Rajkot: જેતપુર પંથકમાં ધરા ધ્રુજી ઉઠી! ઉપરા ઉપરી 11 ભૂકંપના આંચકા આવતા લોકોમાં ગભરાટ; શાળાઓમાં રજા જાહેર

Rajkot: રાજકોટ જિલ્લાના જેતપુર પંથકમાં 11 જેટલા ભૂકંપના આંચકા આવતા લોકોમાં ભારે ગભરાટનો માહોલ જોવા મળ્યો હતો.ઈન્સ્ટીટયુટ ઓફ સિસ્મોલૉજિકલ રિસર્ચના જાહેર કરાયેલા ડેટા મુજબ આજે શુક્રવારે 9 જાન્યુઆરીના રોજ સવારથી એક બાદ એક 11 વખત ભૂકંપના આંચકા નોંધાયા હતા જેમાં સૌથી મોટો આંચકો સવારે 6.19 વાગ્યે અનુભવાયો હતો જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.8 નોંધાઈ હતી ત્યારબાદ લગભગ એક કલાક બાદ સતત ભૂકંપના આંચકા ચાલુજ હતા અને બપોરે પોણા 12 વાગ્યા સુધી ભૂકંપના આંચકા ચાલુ હતા.

આમ આજ સવારે 6થી 12 વાગ્યા સુધીના 6 કલાકમાં 11 વખત ભૂકંપના આંચકા અનુભવાયા છે.જેતપુર પંથકમાં આંચકા આવતા લોકો પોતાના ઘર બહાર નીકળી ગયા હતા.જેતપુર સહિત આસપાસના જેતલસર,પેઢલા અને સરધારપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં આંચકા આવતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો સદનસીબે કોઈ જાનહાનીના અહેવાલ નથી.

ભૂકંપના આંચકા આવતા તંત્ર દ્વારા રજા જાહેર કરાતા ધોરાજી-જેતપુરની તમામ શાળાઓમાં બાળકોને રજા આપી દેવાઈ હતી.ભૂકંપના આંચકા આવતા સલામતીના કારણોસર ધોરાજી અને જેતપુરની તમામ રજા જાહેર કરવામાં આવી હતી.વિદ્યાર્થીઓ રોજના સમય મુજબ શાળાએ પહોંચ્યા હતા, પરંતુ સલામતીના કારણોસર રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા વિદ્યાર્થીઓને તેમના ઘરે પરત મોકલવા શાળાના આચર્યોને જાણ કરતા બાળકોને પરત મોકલાયા હતા.

વિગતો મુજબ ધોરાજી તાલુકાની 48 શાળાઓ અને જેતપુર તાલુકાની 70 શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે.સીસમોલોજી વિભાગ દ્વારા જેતપુર, ઉપલેટા અને ધોરાજીના મામલતદાર પાસે ભૂકંપ સબંધી રિપોર્ટ માંગવામાં આવ્યો હતો.ભૂકંપનું કેન્દ્ર બિંદુ ઉપલેટાથી લગભગ 30 કિલોમીટરના અંતરે નોંધાયુ છે અને ભૂકંપની તીવ્રતા 3.5 થી 3.8ની હોવાનું જાણવા મળ્યું છે.

ઉલ્લેખનીય છે કે અગાઉ તા. 24 ઓક્ટોમ્બર 2025ના રોજ પણ રાજકોટ જિલ્લાના વિરપુર અને જેતપુર શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં 3.6ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો અને તે સમયે પણ ભૂકંપનું કેન્દ્રબિંદુ ગોંડલથી લગભગ 24 કિલોમીટર દૂર પશ્ચિમ-દક્ષિણ-પશ્ચિમ દિશામાં નોંધાયું હતું.

ત્યારબાદ ફરી આજે ઉપરા ઉપરી 11 જેટલા આંચકા આવતા લોકોમાં ભયની લાગણી ફેલાઇ ગઇ છે.
તંત્ર દ્વારા લોકોને સાવધાની રાખવા સૂચના અપાઈ છે અને સરપંચથી લઈ તાલુકા અને જિલ્લા કક્ષાએ અધિકારીઓ સતત એકબીજાના સંપર્કમાં રહેવા જણાવાયું છે.

આ પણ વાંચો:

Police recruitment: ગુજરાત પોલીસમાં ભરતી માટે થઈ જાવ રેડી; PSI-LRDની શારીરિક કસોટીની તારીખો જાહેર!

Narendramodi: પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યા હત્યામાં પિતા વિઠ્ઠલ પંડ્યાએ નરેન્દ્ર મોદીને કેમ જવાબદાર ગણાવ્યા? 22 વર્ષ બાદ ફરી સળવળાટ!

