Iran War: ઈરાન ઉપર હુમલો કેટલો વ્યાજબી? નિર્દોષ ભૂલકાં સ્કૂલે ગયા પછી પાછાજ ન આવ્યા! ઈરાનથી આટલી ઈર્ષા કેમ?જાણો વિશ્લેષકો શુ કહે છે?

Iran War: ઈરાન ઉપર એક તરફી હુમલો થયાનું વિશ્વભરના લોકો કહી રહયા છે કારણકે જે પરમાણુ મામલે વાટાઘાટો કરવા તૈયાર હતા છતાં હુમલો થયો તે વાત સૌને વધારે પડતી લાગી રહી છે.ઈરાન કેમ અમેરિકા, ઈઝરાયેલ સહિત અન્ય મુસ્લિમ દેશોને પસંદ ન હતું તે વાત હવે સામે આવી રહી છે.

ઈરાનમાં કુલ નાગરિક મૃત્યુઆંક 742 થઈ ગયો છે જેમાં 176 બાળકોનો ભોગ લેવાયો છે જ્યારે 750 નાગરિકો ઘાયલ થયા છે,ઈઝરાયેલ અને અમેરિકાએ નિર્દયતાથી સ્કૂલ ઉપર પણ બૉમ્બ વરસાવ્યા છેઈરાનની મિનબની ગર્લ્સ સ્કૂલ પર મિસાઈલ પડી તેમાં 100થી વધુ બાળાઓના મોત થયા. આ સમાચારે વિશ્વને હચમચાવી દીધુ છે આ નિર્દોષ બાળકોનો શુ વાંક હતો?

બીજી તરફ હવે સવાલો ઉઠતા અમેરિકા દાવો કરી રહ્યું છે કે ઈરાનની ન્યુક્લિયર કેપિસિટી અને પ્રોક્સી હુમલાઓ રોકવા માટે તેઓએ યુદ્ધ છેડ્યું હવે અમેરિકાની સંસદમાં જ તેઓ સામે સવાલ ઉઠી રહ્યા છે કે શુ ઈરાન હુમલો કરશે એવી માહિતી હતી? જો ન હતી તો પ્રિવેન્ટીવ વોરના નિયમથી અમેરિકાએ યુદ્ધ છેડી દેવું કેટલું યોગ્ય કહેવાય? જો આ મામલે ઈન્ટરનેશલ કોર્ટ ઓફ જસ્ટિસ્ટ સુધી પહોંચશે તો વર્લ્ડ ઓર્ડરમાં નવા માપદંડો પણ ઉભા થઈ શકે છે.

કારણ કે સવાલ ઉભો થાય છે કે એક દેશને પરમાણું કાર્યક્રમની આશંકાના આધારે સ્ટ્રાઈક કરવાની છૂટ મળી જાય? આ બહુ ગંભીર સ્થિતિ છે.આજે ઇઝરાયલ, અમેરિકા અને ઇરાન વચ્ચેના યુદ્ધનો ચોથો દિવસ છે. દરમિયાન, આજે સોમવારે રાત્રે ઓસ્ટ્રેલિયામાં એશિયન મહિલા ફૂટબોલ કપના ઉદ્ઘાટન મેચમાં ઇરાની મહિલા ટીમે પોતાનું રાષ્ટ્રગીત ગાયું ન હતું. ખેલાડીઓ લાઇનમાં ઉભા રહ્યા, પરંતુ રાષ્ટ્રગીત દરમિયાન મૌન રહ્યા અને સીધા આગળ જોતા રહ્યા.ટીમના કોચ, મરઝીહ જાફરી પણ તેમના ખેલાડીઓના મૌન પર હસતા હતા.આ પગલાને તાજેતરના યુએસ-ઇઝરાયલી હુમલાઓ અને ઇરાની નેતાઓના મૃત્યુના વિરોધ તરીકે જોવામાં આવી રહ્યું છે.

ટીમના કેપ્ટન ઝહરા ઘનબારી અને કોચને મીડિયા દ્વારા ખામેનીના મૃત્યુ વિશે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા, પરંતુ તેમને જવાબ આપવાની મંજૂરી આપવામાં આવી નહોતી.આમ વિશ્વભરમાં હવે ઈરાન ઉપર અત્યાચાર મામલો ચર્ચામાં આવ્યો છે ત્યારે આ મુદ્દે સિનિયર પત્રકારો મયુર જાની અને વરિષ્ઠ પત્રકાર ડો.રાકેશ પાઠકે પોતાના વિચારો રજૂ કર્યા હતા જેમાં વિસ્તૃત છણાવટ કરવામાં આવી છે પ્રસ્તુત છે વિડીયો.

