Narendramodi: સરકાર ખુશહાલ:-SIR બાદ હવે આવી ગયું ‘મશીન’! પીઠ ઉપર મુકતાજ બોલી ઉઠે છે કે “યે બાંગ્લાદેશી હૈ!”જુઓ, સિનિયર પત્રકાર મયુર જાનીએ શું કહ્યું?

Narendramodi: દેશમાં SIRની કામગીરી દરમિયાન અનેક બાંગ્લાદેશી દેશ છોડી ગયા હોવાના દાવા કરવામાં આવી રહયા છે જોકે,વિપક્ષ દ્વારા SIR કામગીરી અને ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારનો સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે હવે પોલીસે લોકોની પીઠ ઉપર મશીન મૂકી બાંગ્લાદેશી છે કે નહીં તે શોધવાનું અભિયાન ચાલુ કર્યું હોવાના વિડીયો વાયરલ થઈ રહયા છે અને ખાસ કરીને ઝૂંપડપટ્ટીમાં આ અભિયાન જારી હોવાનું બતાવવામાં આવ્યું છે.

એક તરફ SIRની કામગીરી બાદ જાણીતા બની ગયેલા 1988 બેચના IAS અધિકારી જ્ઞાનેશ કુમારે દેશના 26મા મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) તરીકેનો કાર્યભાર સંભાળતાની સાથે નવા કાયદા હેઠળ નિયુક્ત થનારા તેઓ પ્રથમ સીઈસી છે અને તેમનો કાર્યકાળ 26 જાન્યુઆરી, 2029 સુધી રહેશે જેઓ બિહારની ચૂંટણી દરમિયાન સતત ચર્ચામાં રહયા છે.

■હવે લોકોની પીઠ ઉપર મશીન મૂકી પોલીસ નક્કી કરી રહી રહી છે કે કોણ બાંગ્લાદેશી છે!!

હાલમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર એક વીડિયો વાયરલ થયો છે જેમાં ગાઝિયાબાદ પોલીસ સ્ટેશનના SHO પાસે ‘એક મશીન છે જે વ્યક્તિની રાષ્ટ્રીયતા દર્શાવે છે’.વીડિયોમાં કેટલાક પોલીસકર્મીઓ ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોની પૂછપરછ કરતા અને તેમના ઓળખપત્રો તપાસતા દેખાય છે.

પોલીસકર્મીઓ વીડિયોમાં રહેલા લોકોને પૂછે છે, “શું તમે બાંગ્લાદેશના છો?”ત્યાં હાજર એક વ્યક્તિએ કહ્યું, “ના.”પોલીસકર્મી પછી કહે છે, “મશીન તેની પીઠ પર મૂકો.”પછી, તેના મોબાઇલ ફોનનો ઉપયોગ કરતી વખતે, તે કહે છે, “મશીન બતાવે છે કે તે બાંગ્લાદેશી છે.”દરમિયાન,તે નાગરિક પોતે બાંગ્લાદેશી નહિ પણ બિહારના અરારિયાનો વતની હોવાનું જણાવી રહ્યો છે.

વીડિયો વાયરલ થયા પછી, ગાઝિયાબાદ પોલીસે આ બાબતની સ્પષ્ટતા કરી.એક પોસ્ટમાં, પોલીસે લખ્યું, “ગુના નિયંત્રણ પ્રયાસોના ભાગ રૂપે, કામચલાઉ વસાહતો અને ઝૂંપડપટ્ટીમાં શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ અને ચકાસણીની પ્રક્રિયા સમયાંતરે હાથ ધરવામાં આવે છે.

આ ક્રમમાં, કૌશાંબી પોલીસે પૂછપરછ અને ચકાસણી હાથ ધરી હતી, જેમાં લોકો પાસેથી તેમની સત્યતાની ચકાસણી માટે દસ્તાવેજો માંગવામાં આવ્યા હતા.” પણ મશીન વાળી વાત નકારી રહયા છે,પણ વાયરલ વીડિયોમાં તે સ્પષ્ટ સાંભળાય રહ્યું છે.

The Gujarat Reportના MD મયુર જાનીએ આ મુદ્દે વિશ્લેષણ કર્યું છે જે જોવાનું ચૂકશો નહિ.સાંપ્રત લોક હિતના વિષયોના સમાચાર અને સચોટ વિશ્લેષણ માટે જોતા રહો’ ધ ગુજરાત રિપોર્ટ’ પ્રસ્તુત છે વિડીયો

આ પણ વાંચો:

Pentagon: ચીનની ભેદી હિલચાલ; અરૂણાચલ પ્રદેશ કબ્જે કરવા કરી રહ્યું છે, તૈયારીઓ! પેન્ટગોને આપી ચેતવણી!

Donald Trump: ટ્રમ્પનો ‘ટેરિફ દાવ’ ઊંધો પડ્યો! 700થી વધુ યુએસ કંપનીઓને લાગ્યા તાળા!

