Iran War: દુનિયા બેહાલ,રશિયા માલામાલ ! દરરોજ 150 મિલિયન ડોલરની કમાણી

  • World
  • March 15, 2026
  • 0 Comments

Iran War: ઈરાન યુદ્ધને કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં તીવ્ર વધારો થયો છે. તાજેતરમાં તે પ્રતિ બેરલ $120 ની નજીક પહોંચી ગયો છે અને હજુ પણ $100 ની ઉપર ટ્રેડ થઈ રહ્યો છે. ઈરાન અને અમેરિકા/ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા શિપિંગ અવરોધાયું છે. વિશ્વના તેલનો લગભગ 20% ભાગ આ માર્ગ પરથી પસાર થાય છે. તંગ પુરવઠાને કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો થયો છે. જ્યારે વિશ્વ મુશ્કેલીમાં મુકાઈ રહ્યું છે, ત્યારે રશિયા નફો કમાઈ રહ્યું છે. તે પ્રીમિયમ પર તેનું તેલ વેચીને દરરોજ $150 મિલિયનની વધારાની કમાણી કરી રહ્યું છે. એવું માનવામાં આવે છે કે આ મહિનાના અંત સુધીમાં, તેની વધારાની કમાણી $4 બિલિયન સુધી પહોંચી શકે છે.

ઈરાન યુદ્ધ પહેલા, રશિયન તેલ ડિસ્કાઉન્ટ આપતું હતું. જોકે, ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરી દેતા તેલનો પુરવઠો ખોરવાઈ જતા હવે રશિયા એક માત્ર વિકલ્પ બનતા હવે રશિયન તેલની માંગ વધી ગઈ છે. આ દરમિયાન, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સહિત ઘણા દેશોને રશિયન તેલ ખરીદવાથી 30 દિવસની મુક્તિ આપતા રશિયાનું તેલ ખરીદવા પડાપડી થઈ રહી છે.

માર્ચમાં શિપિંગ ડેટા અને તેલના ભાવમાં વધારાને કારણે ફેબ્રુઆરીની સરખામણીમાં રશિયાના તેલ અને ગેસની આવકમાં બે તૃતીયાંશ વધારો થવાનો અંદાજ છે.ઈરાન યુદ્ધ શરૂ થયા પછી રશિયન યુરલ ક્રૂડના ભાવમાં લગભગ 50%નો વધારો થયો છે. કેપ્લરના ડેટા અનુસાર, રશિયાએ ફેબ્રુઆરીમાં દરિયાઈ માર્ગે દરરોજ 3.18 મિલિયન બેરલ તેલ મોકલ્યું હતું, જે માર્ચમાં વધીને $4.56 મિલિયન થયું હતું.

અગાઉ, યુએસ પ્રતિબંધોને કારણે રશિયાની ઊર્જા આવક પર મોટી અસર પડી હતી અને ફેબ્રુઆરીમાં રશિયાએ તેનું તેલ બ્રેન્ટ ક્રૂડને પ્રતિ બેરલ $10 ના ડિસ્કાઉન્ટ પર વેચવું પડ્યું હતું.જોકે, હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે, રશિયન તેલ હવે પ્રતિ બેરલ $5 ના પ્રીમિયમ પર ઉપલબ્ધ છે.

ઈરાનમાં યુદ્ધને કારણે ઘણા એશિયન દેશોમાં તેલની અછત સર્જાઈ છે. પરિણામે, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને થાઈલેન્ડ જેવા દેશો હવે રશિયન તેલ ખરીદવાની તૈયારી કરી રહ્યા છે.ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી રશિયાનું 93% તેલ માત્ર ચીન, ભારત અને તુર્કીમાં જતું હતું પણ હવે અન્ય દેશો રશિયન તેલ લેવા લાઈનમાં છે.

યુક્રેન યુદ્ધ બાદ જ્યારે પશ્ચિમી દેશોએ રશિયન તેલ અને ગેસ ખરીદવા પર પ્રતિબંધો લાદ્યા, ત્યારે રશિયાએ ભારત અને ચીનને ડિસ્કાઉન્ટ પર તેલ વેચવાનું શરૂ કર્યું હતું પરિણામે રશિયા ઝડપથી ભારતનો સૌથી મોટો ક્રૂડ સપ્લાયર બન્યો હતો જોકે,ટ્રમ્પના દબાણને કારણે ભારતે રશિયન તેલની ખરીદી ઘટાડી દીધી હતી તે વખતે ભારતીય કંપનીઓએ 30 મિલિયન બેરલથી વધુ રશિયન ક્રૂડ ખરીદ્યું હતું જોકે, ઈરાન યુદ્ધ બાદ ટ્રમ્પે ભારતને 30 દિવસ સુધી રશિયા પાસેથી તેલ ખરીદવાની છૂટ આપતા હવે રશિયા ભારતને ડિસ્કાઉન્ટથી નહિ પણ મોંઘુ તેલ વેચશે.આમ,હવે ઈરાન યુદ્ધ રશિયાને ફળ્યું છે અને રોજના 150 મિલિયન ડોલરની કમાણી કરી રહ્યું છે.

