Indore: ઇન્દોર સરકારના હત્યારા તંત્રએ 15 માનવ જીંદગીઓ છીનવી લીધી! લોકો ફરિયાદ કરતા રહ્યા પણ કોઈએ ન સાંભળ્યું! ચોંકાવનારો ખુલાસો

Indore: મધ્યપ્રદેશ સ્થિત ઇન્દોર કે જેને સતત સાત વર્ષથી દેશના સૌથી સ્વચ્છ શહેરનો ખિતાબ મળ્યો છે,હવે ઇન્દોરનું ભગીરથપુરા દેશભરમાં દૂષિત પાણીથી સર્જાયેલા મૃત્યુકાંડથી બદનામ થઈ ગયું છે.નર્મદા નદીની પાઇપલાઇનમાં ડ્રેનેજનું પાણી ભળવાને કારણે પુરવઠાનું પાણી ગંદુ થઈ જતા સર્જાયેલી આ ગંભીર સમસ્યાએ 15 લોકોની જિંદગી છીનવી લીધી અને સરકાર માટે ચાર લોકોના મોત થયાની પીપુડી વગાડી રહ્યું છે.

અહીંના મુખ્યમંત્રી મોહન યાદવથી લઈ કૈલાશ વિજયવર્ગીય જે જેઓ મધ્ય પ્રદેશ સરકારમાં કેબિનેટ મંત્રી છે તેઓ પણ હવે વિવાદમાં આવ્યા છે

ખુદ ભાજપના નેતાઓ પણ આ મામલે સરકારને દોષ દઈ રહયા છે,ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા ઉમા ભારતીએ સરકાર અને વહીવટીતંત્ર પર આકરા પ્રહારો કર્યા હતા તેમણે લખ્યું, આ ઘટના માટે માત્ર ઇન્દોરના મેયર જ નહીં, પરંતુ મધ્યપ્રદેશની સરકાર અને વહીવટીતંત્ર જવાબદાર છે.

સૌથી ચોંકાવનારી વાતતો એ છે કે સ્થાનિક રહેવાસીઓ ઘણા અઠવાડિયાથી ગંદા પાણી પુરવઠા અંગે ફરિયાદ કરી રહ્યા હતા, પરંતુ વહીવટીતંત્રે તેની ઉપર બિલકુલ ધ્યાન ન આપ્યું અને અવગણના કરી હતી.

ત્યારબાદ 29 ડિસેમ્બર, 2025 ના રોજ પરિસ્થિતિ વધુ વણસી ગઈ અને 100 થી વધુ લોકોને ઝાડા-ઉલટી-ડાયરિયાનો ભોગ બન્યા અને માત્ર છ દિવસમાંજ 15 લોકોના મોત થઈ ગયા જે ભયાનક ચિત્ર બહાર આવ્યું તે ખૂબજ ચોંકાવનારું હતું જો,લોકોની ફરિયાદનો તરતજ અમલ થયો હોતતો કદાચ તે કમનસીબ મૃત્યુ પામેલા લોકો પોતાના પરિવાર વચ્ચે હયાત હોત

નવાઈની વાત તો એ છે કે સરકારે હાઇકોર્ટમાં સ્ટેટસ રિપોર્ટ રજૂ કર્યો તેમાં જણાવાયું હતું કે દૂષિત પાણીને કારણે ઇન્દોરમાં ફક્ત ચાર મૃત્યુ થયા છે,જેની આગામી સુનાવણી 6 જાન્યુઆરીએ થશે.બીજી તરફ મૃતકોના પરિવારો અને હોસ્પિટલો દ્વારા 15 મૃત્યુની પૃષ્ટિ કરવામાં આવી છે.આ કમનસીબ અને ખૂબજ ગંભીર કહી શકાય તેવી ઘટના અંગે The Gujarat Reportના MD મયુર જાનીએ સ્થાનિક અગ્રણી જાણીતા પત્રકાર અરુણ દીક્ષિત સાથે ચર્ચા કરી હતી જે વિસ્તૃત છણાવટ અત્રે પ્રસ્તુત છે વિડીયો જોવાનું ચૂકશો નહિ.

The Gujarat Report | સાંપ્રત લોક હિતના વિષયોના સમાચાર અને સચોટ વિશ્લેષણ જુઓ માત્ર ધ ગુજરાત રિપોર્ટ પર
પ્રસ્તુત છે વિડીયો

આ પણ વાંચો:

Police recruitment: ગુજરાત પોલીસમાં ભરતી માટે થઈ જાવ રેડી; PSI-LRDની શારીરિક કસોટીની તારીખો જાહેર!

Narendramodi: પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યા હત્યામાં પિતા વિઠ્ઠલ પંડ્યાએ નરેન્દ્ર મોદીને કેમ જવાબદાર ગણાવ્યા? 22 વર્ષ બાદ ફરી સળવળાટ!

Haryana: ભારતમાં બાંગ્લાદેશ-નેપાળ જેવા આંદોલનની જરૂર,નેતાઓને જાહેરમાં માર મારવો જોઈએ! ચૌટાલાના નિવેદનથી હંગામો

Social Media: ભાજપના નેતા ડો.ભરત કાનાબારે The Gujarat Report ઉપર કહ્યું:બાળકો માટે સોશ્યલ મીડિયા ઉપર પ્રતિબંધ ક્યારે?

