
Donald Trump: અમેરિકાએ વેનેઝુએલા ઉપર હુમલો કરી રાષ્ટ્રપતિ માદુરો અને તેમના પત્નીની ધરપકડ કરી પોતાના દેશમાં ઉઠાવી ગયા આખી દુનિયામાં ઘેરા પ્રત્યાઘાતો ઉઠ્યા છે આગળ શું થશે તે કોઈને ખબર નથી પણ હાલતો આ નાનકડા દેશમાં અખૂટ તેલના ભંડાર સહિત અહીંની જમીન નીચે સચવાયેલા કિંમતી ભૂગર્ભ ભંડારો ઉપર અમેરિકા કબ્જો કરવામાં સફળ રહ્યું છે.
હવે,રાષ્ટ્રપતિ માદુરોની વાત કરવામાં આવે તો 2018થી તેમની વિરુદ્ધ તેમના દેશમાં “મત ચોર,ગાદી છોડ” ચળવળ ચાલી રહી હોવાનું કહેવામાં આવે છે.
માદુરો પોતે કહેતા હતા કે તે એકલો જ બધાથી શ્રેષ્ઠ છે,તે ભૂતપૂર્વ નેતાઓને ગાળો આપતા હતા, ઇતિહાસ બદલતા હતા.
2024 ની ચૂંટણીમાં માદુરોની જીત અંતિમ સાબિત થઈ. વિશ્વભરમાં EVM દ્વારા મત ચોરીનો આનાથી મોટો પુરાવો કોઈ હોઈ શકે નહીં.
તેઓએ પોતાના હરીફ સામે પણ વોટચોરીનો ખેલ ખેલ્યો આમ, મત ચોરી દેશની લોકશાહીને જોખમમાં મૂકે છે તે આ વાતનો બોલતો પુરાવો છે ત્યારે આ બધી વાતો હવે ચર્ચાનો વિષય બની છે. આ મુદ્દે The Gujarat Reportના MD મયુર જાની સાથે ચર્ચામાં જોડાયા છે જાણીતા સિનિયર પત્રકાર અરુણ દીક્ષિત અને સિનિયર પત્રકાર મેહુલ વ્યાસ.આ મુદ્દા ઉપર સચોટ વિશ્લેષણ જોવાનું ચૂકશો નહિ.પ્રસ્તુત છે વિડીયો.
આ પણ વાંચો:
Police recruitment: ગુજરાત પોલીસમાં ભરતી માટે થઈ જાવ રેડી; PSI-LRDની શારીરિક કસોટીની તારીખો જાહેર!








