Gangrape: ગુજરાતની બહેનો સાવધાન! અહીં “વાસના ભૂખ્યા વરુઓ”શિકારની શોધમાં છુપાઈને બેઠા છે! હર્ષ સંઘવીની પોલીસ અન્ય કામોમાં વ્યસ્ત છે!!

  • Gujarat
  • January 10, 2026
  • 0 Comments

Gangrape: નવા વર્ષની શરૂઆતમાંજ રાજ્યમાં બે સગીર કિશોરીઓ ઉપર ગેંગરેપ જેવી ગંભીર ઘટનાઓ બની છે જે ખૂબજ ચિંતાનો વિષય છે.

એક તરફ રાજકીય નેતાઓને ગ્રાઉન્ડ લેવલની ખબર હોતી નથી અને આખુ ગુજરાત સુરક્ષિત હોવાનું પોતાના કાર્યાલયમાં બેઠા બેઠા નિવેદન આપતા ફરતા હોય છે તેના ઉદાહરણમાં જોઈતો તો અગાઉ ગુજરાતના શિક્ષણ રાજ્યમંત્રી રીવાબા જાડેજાએ ટ્વિટ કરી કહ્યું કે, ગુજરાતમાં મહિલાઓ સામેનો ક્રાઈમ રેટ રાષ્ટ્રીય સરેરાશ 4% કરતાં ઘણો ઓછો 1.48% છે અને ગુજરાત હંમેશા મહિલા સુરક્ષામાં પ્રથમ રહેશે.

હવે મહિલા સુરક્ષાના આ નિવેદન બાદ પણ કેટલી બાળકીઓ, સગીરાઓ,મહિલાઓ યૌન શોષણનો ભોગ બની તે તેઓને કઈ ખબર હોતી નથી.

ગુજરાતમાં મહિલાઓ બિલકુલ સુરક્ષિત નથી અને એકલી બહાર નીકળતા પણ ભયભીત રહેવા લાગી છે તેનું ઉદાહરણ વડોદરાનું જ લઈલો આ કિસ્સામાં 15 વર્ષની બાળકી દુકાને વસ્તુ લેવા ઘરથી બહાર નીકળી અને નવરા બેસી ગપાટા મારતા બે નરાધમોએ તે ભોળી બાળકીને છેતરી એક મકાનમાં લઇ ગયા અને સતત ત્રણ કલાક સુધી પોતાની હવસ સંતોસી લીધી.

હવે આ માસૂમ બાળકીનું શુ? કે જેની જિંદગી હવે ખરાબ થઈ ગઈ છે,આ કિસ્સામાં મહિલા સુરક્ષિત વાળો મુદ્દો કેટલો સાચો કે હવે ધોળા દિવસે પણ એકલી બાળકી કે સગીરા નીકળી શક્તી નથી.

વડોદરા શહેરમાં ગઈ કાલે 8 જાન્યુઆરીને ગુરૂવારના રોજ બપોરે ઘરેથી નીકળેલી 15 વર્ષીય સગીરાને ફતેગંજ વિસ્તારમાં રહેતા હર્ષિત મેકવાન અને હેપ્પી નામના નરાધમો એક રૂમમાં લઈ જઈ ત્રણ કલાક સુધી ગોંધી રાખી વારાફરતી દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે પીડિતાના માતાએ ફતેગંજ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે પીડિતના માતાની ફરિયાદના આધારે બન્ને આરોપીને દબોચી લીધા છે.

પોલીસે જે મકાનમાં આ ધૃણાસ્પદ ઘટના બની હતી તે મકાનને સીલ કરવામાં આવ્યું અને ત્યાંથી FLSની મદદથી પુરાવા મેળવવામાં આવ્યા છે.

જોન્ટી નામનો આરોપી ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. આ ગુનામાં અન્ય કોઈની સંડોવણી છે કે તેની તપાસ કરવા માટે બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરી પાંચ દિવસના રિમાન્ડની ફતેગંજ પોલીસે માગણી કરતા કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
આ ઘટનાને પગલે લોકો સ્તબ્ધ થઈ ગયા છે.

ભોગ બનનાર બાળકી મૂળ ઉત્તર પ્રદેશની છે અને તેઓ અહીં તેમના સબંધીના ઘરે આવ્યા હતા તે દરમિયાન બાળકી દુકાને વસ્તુ લેવા ગઈ હતી અને તે સમયે ત્યાં બેઠેલા લફંગાઓએ છોકરીને તારા સગા બોલાવે છે તેમ કહી મકાનમાં લઈ જઈ દરવાજો અંદરથી બંધ કરી ગેંગરેપની ઘટનાને અંજામ આપ્યો હતો.

