસામે ઝાટકા માર્યા હતા ત્યારબાદ દુરથી પથ્થરમારો કર્યો હતો જેમાં ત્રણ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.ઇજાગ્રસ્તોમાં જસપાલસિંહ અવિસિંહ ટાંક (રહે. અલવાનાકા, માંજલપુર), કાંતિસિંહ સંતોષસિંહ દુધાણી (રહે. વારસિયા) અને અર્જુનસિંહ અવિસિંહ ટાંક (રહે. અલવાનાકા, માંજલપુર)નો સમાવેશ થાય છે.

તલવારથી ઇજા થતાં ત્રણેયને લોહીલુહાણ હાલતમાં તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.રાવપુરા પોલીસે ઘટનાસ્થળે પહોંચીને સ્થિતિ કાબુમાં લઈ તપાસ શરૂ કરી છે આ ઘટનાને પગલે આ વિસ્તારમાં ભારે તંગદિલી પ્રસરી ગઈ છે.

આ પણ વાંચો:

Police recruitment: ગુજરાત પોલીસમાં ભરતી માટે થઈ જાવ રેડી; PSI-LRDની શારીરિક કસોટીની તારીખો જાહેર!

Narendramodi: પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યા હત્યામાં પિતા વિઠ્ઠલ પંડ્યાએ નરેન્દ્ર મોદીને કેમ જવાબદાર ગણાવ્યા? 22 વર્ષ બાદ ફરી સળવળાટ!

Haryana: ભારતમાં બાંગ્લાદેશ-નેપાળ જેવા આંદોલનની જરૂર,નેતાઓને જાહેરમાં માર મારવો જોઈએ! ચૌટાલાના નિવેદનથી હંગામો

Social Media: ભાજપના નેતા ડો.ભરત કાનાબારે The Gujarat Report ઉપર કહ્યું:બાળકો માટે સોશ્યલ મીડિયા ઉપર પ્રતિબંધ ક્યારે?

Related Posts

Bayad Land Scam: અરવલ્લીના બાયડમાં મૃત ખેડૂતને ‘જીવતા’ કરી જમીન સગેવગે કરવાનો ખેલ બહાર આવ્યો
  • June 20, 2026

Bayad Land Scam: ગુજરાતનું મહેસૂલી તંત્ર અને ભૂમાફિયાઓની મિલીભગતનો એક અત્યંત ચોંકાવનારો કિસ્સો અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના વાસણીરેલ ગામમાંથી સામે આવ્યો છે. આ ઘટના માનવીય કલ્પનાની બહાર છે: એક એવો…

Continue reading
Jamnagar Water Crisis: સ્માર્ટ સિટીના પોકળ દાવા, જામનગરના વોર્ડ નંબર-૧માં પાણી માટે વલખાં મારતા લાચાર લોકો!
  • June 19, 2026

Jamnagar Water Crisis: જામનગર મહાનગરપાલિકા દ્વારા ‘સ્માર્ટ સિટી’ અને વિકાસના ગમે તેટલા ભપકાદાર દાવા કરવામાં આવતા હોય, પરંતુ જમીની હકીકત કંઈક અલગ જ છે. જામનગરના વોર્ડ નંબર-૧માં આવેલો બેડી વિસ્તાર,…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

TMC Political Crisis: પશ્ચિમ બંગાળથી રાષ્ટ્રીય રાજનીતિ સુધી સંદેશ આપતો ટીએમસી સંકટ, પ્રાદેશિક પક્ષો માટે કેમ છે ચેતવણીની ઘંટડી?

  • June 21, 2026
  • 2 views
TMC Political Crisis: પશ્ચિમ બંગાળથી રાષ્ટ્રીય રાજનીતિ સુધી સંદેશ આપતો ટીએમસી સંકટ, પ્રાદેશિક પક્ષો માટે કેમ છે ચેતવણીની ઘંટડી?

Delhi Child Trafficking Racket: દિલ્હીનું બાળ તસ્કરી નેટવર્ક: હોસ્પિટલ બની મંડી, જ્યાં લાખોમાં વેચાતા હતા બાળકો!

  • June 21, 2026
  • 6 views
Delhi Child Trafficking Racket: દિલ્હીનું બાળ તસ્કરી નેટવર્ક: હોસ્પિટલ બની મંડી, જ્યાં લાખોમાં વેચાતા હતા બાળકો!

India SIR Controversy: ‘સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન’ના નામે લોકતંત્રનું ચીરહરણ!

  • June 21, 2026
  • 9 views
India SIR Controversy: ‘સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન’ના નામે લોકતંત્રનું ચીરહરણ!

Bharat Tiwari Encounter: જે નીતિની તાળી વગાડતા હતા, તે જ નીતિએ ભરત તિવારીનો જીવ લીધો!

  • June 21, 2026
  • 8 views
Bharat Tiwari Encounter: જે નીતિની તાળી વગાડતા હતા, તે જ નીતિએ ભરત તિવારીનો જીવ લીધો!

Narendra Modi: અલંગમાં સ્વાગત ન કર્યું તો મોદીનો ઘમંડ દેખાયો

  • June 21, 2026
  • 8 views
Narendra Modi: અલંગમાં સ્વાગત ન કર્યું તો મોદીનો ઘમંડ દેખાયો

Miyazaki Mango India: જાપાનની મિયાઝાકી કેરીનો ભારતમાં ક્રેઝ, લાખોના ભાવનું સત્ય

  • June 20, 2026
  • 7 views
Miyazaki Mango India: જાપાનની મિયાઝાકી કેરીનો ભારતમાં ક્રેઝ, લાખોના ભાવનું સત્ય