Trump: ઈરાન મરણીયું બન્યું ! એક સાથે અનેક દેશોને આપી રહ્યું છે ટક્કર! સ્થિતિ બેકાબુ! પેન્ટાગોને કહ્યું સ્થિતિ કાબુ બહાર! શુ વિશ્વયુદ્ધના મંડાણ થઈ ગયા છે?

  • World
  • March 2, 2026
  • 0 Comments

Trump: ઈરાન ઉપર હુમલાની શરૂઆત ઈઝરાયેલે કરી અને ત્યારબાદ અમેરિકાએ પણ હુમલા શરૂ કર્યા અને આ હુમલાઓમાં ઇરાનના સુપ્રીમો ખામેનેઈનું મોત થઈ જતા ઈરાન હવે આરપારની લડાઈ લડી લેવાના મૂડમાં છે અને ઈરાન મરણીયું બની એકસાથે જ્યાં જ્યાં જે દેશોમાં અમેરિકાના સૈન્ય અડ્ડા છે તેવા 8 દેશોમાં હુમલા શરૂ કરતાં પારાવાર ખુવારી થઈ છે.આજે યુદ્ધના ત્રીજા દિવસે ઈરાનમાં 555 નાગરિકોના મોત થયાની ઇરાનની રેડ ક્રેસેન્ટ સોસાયટીએ પૃષ્ટિ કરી છે.

ઇરાને બહેરીન અને કુવૈતમાં અમેરિકાના ઠેકાણાઓ તથા એમ્બેસી પર સતત હુમલા ચાલુ રાખ્યા છે.આ બધા વચ્ચે કુવૈતમાં અમેરિકન ફાઈટર જેટ F-15 ક્રેશ થઈ ગયું છે. પ્લેન તૂટી પડતાં અમેરિકાને 100 મિલિયન ડૉલરનું નુકસાન થયાનો અંદાજ સેવાઇ રહ્યો છે.કુવૈતમાં અમેરિકાને મોટું નુકસાન થયાના અહેવાલ છે, કુવૈૈૈૈૈત ખાતેની અમેરિકન એમ્બેસીને ઇરાને ટાર્ગેટ કરી હુમલો કરતા એમ્બેસીમાં આગ લાગી ગઇ હતી.કુવૈતે કહ્યું- આજે ઘણા અમેરિકી વિમાનો ક્રેશ થયા.

કુવૈતના રક્ષા મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે આજે સવારે ઘણા અમેરિકી લશ્કરી વિમાનો ક્રેશ થયા હતા. જોકે, બધા ક્રૂ સભ્યો સુરક્ષિત છે. તેમને તાત્કાલિક બચાવી લેવામાં આવ્યા હતા અને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ડોકટરોની એક ટીમ તેમની સારવાર કરી રહી છે.અધિકારીઓએ જણાવ્યું હતું કે આ મામલે અમેરિકી સૈન્ય સાથે વાત કરવામાં આવી છે અને સંયુક્ત રીતે જરૂરી પગલાં લેવામાં આવ્યા છે. અકસ્માતનું કારણ જાણવા માટે તપાસ ચાલી રહી છે.

ઈરાન આટલી ભયાનક હદે મુકાબલો કરશે તેની ટ્રમ્પને કલ્પના પણ ન હતી અને હવે યુદ્ધની ગંભીરતાને લઈને વોશિંગ્ટન પોસ્ટ (The Washington Post) ના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે પેન્ટાગોન અને ટ્રમ્પ વહીવટીતંત્રના સભ્યોમાં ચિંતા છે કે ઈરાન સાથેનું આ યુદ્ધ “નિયંત્રણ બહાર” જઈ શકે છે. અમેરિકી સૈન્ય નેતાઓ ચિંતિત છે કે જો આ લડાઈ લાંબી ચાલીતો અમેરિકાના હવાઈ સંરક્ષણ (Air Defense) ના સાધનો અને ઈન્વેન્ટરીની અછત જેવા સવાલ ઉભા થઇ શકે છે.અમેરિકા સામે ઇરાને જોરદાર ટક્કર આપતા આખરે નાટો અને યુરોપિયન દેશો અમેરિકાને સાથ આપવા દોડી આવ્યા છે અને યુદ્ધમાં ઇરાનને ઘેરી હુમલો કરવાની યોજના બનાવી છે.બીજી તરફ દુનિયામાં એકલા પડી ગયેલા ઇરાનની પડખે એકમાત્ર લેબેનોનનું હિઝબુલ્લાહ સંગઠન મદદે આવ્યું છે અને તેણે પણ ઈઝરાયલ અને અમેરિકાના ઠેકાણાઓને નિશાન બનાવતા રોકેટ અને મિસાઈલ હુમલા કરવાનું શરુ કરી દીધું છે જેના લીધે ઈઝરાયલની મુશ્કેલી વધી ગઈ હતી. જોકે હવે ઈઝરાયલે તેમના હુમલાનો જવાબ આપતા લેબેનોનની રાજધાની બેરુતમાં હુમલા શરૂ કર્યા છે.

