Russia-Japan Dispute: રશિયાએ 11 કલાક સુધી જાપાનના આકાશમાં 10 બોમ્બર જેટ ઉડાવતા ફફડાટ ,યુદ્ધની તૈયારીઓ?

  • World
  • January 24, 2026
  • 0 Comments

● વિશ્વમાં ચારેતરફ રાજકતાનો માહોલ,ત્રીજું વિશ્વ યુદ્ધ સર્જવાના સંકેત

Russia-Japan Dispute: દુનિયામાં ત્રીજું વિશ્વ યુદ્ધ ફાટી નીકળે તેવી સ્થિતિ ઉભી થઇ રહી છે, એક તરફ યુક્રેન સાથે રશિયાનું યુદ્ધ ચાલુ છે તો બીજી તરફ અમેરિકાએ વેનેઝુએલા ઉપર હુમલો કરી આ પ્રદેશ પોતાના નિયંત્રણમાં કર્યો હવે ગ્રીનલેન્ડ ઉપર નજર છે અને આ બધા વચ્ચે પોતાનું યુદ્ધ જહાજ ઈરાન નજીક મોકલી ઈરાન ઉપર ગમેત્યારે હુમલો કરી શકે છે જ્યારે ઈઝરાયેલ સતત યુદ્ધ કરી રહ્યું છે આવા સમયે સૌથી મોટી ઘટના એ બની કે ગઈકાલે શુક્રવારે રશિયાએ 11 કલાક સુધી જાપાનના કબજા હેઠળના પ્રદેશ પર 10 બોમ્બર ઉડાવ્યા હતા જેમાં ત્રણ પરમાણુ બોમ્બરનો સમાવેશ થાય છે.

આ ઘટનાને લઈ ભારે તણાવ સર્જાયો છે,જો સહેજ પણ વાત આગળ વધે તો સાથી દેશોની ચેઇન ઝંપલાવે તો ત્રીજું વિશ્વયુદ્ધ સર્જાઈ શકે છે,તાજેતરમાં આપણે જોયું કે અમેરિકાએ ગ્રીનલેન્ડનો કબ્જો લેવાની વાત કરી અને ડેનમાર્કને ધમકી આપી ત્યારે નાટોમાં અમેરિકા પણ સામેલ હોવાછતાં યુરોપિયન દેશો એકથયા હતા અને ગ્રીનલેન્ડની રક્ષા માટે પોતાની સૈન્ય ટુકડીઓ મોકલી હતી સામે ટ્રમ્પે ટેરીફ ઝીકતા યુરોપિયન દેશોએ પણ વળતા ટેરીફની ધમકી આપતા ટ્રમ્પ ઢીલા પડ્યા અને યુરોપિયન દેશો ઉપર ટેરીફ નાખવાનું કેન્સલ કરી દઈ સંઘર્ષ ટાળ્યો છે પણ આ ઘટનાથી અમેરિકા અને યુરોપિયન દેશો વચ્ચે ખટાશ જરૂર આવી ગઈ છે તેથી કહી શકાય કે પહેલા જેવી મજા નથી રહી.

આ બધું વિશ્વમાં બદલાયેલો માહોલ છે અને આખા વિશ્વ ઉપર યુદ્ધનો ખતરો મંડરાઈ રહ્યો છે અને હવે એક ચિનગારી કાફી છે,રશિયાએ 10 બોમ્બર ઉડાવી જાપાનને પડકાર ફેકતા જાપાની સંરક્ષણ મંત્રાલયે રશિયાની આ હરક્તને ઉશ્કેરણીજનક ગણાવી છે, જ્યારે રશિયાએ તેને સફળ મિશન ગણાવ્યુ છે,ન્યૂઝવીકના અહેવાલ મુજબ, રશિયાએ યુદ્ધભ્યાસ મિશનના ભાગ રૂપે જાપાનના સમુદ્ર (જેને પૂર્વ સમુદ્ર તરીકે પણ ઓળખવામાં આવે છે) ઉપર 11 કલાકથી વધુ સમય સુધી 10 વિમાનો ઉડાવ્યા હતા. મિશન પછી, રશિયન સંરક્ષણ મંત્રાલયે કહ્યું, “અમે સફળ થયા.”

