Gandhinagar: ગાંધીનગરમાં ‘દૂષિત પાણીકાંડ’માં દર્દીઓની સંખ્યામાં વધારો! NHRCએ સરકારને નોટિશ પાઠવી માંગ્યો ખુલાસો

Gandhinagar: ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં દૂષિત પીવાના પાણીના કારણે ફાટી નીકળેલો રોગચાળો હજુપણ કાબુમાં આવ્યો નથી અને દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો હોય ગુજરાત સરકારને રાષ્ટ્રીય માનવાધિકાર પંચે (NHRC) નોટિસ ફટકારીને મુખ્ય સચિવને બે અઠવાડિયામાં તાત્કાલિક રિપોર્ટ રજૂ કરવા જણાવવામાં આવ્યું છે.

ગાંધીનગરમાં નવી નાખવામાં આવેલી પાઈપ લાઈનમાં સાત જગ્યાએ લિકેજ થતાં ગટરનું પાણી પીવાના પાણીમાં ભળી જતા આ રોગચાળો ફેલાયો છે અને ટાઇફોઇડની પૃષ્ટિ થઈ છે.પંચે જણાવ્યું હતું કે દૂષિત પાણીથી વકરેલો રોગચાળો માનવાધિકારના ઉલ્લંઘનનો ગંભીર મામલો છે.

પંચે ગુજરાત સરકારને નોટિસ પાઠવી છે અને મુખ્ય સચિવને બે અઠવાડિયામાં વિગતવાર રિપોર્ટ રજૂ કરવા આદેશ આપ્યો છે. જેમાં ટાયફોઈડથી પ્રભાવિત ઘરોમાં સારવાર લઈ રહેલા અને હોસ્પિટલમાં દાખલ દર્દીઓની વર્તમાન સ્થિતિ અને અત્યાર સુધીમાં શુ પગલાં લીધા તે અંગે માહિતી માગવામાં આવી છે.

ગાંધીનગરમાં ગતરોજ તા.8 જાન્યુઆરી ગુરુવારે પણ ટાઈફોઈડના વધુ 14 નવા કેસ નોંધાતા તંત્રમાં ચિંતા પ્રસરી છે.દરમિયાન સત્તાવાર રીતે ટાઈફોઈડના કેસનો આંકડો 167 બતાવવામાં આવી રહ્યો છે, પરંતુ વાસ્તવિક સ્થિતિ વધુ વધુ ગંભીર હોવાનું કહેવાઈ રહ્યું છે,કારણ કે
ખાનગી હોસ્પિટલોમાં પણ દૂષિત પાણીથી પીડિત દર્દીઓ દાખલ છે.

પાણી અને ગટર લાઇનના લિકેજ શોધવામાં હજુપણ તંત્રને સફળતા મળી નથી પરિણામે ગંદુ પાણી હજુપણ પીવાના પાણીમાં ભળી રહ્યું હોય તંત્રની નિષ્ફળતા સામે નાગરિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના જણાવ્યા મુજબ, સેક્ટર-24, 26, 28, આદિવાડા અને GIDC વિસ્તાર રોગચાળાના મુખ્ય વિસ્તાર રહયા છે.

તંત્રની વાત માનીએતો આરોગ્ય વિભાગની 85 ટીમોએ અત્યાર સુધીમાં 61,389 ઘરો અને આશરે 2.66 લાખની વસ્તીમાં સર્વેલન્સ હાથ ધરવા સાથે પાણીનું સુપર ક્લોરીનેશન કરવાની કામગીરી ચાલું હોવાની વાત કહેવામાં આવી રહી છે પરંતુ તેમછતાં નવા દર્દીઓ નોંધાઈ રહયા છે.

ગાંધીનગર સિવિલ હોસ્પિટલના સૂત્રો મુતાબીક હાલ હોસ્પિટલમાં 111 બાળકો સારવાર હેઠળ છે, જે પૈકી 55 બાળકોનો રિપોર્ટ ટાઈફોઈડ પોઝિટિવ આવ્યો છે.ઉપરાંત વયસ્ક 38 દર્દીઓ પોઝિટિવ જણાયા છે. આજે સિવિલમાં વધુ 20 નવા દર્દીઓ દાખલ થયા છે, જેમાંથી પ્રાથમિક તપાસમાં 5 દર્દીઓનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે.આમ,ગાંધીનગરમાં દૂષિત પાણી પીવાથી વકરેલો રોગચાળો હજુપણ કાબુમાં નહિ આવતા માનવ અધિકાર પંચે આ મામલે સરકારને નોટિશ પાઠવી ખુલાસો માંગ્યો છે.