બીજી ઘટના નવસારી જિલ્લાના વાંસદામાં બની છે અહીં પણ સગીર વયની કિશોરી શૌચક્રિયા કરવા બહાર નીકળી અને ત્યાં શિકારની શોધમાં બેઠેલા નરાધમોએ તેને ઉઠાવી નિર્જન વિસ્તારમાં લઈ ગયા અને તેમના અન્ય મિત્રોને બોલાવી કુલ આઠ જેટલા નરાધમ વરુઓએ માસૂમ કિશોરીને પિંખી નાખી હતી ફૂલ જેવી કિશોરીઓ ઉપર ઉપર ગેંગરેપની આ બે ઘટનાએ સાબિત કર્યું છે કે પોલીસ કે કાયદાનો ડર રહ્યો નથી.

મોટાભાગના પોલીસ બંદોબસ્તમાં વ્યસ્ત છે અને અન્ય ટ્રાફિક વ્યવસ્થા સાંભળવા રોડ ઉપર ચલણ ફાડી રહયા છે બાકી બચ્યા તે અન્ય ગંભીર ગૂના આચરતા રીઢા ગુનેગારોને નાથવાની કોશિશ કરી રહયા છે પરિણામે કથળેલી વ્યવસ્થાને લઈ નરાધમો બેફામ બની ગયા હોવાનું સપાટી ઉપર આવી રહ્યુ છે.

વાંસદા પોલીસ મથકેથી મળતી માહિતી અનુસાર બુધવારે રાત્રે આશરે 10:30 વાગ્યાના સુમારે સગીર વયની કિશોરી શૌચાલય માટે ઘરની બહાર નીકળી આ દરમિયાન ત્રણ યુવાનોએ તેનું મોઢું દબાવી બળજબરીથી બાઇક પર બેસાડી અપહરણ કરી ચેકડેમ પાસે લઈ ગયા હતા ત્યાં અન્ય તેમના પાંચ મિત્રોને પણ બોલાવ્યા હતા ત્યારબાદ આ આઠેય નરાધમો સગીરાને એક પાણીની ટાંકી નજીક આવેલા રૂમમાં લઈ ગયા હતા ત્યાં સગીરાને મારી નાખવાની ધમકી આપી તેની વારાફરતી ક્રૂરતા પૂર્વક સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું બાદમાં માંડ માંડ કરીને ઘરે પહોંચેલી સગીરાએ પોતાના ઉપર થયેલા અત્યાચાર અંગે માતાને વાત કરતા ભોગ બનનાર સગીરાની માતાએ વાંસદા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે બનાવની ગંભીરતા જોતા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી પોક્સો (POCSO) સહિતની કલમો હેઠળ ગુનો નોંધી નિખિલ, પિયુષ, સાહિલ, રવિન્દ્ર, આકાશ, રાહુલ અને એક સગીરને ઝડપી લીધા હતા અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ બે બનાવો નવા વર્ષની શરૂઆતમાં બન્યા છે જે અત્યંત ગંભીર પ્રકારના બનાવો છે ત્યારે નેતાઓના સબ સ્લામતના દાવા કેટલા પોકળ છે તે કહેવા માટે આ બે કિસ્સા કાફી છે.

સમાજમાં દિનપ્રતિદિન મહિલાઓ ઉપર અત્યાચારની ઘટનાઓ ખૂબજ ગંભીર છે ત્યારે ગુનેગારો ફફડે તેવા દાખલા બેસાડવા કડક કાયદાની જરૂર છે.

પોલીસનો જેટલો રોડ ઉપર ટ્રાફિકના નામે પબ્લિકમાં ગભરાટ છે તેટલો ગુનેગારો સામે પણ થશે તો ગુનો અચરતી વખતે ગુનેગારો દશ વખત વિચાર કરશે,બાકી કાયદો વ્યવસ્થા બિલકુલ ખાડે ગઈ છે તેથી બહેનોએ પોતાનું રક્ષણ પોતે કરવું પડશે અને ધોળા દિવસે પણ એકલા નહિ જવા ઉપરાંત ચેતીને રહેવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.

આ પણ વાંચો:

Police recruitment: ગુજરાત પોલીસમાં ભરતી માટે થઈ જાવ રેડી; PSI-LRDની શારીરિક કસોટીની તારીખો જાહેર!

Narendramodi: પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યા હત્યામાં પિતા વિઠ્ઠલ પંડ્યાએ નરેન્દ્ર મોદીને કેમ જવાબદાર ગણાવ્યા? 22 વર્ષ બાદ ફરી સળવળાટ!

