Supreme Court: UGCના નવા નિયમો પર સુપ્રીમ કોર્ટે લગાવી રોક,સરકાર પાસેથી માંગ્યો જવાબ

  • India
  • January 29, 2026
  • 0 Comments

Supreme Court: નવા UGC નિયમો લાગુ કરવા મામલે દેશભરમાં ભારે હોબાળો મચ્યા બાદ સુપ્રીમ કોર્ટમાં પહોંચેલા મામલા બાદ નવા કોર્ટે UGC નિયમો પર રોક લગાવી દીધી છે.

કોર્ટે જણાવ્યું હતું કે જાતિ સંબંધિત નિયમો અસ્પષ્ટ છે અને આ નિયમોથી તેનો દુરુપયોગ થવાની આશંકા છે જેથી હાલ પૂરતા યુનિવર્સિટીઓ અને કોલેજોમાં જે જુના 2012 ના નિયમો છે આ મામલે આગામી સુનાવણી 19 માર્ચે યોજાશે આમ,દેશભરમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો વચ્ચે UGC ઇક્વિટી એક્ટ 2026 પર કોર્ટે સ્ટે આપ્યો છે.

દિલ્હી, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને બિહાર સહિત અનેક રાજ્યો જાતિ આધારિત ભેદભાવને રોકવા માટે UGC ના નવા “કાયદા” ને એકતરફી ગણાવી રહ્યા છે. બરેલી સિટી મેજિસ્ટ્રેટ અનલાકર અગ્નિહોત્રીએ તો તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે, તેને “કાળો કાયદો” ગણાવ્યો છે. દરમિયાન, ઉચ્ચ જાતિના સંગઠનોએ તેમના વિરોધને વધુ તીવ્ર બનાવવાની ધમકી આપી છે.

13 જાન્યુઆરીથી ચાલી રહેલા વિરોધ પ્રદર્શનોને પગલે, UGC ટૂંક સમયમાં સ્પષ્ટતા જારી કરી શકે છે સરકાર શિક્ષણવિદો, અધિકારીઓ અને UGCનો સમાવેશ કરતી ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી શકે છે.

● સુપ્રીમ કોર્ટે સરકાર પાસેથી જવાબ માંગ્યો અને સૂચનો આપ્યા

કોર્ટે નિયમો પર રોક લગાવવાની માંગ કરતી દલીલો સ્વીકારી હતી અને સોલિસિટર જનરલ પાસેથી જવાબ માંગ્યો કે નિયમોના કેટલાક પાસાઓ પર વધુ સ્પષ્ટતાની જરૂર છે કેમ કે તેનો દુરુપયોગ થઈ શકે છે.

બેન્ચે એવું પણ સૂચન કર્યું કે સરકાર ઉઠાવવામાં આવેલી ચિંતાઓ માટેના નિયમો અસ્પષ્ટ છે જેથી તેની સમીક્ષા કરવા માટે નિષ્ણાતોની સમિતિ બનાવવી જોઈએ.

● આપણે અમેરિકાની જેમ ‘વંશીય ભેદભાવ’ તરફ આગળ વધવું ન જોઈએ: સુપ્રીમ કોર્ટ

નવા UGC નિયમ પર તીખી ટિપ્પણી કરતા સુપ્રીમ કોર્ટે સવાલ કર્યો કે શું આપણે વધુ પાછળ જઈ રહ્યા છીએ ? 75 વર્ષની બંધારણીય પ્રગતિ છતાં, શું આપણે સમાજને જાતિવાદથી મુક્ત કરી શક્યા નથી?
શું ભારત પ્રગતિ કરવાને બદલે વિરુદ્ધ દિશામાં આગળ વધી રહ્યું છે? કોર્ટે કહ્યું કે ભારતની એકતા શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રતિબિંબિત થવી જોઈએ. અમેરિકા સાથે સરખામણી કરતા, બેન્ચે કહ્યું કે ભારતે અમેરિકાની ‘વંશીય રીતે અલગ’ શાળાઓ જેવી સિસ્ટમ તરફ ન આગળ વધવું જોઈએ, જ્યાં વિદ્યાર્થીઓ ઓળખના આધારે વિભાજિત કરવામાં આવ્યા હતા.

● સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે નવા UGC નિયમોનો દુરુપયોગ થઈ શકે છે.

સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે આ નિયમો પહેલી નજરે અસ્પષ્ટ છે અને તેનો દુરુપયોગ થઈ શકે છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નિયમોમાં વધુ સ્પષ્ટતા કરવા સૂચન કરી જ્યાં સુધી તે સંતોષકારક ન જણાય ત્યાં સુધી નવા નિયમોનો અમલ કરવાનો નિર્ણય સ્થગિત કરી દીધો છે.