જાપાનના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું છે કે રશિયાએ ત્રણ જૂથોમાં કુલ 10 વિમાન મોકલ્યા હતા. તેમાં Tu-95MS બોમ્બર્સ, Su-35S અને Su-30SM ફાઇટર જેટનો સમાવેશ થાય છે. જાપાને એક નકશો શેર કર્યો હતો, જેમાં જણાવાયું હતું કે રશિયન વિમાન જાપાની ક્ષેત્રથી આશરે 20 કિલોમીટર દૂર હતા,જાપાનના સંરક્ષણ પ્રધાન શિંજીરો કોઈઝુમીના જણાવ્યા અનુસાર, રશિયાએ આ કામગીરી સાથે શક્તિ પ્રદર્શન કર્યું હતું. જાપાન કહે છે કે મોસ્કોના આ પગલાથી ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ગંભીર સંરક્ષણ ચિંતાઓ ઉભી થઈ છે અને જાપાને વધુ કાર્યવાહી કરવાની પ્રતિજ્ઞા લીધી છે.

રશિયા અને જાપાન વચ્ચે શું વિવાદ છે?

કુરિલ ટાપુઓમાં ચાર ટાપુઓ પર રશિયા અને જાપાન વચ્ચે વિવાદ છે. જાપાન દાવો કરે છે કે આ બધા ટાપુઓ તેના છે અને રશિયાએ તેમના પર બળજબરીથી કબજો કર્યો છે. જાપાનના દાવાઓથી રશિયા ગુસ્સે છે. આ ટાપુઓ જાપાનના હોક્કાઇડોના ઉત્તરપૂર્વમાં અને રશિયાના કામચટકા દ્વીપકલ્પની દક્ષિણમાં સ્થિત છે.

રશિયાને ચીનની નજીક માનવામાં આવે છે. જાપાન અને ચીનનો દક્ષિણ ચીન સમુદ્રમાં પણ વિવાદ છે હવે, જાપાન ઉપર રશિયા બોમ્બર્સ ઉડાવી રહ્યું છે,ત્યારે ટોક્યો ટૂંક સમયમાં આ મુદ્દા પર યુનાઇટેડ સ્ટેટ્સનો સંપર્ક કરી શકે છે જાપાનને એશિયામાં યુનાઇટેડ સ્ટેટ્સનો નજીકનો સાથી માનવામાં આવે છે,1945 માં બીજા વિશ્વયુદ્ધ બાદ યુનાઇટેડ સ્ટેટ્સની જવાબદારી જાપાનની બાહ્ય સુરક્ષા માટેની છે.

આ પણ વાંચો:

Police recruitment: ગુજરાત પોલીસમાં ભરતી માટે થઈ જાવ રેડી; PSI-LRDની શારીરિક કસોટીની તારીખો જાહેર!

Narendramodi: પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યા હત્યામાં પિતા વિઠ્ઠલ પંડ્યાએ નરેન્દ્ર મોદીને કેમ જવાબદાર ગણાવ્યા? 22 વર્ષ બાદ ફરી સળવળાટ!

Haryana: ભારતમાં બાંગ્લાદેશ-નેપાળ જેવા આંદોલનની જરૂર,નેતાઓને જાહેરમાં માર મારવો જોઈએ! ચૌટાલાના નિવેદનથી હંગામો

Social Media: ભાજપના નેતા ડો.ભરત કાનાબારે The Gujarat Report ઉપર કહ્યું:બાળકો માટે સોશ્યલ મીડિયા ઉપર પ્રતિબંધ ક્યારે?

