Demolition: અબ્દુલે હિન્દૂ બાળકોના સારા ભવિષ્ય માટે સ્કૂલતો બનાવી દીધી પણ તંત્રએ બુલડોઝર ફેરવી દીધું! કેમ કે તે અબ્દુલ હતો!! જુઓ ખાસ અહેવાલ

Demolition: મધ્યપ્રદેશના બૈતુલ જિલ્લાના ભૈંસદેહી બ્લોકમાં આવેલા ધાબા ગામમાં વહીવટીતંત્ર દ્વારા નિર્માણાધીન શાળાની ઇમારત તોડી પાડવાનો મામલો દેશભરમાં ચર્ચાનો વિષય બન્યો છે આ ગામમાં શાળા નહિ હોવાથી ગામના બાળકોને દૂર સુધી ભણવા જવું પડતું હતું તેથી ગામના રહેવાસી અબ્દુલ નઈમ નામના એક મુસ્લિમ નાગરિકને વિચાર આવ્યો કે તે પોતાના ગામના બાળકોના સારા ભવિષ્ય માટે સ્વખર્ચે એક શાળા બનાવશે અને શાળા ભવન બનાવવાનું કામ શરૂ કર્યું જેનો ખર્ચ આશરે 20 લાખ રૂપિયા આવ્યો હતો.

આ ગામમાં આશરે 2,000 લોકોની વસ્તી છે, જેમાં ફક્ત ત્રણ મુસ્લિમ પરિવારો રહે છે. નઈમ કહે છે કે તે નર્સરીથી ધોરણ 8 સુધી શાળા ખોલવા માંગતો હતો પરંતુ કેટલાક વિઘ્ન સંતોષી લોકોને આ વાત પસંદ ન આવી અને અફવા ફેલાવી કે ત્યાં એક “ગેરકાયદેસર મદરેસા” ઉભી કરવામાં રહી છે. જોકે, ઇમારત પૂર્ણ પણ થઈ ન હતી અને કોઈ વર્ગો શરૂ થયા ન હતા ત્યારબાદ અચાનક વહીવટીતંત્રે તેને ગેરકાયદેસર ગણાવીને તોડી પાડવાની નોટિસ જારી કરી દીધી

11 જાન્યુઆરીના રોજ, ગ્રામ પંચાયતે અનધિકૃત બાંધકામનો ઉલ્લેખ કરીને નઈમને તોડી પાડવાની નોટિસ જારી કરી હતી. નઈમ કહે છે કે જ્યારે તે પંચાયત કચેરી ગયો ત્યારે તેની અરજી નામંજૂર કરવામાં આવી હતી અને તેને પાછળથી પાછા ફરવાનું કહેવામાં આવ્યું હતું. તેણે એમ પણ કહ્યું કે 30 ડિસેમ્બરના રોજ, તેણે શાળા શિક્ષણ વિભાગને નર્સરીથી ધોરણ 8 સુધી શાળા ખોલવા માટે અરજી કરી હતી અને જમીન સંબંધિત તમામ દસ્તાવેજો સબમિટ કર્યા હતા.

●કલેક્ટરે તેમને મળવા આવેલા લોકો સાથે સીધી વાત પણ કરી ન હતી.

હવે ગામલોકો પણ નઈમના સમર્થનમાં આવ્યા અને તેઓને ખબર હતી કે નઇમ ગામના હિન્દૂ બાળકો માટે કંઈક સારું કાર્ય કરી રહ્યો છે કારણ કે અહીં મુસ્લિમ વસ્તી નથી માત્ર ત્રણ ઘર હોવાથી તે મુસલમાન નહિ પણ આખા ગામના બાળકો કે જેઓને ગામ બહાર દૂર સુધી ભણવા ન જવું પડે તે માટે શાળા ચાલુ કરવાનું વિચારી રહ્યો છે જેથી ગામલોકો નઇમ ના સમર્થનમાં આવ્યા અને ગ્રામપંચાયતના નિર્ણયનો વિરોધ કરતા ગામમાં વધતા વિરોધને પગલે, પંચાયતે 12 જાન્યુઆરીએ ઉતાવળમાં નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) જારી કર્યું.

સરપંચે પાછળથી સ્વીકાર્યું કે ગામમાં મદરેસા અંગે કોઈ ફરિયાદ નથી અને પરવાનગી આપવામાં આવી છે આમ છતાં, 13 જાન્યુઆરીએ, જ્યારે ગ્રામજનો કલેક્ટરને મળવા માટે 80 કિમી દૂર જિલ્લા મુખ્યાલય પર ગયા ત્યારે વહીવટીતંત્રની એક ટીમ JCB લઈને આવી અને શાળાના મકાનનો એક ભાગ અને તેની સામેનો શેડ તોડી પાડ્યો હતો.
અને કલેકટરે વાત માનવાનો ઇન્કાર કરી દીધો હતો.

