Iran war: ઈસ્લામિક વિચારધારા ખતમ કરવા શરૂ થયેલા કથિત જંગમાં સેંકડો નિર્દોષ લોકોના મોત! અબજોનું નુકશાન! જાણો રોજના કેટલો થઈ રહ્યો છે ખર્ચ!

  • World
  • March 6, 2026
  • 0 Comments

Iran War: ઈસ્લામિક સંગઠન બનાવી તેની આગેવાની લેનાર ઈરાન ઉપર અમેરિકા-ઇઝરાયલે કરેલા હુમલા બાદ શરૂ થયેલા યુદ્ધના આજે સાતમા દિવસે ઇરાનની રેડ ક્રેસન્ટ સોસાયટીએ જણાવ્યું છે કે ઈરાનમાં 3,000થી વધુ મકાનો અને 500થી વધુ દુકાનો તબાહ થઈ ગઈ છે,અમેરિકા અને ઈઝરાયેલે ઇરાનની રાજધાની તેહરાનને સૌથી વધુ ટાર્ગેટ કરી છે.

ઈરાનમાં 14 હોસ્પિટલો અને મેડિસિન સેન્ટરો પણ હુમલાનો ભોગ બન્યા છે,આજે સાતમા દિવસે ઈરાનમાં 1200થી વધુ લોકો માર્યા ગયા છે અનેક લોકો ઘાયલ થયા છે,જ્યારે લગભગ 300 ઈરાની મિસાઈલ લોન્ચર્સ પણ નષ્ટ થઈ ગયા છે. યુદ્ધના કારણે દેશના મોટાભાગના વિસ્તારોમાં વીજળી અને પાણીનો પુરવઠો ખોરવાઈ જતા મુશ્કેલી ઉભી થઇ છે.

ઈરાન યુદ્ધમાં અત્યાર સુધીમાં લગભગ 4.35 લાખ કરોડ રૂપિયાના નુકસાનનો અંદાજ છે. યુદ્ધ શરૂ થયાના પહેલા 24 કલાકમાં જ ભારે સૈન્ય ખર્ચ થયો અને દરરોજ અબજો રૂપિયા ખર્ચ થઈ રહ્યા છે,તે જ સમયે, તેહરાનમાં સતત બોમ્બમારાને કારણે 12 હજાર દર્શકોની ક્ષમતા ધરાવતું આઝાદી સ્ટેડિયમ નાશ પામ્યું છે,બીજી તરફ આ યુદ્ધ શરૂ થયાના 100 કલાકમાં જ અમેરિકાએ લગભગ 3.7 અબજ ડોલર (33 હજાર કરોડ રૂપિયા) ખર્ચ કરી નાખ્યો છે,ઈરાન ઉપર હુમલા કરવા માટે અમેરિકા રોજના લગભગ 891 મિલિયન ડોલર (8 હજાર કરોડ રૂપિયા) ખર્ચ કરી રહ્યું હોવાની વિગતો સામે આવી છે.

જ્યારે ઈઝરાયેલ ઈરાન અને લેબનોન એમ બે મોરચે હુમલા કરીને તબાહી મચાવી રહ્યું છે,ઇઝરાયલી હુમલાઓને કારણે લેબનોનમાં પાંચ લાખ લોકો બેઘર બની ગયા છે,લેબનોનના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, સોમવારથી અત્યાર સુધીમાં ઇઝરાયલ દ્વારા સતત કરવામાં આવી રહેલા હુમલાઓમાં 123 લોકોના મોત થયા છે અને 683 લોકો ઘાયલ થયા છે.

ઇઝરાયલી વાયુસેનાનું કહેવું છે કે આ અભિયાનની શરૂઆતથી અત્યાર સુધીમાં બેરૂતના દહિયા વિસ્તારમાં 26 વખત હવાઈ હુમલા કરવામાં આવ્યા છે,સેનાના જણાવ્યા અનુસાર હિઝબુલ્લાહ વિરુદ્ધ ચાલી રહેલી કાર્યવાહી દરમિયાન દક્ષિણ લેબનોનમાં 4 લાખ 20 હજારથી વધુ લોકોએ પોતાના ઘર છોડી દીધા છે. દહિયા વિસ્તારમાંથી પણ હજારો લોકો નીકળી ગયા છે.