Aravali Case: અરવલ્લી કેસમાં સુપ્રીમ કોર્ટેનો પોતાનાજ આદેશ પર સ્ટે; આગામી સુનાવણી 21મી એ થશે

Gujarat BJP: ગુજરાત ભાજપમાં નવી પ્રદેશ સમિતિમાં “CR પાટીલ વિરોધી જૂથ”નો દબદબો! પૂર્વ પ્રમુખોનો પ્રભાવ ઘટાડવાનો પયોગ સફળ રહેશે?

Related Posts

પશ્ચિમ બંગાળ યેન કેન પ્રકારે જીતવું છે | મોદી – શાહનાં અધિકારીઓ યુદ્ધ મોડમાં!
  • April 28, 2026

ભ્રષ્ટાચારના આરોપોથી ઘેરાયેલા યોગી સરકારના વ્હાલાં અજય પાલ શર્માની ખુલ્લી ધમકી. ગૃહમંત્રી અમિત શાહે લોકતંત્રને ડામવા માટે મોટો કાફલો પશ્ચિમ બંગાળમાં ખડકી દીધો. Mayur Jani Official | મોદી – શાહની…

Continue reading
PM Modi: ભારતમાં નેતાઓને “ટેસડા” અને જનતાનો “મરો” છે પણ વિદેશમાં જનતાને ફર્સ્ટ પ્રાયોરિટી અપાય છે! ક્યારે સુધરશે આપણું તંત્ર?
  • April 27, 2026

PM Modi: ભારતમાં રાજકારણમાં પ્રસરી ગયેલી ગંદકીને કારણે સામન્ય નાગરિકોની હાલત અત્યંત દયનીય બની ગઈ છે,મોંઘવારી,બેરોજગારી, મોંઘુ શિક્ષણ, મોંઘી દવા વગરે જનતાના માથે થોપી દઈ નેતાઓ રાજ કરી રહયા છે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Indian Passport Citizenship: નાગરિકતાનો અંતિમ પુરાવો શું છે? સરકારના પાસપોર્ટ અંગેના ‘યુ-ટર્ન’ થી સામાન્ય માણસ મૂંઝવણમાં.

  • June 26, 2026
  • 3 views
Indian Passport Citizenship: નાગરિકતાનો અંતિમ પુરાવો શું છે? સરકારના પાસપોર્ટ અંગેના ‘યુ-ટર્ન’ થી સામાન્ય માણસ મૂંઝવણમાં.

NCERT Curriculum Controversy: ભણતર કે એજન્ડા? નાઝીવાદથી લઈને કૃષ્ણા સુધી, NCERT ના નવા ફેરફારો દ્વારા ઇતિહાસ અને વિચારધારાનું ‘ભગવાકરણ’?

  • June 26, 2026
  • 2 views
NCERT Curriculum Controversy: ભણતર કે એજન્ડા? નાઝીવાદથી લઈને કૃષ્ણા સુધી, NCERT ના નવા ફેરફારો દ્વારા ઇતિહાસ અને વિચારધારાનું ‘ભગવાકરણ’?

Ram Mandir Donation Scam: રામ મંદિર દાન ગેરરીતિ કેસમાં મોટો વળાંક, ચંપત રાયે ‘નૈતિક આધાર’ પર આપ્યું રાજીનામું

  • June 26, 2026
  • 5 views
Ram Mandir Donation Scam: રામ મંદિર દાન ગેરરીતિ કેસમાં મોટો વળાંક, ચંપત રાયે ‘નૈતિક આધાર’ પર આપ્યું રાજીનામું

Rajya Sabha: શું રાજ્યસભા હવે માત્ર એક ફરિયાદ કેન્દ્ર બની ગયું છે? ૧૧ વર્ષના આંકડા

  • June 26, 2026
  • 10 views
Rajya Sabha: શું રાજ્યસભા હવે માત્ર એક ફરિયાદ કેન્દ્ર બની ગયું છે? ૧૧ વર્ષના આંકડા

NMC HoD Rotation Controversy: તબીબી કોલેજોમાં HoDના 3 વર્ષના રોટેશન પ્લાન પર શિક્ષણ જગતમાં આક્રોશ! સુપ્રીમ કોર્ટમાં પણ પહોંચ્યો મામલો

  • June 26, 2026
  • 10 views
NMC HoD Rotation Controversy: તબીબી કોલેજોમાં HoDના 3 વર્ષના રોટેશન પ્લાન પર શિક્ષણ જગતમાં આક્રોશ! સુપ્રીમ કોર્ટમાં પણ પહોંચ્યો મામલો

Abhishek Manu Singhvi: કોંગ્રેસ નેતા અભિષેક મનુ સિંઘવીએ પક્ષપલટા વિરોધી કાયદા પર ઉઠાવ્યા ગંભીર સવાલો, કહ્યું- પક્ષ બદલનારોએ ફરી ચૂંટણી લડવી જોઈએ

  • June 26, 2026
  • 11 views
Abhishek Manu Singhvi: કોંગ્રેસ નેતા અભિષેક મનુ સિંઘવીએ પક્ષપલટા વિરોધી કાયદા પર ઉઠાવ્યા ગંભીર સવાલો, કહ્યું- પક્ષ બદલનારોએ ફરી ચૂંટણી લડવી જોઈએ