આમ,એક નેક કાર્ય કરવા નીકળેલા અબ્દુલ નઈમનું સપનું પૂર્ણ ન થયું પણ પોતાની જમા જીવન મૂડી પણ ગુમાવવાનો વારો આવ્યો હતો.
આ મુદ્દો ટોક ઓફ ધ કન્ટ્રી બન્યો છે ત્યારે આ મુદ્દે સિનિયર પત્રકાર મયુર જાનીએ વિસ્તારથી પણ ટૂંકમાં કરેલું વિશ્લેષણ જોવાનું ચૂકશો નહિ જુઓ વિડીયો

Related Posts

પશ્ચિમ બંગાળ યેન કેન પ્રકારે જીતવું છે | મોદી – શાહનાં અધિકારીઓ યુદ્ધ મોડમાં!
  • April 28, 2026

ભ્રષ્ટાચારના આરોપોથી ઘેરાયેલા યોગી સરકારના વ્હાલાં અજય પાલ શર્માની ખુલ્લી ધમકી. ગૃહમંત્રી અમિત શાહે લોકતંત્રને ડામવા માટે મોટો કાફલો પશ્ચિમ બંગાળમાં ખડકી દીધો. Mayur Jani Official | મોદી – શાહની…

Continue reading
PM Modi: ભારતમાં નેતાઓને “ટેસડા” અને જનતાનો “મરો” છે પણ વિદેશમાં જનતાને ફર્સ્ટ પ્રાયોરિટી અપાય છે! ક્યારે સુધરશે આપણું તંત્ર?
  • April 27, 2026

PM Modi: ભારતમાં રાજકારણમાં પ્રસરી ગયેલી ગંદકીને કારણે સામન્ય નાગરિકોની હાલત અત્યંત દયનીય બની ગઈ છે,મોંઘવારી,બેરોજગારી, મોંઘુ શિક્ષણ, મોંઘી દવા વગરે જનતાના માથે થોપી દઈ નેતાઓ રાજ કરી રહયા છે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Septic Tank Deaths: એક જ દિવસે બે રાજ્યોમાં ઝેરી ગેસનો કહેર, ચાર મજૂરો સહિત છ લોકોના મોત

  • September 29, 2026
  • 2 views
Septic Tank Deaths: એક જ દિવસે બે રાજ્યોમાં ઝેરી ગેસનો કહેર, ચાર મજૂરો સહિત છ લોકોના મોત

Ujjain Shahi Masjid Protest: ઉજ્જૈનની શાહી મસ્જિદ મુદ્દે ઘર્ષણ, રોડ પહોળો કરવાની કાર્યવાહી વચ્ચે પથ્થરમારો

  • September 29, 2026
  • 5 views
Ujjain Shahi Masjid Protest: ઉજ્જૈનની શાહી મસ્જિદ મુદ્દે ઘર્ષણ, રોડ પહોળો કરવાની કાર્યવાહી વચ્ચે પથ્થરમારો

Sutrapada Adani Cement Mining Protest: સૂત્રાપાડામાં અદાણી સિમેન્ટ સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, ભૂગર્ભ જળના મુદ્દે ઉઠ્યા સવાલ

  • September 29, 2026
  • 6 views
Sutrapada Adani Cement Mining Protest: સૂત્રાપાડામાં અદાણી સિમેન્ટ સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, ભૂગર્ભ જળના મુદ્દે ઉઠ્યા સવાલ

AAP Gujarat Drought Declaration: ગુજરાતમાં દુષ્કાળ જાહેર કરવાની માંગ તેજ, AAPએ મુખ્યમંત્રીને પત્ર લખી ઉઠાવ્યા સવાલ

  • September 28, 2026
  • 5 views
AAP Gujarat Drought Declaration: ગુજરાતમાં દુષ્કાળ જાહેર કરવાની માંગ તેજ, AAPએ મુખ્યમંત્રીને પત્ર લખી ઉઠાવ્યા સવાલ

Sagbara Farmers Protest: સાગબારામાં ખેડૂતો અને વન વિભાગ ફરી સામસામે, ખેતી કરવા ગયેલા ખેડૂતોને રોકતાં ઘર્ષણ

  • September 28, 2026
  • 6 views
Sagbara Farmers Protest:  સાગબારામાં ખેડૂતો અને વન વિભાગ ફરી સામસામે, ખેતી કરવા ગયેલા ખેડૂતોને રોકતાં ઘર્ષણ

Gujarat Congress SIR Protest: SIR વિવાદ વચ્ચે ગુજરાતભરમાં કોંગ્રેસનો વિરોધ, જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ

  • September 28, 2026
  • 7 views
Gujarat Congress SIR Protest: SIR વિવાદ વચ્ચે ગુજરાતભરમાં કોંગ્રેસનો વિરોધ, જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