Saudi: “સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન ઉપર હુમલો!” મોટા મોટા બણગાં ફૂંકનારા પાક ખરા સમયે “દર” માં ભરાઈ જતા સાઉદી ભડકયું!!

  • World
  • March 6, 2026
  • 0 Comments

Saudi: ઇઝરાયલ અને ઈરાન યુદ્ધનો આજે સાતમો દિવસ છે. ઈરાને બહેરીનની સરકારી તેલ રિફાઇનરી BAPCO પર મિસાઈલથી હુમલો કર્યો. હુમલા બાદ રિફાઇનરીના એક યુનિટમાં આગ લાગી ગઈ. જોકે, બાદમાં આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો.બહેરીનના રાષ્ટ્રીય સંચાર કેન્દ્રના જણાવ્યા અનુસાર, BAPCO એનર્જીસની આ રિફાઇનરી દેશના પૂર્વી તટ પર સ્થિત સિતરા ટાપુમાં છે. આ રાજધાની મનામાની દક્ષિણમાં આવેલું છે.આ રિફાઇનરી બહેરીન માટે આર્થિક કરોડરજ્જુ ગણાય છે અને તેની ઉપર ઈરાન હુમલા કરી રહ્યું છે.જોકે,ઇરાનના સતત હુમલા છતાં પાકિસ્તાન “કરાર” મુજબ મદદે નહિ આવતા અને વચનમાંથી ફરી જઈ માત્ર શાંતિની વાતો કર્યા કરતા સાઉદીને પણ પાકિસ્તાનની વાતો હવે પોકળ લાગી રહી છે.

■”સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન ઉપર હુમલો” આવી વાતો કરનારું પાકિસ્તાન ઉંદરની જેમ દરમાં ભરાઈ ગયું!! જાણો શુ હતો “કરાર”

હજુતો ગયા વર્ષેની જ વાત છે જેમાં પાકિસ્તાન અને સાઉદી અરેબિયા વચ્ચે ‘સ્ટ્રેટેજિક મ્યુચ્યુઅલ ડિફેન્સ એગ્રીમેન્ટ’ (SMDA) કરાર થયા હતા અને આ કરાર મુજબ જો સાઉદી પર હુમલો થાય તો તે પાકિસ્તાન પરનો હુમલો માનવામાં આવશે અને પાકિસ્તાન ઉપર હુમલો થાયતો સાઉદી ઉપર હુમલો ગણી સાઉદીએ પાકની મદદે આવવાનું રહેશે.આ પ્રકારના કરાર બાદ સાઉદીને એવું લાગતું હતું કે પાકિસ્તાનના અણુબૉમ્બ હવે પોતાના છે કારણકે બન્ને વચ્ચે શરતી ભાગીદારી થઈ હતી.

સપ્ટેમ્બર 2025માં હસ્તાક્ષર કરાયેલા આ કરાર મુજબ જો કોઈ પણ દેશ સાઉદી અરેબિયા કે પાકિસ્તાન પર આક્રમણ કરે, તો બંને દેશોએ મળીને તેનો સામનો કરવાનો રહેશે. કરાર મુજબ જો ભારત પાકિસ્તાન પર હુમલો કરે તો સાઉદીએ પાકિસ્તાનની મદદ કરવી પડશે. આવી જ શરત સાઉદી પરના હુમલા વખતે પાકિસ્તાન માટે પણ લાગુ પડે પણ વાસ્તવમાં જ્યારે હવે ઇરાને સાઉદી ઉપર હુમલો કરી દીધો છે અને તેની સૌથી મોટી તેલ રિફાઇનરી ઉપર હુમલા ચાલુ છે છતાંપણ પાકિસ્તાન કઈ કરી શકતું નથી અને શરત મુજબ ઈરાન ઉપર અત્યારે પાકિસ્તાને હુમલો કરવાનો હોય પણ પાકિસ્તાન આવું કરી રહ્યું નથી પરિણામે આ કરારનું કોઈ મહત્વ રહેતું નથી અને સાઉદી સમજી ગયું છે કે પાકિસ્તાન ખાલી વાતો કરી જાણે જ્યારે ખરો સમય આવ્યો ત્યારે પાકિસ્તાન મૌન થઈ ગયું છે અને માત્ર શાંતિના નિવેદન કરી રહ્યું છે ત્યારે હવે સાઉદીને પણ ભાન થઈ ગયું છે કે ઈસ્લામિક સંગઠન કે એકતા આ બધી માત્ર વાતો છે અને જો પોતાની પાસે હોય તેજ ખરા સમયે કામ લાગે છે અને પાકિસ્તાનના હથિયાર પાકિસ્તાનને કામ લાગે તેઓ બીજા માટે શુકામ પોતાના હથિયાર વાપરે? આ વાતનો પરપોટો ફૂટી ગયો હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

ખરા સમયે પાકિસ્તાને પીછેહટ કરી છે અને બન્ને દેશો વચ્ચેના કરાર ભૂલી જતા સાઉદી ભડકયું છે જ્યારે કરાર કરીને ભેખડે ભરાયેલું પાકિસ્તાન હાલ તુર્કી, કતાર અને અન્ય ઈસ્લામિક દેશો સાથે વાતચીત કરીને મધ્યસ્થી બનવાનો પ્રયાસ કરી રહ્યું છે જેથી તેને યુદ્ધમાં સીધું ઉતરવું ન પડે અને ઈજ્જત બચી જાય પણ સાઉદી સમજી ચૂક્યું છે કે પાકિસ્તાન માત્ર વાતો કરે પણ થાય કઈ નહિ, આમ,પાક ઉપરથી ભરોસો તૂટી ગયો છે.