આ પણ વાંચો:

OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!

Saudi: “સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન ઉપર હુમલો!” મોટા મોટા બણગાં ફૂંકનારા પાક ખરા સમયે “દર” માં ભરાઈ જતા સાઉદી ભડકયું!!

Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

Related Posts

Houthis Saudi Blockade: હોર્મુઝ બાદ હવે બાબ-અલ-મંદેબ પર ખતરો! હૂથીઓની ધમકીથી વૈશ્વિક વેપાર પર મોટું જોખમ
  • July 22, 2026

Houthis Saudi Blockade: મધ્ય પૂર્વમાં પહેલેથી જ વધી રહેલા તણાવ વચ્ચે હવે વધુ એક ગંભીર ઘટનાએ સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. યમનમાં સક્રિય હૂથી બળવાખોર સંગઠને સાઉદી અરેબિયા સામે નૌકાબંધી…

Continue reading
Trump Generic Medicine Tariff: ટ્રમ્પનો 200% ટેરિફનો મોટો દાવ! ભારતીય જેનેરિક દવાઓ પર અમેરિકાની નવી નીતિથી ફાર્મા ઉદ્યોગમાં ચિંતા
  • July 22, 2026

Trump Generic Medicine Tariff: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર પોતાની “અમેરિકા ફર્સ્ટ” વેપાર નીતિ હેઠળ એવો નિર્ણય જાહેર કર્યો છે, જેનો સૌથી મોટો ફટકો ભારતના ફાર્માસ્યુટિકલ ઉદ્યોગને લાગી શકે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Food Adulteration India: 5 વર્ષમાં 1.85 લાખ ભેળસેળના કેસ, માત્ર 3.3% કેસોમાં જ સજા

  • August 1, 2026
  • 1 views
Food Adulteration India: 5 વર્ષમાં 1.85 લાખ ભેળસેળના કેસ, માત્ર 3.3% કેસોમાં જ સજા

Waste Colonialism Madras HC: ભારત વિકસિત દેશો માટે બન્યું કચરો ઠાલવવાનું કેન્દ્ર, વેસ્ટ કોલોનિયલિઝમ પર હાઈકોર્ટની કડક ટિપ્પણી

  • July 31, 2026
  • 6 views
Waste Colonialism Madras HC: ભારત વિકસિત દેશો માટે બન્યું કચરો ઠાલવવાનું કેન્દ્ર, વેસ્ટ કોલોનિયલિઝમ પર હાઈકોર્ટની કડક ટિપ્પણી

Jamnagar Farmers Protest: જામનગરમાં વીજલાઈન વિવાદ, હજારો ખેડૂતોનો કલેક્ટર કચેરીએ ઉગ્ર વિરોધ

  • July 31, 2026
  • 9 views
Jamnagar Farmers Protest: જામનગરમાં વીજલાઈન વિવાદ, હજારો ખેડૂતોનો કલેક્ટર કચેરીએ ઉગ્ર વિરોધ

Reservation in India: આરક્ષણ માત્ર 10 વર્ષ માટે હતું? સોશિયલ મીડિયા પર વાયરલ દાવાઓ વચ્ચે જાણો બંધારણમાં શું લખ્યું છે

  • July 31, 2026
  • 10 views
Reservation in India: આરક્ષણ માત્ર 10 વર્ષ માટે હતું? સોશિયલ મીડિયા પર વાયરલ દાવાઓ વચ્ચે જાણો બંધારણમાં શું લખ્યું છે

AI Surveillance India: AI સર્વેલન્સ પર દેશભરમાં વિવાદ, જંતર મંતર વિરોધ બાદ Facial Recognition Technology પર ઉઠ્યા સવાલ

  • July 31, 2026
  • 6 views
AI Surveillance India: AI સર્વેલન્સ પર દેશભરમાં વિવાદ, જંતર મંતર વિરોધ બાદ Facial Recognition Technology પર ઉઠ્યા સવાલ

India GDP Growth: ભારતની ગ્રોથ સ્ટોરી પર બ્રેક? GDP 6.6% સુધી ઘટવાની શક્યતા પાછળના 3 મોટા કારણો

  • July 31, 2026
  • 8 views
India GDP Growth: ભારતની ગ્રોથ સ્ટોરી પર બ્રેક? GDP 6.6% સુધી ઘટવાની શક્યતા પાછળના 3 મોટા કારણો