આ પણ વાંચો:

Russia-Japan Dispute: રશિયાએ 11 કલાક સુધી જાપાનના આકાશમાં 10 બોમ્બર જેટ ઉડાવતા ફફડાટ ,યુદ્ધની તૈયારીઓ?

Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા

Donald-Trump: ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વચ્ચે શુ સામ્યતા છે? જાણીતા વિશ્લેષક શીતલ પી.સિંઘે શુ કહ્યું?જુઓ ખાસ ચર્ચા

FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

Modi: નવા સંસદ ભવનનો આકાર અને ડિઝાઇન અશુભ છે! વાસ્તુ શાસ્ત્રી કુલદીપ સલુજાએ કર્યો ચોંકાવનારો દાવો,જુઓ વિડીયો
  • April 17, 2026

Modi: જાણીતા વાસ્તુ શાસ્ત્રી કુલદીપ સલુજાએ વરિષ્ઠ પત્રકાર મયુર જાની સાથે નવા સંસદ ભવનના આકાર અને ડિઝાઇન પર વિસ્તુત ચર્ચા કરી હતી અને આ ઈમારત શુભ નહિ હોવાનો મત વ્યક્ત…

Continue reading
Delimitation Bill: સીમાંકન બિલ મામલે ઘમાસાણ મચ્યું છે! કેન્દ્ર સરકાર આખરે આ બિલ મામલે ઉતાવળ કેમ કરે છે? જાણો
  • April 17, 2026

Delimitation Bill: સમગ્ર દેશમાં ખાસ કરીને રાજકીય પક્ષોમાં સીમાંકન બિલ 2026 (Delimitation Bill 2026) મુદ્દે ઘમાસાણ મચ્યું છે કેમકે ભારતની લોકશાહીમાં સૌથી મોટા ફેરફારો પૈકીનું આ બિલ છે અને આ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Parliament Session: લોકસભામાં મહિલા અનામત સંશોધન બિલ નામંજૂર

  • April 17, 2026
  • 3 views
Parliament Session: લોકસભામાં મહિલા અનામત સંશોધન બિલ નામંજૂર

America: હોર્મુઝ સ્ટ્રેટ સંપૂર્ણપણે ખુલી જતાં વિશ્વના દેશોમાં હાશકારો! હવે તેલ-ગેસની તંગી દૂર થશે!

  • April 17, 2026
  • 12 views
America: હોર્મુઝ સ્ટ્રેટ સંપૂર્ણપણે ખુલી જતાં વિશ્વના દેશોમાં હાશકારો! હવે તેલ-ગેસની તંગી દૂર થશે!

Modi: નવા સંસદ ભવનનો આકાર અને ડિઝાઇન અશુભ છે! વાસ્તુ શાસ્ત્રી કુલદીપ સલુજાએ કર્યો ચોંકાવનારો દાવો,જુઓ વિડીયો

  • April 17, 2026
  • 7 views
Modi: નવા સંસદ ભવનનો આકાર અને ડિઝાઇન અશુભ છે! વાસ્તુ શાસ્ત્રી કુલદીપ સલુજાએ કર્યો ચોંકાવનારો દાવો,જુઓ વિડીયો

Ahmedabad: અમદાવાદમાં ભાજપ સામે લોકોમાં આક્રોશ! ભાજપના જ અગ્રણીએ “વિકાસ”ની ખોલી પોલ, જુઓ વિડીયો

  • April 17, 2026
  • 11 views
Ahmedabad: અમદાવાદમાં ભાજપ સામે લોકોમાં આક્રોશ! ભાજપના જ અગ્રણીએ “વિકાસ”ની ખોલી પોલ, જુઓ વિડીયો

Delimitation Bill: સીમાંકન બિલ મામલે ઘમાસાણ મચ્યું છે! કેન્દ્ર સરકાર આખરે આ બિલ મામલે ઉતાવળ કેમ કરે છે? જાણો

  • April 17, 2026
  • 9 views
Delimitation Bill: સીમાંકન બિલ મામલે ઘમાસાણ મચ્યું છે! કેન્દ્ર સરકાર આખરે આ બિલ મામલે ઉતાવળ કેમ કરે છે? જાણો

BJP: નરેન્દ્ર મોદીની સરકારે લોકશાહીના પાયા હચમચાવી નાખ્યા છે! જુઓ સિનિયર પત્રકાર દિલીપ પટેલે શુ કહ્યું!

  • April 17, 2026
  • 9 views
BJP: નરેન્દ્ર મોદીની સરકારે લોકશાહીના પાયા હચમચાવી નાખ્યા છે! જુઓ સિનિયર પત્રકાર દિલીપ પટેલે શુ કહ્યું!