આ પણ વાંચો:

Russia-Japan Dispute: રશિયાએ 11 કલાક સુધી જાપાનના આકાશમાં 10 બોમ્બર જેટ ઉડાવતા ફફડાટ ,યુદ્ધની તૈયારીઓ?

Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા

Donald-Trump: ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વચ્ચે શુ સામ્યતા છે? જાણીતા વિશ્લેષક શીતલ પી.સિંઘે શુ કહ્યું?જુઓ ખાસ ચર્ચા

FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો

 

Related Posts

Mohan Bhagwat London Event: લંડનમાં મોહન ભાગવતના કાર્યક્રમનો વિરોધ, 20 UK સંગઠનોએ મેયરને પત્ર લખ્યો
  • September 6, 2026

Mohan Bhagwat London Event: RSSના પ્રમુખ મોહન ભાગવતના વિદેશ પ્રવાસને લઈને અમેરિકા બાદ હવે બ્રિટનમાં પણ વિરોધનો સૂર ઉઠ્યો છે. બ્રિટનના 20 નાગરિક સમાજ સંગઠનોએ લંડનના મેયર સાદિક ખાન અને…

Continue reading
European Gold Reserves: યુરોપના દેશો સૈંકડો ટન સોનું કેમ શિફ્ટ કરી રહ્યા છે? જાણો કારણ
  • September 5, 2026

European Gold Reserves: યુરોપની કેટલીક કેન્દ્રીય બેન્કો પોતાના સોનાના ભંડારને એક દેશમાંથી બીજા દેશમાં ખસેડી રહી છે. નેધરલેન્ડ્સે તાજેતરમાં અમેરિકા અને કેનેડામાં રાખેલા પોતાના સોનામાંથી આશરે 86 ટન સોનું લંડન…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

ISRO Privatization: ઇસરોના ખાનગીકરણ અંગે કર્મચારી સંગઠનોની ચિંતા, ચેરમેનને પત્ર લખીને માગી સ્પષ્ટતા

  • September 7, 2026
  • 2 views
ISRO Privatization: ઇસરોના ખાનગીકરણ અંગે કર્મચારી સંગઠનોની ચિંતા, ચેરમેનને પત્ર લખીને માગી સ્પષ્ટતા

SIR Voter List Controversy: SIR બાદ 6.15 કરોડ મતદારોના નામ ગાયબ, પૂર્વ CEC એસવાય કુરૈશીએ કહ્યું- ‘આ સ્કેમ છે’

  • September 7, 2026
  • 2 views
SIR Voter List Controversy: SIR બાદ 6.15 કરોડ મતદારોના નામ ગાયબ, પૂર્વ CEC એસવાય કુરૈશીએ કહ્યું- ‘આ સ્કેમ છે’

Gujarat Political Donation Controversy: ગુજરાતની 6 નાની પાર્ટીઓને ₹1,700 કરોડનું દાન? AAPથી કોંગ્રેસ સુધી તપાસની માંગ

  • September 7, 2026
  • 4 views
Gujarat Political Donation Controversy: ગુજરાતની 6 નાની પાર્ટીઓને ₹1,700 કરોડનું દાન? AAPથી કોંગ્રેસ સુધી તપાસની માંગ

Om Prakash Rajbhar: યોગી સરકારમાં ફરી મંત્રી-અધિકારી ખેંચતાણ, ઓમ પ્રકાશ રાજભરે બે અધિકારીઓને હટાવવાની માંગ કરી

  • September 6, 2026
  • 6 views
Om Prakash Rajbhar: યોગી સરકારમાં ફરી મંત્રી-અધિકારી ખેંચતાણ, ઓમ પ્રકાશ રાજભરે બે અધિકારીઓને હટાવવાની માંગ કરી

E20 Petrol Controversy: પેટ્રોલમાં 20% ઇથેનોલ ભેળસેળથી BJPના વફાદાર મતદાતાઓમાં ગુસ્સો, સરકાર સામે ઉઠ્યા સવાલ

  • September 6, 2026
  • 7 views
E20 Petrol Controversy: પેટ્રોલમાં 20% ઇથેનોલ ભેળસેળથી BJPના વફાદાર મતદાતાઓમાં ગુસ્સો, સરકાર સામે ઉઠ્યા સવાલ

Jhiram Ghati Massacre: છત્તીસગઢ કોંગ્રેસ નેતાઓની હત્યા પાછળ કોણ હતું? 13 વર્ષ બાદ પણ ઝીરમ કાવતરાની તપાસમાં ચાર્જશીટની રાહ

  • September 6, 2026
  • 8 views
Jhiram Ghati Massacre: છત્તીસગઢ કોંગ્રેસ નેતાઓની હત્યા પાછળ કોણ હતું? 13 વર્ષ બાદ પણ ઝીરમ કાવતરાની તપાસમાં ચાર્જશીટની રાહ