 

Related Posts

Houthis Saudi Blockade: હોર્મુઝ બાદ હવે બાબ-અલ-મંદેબ પર ખતરો! હૂથીઓની ધમકીથી વૈશ્વિક વેપાર પર મોટું જોખમ
  • July 22, 2026

Houthis Saudi Blockade: મધ્ય પૂર્વમાં પહેલેથી જ વધી રહેલા તણાવ વચ્ચે હવે વધુ એક ગંભીર ઘટનાએ સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. યમનમાં સક્રિય હૂથી બળવાખોર સંગઠને સાઉદી અરેબિયા સામે નૌકાબંધી…

Continue reading
Trump Generic Medicine Tariff: ટ્રમ્પનો 200% ટેરિફનો મોટો દાવ! ભારતીય જેનેરિક દવાઓ પર અમેરિકાની નવી નીતિથી ફાર્મા ઉદ્યોગમાં ચિંતા
  • July 22, 2026

Trump Generic Medicine Tariff: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર પોતાની “અમેરિકા ફર્સ્ટ” વેપાર નીતિ હેઠળ એવો નિર્ણય જાહેર કર્યો છે, જેનો સૌથી મોટો ફટકો ભારતના ફાર્માસ્યુટિકલ ઉદ્યોગને લાગી શકે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Waste Colonialism Madras HC: ભારત વિકસિત દેશો માટે બન્યું કચરો ઠાલવવાનું કેન્દ્ર, વેસ્ટ કોલોનિયલિઝમ પર હાઈકોર્ટની કડક ટિપ્પણી

  • July 31, 2026
  • 3 views
Waste Colonialism Madras HC: ભારત વિકસિત દેશો માટે બન્યું કચરો ઠાલવવાનું કેન્દ્ર, વેસ્ટ કોલોનિયલિઝમ પર હાઈકોર્ટની કડક ટિપ્પણી

Jamnagar Farmers Protest: જામનગરમાં વીજલાઈન વિવાદ, હજારો ખેડૂતોનો કલેક્ટર કચેરીએ ઉગ્ર વિરોધ

  • July 31, 2026
  • 6 views
Jamnagar Farmers Protest: જામનગરમાં વીજલાઈન વિવાદ, હજારો ખેડૂતોનો કલેક્ટર કચેરીએ ઉગ્ર વિરોધ

Reservation in India: આરક્ષણ માત્ર 10 વર્ષ માટે હતું? સોશિયલ મીડિયા પર વાયરલ દાવાઓ વચ્ચે જાણો બંધારણમાં શું લખ્યું છે

  • July 31, 2026
  • 8 views
Reservation in India: આરક્ષણ માત્ર 10 વર્ષ માટે હતું? સોશિયલ મીડિયા પર વાયરલ દાવાઓ વચ્ચે જાણો બંધારણમાં શું લખ્યું છે

AI Surveillance India: AI સર્વેલન્સ પર દેશભરમાં વિવાદ, જંતર મંતર વિરોધ બાદ Facial Recognition Technology પર ઉઠ્યા સવાલ

  • July 31, 2026
  • 6 views
AI Surveillance India: AI સર્વેલન્સ પર દેશભરમાં વિવાદ, જંતર મંતર વિરોધ બાદ Facial Recognition Technology પર ઉઠ્યા સવાલ

India GDP Growth: ભારતની ગ્રોથ સ્ટોરી પર બ્રેક? GDP 6.6% સુધી ઘટવાની શક્યતા પાછળના 3 મોટા કારણો

  • July 31, 2026
  • 8 views
India GDP Growth: ભારતની ગ્રોથ સ્ટોરી પર બ્રેક? GDP 6.6% સુધી ઘટવાની શક્યતા પાછળના 3 મોટા કારણો

Assam Flood: અસમમાં 60 વર્ષનું સૌથી ભયાનક પૂર! 12 લાખ લોકો પ્રભાવિત, ભારે તબાહી, જવાબદાર કોણ ?

  • July 31, 2026
  • 6 views
Assam Flood: અસમમાં 60 વર્ષનું સૌથી ભયાનક પૂર! 12 લાખ લોકો પ્રભાવિત, ભારે તબાહી, જવાબદાર કોણ ?