આ પણ વાંચો:

Police recruitment: ગુજરાત પોલીસમાં ભરતી માટે થઈ જાવ રેડી; PSI-LRDની શારીરિક કસોટીની તારીખો જાહેર!

Narendramodi: પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યા હત્યામાં પિતા વિઠ્ઠલ પંડ્યાએ નરેન્દ્ર મોદીને કેમ જવાબદાર ગણાવ્યા? 22 વર્ષ બાદ ફરી સળવળાટ!

Haryana: ભારતમાં બાંગ્લાદેશ-નેપાળ જેવા આંદોલનની જરૂર,નેતાઓને જાહેરમાં માર મારવો જોઈએ! ચૌટાલાના નિવેદનથી હંગામો

Social Media: ભાજપના નેતા ડો.ભરત કાનાબારે The Gujarat Report ઉપર કહ્યું:બાળકો માટે સોશ્યલ મીડિયા ઉપર પ્રતિબંધ ક્યારે?

Related Posts

PGVCL GM RTGS Fraud: PGVCLના GM સાથે ₹45 લાખની ડિજિટલ લૂંટ: “હું મીટિંગમાં છું” કહી સાયબર ઠગોએ ખેલ્યો મોટો ખેલ
  • May 5, 2026

PGVCL GM RTGS Fraud: ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં સાયબર ગુનેગારોની હિંમત હવે સાતમા આસમાને પહોંચી હોય તેમ જણાય છે. અત્યાર સુધી સામાન્ય લોકોના બેંક ખાતા સાફ કરનારા ઠગબાજોએ હવે ઉચ્ચ સરકારી…

Continue reading
Mahisagar River Drowning Incident: ઉનાળાની મજા બની સજા, મહીસાગર નદી અને માછણ ડેમમાં ડૂબવાથી ત્રણ યુવકોના કરુણ મોત
  • May 5, 2026

Mahisagar River Drowning Incident: ગુજરાતમાં ઉનાળો આકરો બનતા જ લોકો ગરમીથી રાહત મેળવવા માટે નદી, ડેમ અને તળાવો તરફ વળી રહ્યા છે, પરંતુ આ આનંદ ક્યારેક માતમમાં ફેરવાઈ જાય છે.…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Asaduddin Owaisi Election Reaction: મમતા અને સ્ટાલિનની હાર પર ઓવૈસીના ગંભીર સવાલ, કહ્યું- “જે બેઠકોમાં SIR થયું ત્યાં મુખ્યમંત્રીઓ જ હારી ગયા”

  • May 5, 2026
  • 4 views
Asaduddin Owaisi Election Reaction: મમતા અને સ્ટાલિનની હાર પર ઓવૈસીના ગંભીર સવાલ, કહ્યું- “જે બેઠકોમાં SIR થયું ત્યાં મુખ્યમંત્રીઓ જ હારી ગયા”

Gaurav Gogoi Congress: અસમ ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર બાદ ગૌરવ ગોગોઈએ સ્વીકારી જવાબદારી, કહ્યું- “પરિણામોની નૈતિક જવાબદારી મારી”

  • May 5, 2026
  • 7 views
Gaurav Gogoi Congress: અસમ ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર બાદ ગૌરવ ગોગોઈએ સ્વીકારી જવાબદારી, કહ્યું- “પરિણામોની નૈતિક જવાબદારી મારી”

Mamata Banerjee Press Conference: બંગાળ હાર બાદ મમતાનો મોટો હુમલો: “ચૂંટણી પંચ આ ચૂંટણીનો ખલનાયક”, ભાજપ પર ગુંડાગીરી અને દમનના આરોપ

  • May 5, 2026
  • 9 views
Mamata Banerjee Press Conference: બંગાળ હાર બાદ મમતાનો મોટો હુમલો: “ચૂંટણી પંચ આ ચૂંટણીનો ખલનાયક”, ભાજપ પર ગુંડાગીરી અને દમનના આરોપ

Rahul Gandhi on Bengal Election: પશ્ચિમ બંગાળ ચૂંટણી પરિણામો પર રાહુલ ગાંધીનો મોટો હુમલો, ‘જનાદેશની ચોરીથી લોકશાહી ખતરમાં’

  • May 5, 2026
  • 11 views
Rahul Gandhi on Bengal Election: પશ્ચિમ બંગાળ ચૂંટણી પરિણામો પર રાહુલ ગાંધીનો મોટો હુમલો, ‘જનાદેશની ચોરીથી લોકશાહી ખતરમાં’

PGVCL GM RTGS Fraud: PGVCLના GM સાથે ₹45 લાખની ડિજિટલ લૂંટ: “હું મીટિંગમાં છું” કહી સાયબર ઠગોએ ખેલ્યો મોટો ખેલ

  • May 5, 2026
  • 13 views