Related Posts

પશ્ચિમ બંગાળ યેન કેન પ્રકારે જીતવું છે | મોદી – શાહનાં અધિકારીઓ યુદ્ધ મોડમાં!
  • April 28, 2026

ભ્રષ્ટાચારના આરોપોથી ઘેરાયેલા યોગી સરકારના વ્હાલાં અજય પાલ શર્માની ખુલ્લી ધમકી. ગૃહમંત્રી અમિત શાહે લોકતંત્રને ડામવા માટે મોટો કાફલો પશ્ચિમ બંગાળમાં ખડકી દીધો. Mayur Jani Official | મોદી – શાહની…

Continue reading
PM Modi: ભારતમાં નેતાઓને “ટેસડા” અને જનતાનો “મરો” છે પણ વિદેશમાં જનતાને ફર્સ્ટ પ્રાયોરિટી અપાય છે! ક્યારે સુધરશે આપણું તંત્ર?
  • April 27, 2026

PM Modi: ભારતમાં રાજકારણમાં પ્રસરી ગયેલી ગંદકીને કારણે સામન્ય નાગરિકોની હાલત અત્યંત દયનીય બની ગઈ છે,મોંઘવારી,બેરોજગારી, મોંઘુ શિક્ષણ, મોંઘી દવા વગરે જનતાના માથે થોપી દઈ નેતાઓ રાજ કરી રહયા છે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Gujarat 50 lakh houses promise: નરેન્દ્ર મોદીના ગુજરાત ચૂંટણી ૨૦૧૨ના વચનોનું સરવૈયું, કેટલા મકાનો મળ્યા?

  • May 9, 2026
  • 1 views
Gujarat 50 lakh houses promise: નરેન્દ્ર મોદીના ગુજરાત ચૂંટણી ૨૦૧૨ના વચનોનું સરવૈયું, કેટલા મકાનો મળ્યા?

Palanpur Haridwar Fraud Case: પાલનપુરમાં ‘ચાલો હરિદ્વાર’ના નામે મોટું કૌભાંડ, ઠગબાજોએ લોકોની આસ્થાને બનાવી કમાણીનું સાધન

  • May 9, 2026
  • 4 views
Palanpur Haridwar Fraud Case: પાલનપુરમાં ‘ચાલો હરિદ્વાર’ના નામે મોટું કૌભાંડ, ઠગબાજોએ લોકોની આસ્થાને બનાવી કમાણીનું સાધન

USCIRF India Report: અમેરિકી આયોગ USCIRF એ ફરી ભારતને ‘વિશેષ ચિંતાનો દેશ’ જાહેર કરવાની માંગ કરી, ધાર્મિક સ્વતંત્રતા મુદ્દે લગાવ્યા ગંભીર આરોપો

  • May 9, 2026
  • 7 views
USCIRF India Report: અમેરિકી આયોગ USCIRF એ ફરી ભારતને ‘વિશેષ ચિંતાનો દેશ’ જાહેર કરવાની માંગ કરી, ધાર્મિક સ્વતંત્રતા મુદ્દે લગાવ્યા ગંભીર આરોપો

Sanjeev Arora ED Raid: સંજીવ અરોરાના ઘરે ED ના દરોડા બાદ ભગવંત માનનો ભાજપ પર પ્રહાર, કહ્યું- પંજાબમાં પણ કેન્દ્રની એજન્સીઓનો દુરુપયોગ થઈ રહ્યો છે

  • May 9, 2026
  • 7 views
Sanjeev Arora ED Raid: સંજીવ અરોરાના ઘરે ED ના દરોડા બાદ ભગવંત માનનો ભાજપ પર પ્રહાર, કહ્યું- પંજાબમાં પણ કેન્દ્રની એજન્સીઓનો દુરુપયોગ થઈ રહ્યો છે

Ahmedabad Farzana murder case: ખાળકુવામાં દફન ૩૪ વર્ષ જૂની મર્ડર મિસ્ટ્રી, ડીએનએ રિપોર્ટે હત્યારા પતિનો અસલી ચહેરો બતાવ્યો

  • May 9, 2026
  • 9 views
Ahmedabad Farzana murder case: ખાળકુવામાં દફન ૩૪ વર્ષ જૂની મર્ડર મિસ્ટ્રી, ડીએનએ રિપોર્ટે હત્યારા પતિનો અસલી ચહેરો બતાવ્યો

Amit Shah: અમિત શાહનો રાહુલ ગાંધી પર પ્રહાર, પૂછ્યું- બિહારથી ગુજરાત સુધી કોંગ્રેસની દાયકાઓની હાર પણ શું ‘વોટ ચોરી’નું પરિણામ છે?

  • May 9, 2026
  • 15 views
Amit Shah: અમિત શાહનો રાહુલ ગાંધી પર પ્રહાર, પૂછ્યું- બિહારથી ગુજરાત સુધી કોંગ્રેસની દાયકાઓની હાર પણ શું ‘વોટ ચોરી’નું પરિણામ છે?