Iran War: ઈરાનનો નકશો બદલી ટુકડા કરી નાખીશું! ટ્રમ્પની ખુલ્લી ધમકી! સામે ઇરાને પણ કહ્યું” મરી જઈશું પણ ઝુકીશું નહિ!”

  • World
  • March 8, 2026
  • 0 Comments

Iran War: અમેરિકા-ઇઝરાયલ સંયુક્ત રીતે ઇરાન પર એકધારો બૉમ્બમારો અને હુમલો કરી રહયા છે યુદ્ધના નવમા દિવસે ઇઝરાયલે ઇરાનના તેલ ભંડાર સલગ્ન હુમલા શરૂ કર્યા છે, ઇઝરાયલી મીડિયા વાયનેટ અનુસાર, ઇરાનના 30 ફ્યૂલ ટેન્કો તેમજ કેટલાક તેલ ડેપોને નિશાન બનાવવામાં આવ્યા છે,ઇરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે અમેરિકાએ કેશિન ટાપુ પર સ્થિત એક મીઠા પાણીના ડિસેલિનેશન પ્લાન્ટ પર હુમલો કરી અપરાધ કર્યો છે.

તેમણે કહ્યું કે આ હુમલાથી લગભગ 30 ગામોને અપાઈ રહેલો પાણી પુરવઠો ઠપ્પ થઈ જતા નાગરિકો પાણી વગર વલખાં મારી રહયા છે. અરાઘચીએ કહ્યું કે કોઈ દેશના માળખાકીય સુવિધાઓ પર હુમલો કરવો માનવીય અપરાધ છે જેના ગંભીર પરિણામો આવી શકે છે. તેમણે એમ પણ કહ્યું કે આ પ્રકારની કાર્યવાહીની શરૂઆત અમેરિકાએ કરી છે, ઈરાને નહીં.

ઈરાનમાં યુધ્ધથી હાલની સ્થિતિ શુ છે,જાણો

● ઈઝરાયેલ અને અમેરિકાએ સાથે મળીને ઈરાનમાં અત્યાર સુધીમાં 6,668 નાગરિક વિસ્તારોને નિશાન બનાવ્યા જેમાં લગભગ 5,535 ઘરો અને 1041 દુકાનોને નુકસાન થયું.

● 14 મેડિકલ સેન્ટરો અને 65 શાળાઓ પર હુમલા થયા અને બાળકોને ટાર્ગેટ કરાયા.

●અમેરિકા-ઇઝરાયલના સંયુક્ત હુમલામાં ઈરાનમાં 1483 લોકોના મોત થઈ ચુક્યા છે.

● હુમલાઓમાં રેડ ક્રેસન્ટના 13 કેન્દ્રો ઉડાવાયા.

●ઈરાની હુમલાઓમાં ઇઝરાયલના 1765 લોકો ઘાયલ થયાના પણ અહેવાલ છે.

ઇરાને કહ્યું અમે સતત છ મહિના સુધી એકધાર્યા લડવાની ક્ષમતા ધરાવીએ છીએ! મરી જઈશું પણ ઝુકીશું નહિ!

અમેરિકા ઈચ્છે છે કે ઈરાન શરણાગતિ સ્વીકારી લે પણ ઈરાન ઝુકવા તૈયાર નથી અને આખરી શ્વાસ સુધી લડી લેવાના મૂડમાં છે,ઈરાનની ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્બ્સે પોતાના નિવેદનમાં કહ્યું કે અમેરિકા અને ઈઝરાયલ સામે ઈરાન છ મહિના સુધી યુદ્ધ લડવામાં ક્ષમતા ધરાવે છે. આ માહિતી ફાર્સ સમાચાર એજન્સીમાં પ્રકાશિત એક નિવેદનમાં આપવામાં આવી હતી.

સેનાના પ્રવક્તા અલી મોહમ્મદ નૈનીના નિવેદનને ટાંકીને કહેવામાં આવ્યું છે કે ઈરાનની સેના અને રિવોલ્યુશનરી ગાર્ડ બંને લાંબા સમય સુધી સામનો કરવા સક્ષમ છે સાથે એવો દાવો પણ કર્યો કે તેઓએ વળતા પ્રહારમાં અમેરિકા અને ઇઝરાયેલ સાથે સંકળાયેલા લશ્કરી અડ્ડાઓ સહિત 200 થી વધુ સ્થળોને સફળતાપૂર્વક નિશાન બનાવ્યા છે જેમાં તેઓને પણ વ્યાપક નુકસાન થયું છે.

