
Narendramodi: ભારત માટે વિશ્વમાં કોઈપણ ગમે તે નિવેદન આપ્યા કરે પણ સામે આપણા વડાપ્રધાન કોઈપણ નિવેદન ન આવે ત્યારે જનતામાં આ વાત હવે ધીરે ધીરે ચર્ચાનો મુદ્દો બનવા લાગી છે.
ડોનાલ્ટ ટ્રમ્પ વારંવાર રશિયા પાસેથી તેલ નહિ ખરીદવાનું ભારત ઉપર દબાણ કરી રહયા છે વારંવાર ધમકીઓ આપી રહયા છે તો મોદી સારા માણસ છે અને મને ખુશ કરતા નથી! સાથેજ પાકિસ્તાન સાથેનો સંઘર્ષ પોતે રોકાવ્યો હોવાની વાત અનેક વખત જાહેરમાં કહી રહયા છે પણ નરેન્દ્ર મોદી ક્યારેય ટ્રમ્પનું નામ લઈ ચોખવટ કરતા નથી. આમ,આ બધું હવે ધીરેધીરે લોકો નોટ કરી રહયા છે હવે તો ચીન પણ કહી રહ્યું છે કે ‘અમે યુદ્ધ રોકાવ્યું’ અને પાકિસ્તાને પણ તે વાતમાં સૂર પુરાવ્યો કે હા ચીનની વાત સાચી છે જ્યારે આજ પાકિસ્તાન અગાઉ અમેરિકાએ યુદ્ધ રોકાવ્યાની વાતો કરતું હતું.આ સિવાય અનેકવાર કોઈપણ ભારત માટે નિવેદન બાજી કરે છે પણ ભારતના પીએમ ક્યારેય પોતે જવાબ આપતા નથી ત્યારે આ મુદ્દે The Gujarat Report ના MD મયુર જાની અને સિનિયર પત્રકાર મેહુલ વ્યાસે કરેલું વિશ્લેષણ સાંભળવાનું ચૂકશો નહિ. પ્રસ્તુત છે વિડીયો
આ પણ વાંચો:
Police recruitment: ગુજરાત પોલીસમાં ભરતી માટે થઈ જાવ રેડી; PSI-LRDની શારીરિક કસોટીની તારીખો જાહેર!







