Parul University: પારુલ યુનિના બુઢ્ઢા સંચાલકે બીજા વર્ષમાં ભણતી સ્ટુડન્ટ ઉપર રેપ કર્યાની ઘટનાએ ભારે ધમાલ મચાવી હતી! ગેરકાયદે એડમિશન મામલે પણ યુનિ બદનામ થઈ હતી! જાણો સમગ્ર મામલો

Parul University: દેશમાં આજકાલ ગલગોટિયા યુનિવર્સિટી ભારે ચર્ચામાં છે જેણે ચીની પ્રોડક્ટને પોતાની ગણાવી વિશ્વભરમાં ભારતનું નામ ખરાબ કર્યું છે ત્યારે આવી અનેક યુનિવર્સિટીઓ છે જેનો વહીવટ વિવાદાસ્પદ રહ્યો છે.

આવામાં ગુજરાતમાં વડોદરા સ્થિત વાઘોડિયા ખાતે લીમડા ગામે આવેલી પારુલ યુનિવર્સિટી પણ તેના કારનામાને કારણે અવારનવાર ચર્ચામાં આવતી રહે છે.

Parul University ભૂતકાળમાં ફાર્મસી કોલેજોમાં ગેરકાયદે એડમિશનના કારણે પણ ભારે ગાજી હતી ગુજરાત હાઈકોર્ટે પારુલ યુનિવર્સિટી દ્વારા આપવામાં આવેલા 38 ગેરકાયદે એડમિશનને કેન્સલ કરી દઈ તેને લપડાક મારી હતી.

આ એડમિશન પારુલ યુનિ. સાથે સંલગ્ન ત્રણ ફાર્મસી કોલેજોમાં આપવામાં આવ્યા હતા જેને લઈ વિદ્યાર્થીઓના વર્ષ બગડતા હાઈકોર્ટે તેમને 12 ટકા વ્યાજ સાથે તેમની ફી પરત કરવા તથા 10 લાખ રૂપિયાનું વળતર ચૂકવવા માટે આદેશ કર્યો હતો આવા કાંડ કરનારી આ યુનિવર્સિટી સતત ચર્ચામાં રહી હતી.

આપને જણાવી દઈએ કે ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગરવાલ અને જસ્ટિસ અનિરુદ્ધ મેયીએ પારુલ યુનિવર્સિટી તથા તેની ત્રણ ફાર્મસી કોલેજો – પારુલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્માસ્યુટિકલ એજ્યુકેશન (વાઘોડિયા), ઈન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્માસ્યુટિકલ રિસર્ચ (વડોદરા) અને પારુલ કોલેજ ઓફ ફાર્મસી એન્ડ રિસર્ચ સામે પગલા લેવા માટે ફાર્મસી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (PCI) અને એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સિસ (ACPC)ને આદેશ આપ્યો હતો.

ચોંકાવનારી વાત એ હતી કે આ કોલેજો સુપ્રીમ કોર્ટના આદેશ અને અન્ય નિયમોનો ભંગ કરીને વિદ્યાર્થીઓને એડમિશન આપ્યા હતા. એડમિશન લેવાની ડેડલાઈન 16 જાન્યુઆરી 2023 વીતી ગયા બાદ પણ એડમિશન અપાયા હોવાનો ખુલાસો થયો હતો.

આવા ભૂતકાળમાં પણ અનેક કાંડ પૈકી બીજા વર્ષની સ્ટુડન્ટ ઉપર રેપ કરવાનો મામલો ભારે ચર્ચામાં રહયો હતો.

■2016માં કોલેજની સેકન્ડ યેરની સ્ટુડન્ટ ઉપર યુનિમાં રેપ થવાની ઘટનાએ ભારે ચકચાર જગાવી હતી.

પારૂલ યુનિવસીર્ટી કોઈને કોઈ વિવાદમાં સતત રહેતી આવી છે અહીં કેમ્પસમાં સ્ટાફ કવોટર્સમાં નર્સિંગમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીની પર પારૂલ યુનિવસીર્ટીનાં જ મોટી ઉંમરના સંચાલક ચેરમેન ડો. જયેશ પટેલ દ્વારા દુષ્કર્મ ગુજાર્યાનો ગંભીર અને આરોપ લાગ્યો હતો. રાજ્યનાં શિક્ષણ જગતમાં જે તે સમયે ભારે ચકચાર મચી હતી.
બળાત્કારનો ભોગ બન્યા બાદ પિડિતાએ પહેલા અભયમ 181નો સંપર્ક કરતા અભ્યમની ટીમ પારૂલ યુનિવસીર્ટીનાં કેમ્પસમાં ઘટનાં સ્થળે પહોચી ગઇ હતી અને સ્થાનિક પોલીસને જાણ કરી પિડિતા દ્વારા ફરિયાદ લેવામાં આવી હતી.