Haryana: ભારતમાં બાંગ્લાદેશ-નેપાળ જેવા આંદોલનની જરૂર,નેતાઓને જાહેરમાં માર મારવો જોઈએ! ચૌટાલાના નિવેદનથી હંગામો

Social Media: ભાજપના નેતા ડો.ભરત કાનાબારે The Gujarat Report ઉપર કહ્યું:બાળકો માટે સોશ્યલ મીડિયા ઉપર પ્રતિબંધ ક્યારે?

 

Related Posts

Surat Workers Protest: સુરતમાં 400થી 500 શ્રમિકો રસ્તા પર ઉતર્યા, શ્રમ કાયદાના અમલ અને સાપ્તાહિક રજાની માંગ સાથે કલેક્ટરને આવેદન
  • September 13, 2026

Surat Workers Protest: સુરતમાં 400થી 500 જેટલા શ્રમિકો એકસાથે ભેગા થઈ વિરોધ પ્રદર્શન કરતાં શ્રમિકોના હકો અને શ્રમ કાયદાના અમલનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. એમ્બ્રોઇડરી સહિત અલગ અલગ ક્ષેત્રોમાં…

Continue reading
Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીમાં પ્રમુખ-ઉપપ્રમુખની વરણી, પરિવર્તન પેનલની જીત બાદ રાજકીય સમીકરણોમાં મોટો વળાંક
  • September 13, 2026

Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીની બહુચર્ચિત ચૂંટણી બાદ આજે આખરે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે. પ્રમુખ તરીકે મુકેશચંદ્ર નગીનભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે અનિલભાઈ હરિભાઈ પટેલની…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

IPS Bushra Bano Transfer: ‘અસ્સલામઅલૈકુમ’ બોલવાના વીડિયો બાદ મહિલા IPSની બદલી, હિન્દુ સંગઠનની ફરિયાદથી રાજકીય વિવાદ

  • September 15, 2026
  • 6 views
IPS Bushra Bano Transfer: ‘અસ્સલામઅલૈકુમ’ બોલવાના વીડિયો બાદ મહિલા IPSની બદલી, હિન્દુ સંગઠનની ફરિયાદથી રાજકીય વિવાદ

Bihar Flood and Drought: નદીઓમાં પૂરનું પાણી છતાં ખેતરો સૂકાં, બિહારની સિંચાઈ વ્યવસ્થા સામે ગંભીર સવાલ

  • September 15, 2026
  • 7 views
Bihar Flood and Drought: નદીઓમાં પૂરનું પાણી છતાં ખેતરો સૂકાં, બિહારની સિંચાઈ વ્યવસ્થા સામે ગંભીર સવાલ

Retail Inflation India: આઠ મહિનાના ઉચ્ચ સ્તરે પહોંચી છૂટક મોંઘવારી, ઓગસ્ટમાં CPI 4.82 ટકા નોંધાયો

  • September 15, 2026
  • 7 views
Retail Inflation India: આઠ મહિનાના ઉચ્ચ સ્તરે પહોંચી છૂટક મોંઘવારી, ઓગસ્ટમાં CPI 4.82 ટકા નોંધાયો

Academic Freedom in India: ભારત સહિત 59 દેશોમાં અકાદમિક સ્વતંત્રતા પર સંકટ, એક વર્ષમાં ઉચ્ચ શિક્ષણ પર 382 હુમલા

  • September 15, 2026
  • 9 views
Academic Freedom in India: ભારત સહિત 59 દેશોમાં અકાદમિક સ્વતંત્રતા પર સંકટ, એક વર્ષમાં ઉચ્ચ શિક્ષણ પર 382 હુમલા

Parliament Monsoon Session: સંસદનું ચોમાસુ સત્ર સ્થગિત થયાને 32 દિવસ છતાં સમાપન નહીં, પરિસીમન વિધેયક ફરી લાવવાની અટકળો તેજ

  • September 15, 2026
  • 9 views
Parliament Monsoon Session: સંસદનું ચોમાસુ સત્ર સ્થગિત થયાને 32 દિવસ છતાં સમાપન નહીં, પરિસીમન વિધેયક ફરી લાવવાની અટકળો તેજ

Tamil Nadu Politics: તમિલનાડુમાં TVK સરકારને ડાબેરી પક્ષોનું બહારથી સમર્થન, પેટાચૂંટણીમાં અલગ લડવાનો નિર્ણય

  • September 15, 2026
  • 7 views
Tamil Nadu Politics: તમિલનાડુમાં TVK સરકારને ડાબેરી પક્ષોનું બહારથી સમર્થન, પેટાચૂંટણીમાં અલગ લડવાનો નિર્ણય