ઇરાને સાઉદી અરેબિયાની મોટી તેલ રિફાઇનરી રાસ તનૂરા પર હુમલો કર્યો છે. આ રિફાઇનરી સાઉદીની સરકારી તેલ કંપની સાઉદી અરામકોની છે. રોઇટર્સના અહેવાલ મુજબ, હુમલા બાદ રિફાઇનરી બંધ કરી દેવામાં આવી છે.આ રિફાઇનરીની ક્ષમતા લગભગ પ્રતિ દિન 5.5 થી 6 લાખ બેરલ આસપાસ માનવામાં આવે છે.

ઓઇલ એક્સપોર્ટ ટર્મિનલ રાસ તનૂરા વિશ્વના સૌથી મોટા ઓફશોર ઓઇલ લોડિંગ ટર્મિનલોમાંનું એક છે. અહીંથી મોટા તેલ ટેન્કરોમાં ક્રૂડ ઓઇલ ભરીને અમેરિકા, એશિયા અને યુરોપ સહિત ઘણા દેશોને મોકલવામાં આવે છેઆજ રિફાઇનરી ઉપર સાઉદીની અર્થ વ્યવસ્થા ટકેલી છે પર હુમલો કરી ઇરાને કમ્મર તોડવાનો પ્રયાસ કર્યો છે જેનાથી અંધાધૂંધી ફેલાઈ ગઈ છે.

ઈરાનની સેના અને મીડિયા રિપોર્ટ્સ મુજબ, તેમણે મધ્ય પૂર્વમાં 14 જેટલા અમેરિકી સૈન્ય ઠેકાણાઓ પર મિસાઈલ અને ડ્રોન હુમલા કર્યા છે, જેમાં 500 જેટલા અમેરિકન સૈનિકોના મોત થયા હોવાનો અને ‘USS અબ્રાહમ લિંકન’ એરક્રાફ્ટ કેરિયર પર હુમલો કર્યો હોવાનો દાવો કર્યો હતો.જોકે,અમેરિકાએ ઇરાનના દાવા ફગાવી દીધા છે.આમ,હવે ઈરાન મરણીયું બની એક સાથે અનેક દેશોને ટક્કર આપી રહ્યું છે ત્યારે આ ચિનગારીની આગ ક્યાંક વિશ્વયુદ્ધમાં ફેરવાઈ જાય તેવા એંધાણ વર્તાઈ રહયા છે.

આ પણ વાંચો:

Russia-Japan Dispute: રશિયાએ 11 કલાક સુધી જાપાનના આકાશમાં 10 બોમ્બર જેટ ઉડાવતા ફફડાટ ,યુદ્ધની તૈયારીઓ?

Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા

Donald-Trump: ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વચ્ચે શુ સામ્યતા છે? જાણીતા વિશ્લેષક શીતલ પી.સિંઘે શુ કહ્યું?જુઓ ખાસ ચર્ચા

FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો

Related Posts

NAZA Documentary Controversy: ગાઝા પરની ‘નાઝા’ ડોક્યુમેન્ટરીથી ઇઝરાયલમાં વિવાદ, ફિલ્મકારોની નાગરિકતા રદ કરવાની મંત્રીની ધમકી
  • September 15, 2026

NAZA Documentary Controversy: ગાઝામાં ઇઝરાયલના સૈન્ય અભિયાન પર બનેલી ડોક્યુમેન્ટરી ‘નાઝા’ (NAZA)ને લઈને ઇઝરાયલમાં રાજકીય વિવાદ વકર્યો છે. ઇઝરાયલના સંસ્કૃતિ મંત્રી મિકી જોહરે ફિલ્મના ફિલ્મકાર યુવાલ અબ્રાહમ અને રૅચલ ઝોરની…

Continue reading
Osama Bin Laden India Target: ઓસામા બિન લાદેનના સંભવિત આતંકી હુમલાના નિશાનામાં ભારત પણ હતું, CIAના દસ્તાવેજોથી ખુલાસો
  • September 14, 2026

Osama Bin Laden India Target: અલ-કાયદાના પૂર્વ વડા ઓસામા બિન લાદેનની આતંકી યોજનાઓને લઈને અમેરિકી ગુપ્તચર એજન્સી CIA દ્વારા જાહેર કરવામાં આવેલા દસ્તાવેજોમાં મહત્વની માહિતી સામે આવી છે. દસ્તાવેજો અનુસાર,…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

IPS Bushra Bano Transfer: ‘અસ્સલામઅલૈકુમ’ બોલવાના વીડિયો બાદ મહિલા IPSની બદલી, હિન્દુ સંગઠનની ફરિયાદથી રાજકીય વિવાદ

  • September 15, 2026
  • 6 views
IPS Bushra Bano Transfer: ‘અસ્સલામઅલૈકુમ’ બોલવાના વીડિયો બાદ મહિલા IPSની બદલી, હિન્દુ સંગઠનની ફરિયાદથી રાજકીય વિવાદ

Bihar Flood and Drought: નદીઓમાં પૂરનું પાણી છતાં ખેતરો સૂકાં, બિહારની સિંચાઈ વ્યવસ્થા સામે ગંભીર સવાલ

  • September 15, 2026
  • 7 views
Bihar Flood and Drought: નદીઓમાં પૂરનું પાણી છતાં ખેતરો સૂકાં, બિહારની સિંચાઈ વ્યવસ્થા સામે ગંભીર સવાલ

Retail Inflation India: આઠ મહિનાના ઉચ્ચ સ્તરે પહોંચી છૂટક મોંઘવારી, ઓગસ્ટમાં CPI 4.82 ટકા નોંધાયો

  • September 15, 2026
  • 7 views
Retail Inflation India: આઠ મહિનાના ઉચ્ચ સ્તરે પહોંચી છૂટક મોંઘવારી, ઓગસ્ટમાં CPI 4.82 ટકા નોંધાયો

Academic Freedom in India: ભારત સહિત 59 દેશોમાં અકાદમિક સ્વતંત્રતા પર સંકટ, એક વર્ષમાં ઉચ્ચ શિક્ષણ પર 382 હુમલા

  • September 15, 2026
  • 9 views
Academic Freedom in India: ભારત સહિત 59 દેશોમાં અકાદમિક સ્વતંત્રતા પર સંકટ, એક વર્ષમાં ઉચ્ચ શિક્ષણ પર 382 હુમલા

Parliament Monsoon Session: સંસદનું ચોમાસુ સત્ર સ્થગિત થયાને 32 દિવસ છતાં સમાપન નહીં, પરિસીમન વિધેયક ફરી લાવવાની અટકળો તેજ

  • September 15, 2026
  • 9 views
Parliament Monsoon Session: સંસદનું ચોમાસુ સત્ર સ્થગિત થયાને 32 દિવસ છતાં સમાપન નહીં, પરિસીમન વિધેયક ફરી લાવવાની અટકળો તેજ

Tamil Nadu Politics: તમિલનાડુમાં TVK સરકારને ડાબેરી પક્ષોનું બહારથી સમર્થન, પેટાચૂંટણીમાં અલગ લડવાનો નિર્ણય

  • September 15, 2026
  • 7 views
Tamil Nadu Politics: તમિલનાડુમાં TVK સરકારને ડાબેરી પક્ષોનું બહારથી સમર્થન, પેટાચૂંટણીમાં અલગ લડવાનો નિર્ણય