પારૂલ યુનિવસીર્ટીનાં સંચાલક ડો.જયેશ પટેલે યુનિવસીર્ટીની રેકટર ભાવનાબેનની મદદથી પિડિતા ને રૂમમાં બોલાવી હતી અને પરીક્ષામાં પાસ કરવા સાથે 100 ટકા હાજરી પુરી દેવાની ખાત્રી આપવાની વાત કરી ધમકી આપી કપડાં ઉતારી ગુપ્તાંગમાં કોઈ ટ્યુબ જેવું લગાવી બળજબરીપુર્વક દુષ્કર્મ ગુર્જાયું હતું. જોક પિડિતાએ વિરોઘ કરતા તેને યુનિવસીર્ટીમાંથી રેસ્ટ્રીકેટ કરાવી દેવાની ઘમકી પણ આપવામાં આવી હતી આ મામલો ભારે ચર્ચાસ્પદ રહ્યો હતો.

પીડીતાએ આપેલા નિવેદન મુજબ 16 જૂન 2016ના રોજ તેને ભાવનાબેન જયેશ પટેલ જે રૂમમાં હતો ત્યાં મૂકી જતા રહયા અહીં પહેલેથી જ હોમિયોપેથિકની બીજા વર્ષની ચાર છોકરીઓ હાજર હતી તે તમામ બિયર પીતી હતી જ્યારે પીડિતાને બિયર પીવાનું કહેવામાં આવ્યું ત્યારે તેણે ઇન્કાર કર્યો ત્યારબાદ બધી છોકરીઓને ત્યાંથી જતા રહેવાનું જણાવી પોતાની ઉપર જયેશ પટેલે બળાત્કાર કર્યો, આ ઘટનાએ જેતે વખતે ભારે ચકચાર જગાવી હતી.

■ આ બળાત્કારી જયેશ પટેલનું 2020માં મોત થયું હોવાનું રેકર્ડ ઉપર છે

પારૂલ યૂનિવર્સિટીના સ્થાપક અને પૂર્વ પ્રમુખ જયેશ પટેલનું 72 વર્ષની વયે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કિડની વિભાગમાં 2020 ઓગષ્ટ માં મૃત્યું થયું હતું.

જયેશ પટેલને લિવર સોરાયસિસની તકલીફ હતી જેને લઇને તેમનો ઇલાજ ચાલી રહ્યો હતો અને મોત થઈ ગયું.

જોકે જયેશ પટેલના મૃત્યુને લઈ અનેક અટકળો ચાલી રહી છે કેટલાક તેઓનું મોત થયું હોવાની વાત સ્વીકારતા નહિ હોવાની ચર્ચાઓ છે.

■ પારુલ યુનિની સ્થાપના ક્યારે અને કોણે કરી ?

જયેશ પટેલે 2009માં પારૂલ ઇન્સ્ટીટયૂટની સ્થાપના કરી હતી. ત્યારબાદ તેને 2015માં યુનિવર્સિટી તરીકે માન્યતા મળી હતી.

જો કે ત્યારબાદ તેઓ રાજકારણમાં જોડાયાં હતા. જયેશ પટેલ સૌ પ્રથમ કોંગ્રેસમાં જોડાયા અને વાઘોડિયા બેઠક પરથી ભાજપના ઉમેદવાર સામે ચૂંટણી લડ્યા ત્યારબાદ તેઓએ ભાજપમાં જોડાયા હતા.

આ સિવાય અનેક મુદ્દે પારુલ યુનિવર્સિટી વિવાદમાં રહી છે ત્યારે સિનિયર પત્રકાર દિલીપ પટેલે આ સિવાયના અન્ય મુદ્દાઓ સાથે વધુ વિગતો આપી છે જે વીડિયોમાં જોવાનું ચૂકશો નહિ.

આ પણ વાંચો:

Russia-Japan Dispute: રશિયાએ 11 કલાક સુધી જાપાનના આકાશમાં 10 બોમ્બર જેટ ઉડાવતા ફફડાટ ,યુદ્ધની તૈયારીઓ?

Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા

Donald-Trump: ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વચ્ચે શુ સામ્યતા છે? જાણીતા વિશ્લેષક શીતલ પી.સિંઘે શુ કહ્યું?જુઓ ખાસ ચર્ચા

FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો

Related Posts

Narendra Modi Resignation: રાજીનામાં માંગ્યા પણ મોદીએ 25 વર્ષમાં ક્યારેય આપ્યા નહીં, પૂર્વ મુખ્ય પ્રધાન મોદીના રાજીનામાની સૌથી વધારે માંગણી અર્જુન મોઢવાડીયાએ કરી હતી
  • July 22, 2026

Narendra Modi Resignation: રાજીનામાં માંગ્યા પણ મોદીએ 25 વર્ષમાં ક્યારેય આપ્યા નહીં, પૂર્વ મુખ્ય પ્રધાન મોદીના રાજીનામાની સૌથી વધારે માંગણી અર્જુન મોઢવાડીયાએ કરી હતી દિલીપ પટેલ અમદાવાદ, 22 જુલાઈ 2026…

Continue reading
Jantar Mantar Protest: પ્રેશર કુકર બન્યો દેશ, જંતરમંતરના આંદોલનથી સરકારના પાયા હલાવવાની તૈયારીમાં યુવાનો
  • July 20, 2026

Jantar Mantar Protest: દેશની રાજધાની દિલ્હીમાં સ્થિત જંતરમંતર પર ચાલી રહેલા યુવા આંદોલન અને વિરોધ પ્રદર્શનને લઈને સોશિયલ મીડિયા પર થઈ રહેલી ચર્ચાઓ વચ્ચે એક મહત્વપૂર્ણ ઈન્ટરવ્યુ સામે આવ્યું છે.…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Mumbai Protest Detentions: 13 FIR, સેંકડો અટકાયત અને નોટિસ વગર કાર્યવાહી! મુંબઈમાં શું ચાલી રહ્યું છે?

  • July 23, 2026
  • 3 views
Mumbai Protest Detentions: 13 FIR, સેંકડો અટકાયત અને નોટિસ વગર કાર્યવાહી! મુંબઈમાં શું ચાલી રહ્યું છે?

Shambhu border farmers protest: શંભુ બોર્ડર પર ખેડૂતોનો ઉગ્ર વિરોધ અને ભારત-અમેરિકા ટ્રેડ એગ્રીમેન્ટ સામે દેશવ્યાપી કટોકટી, જાણો આખા વિવાદની અંદરની વાત

  • July 23, 2026
  • 5 views
Shambhu border farmers protest: શંભુ બોર્ડર પર ખેડૂતોનો ઉગ્ર વિરોધ અને ભારત-અમેરિકા ટ્રેડ એગ્રીમેન્ટ સામે દેશવ્યાપી કટોકટી, જાણો આખા વિવાદની અંદરની વાત

Delhi protest pellet gun claims: જંતર-મંતર વિરોધમાં પત્રકાર ઘાયલ, પેલેટ ગન જેવા હથિયારના ઉપયોગનો દાવો

  • July 23, 2026
  • 10 views
Delhi protest pellet gun claims: જંતર-મંતર વિરોધમાં પત્રકાર ઘાયલ, પેલેટ ગન જેવા હથિયારના ઉપયોગનો દાવો

India Diabetes: શું 1943ના બંગાળના અકાળની અસર આજે પણ ભારતીયોના જીન્સમાં જીવંત છે? ડાયાબિટીસ પાછળ છુપાયેલી ઇતિહાસ અને વિજ્ઞાનની ચોંકાવનારી કહાની

  • July 23, 2026
  • 9 views
India Diabetes: શું 1943ના બંગાળના અકાળની અસર આજે પણ ભારતીયોના જીન્સમાં જીવંત છે? ડાયાબિટીસ પાછળ છુપાયેલી ઇતિહાસ અને વિજ્ઞાનની ચોંકાવનારી કહાની

Amit Chavda Student Protest: કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાએ NEET પેપર લીક, વિદ્યાર્થી આંદોલન અને ગુજરાતમાં થયેલી અટકાયત અંગે શું કહ્યું?

  • July 23, 2026
  • 14 views
Amit Chavda Student Protest: કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાએ NEET પેપર લીક, વિદ્યાર્થી આંદોલન અને ગુજરાતમાં થયેલી અટકાયત અંગે શું કહ્યું?

NEET Student Protest: NEET આંદોલન પર દેશવ્યાપી રાજકીય ઘમાસાણ, સરકાર સામે સંવાદ અને વિશ્વાસના મોટા સવાલ

  • July 23, 2026
  • 10 views
NEET Student Protest: NEET આંદોલન પર દેશવ્યાપી રાજકીય ઘમાસાણ, સરકાર સામે સંવાદ અને વિશ્વાસના મોટા સવાલ