Modi: “બહુત હુઈ મહેંગાઈ કી માર, અબકી બાર મોદી સરકાર”જેવા સૂત્રો બોલી સત્તા પર બિરાજમાન BJP હવે વચનો ભૂલી ગયુ!

Modi: રાજકીય પક્ષો જનતાને ઉલ્લુ બનાવીને તેમના પક્ષની જાહેરાત કરી માત્ર વોટબેંકની રાજનીતિ રમતા હોવાનું હવે ચિત્ર ઉપસી રહ્યું છે ત્યારે જ્યારે કોંગ્રેસ કેન્દ્રમાં હતી ત્યારે ભાજપ મોંઘવારીના મુદ્દા ઉઠાવી આંદોલનો કરતું હતું આજે હવે કોંગ્રેસ અને વિપક્ષ એજ કરે છે.
વાત સીધી અને સ્પષ્ટ છે “સરકાર કોઈની પણ હોય જનતાની તકલીફો ત્યાંની ત્યાંજ રહે છે!” આજે ભાજપની સરકાર કેન્દ્ર અને ગુજરાતમાં હોવા છતાં મોંઘવારી અને ભ્રષ્ટાચાર ચરમસીમા ઉપર છે.

આજ ભાજપની વાત કરવામાં આવે તો વર્ષ 2014માં કેન્દ્રની તત્કાલીન કોંગ્રેસ (UPA) સરકાર સામે ભારતીય જનતા પાર્ટી (BJP) એ ગુજરાત સહિત સમગ્ર દેશમાં મોંઘવારી, ભ્રષ્ટાચાર અને કાળા નાણાં જેવા મુદ્દાઓ પર વ્યાપક આંદોલનો અને પ્રદર્શનો કર્યા હતા,2014ની લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન ભાજપે આ મુદ્દાઓને કેન્દ્રમાં રાખીને મોટા પાયે જનસંપર્ક કર્યો હતો.

ભાજપ દ્વારા ગુજરાતના વિવિધ શહેરોમાં “કેન્દ્ર સરકાર મોંઘવારી ઘટાડે અથવા ગાદી છોડે” જેવા નારા સાથે રેલીઓ અને દેખાવો કરવામાં આવ્યા હતા, 2014ની સામાન્ય ચૂંટણીમાં ભાજપ અને નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં મોંઘવારી (Inflation) એક સૌથી મહત્વનો ચૂંટણી મુદ્દો રહ્યો હતો આ સમયે ભાજપે ‘બહુત હુઈ મહેંગાઈ કી માર, અબકી બાર મોદી સરકાર’ જેવા સૂત્રો સાથે પ્રજા વચ્ચે જઈને યુપીએ સરકારની આર્થિક નીતિઓનો વિરોધ કર્યો હતો.

ગુજરાત ભાજપની કારોબારી બેઠકોમાં પણ મોંઘવારી અને ભ્રષ્ટાચાર વિરુદ્ધ જન આંદોલન કરવાના ઠરાવો પસાર કરવામાં આવ્યા હતા, આ આંદોલનો અને વિરોધ પ્રદર્શનોએ 2014ની ચૂંટણીમાં સત્તા પરિવર્તન લાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
હવે આજે જ્યારે સત્તા તેમને મળી છે ત્યારે દેશમાં શુ હાલત છે તે સૌ કોઈ જાણે છે જે મુદ્દા ઉપર સિનિયર પત્રકાર દિલીપ પટેલે વિસ્તૃત છણાવટ કરી છે જે જોવાનું ચૂકશો નહિ, જુઓ વિડીયો.

આ પણ વાંચો:

OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!

Saudi: “સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન ઉપર હુમલો!” મોટા મોટા બણગાં ફૂંકનારા પાક ખરા સમયે “દર” માં ભરાઈ જતા સાઉદી ભડકયું!!

Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

Gujarat Election 2026: ગુજરાતમાં પ્રચાર પડઘમ શાંત; મતદારોને કોણ ડરાવી-ધમકાવી રહ્યું છે? જુઓ,ખાસ અહેવાલ
  • April 24, 2026

Gujarat Election 2026: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટેના જાહેર પ્રચારના પડઘમ આજે, શુક્રવાર, ૨૪ એપ્રિલ ૨૦૨૬ ના રોજથી સાંજે શાંત થઈ ગયા છે ચૂંટણી પંચના નિયમો અનુસાર, મતદાનના ૪૮ કલાક…

Continue reading
Election: બંગાળ અને ગુજરાતની ચુંટણીઓમાં શુ છે સામ્યતા? જુઓ, ખાસ વિશ્લેષણ
  • April 24, 2026

Election: બંગાળની તાજેતરની ચૂંટણીઓમાં ‘કેન્દ્રની સત્તા’ (BJP) અને ‘રાજ્યની સત્તા’ (TMC) વચ્ચે સીધો જંગ જોવા મળ્યો ગુજરાતમાં પણ જ્યારે યુપીએ સરકાર હતી ત્યારે નરેન્દ્ર મોદીએ કેન્દ્ર વિરુદ્ધ ગુજરાતના હિતોની વાત…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Gujarat Elections: રાજ્યમાં સરેરાશ 57.08% મતદાન,કાળઝાળ ગરમીમાં ચૂંટણી દરમિયાન ત્રણના મોત

  • April 26, 2026
  • 3 views
Gujarat Elections: રાજ્યમાં સરેરાશ 57.08% મતદાન,કાળઝાળ ગરમીમાં ચૂંટણી દરમિયાન ત્રણના મોત

Election: રાજ્યમાં આજે મતદાન,ચૂસ્ત બંદોબસ્ત ગોઠવાયો

  • April 26, 2026
  • 7 views
Election: રાજ્યમાં આજે મતદાન,ચૂસ્ત બંદોબસ્ત ગોઠવાયો

Pakistan: ઈરાનના વિદેશ મંત્રીએ અમેરિકાની કરી ઐસી તૈસી! ટ્રમ્પે ‘શાંતિ વાર્તા’ કેન્સલ કરી!

  • April 25, 2026
  • 8 views
Pakistan: ઈરાનના વિદેશ મંત્રીએ અમેરિકાની કરી ઐસી તૈસી! ટ્રમ્પે ‘શાંતિ વાર્તા’  કેન્સલ કરી!

AAP: આમ આદમી પાર્ટીના પક્ષ પલટુ સાંસદોના સભ્યપદ રદ કરાશે? ભાજપને 2027ની ચુંટણીઓમાં આ સાંસદો ફાયદો કરાવશે

  • April 25, 2026
  • 12 views
AAP: આમ આદમી પાર્ટીના પક્ષ પલટુ સાંસદોના સભ્યપદ રદ કરાશે? ભાજપને 2027ની ચુંટણીઓમાં આ સાંસદો ફાયદો કરાવશે

Pakistan: પાકિસ્તાનમાં ફરી અમેરિકાની શાંતિ-મંત્રણા,ઈરાન અમેરિકા સાથે સીધી વાટાઘાટો નહિ કરે!

  • April 25, 2026
  • 7 views
Pakistan: પાકિસ્તાનમાં ફરી અમેરિકાની શાંતિ-મંત્રણા,ઈરાન અમેરિકા સાથે સીધી વાટાઘાટો નહિ કરે!

PM Modi: નરેન્દ્ર મોદી વિરુદ્ધ બોલતા મધુ કિશ્વરને પોલીસનું તેંડુ! કિશ્વરે કહ્યું “મારી સાથે કંઈપણ થઈ શકે છે!” પણ હું ચૂપ નહિ બેસું! જુઓ વિડીયો

  • April 25, 2026
  • 14 views
PM Modi: નરેન્દ્ર મોદી વિરુદ્ધ બોલતા મધુ કિશ્વરને પોલીસનું તેંડુ! કિશ્વરે કહ્યું “મારી સાથે કંઈપણ થઈ શકે છે!” પણ હું ચૂપ નહિ બેસું! જુઓ વિડીયો