ઇઝરાયલી સેનાના સૂત્રોના હવાલેથી મળતી વિગતો મુજબ ઈઝરાયેલ દ્વારા લેબનોનમાં 500થી વધુ સ્થળો પર હુમલા કરવામાં આવ્યા છે. જેમાં હિઝબુલ્લાહના લડવૈયાઓ, રદવાન ફોર્સના સભ્યો, મિસાઈલ લોન્ચર, કમાન્ડ સેન્ટર અને હથિયારોના ગોદામોને ટારગેટ કરવામાં આવી રહયા છે,આમ ઈરાન અને લેબનોનમાં ઈઝરાયેલના સતત હુમલા ચાલુ છે ત્યારે ઈરાનમાં ઈઝરાયેલ સાથે અમેરિકા પણ સતત હુમલાઓ કરતા જાહેર જીવન અસ્તવ્યસ્ત બની ગયું છે.

વળતા પ્રહારમાં ઇરાને ઈઝરાયેલ ઉપર બેલેસ્ટિક મિસાઇલ છોડી ક્લસ્ટર બૉમ્બ ફેંક્યા હતા જોકે,ઈઝરાયેલે દાવો કર્યો હતો કે તમામ મિસાઇલ હવામાં જ તોડી પાડવામાં આવી હતી,ઇરાને પણ અત્યાર સુધી અમેરિકા અને ઇઝરાયલ સહિત 12 દેશો પર હુમલો કર્યો છે. આ દેશોમાં UAE, કતાર, બહેરીન, જોર્ડન, ઇરાક, કુવૈત, ઓમાન, સાઉદી અરેબિયા, સાયપ્રસ, સીરિયા અને અઝરબૈજાનનો સમાવેશ થાય છે.

અમેરિકી સેનાએ જણાવ્યું કે યુદ્ધમાં અત્યાર સુધીમાં ઈરાનના 30થી વધુ જહાજો નાશ કરવામાં આવ્યા છે ઈઝરાયેલ અને અમેરિકાએ સંયુક્ત કાર્યવાહી હાથ ધરી ઈસ્લામિક દેશોનું લીડર ઇરાનની વિચારધારા તોડી નાખવા જાણે સંયુક્ત અભિયાન હાથ ધરતા અનેક નિર્દોષ લોકો મોતને ભેટ્યા છે અને અબજોનું નુકશાન થઈ રહ્યાનું ચિત્ર સપાટી ઉપર આવી રહ્યું છે.

ઈરાનનું કહેવું છે કે તેમનો પરમાણુ કાર્યક્રમ શાંતિપૂર્ણ હેતુઓ માટે છે, તેમ છતાં ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૬થી ઇઝરાયલ અને અમેરિકાએ ઈરાન પર મોટા પાયે સૈન્ય હુમલા (ઓપરેશન એપિક ફ્યુરી/રોરિંગ લાયન) શરૂ કર્યા છે. આ હુમલાઓ પાછળના કારણો વિશ્લેષકો અલગ અલગ જણાવી રહયા છે જેમ કે દુનિયામાં ઈસ્લામિક વિચારધારા અને સંગઠન બનવું ભવિષ્યનો ખતરો કે અણુબૉમ્બનો ખતરો કે પછી ગમે તે હોય પણ હાલતો અનેક આશાસ્પદ નિર્દોષ માનવ જિંદગીઓ કચડાઈ રહી છે અને અબજો રૂપિયાનો ખર્ચ થઈ રહયો છે તે કડવી વાસ્તવિકતા છે.

આ પણ વાંચો:

Russia-Japan Dispute: રશિયાએ 11 કલાક સુધી જાપાનના આકાશમાં 10 બોમ્બર જેટ ઉડાવતા ફફડાટ ,યુદ્ધની તૈયારીઓ?

Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા

Donald-Trump: ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વચ્ચે શુ સામ્યતા છે? જાણીતા વિશ્લેષક શીતલ પી.સિંઘે શુ કહ્યું?જુઓ ખાસ ચર્ચા

FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો

 

Related Posts

NAZA Documentary Controversy: ગાઝા પરની ‘નાઝા’ ડોક્યુમેન્ટરીથી ઇઝરાયલમાં વિવાદ, ફિલ્મકારોની નાગરિકતા રદ કરવાની મંત્રીની ધમકી
  • September 15, 2026

NAZA Documentary Controversy: ગાઝામાં ઇઝરાયલના સૈન્ય અભિયાન પર બનેલી ડોક્યુમેન્ટરી ‘નાઝા’ (NAZA)ને લઈને ઇઝરાયલમાં રાજકીય વિવાદ વકર્યો છે. ઇઝરાયલના સંસ્કૃતિ મંત્રી મિકી જોહરે ફિલ્મના ફિલ્મકાર યુવાલ અબ્રાહમ અને રૅચલ ઝોરની…

Continue reading
Osama Bin Laden India Target: ઓસામા બિન લાદેનના સંભવિત આતંકી હુમલાના નિશાનામાં ભારત પણ હતું, CIAના દસ્તાવેજોથી ખુલાસો
  • September 14, 2026

Osama Bin Laden India Target: અલ-કાયદાના પૂર્વ વડા ઓસામા બિન લાદેનની આતંકી યોજનાઓને લઈને અમેરિકી ગુપ્તચર એજન્સી CIA દ્વારા જાહેર કરવામાં આવેલા દસ્તાવેજોમાં મહત્વની માહિતી સામે આવી છે. દસ્તાવેજો અનુસાર,…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

IPS Bushra Bano Transfer: ‘અસ્સલામઅલૈકુમ’ બોલવાના વીડિયો બાદ મહિલા IPSની બદલી, હિન્દુ સંગઠનની ફરિયાદથી રાજકીય વિવાદ

  • September 15, 2026
  • 6 views
IPS Bushra Bano Transfer: ‘અસ્સલામઅલૈકુમ’ બોલવાના વીડિયો બાદ મહિલા IPSની બદલી, હિન્દુ સંગઠનની ફરિયાદથી રાજકીય વિવાદ

Bihar Flood and Drought: નદીઓમાં પૂરનું પાણી છતાં ખેતરો સૂકાં, બિહારની સિંચાઈ વ્યવસ્થા સામે ગંભીર સવાલ

  • September 15, 2026
  • 7 views
Bihar Flood and Drought: નદીઓમાં પૂરનું પાણી છતાં ખેતરો સૂકાં, બિહારની સિંચાઈ વ્યવસ્થા સામે ગંભીર સવાલ

Retail Inflation India: આઠ મહિનાના ઉચ્ચ સ્તરે પહોંચી છૂટક મોંઘવારી, ઓગસ્ટમાં CPI 4.82 ટકા નોંધાયો

  • September 15, 2026
  • 7 views
Retail Inflation India: આઠ મહિનાના ઉચ્ચ સ્તરે પહોંચી છૂટક મોંઘવારી, ઓગસ્ટમાં CPI 4.82 ટકા નોંધાયો

Academic Freedom in India: ભારત સહિત 59 દેશોમાં અકાદમિક સ્વતંત્રતા પર સંકટ, એક વર્ષમાં ઉચ્ચ શિક્ષણ પર 382 હુમલા

  • September 15, 2026
  • 9 views
Academic Freedom in India: ભારત સહિત 59 દેશોમાં અકાદમિક સ્વતંત્રતા પર સંકટ, એક વર્ષમાં ઉચ્ચ શિક્ષણ પર 382 હુમલા

Parliament Monsoon Session: સંસદનું ચોમાસુ સત્ર સ્થગિત થયાને 32 દિવસ છતાં સમાપન નહીં, પરિસીમન વિધેયક ફરી લાવવાની અટકળો તેજ

  • September 15, 2026
  • 9 views
Parliament Monsoon Session: સંસદનું ચોમાસુ સત્ર સ્થગિત થયાને 32 દિવસ છતાં સમાપન નહીં, પરિસીમન વિધેયક ફરી લાવવાની અટકળો તેજ

Tamil Nadu Politics: તમિલનાડુમાં TVK સરકારને ડાબેરી પક્ષોનું બહારથી સમર્થન, પેટાચૂંટણીમાં અલગ લડવાનો નિર્ણય

  • September 15, 2026
  • 7 views
Tamil Nadu Politics: તમિલનાડુમાં TVK સરકારને ડાબેરી પક્ષોનું બહારથી સમર્થન, પેટાચૂંટણીમાં અલગ લડવાનો નિર્ણય