Haryana: ભારતમાં બાંગ્લાદેશ-નેપાળ જેવા આંદોલનની જરૂર,નેતાઓને જાહેરમાં માર મારવો જોઈએ! ચૌટાલાના નિવેદનથી હંગામો

Social Media: ભાજપના નેતા ડો.ભરત કાનાબારે The Gujarat Report ઉપર કહ્યું:બાળકો માટે સોશ્યલ મીડિયા ઉપર પ્રતિબંધ ક્યારે?

 

Related Posts

Surat Workers Protest: સુરતમાં 400થી 500 શ્રમિકો રસ્તા પર ઉતર્યા, શ્રમ કાયદાના અમલ અને સાપ્તાહિક રજાની માંગ સાથે કલેક્ટરને આવેદન
  • September 13, 2026

Surat Workers Protest: સુરતમાં 400થી 500 જેટલા શ્રમિકો એકસાથે ભેગા થઈ વિરોધ પ્રદર્શન કરતાં શ્રમિકોના હકો અને શ્રમ કાયદાના અમલનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. એમ્બ્રોઇડરી સહિત અલગ અલગ ક્ષેત્રોમાં…

Continue reading
Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીમાં પ્રમુખ-ઉપપ્રમુખની વરણી, પરિવર્તન પેનલની જીત બાદ રાજકીય સમીકરણોમાં મોટો વળાંક
  • September 13, 2026

Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીની બહુચર્ચિત ચૂંટણી બાદ આજે આખરે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે. પ્રમુખ તરીકે મુકેશચંદ્ર નગીનભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે અનિલભાઈ હરિભાઈ પટેલની…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Tamil Nadu Electricity Crisis: તમિલનાડુમાં વીજકાપથી લોકો પરેશાન, વધતી માંગ વચ્ચે વિજય સરકાર સામે સવાલો

  • September 18, 2026
  • 2 views
Tamil Nadu Electricity Crisis: તમિલનાડુમાં વીજકાપથી લોકો પરેશાન, વધતી માંગ વચ્ચે વિજય સરકાર સામે સવાલો

Saudi Arabia Houthi Conflict: હૂતી હુમલાઓ વચ્ચે સાઉદી અરેબિયાની મુશ્કેલી વધી, દાયકાઓ જૂની સુરક્ષા વ્યૂહરચના સામે ઊભા થયા સવાલ

  • September 18, 2026
  • 6 views
Saudi Arabia Houthi Conflict: હૂતી હુમલાઓ વચ્ચે સાઉદી અરેબિયાની મુશ્કેલી વધી, દાયકાઓ જૂની સુરક્ષા વ્યૂહરચના સામે ઊભા થયા સવાલ

Public Trust In Judiciary: ભારતમાં શું ખરેખર બેટમેનની જરૂરિયાત ઊભી થઈ છે? પોલીસ, ન્યાયતંત્ર અને વ્યવસ્થા સામે વધતો અવિશ્વાસ

  • September 18, 2026
  • 7 views
Public Trust In Judiciary: ભારતમાં શું ખરેખર બેટમેનની જરૂરિયાત ઊભી થઈ છે? પોલીસ, ન્યાયતંત્ર અને વ્યવસ્થા સામે વધતો અવિશ્વાસ

TMC Name Symbol Freeze: ECIએ TMCનું નામ અને ચૂંટણી ચિહ્ન ફ્રીઝ કર્યું, બંને જૂથો હવે નવા નામ-ચિહ્ન સાથે પેટાચૂંટણી લડશે

  • September 18, 2026
  • 5 views
TMC Name Symbol Freeze: ECIએ TMCનું નામ અને ચૂંટણી ચિહ્ન ફ્રીઝ કર્યું, બંને જૂથો હવે નવા નામ-ચિહ્ન સાથે પેટાચૂંટણી લડશે

Adani Power Uttarakhand Project: ઉત્તરાખંડ પાવર પ્રોજેક્ટમાં અદાણી માટે 86માંથી 84 ટેન્ડર શરતો બદલ્યાનો કોંગ્રેસનો આરોપ

  • September 18, 2026
  • 9 views
Adani Power Uttarakhand Project: ઉત્તરાખંડ પાવર પ્રોજેક્ટમાં અદાણી માટે 86માંથી 84 ટેન્ડર શરતો બદલ્યાનો કોંગ્રેસનો આરોપ

Rice Production Decline India: ચોખાના ઉત્પાદનમાં 20 વર્ષમાં 6.5%નો સૌથી મોટો ઘટાડો

  • September 18, 2026
  • 7 views
Rice Production Decline India: ચોખાના ઉત્પાદનમાં 20 વર્ષમાં 6.5%નો સૌથી મોટો ઘટાડો