બીજી તરફ લેબનોનના બેરુત શહેરમાં ઇઝરાયલી હુમલા બાદ સેંકડો પરિવારો બેઘર બન્યા છે જેઓ જાહેર માર્ગો ઉપર પોતાના પરિવાર સાથે રઝળી રહયા છે તેઓ પાસે કોઈ કામ નથી અને ખાવા પીવા પણ નથી આવા અનેક પરિવારો રોડ પર રઝળી રહયા છે જે યુદ્ધની ભયાનકતા દર્શાવે છે,આ બધા વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પનું એક નિવેદન સામે આવ્યું છે જેમાં તેઓએ કહ્યું કે “ઈરાનને સંપૂર્ણપણે ખતમ કરી તેનો નકશો બદલી નાખીશું એટલે કે અનેક નાના ટુકડાઓમાં પરિવર્તિત કરી નાખીશું” આ નિવેદનથી લાગી રહ્યું છે કે હવે પછીના હુમલા ભયાનક હશે.

આ પણ વાંચો:

OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!

Saudi: “સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન ઉપર હુમલો!” મોટા મોટા બણગાં ફૂંકનારા પાક ખરા સમયે “દર” માં ભરાઈ જતા સાઉદી ભડકયું!!

Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

Related Posts

Houthis Saudi Blockade: હોર્મુઝ બાદ હવે બાબ-અલ-મંદેબ પર ખતરો! હૂથીઓની ધમકીથી વૈશ્વિક વેપાર પર મોટું જોખમ
  • July 22, 2026

Houthis Saudi Blockade: મધ્ય પૂર્વમાં પહેલેથી જ વધી રહેલા તણાવ વચ્ચે હવે વધુ એક ગંભીર ઘટનાએ સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. યમનમાં સક્રિય હૂથી બળવાખોર સંગઠને સાઉદી અરેબિયા સામે નૌકાબંધી…

Continue reading
Trump Generic Medicine Tariff: ટ્રમ્પનો 200% ટેરિફનો મોટો દાવ! ભારતીય જેનેરિક દવાઓ પર અમેરિકાની નવી નીતિથી ફાર્મા ઉદ્યોગમાં ચિંતા
  • July 22, 2026

Trump Generic Medicine Tariff: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર પોતાની “અમેરિકા ફર્સ્ટ” વેપાર નીતિ હેઠળ એવો નિર્ણય જાહેર કર્યો છે, જેનો સૌથી મોટો ફટકો ભારતના ફાર્માસ્યુટિકલ ઉદ્યોગને લાગી શકે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Food Adulteration India: 5 વર્ષમાં 1.85 લાખ ભેળસેળના કેસ, માત્ર 3.3% કેસોમાં જ સજા

  • August 1, 2026
  • 1 views
Food Adulteration India: 5 વર્ષમાં 1.85 લાખ ભેળસેળના કેસ, માત્ર 3.3% કેસોમાં જ સજા

Waste Colonialism Madras HC: ભારત વિકસિત દેશો માટે બન્યું કચરો ઠાલવવાનું કેન્દ્ર, વેસ્ટ કોલોનિયલિઝમ પર હાઈકોર્ટની કડક ટિપ્પણી

  • July 31, 2026
  • 6 views
Waste Colonialism Madras HC: ભારત વિકસિત દેશો માટે બન્યું કચરો ઠાલવવાનું કેન્દ્ર, વેસ્ટ કોલોનિયલિઝમ પર હાઈકોર્ટની કડક ટિપ્પણી

Jamnagar Farmers Protest: જામનગરમાં વીજલાઈન વિવાદ, હજારો ખેડૂતોનો કલેક્ટર કચેરીએ ઉગ્ર વિરોધ

  • July 31, 2026
  • 9 views
Jamnagar Farmers Protest: જામનગરમાં વીજલાઈન વિવાદ, હજારો ખેડૂતોનો કલેક્ટર કચેરીએ ઉગ્ર વિરોધ

Reservation in India: આરક્ષણ માત્ર 10 વર્ષ માટે હતું? સોશિયલ મીડિયા પર વાયરલ દાવાઓ વચ્ચે જાણો બંધારણમાં શું લખ્યું છે

  • July 31, 2026
  • 10 views
Reservation in India: આરક્ષણ માત્ર 10 વર્ષ માટે હતું? સોશિયલ મીડિયા પર વાયરલ દાવાઓ વચ્ચે જાણો બંધારણમાં શું લખ્યું છે

AI Surveillance India: AI સર્વેલન્સ પર દેશભરમાં વિવાદ, જંતર મંતર વિરોધ બાદ Facial Recognition Technology પર ઉઠ્યા સવાલ

  • July 31, 2026
  • 6 views
AI Surveillance India: AI સર્વેલન્સ પર દેશભરમાં વિવાદ, જંતર મંતર વિરોધ બાદ Facial Recognition Technology પર ઉઠ્યા સવાલ

India GDP Growth: ભારતની ગ્રોથ સ્ટોરી પર બ્રેક? GDP 6.6% સુધી ઘટવાની શક્યતા પાછળના 3 મોટા કારણો

  • July 31, 2026
  • 8 views
India GDP Growth: ભારતની ગ્રોથ સ્ટોરી પર બ્રેક? GDP 6.6% સુધી ઘટવાની શક્યતા પાછળના 3 મોટા કારણો