
BJP: ગુજરાતમાં ચૂંટણીઓ નજીકમાં છે અને રાજકીય પક્ષો એક્ટિવ થઈ ગયા છે, બરાબર આવા સમયે સરદાર એકતા યાત્રા નીકળી છે વરિષ્ઠ પત્રકાર દિલીપ પટેલ જણાવે છે કે જ્યારે જ્યારે ભાજપ ઘેરાઈ જાય ત્યારે કોઇને કોઈ યાત્રા જરૂર નીકળે જ જોકે,રાજકારણમાં ફાયદા માટે નીકળતી આ યાત્રાઓ મોટેભાગે વાહન યાત્રાઓ હોય છે તેઓએ આ અંગે વિસ્તારથી છણાવટ કરી છે જે નીચે વિડીઓમાં પ્રસ્તુત છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ૫ માર્ચ ૨૦૨૬ ના રોજ અમદાવાદથી ‘સરદાર એકતા યાત્રા’ ને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. આ યાત્રાનું આયોજન અખિલ ભારતીય કુર્મી પાટીદાર મહાસભા દ્વારા લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે કરવામાં આવ્યું છે,આ યાત્રા અમદાવાદથી શરૂ થઈને ગુજરાત અને મધ્ય પ્રદેશના વિવિધ વિસ્તારોમાં ફરશે.
■ આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય શુ છે?
સરદાર એકતા યાત્રાનો હેતુ સરદાર સાહેબના એકતા, અખંડિતતા અને રાષ્ટ્રપ્રેમના વિચારોને જન-જન સુધી પહોંચાડવા અને યુવા પેઢીને તેમના સમર્પણથી માહિતગાર કરવાનો છે.
■ યાત્રામાં ખાસ આકર્ષણ
આ યાત્રામાં સરદાર પટેલના જીવન સાથે જોડાયેલી અમૂલ્ય ચીજવસ્તુઓ લોકોના દર્શન માટે રાખવામાં આવી છે.
ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે ‘નેશન ફર્સ્ટ’ અને ‘સ્વદેશી’ નો મંત્ર આપી દરેકના મુખે ‘જય સરદાર’નો નારો હોવો જોઈએ તેમ જણાવ્યું હતું.
જોકે,સિનિયર પત્રકાર દિલીપ પટેલે ભાજપની આવા પ્રકારની અગાઉની યાત્રાઓ અંગે વિસ્તુત જાણકારી આપી છે જે જોવાનું ચૂકશો નહિ પ્રસ્તુત છે વિડીયો.
આ પણ વાંચો:
OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!