આ પણ વાંચો:

Russia-Japan Dispute: રશિયાએ 11 કલાક સુધી જાપાનના આકાશમાં 10 બોમ્બર જેટ ઉડાવતા ફફડાટ ,યુદ્ધની તૈયારીઓ?

Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા

Donald-Trump: ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વચ્ચે શુ સામ્યતા છે? જાણીતા વિશ્લેષક શીતલ પી.સિંઘે શુ કહ્યું?જુઓ ખાસ ચર્ચા

FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો

Related Posts

UPI MDR Charges: UPIના MDRને લઈને વેપારીઓનો વિરોધ, વધતા ખર્ચનો બોજ ગ્રાહકો પર પડશે?
  • September 18, 2026

UPI MDR Charges: દેશમાં ડિજિટલ પેમેન્ટનો સૌથી મોટો માધ્યમ બની ચૂકેલા UPIને લઈને ફરી એકવાર ચર્ચા તેજ બની છે. કેન્દ્ર સરકારના નવા ફ્રેમવર્ક મુજબ ₹2,000થી વધુના નિર્ધારિત Person-to-Merchant (P2M) વ્યવહારો…

Continue reading
Maharashtra FDA Survey: હોસ્પિટલના બિલિંગમાં નફાખોરીનો સવાલ, મેડિકલ કન્ઝ્યુમેબલ્સ પર 2841% સુધીના માર્જિનનો દાવો
  • September 17, 2026

Maharashtra FDA Survey: હોસ્પિટલમાં સારવાર દરમિયાન દર્દીના પરિવાર માટે સૌથી મોટી ચિંતા માત્ર દર્દીની તબિયત નહીં, પરંતુ સારવારનો વધતો ખર્ચ પણ બની જાય છે. ખાસ કરીને ICU જેવી પરિસ્થિતિમાં પરિવાર…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

UPI MDR Charges: UPIના MDRને લઈને વેપારીઓનો વિરોધ, વધતા ખર્ચનો બોજ ગ્રાહકો પર પડશે?

  • September 18, 2026
  • 2 views
UPI MDR Charges: UPIના MDRને લઈને વેપારીઓનો વિરોધ, વધતા ખર્ચનો બોજ ગ્રાહકો પર પડશે?

Maharashtra FDA Survey: હોસ્પિટલના બિલિંગમાં નફાખોરીનો સવાલ, મેડિકલ કન્ઝ્યુમેબલ્સ પર 2841% સુધીના માર્જિનનો દાવો

  • September 17, 2026
  • 4 views
Maharashtra FDA Survey: હોસ્પિટલના બિલિંગમાં નફાખોરીનો સવાલ, મેડિકલ કન્ઝ્યુમેબલ્સ પર 2841% સુધીના માર્જિનનો દાવો

Pakistan China Boundary Joint Commission ને ભારતનો સખત વિરોધ, કહ્યું- ભારતીય વિસ્તાર અંગે સમજૂતી કરવાનો પાકિસ્તાનને અધિકાર નથી

  • September 17, 2026
  • 7 views
Pakistan China Boundary Joint Commission ને ભારતનો સખત વિરોધ, કહ્યું- ભારતીય વિસ્તાર અંગે સમજૂતી કરવાનો પાકિસ્તાનને અધિકાર નથી

Congress UPI MDR: UPI પર નવા MDRને લઈને કોંગ્રેસનો મોટો આરોપ, ‘અમેરિકી દબાણ સામે ઝૂકી મોદી સરકાર’

  • September 17, 2026
  • 7 views
Congress UPI MDR: UPI પર નવા MDRને લઈને કોંગ્રેસનો મોટો આરોપ, ‘અમેરિકી દબાણ સામે ઝૂકી મોદી સરકાર’

Modi Birthday Programs: મોદીના જન્મદિવસે સરકારી કાર્યક્રમોની ભરમાર, જાહેર નાણાંના ઉપયોગને લઈને ઉઠ્યા સવાલ

  • September 17, 2026
  • 11 views
Modi Birthday Programs: મોદીના જન્મદિવસે સરકારી કાર્યક્રમોની ભરમાર, જાહેર નાણાંના ઉપયોગને લઈને ઉઠ્યા સવાલ

Reporter TV Police Raid: Reporter TVની ઓફિસમાં પોલીસ કાર્યવાહી સામે પિનરાઈ વિજયનનો વિરોધ, પ્રેસની સ્વતંત્રતા પર સવાલ

  • September 17, 2026
  • 8 views
Reporter TV Police Raid: Reporter TVની ઓફિસમાં પોલીસ કાર્યવાહી સામે પિનરાઈ વિજયનનો વિરોધ, પ્રેસની સ્વતંત્રતા પર સવાલ