Alpesh Kathiria: સુરતમાં ભાજપના બે જૂથ વચ્ચે મારામારી! લોકોએ મફતમાં મનોરંજન માણ્યું!

  • Gujarat
  • January 17, 2026
  • 0 Comments

Alpesh Kathiria: સુરતમાં ભાજપના બે જૂથ વચ્ચે ઉત્તરાયણ ઉપર ‘હોળી’ સર્જાતા ઉત્તરાયણ ઉપર પતંગ ખરીદવા આવેલા લોકોએ મફતમાં મનોરંજન માણ્યું હતું જેમાં પોલીસ કર્મીઓ પણ સામેલ હોવાનું કહેવાય રહ્યું છે કારણ કે બબાલ સમયે પોલીસ પણ સ્થળ ઉપર હાજર હતી તેવું ફરિયાદીએ નિવેદન આપ્યું છે.

વિગતો મુજબ ભાજપના નેતા અલ્પેશ કથીરિયાના ભાઈએ ઉત્તરાયણ પર્વ ઉપર સરથાણા ખાતે કિરણ ચોકમાં ‘પાટીદાર પાઘડીવાળા’ નામે પતંગનો સ્ટોલ નાખ્યો હતો જ્યાં આ બબાલ થઈ હતી જેમાં સામસામે ફરિયાદ નોધાઈ છે.

ભાજપ નેતા અલ્પેશ કથીરિયા ના ભાઈના આ સ્ટોલ ઉપર રાતના સમયે ભાજપના પૂર્વ કોર્પોરેટર કૈલાશબેન ભાલીયાનો પુત્ર ચંદ્રેશ ભાલિયા (ઉં.વ. 27, રહે. ભરત નગર,વરાછા) પોતાના બે મિત્રો સાગર ચૌહાણ અને અશ્વિન બારૈયા સાથે પતંગની ખરીદી કરવા ગયો ત્યારે પતંગના ભાવતાલ મુદ્દે ચંદ્રેશ ભાલિયાની અલ્પેશ કથીરિયાના ભાઈ સાથે બોલાચાલી થઈ હતી,જે બાદમાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં સ્ટોલના સંચાલકે પોતાના ભાઈ અને ભાજપના અગ્રણી એવા પાટીદાર નેતા અલ્પેશ કથીરિયાને ફોન કરતા અલ્પેશ કથીરિયા તાત્કાલિક સ્ટોલ પર ધસી ગયા હતા અને બબાલમાં જોડાયા હતા.

આ દરમિયાન ચંદ્રેશના જણાવ્યા મુજબ માઈકમાં ગાળો બોલી રહયા હોય મેં બજરંગ દળ અને RSSનો કાર્યકર હોવાથી ગાળો બોલવાની ના પાડી હતી અને રિકવેસ્ટ કરી હતી કે અહીં મહિલાઓ પણ હોય અભદ્ર શબ્દો ન બોલો” પણ અલ્પેશ અને તેનો ભાઈ દાદાગીરી ઉપર ઉતરી આવ્યા હતા ત્યારબાદ અલ્પેશ કથીરિયા સહિત ત્રણેયએ ભેગા મળીને ચંદ્રેશ ભાલિયા અને તેના બે મિત્રોને માર માર્યો હતો આ અંગે ચંદ્રેશ ભાલિયાએ પોલીસ અલ્પેશ સહિત ત્રણ સામે ફરિયાદ નોંધાવી હતી.

ચંદ્રેશ ભાલિયાએ આરોપ લગાવ્યો કે અલ્પેશ કથીરિયા અને તેના ભાઈ દ્વારા જ્યારે પોતાને અને તેના મિત્રોને માર મારવામાં આવી રહ્યો હતો તે દરમિયાન ત્યાં પોલીસ પણ હાજર હતી પરંતુ પોલીસે માત્ર તમાશો જોયો હતો અને તેઓને બચાવવાનો કોઈ પ્રયાસ કર્યો ન હતો.

બાદમાં જેમતેમ કરી સરથાણા પોલીસ મથકે પહોંચ્યા બાદ ચંદ્રેશ ભાલિયાએ અલ્પેશ કથિરીયા સહિત 3 જણા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જ્યારે બીજી તરફપાટીદાર પાઘડીવાળા પતંગના દુકાનના માલિક અંકિત ખંભાળ દ્વારા પણ ભાજપના પૂર્વ કોર્પોરેટર કૈલાશબેન ભાલિયાના પુત્ર ચંદ્રેશ ભાલિયા સહિત ચાર સામે સરથાણા પોલીસ સ્ટેશનમાં વળતી ફરિયાદ નોંધાવવામાં આવતા સામસામી ફરિયાદ થઈ છે.

આમ,ઉત્તરાયણ પર્વ ઉપર સુરતમાં ભાજપનાજ નેતાઓના બે ગ્રુપ વચ્ચે ‘હોળી’ ખેલાતા મામલો ભારે ચર્ચાસ્પદ બન્યો છે.

આ પણ વાંચો:

Police recruitment: ગુજરાત પોલીસમાં ભરતી માટે થઈ જાવ રેડી; PSI-LRDની શારીરિક કસોટીની તારીખો જાહેર!

Narendramodi: પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યા હત્યામાં પિતા વિઠ્ઠલ પંડ્યાએ નરેન્દ્ર મોદીને કેમ જવાબદાર ગણાવ્યા? 22 વર્ષ બાદ ફરી સળવળાટ!

Haryana: ભારતમાં બાંગ્લાદેશ-નેપાળ જેવા આંદોલનની જરૂર,નેતાઓને જાહેરમાં માર મારવો જોઈએ! ચૌટાલાના નિવેદનથી હંગામો

Social Media: ભાજપના નેતા ડો.ભરત કાનાબારે The Gujarat Report ઉપર કહ્યું:બાળકો માટે સોશ્યલ મીડિયા ઉપર પ્રતિબંધ ક્યારે?

Related Posts

Jamnagar Water Crisis: સ્માર્ટ સિટીના પોકળ દાવા, જામનગરના વોર્ડ નંબર-૧માં પાણી માટે વલખાં મારતા લાચાર લોકો!
  • June 19, 2026

Jamnagar Water Crisis: જામનગર મહાનગરપાલિકા દ્વારા ‘સ્માર્ટ સિટી’ અને વિકાસના ગમે તેટલા ભપકાદાર દાવા કરવામાં આવતા હોય, પરંતુ જમીની હકીકત કંઈક અલગ જ છે. જામનગરના વોર્ડ નંબર-૧માં આવેલો બેડી વિસ્તાર,…

Continue reading
Ram Mandir Gujarat Contribution: રામ મંદિરના ગુજરાતના અબજો રૂપિયા, મંદિર માટે ૨૦૦ કરોડનું સોનું સુરતનું, ગુજરાતનો ખજાનો સલામત કે ગુમ?
  • June 18, 2026

Ram Mandir Gujarat Contribution: ૧૯૮૪માં વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા શરૂ થયેલું રામજન્મભૂમિ મુક્તિ અભિયાન માત્ર એક રાજકીય આંદોલન નહોતું, પરંતુ તે લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર બની ગયું હતું. ગુજરાતના અમદાવાદ,…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Political horse trading: ‘સાંસદ-ધારાસભ્યોની ખરીદ-વેચાણ માટે સ્ટોક એક્સચેન્જ શરૂ કરો’, કોંગ્રેસનો ભાજપ પર આકરો પ્રહાર

  • June 19, 2026
  • 2 views
Political horse trading: ‘સાંસદ-ધારાસભ્યોની ખરીદ-વેચાણ માટે સ્ટોક એક્સચેન્જ શરૂ કરો’, કોંગ્રેસનો ભાજપ પર આકરો પ્રહાર

TMC Opposition Leader Dispute: ઋતબ્રત બેનર્જીને વિપક્ષના નેતા તરીકે માન્યતા આપવાના નિર્ણય સામે પડકાર, હાઈકોર્ટમાં ટીએમસીના બે જૂથ વચ્ચે કાનૂની જંગ

  • June 19, 2026
  • 5 views
TMC Opposition Leader Dispute: ઋતબ્રત બેનર્જીને વિપક્ષના નેતા તરીકે માન્યતા આપવાના નિર્ણય સામે પડકાર, હાઈકોર્ટમાં ટીએમસીના બે જૂથ વચ્ચે કાનૂની જંગ

Rahul Gandhi: કોટામાં રાહુલ ગાંધીનો શિક્ષણ વ્યવસ્થા પર પ્રહાર, ‘વિદ્યાર્થીઓને સપના નહીં, તણાવ અને નિરાશા આપી રહી છે આજની સિસ્ટમ’

  • June 19, 2026
  • 8 views
Rahul Gandhi: કોટામાં રાહુલ ગાંધીનો શિક્ષણ વ્યવસ્થા પર પ્રહાર, ‘વિદ્યાર્થીઓને સપના નહીં, તણાવ અને નિરાશા આપી રહી છે આજની સિસ્ટમ’

Jamnagar Water Crisis: સ્માર્ટ સિટીના પોકળ દાવા, જામનગરના વોર્ડ નંબર-૧માં પાણી માટે વલખાં મારતા લાચાર લોકો!

  • June 19, 2026
  • 9 views
Jamnagar Water Crisis: સ્માર્ટ સિટીના પોકળ દાવા, જામનગરના વોર્ડ નંબર-૧માં પાણી માટે વલખાં મારતા લાચાર લોકો!

Ram Mandir Gujarat Contribution: રામ મંદિરના ગુજરાતના અબજો રૂપિયા, મંદિર માટે ૨૦૦ કરોડનું સોનું સુરતનું, ગુજરાતનો ખજાનો સલામત કે ગુમ?

  • June 18, 2026
  • 10 views
Ram Mandir Gujarat Contribution: રામ મંદિરના ગુજરાતના અબજો રૂપિયા, મંદિર માટે ૨૦૦ કરોડનું સોનું સુરતનું, ગુજરાતનો ખજાનો સલામત કે ગુમ?

Nepal-China relations impact: નેપાળ-ચીન સંબંધોમાં નવી દિશા, ભારત માટે પડકાર કે પ્રાદેશિક સહકારની નવી તક?

  • June 18, 2026
  • 6 views
Nepal-China relations impact: નેપાળ-ચીન સંબંધોમાં નવી દિશા, ભારત માટે પડકાર કે પ્રાદેશિક સહકારની નવી તક?