Iran War : ઈરાન હવે વિશ્વની ઉર્જા ચેઇન ખતમ કરવાના મૂડમાં છે! કતારે ગેસ પ્લાન્ટ બંધ કર્યો! ઈઝરાયેલના ઉર્જા સેન્ટર પણ ઈરાને મિસાઇલ છોડી! ટ્રમ્પ ઢીલા પડ્યા!

  • World
  • March 20, 2026
  • 0 Comments

Iran War : ઈરાનને બરબાદ કરવા ઈઝરાયેલે તેના ગેસ અને તેલ ભંડારો ઉપર કરેલા હુમલા બાદ હવે ઈરાને કતાર-સાઉદી-ઈઝરાયેલના ઉર્જા કેન્દ્રો ઉપર વળતા હુમલા શરૂ કરી દેતા દુનિયાભરમાં ગેસ અને ક્રૂડ ઓઇલની અછત ઉભી થઈ છે પરિણામે ભાવો આસમાને પહોંચતા આર્થિક તંગી સર્જાઈ છે.ટ્રમ્પની ભૂલ હવે દુનિયા ભોગવી રહી છે.

ઈરાનના ડ્રોન હુમલામાં કતારના રાસ લફ્ફાન સ્થિત દુનિયાના સૌથી મોટા LNG હબને મોટું નુકસાન પહોંચ્યું છે, વૈશ્વિક સપ્લાયનો લગભગ પાંચમો ભાગ અહીંથીજ જાય છે. હુમલા બાદ આ પ્લાન્ટને હાલ બંધ કરી દેવામાં આવતા સપ્લાય ચેઇન અટકી જતા હવે ભારત સહિતના દેશોમાં ભારે મુશ્કેલીઓ ઉભી થવાની છે.

ઈરાનના હુમલાથી કંપનીની લગભગ 17% LNG (લિક્વિફાઈડ નેચરલ ગેસ) ઉત્પાદન ક્ષમતા ખતમ થઈ ગઈ છે. કતાર એનર્જીના CEO સાદ અલ-કાબીએ જણાવ્યું કે આ સુવિધાઓને સંપૂર્ણપણે ઠીક કરવામાં 3થી 5 વર્ષનો સમય લાગી શકે છે.

અલ-કાબીએ કહ્યું કે આ નુકસાન એટલું મોટું છે કે કતારને તેના ઘણા લાંબા ગાળાના ગેસ સપ્લાય કોન્ટ્રાક્ટ્સ પર ‘ફોર્સ મેજર’ જાહેર કરવું પડી શકે છે. તેની અસર ઇટાલી, બેલ્જિયમ, સાઉથ કોરિયા અને ચીન જેવા દેશોને થતી ગેસ સપ્લાય પર પડી શકે છે.

તેમણે કહ્યું કે આ ઉર્જા પરિયોજનાઓમાં લગભગ 26 અબજ ડોલરનું રોકાણ કરવામાં આવ્યું હતું, જેને ભારે નુકસાન થયું છે. નિષ્ણાતોનું માનવું છે કે કતારની LNG સપ્લાયમાં આવેલો આ ઘટાડો વૈશ્વિક ગેસ બજારમાં મોટું સંકટ ઊભું કરી શકે છે અને કિંમતોમાં તીવ્ર ઉછાળો લાવી શકે છે.કતારના વડાપ્રધાન શેખ મોહમ્મદ બિન અબ્દુલ રહમાન અલ થાનીએ કહ્યું કે વર્તમાન યુદ્ધને તરત જ સમાપ્ત કરવું જોઈએ.તેમણે ઈરાનને અપીલ કરી કે તે પોતાના હુમલા રોકે અને સંઘર્ષને વધુ ન વધારે.

અલ થાનીએ કહ્યું કે પડોશી દેશોમાં હાજર અમેરિકી સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવવું સ્વીકાર્ય નથી જોકે,ઈરાન પણ કહી રહ્યું છે તમારા દેશમાં હાજર અમેરિકા અમારા ઉપર હુમલો કરે તેનો તમે કેમ વિરોધ કરતા નથી? અને અમારે વળતો હુમલો પણ નહીં કરવાનો? મતલબ સાફ છે જો તમે અમેરિકા-ઈઝરાયેલને સાથ આપો છો તો અમારે ન છૂટકે હુમલા ચાલુ રાખવા જ પડશે.

કતારના વડાપ્રધાન શેખ મોહમ્મદ બિન અબ્દુલ રહમાન અલ થાનીએ રાસ લફ્ફાન ગેસ પ્લાન્ટ પર થયેલા ઈરાની હુમલાનો ઉલ્લેખ કરતા કહ્યું કે તેનાથી ફક્ત કતાર જ નહીં પરંતુ સમગ્ર વિશ્વને અસર થશે.અલ થાનીએ ચેતવણી આપી કે આવા હુમલાઓની અસર દુનિયાભરના લાખો લોકો પર પડશે, કારણ કે તેનાથી ઉર્જા સપ્લાય પ્રભાવિત થશે.

ઈરાને સાઉદી, કતાર બાદ ઇઝરાયેલના મહત્વના ઉર્જા સ્થળ પર મોટો હુમલો કર્યો હતો. ઇરાને બેલેસ્ટિક મિસાઇલથી ઇઝરાયેલના હાઇફા શહેરમાં એક મુખ્ય ઓઇલ રિફાઇનરી કોમ્પ્લેક્સ પર હુમલો કર્યો.હુમલા બાદ રિફાઇનરી પરિસરમાં આગ લાગી ગઈ, જેને બુઝાવવા માટે ફાયર બ્રિગેડ અને રાહત ટીમોને તૈનાત કરવામાં આવી છે. ઘટનાસ્થળે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે અને સંભવિત ખતરનાક કેમિકલ લીકની પણ તપાસ કરવામાં આવી રહી છે.

જોકે, શરૂઆતની માહિતી મુજબ આ હુમલામાં કોઈના જાનહાનિના સમાચાર નથી. આ રિફાઇનરી ઇઝરાયલના સૌથી મોટા ઉર્જા કેન્દ્રોમાંની એક છે, જ્યાં ઇંધણ અને કેમિકલનું ઉત્પાદન થાય છે.આમ,મરણીયા બનેલા ઈરાને ઉર્જા સ્ત્રોત ઉપર હુમલા કરી હવે વિશ્વભરમાં સંકટ ઉભું કરી દીધું છે અને ટ્રમ્પની નાદાની આખી દુનિયાને નડવાની છે.

ઈરાનના હુમલાઓ બાદ ક્રૂડ અને ગેસના ભાવો આસમાને પહોંચી રહયા છે ત્યારે ટ્રમ્પ પણ ઢીલા પડી ગયા છે અને હવે અમેરિકા ઈરાની તેલ પરનો પ્રતિબંધ હળવો કરી શકે છે. અમેરિકાના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસન્ટે ફોક્સ ન્યૂઝને જણાવ્યું હતું કે ટ્રમ્પ વહીવટીતંત્ર ઈરાનમાંથી પહેલાથી જ ઈરાનનું જે ઓઈલ બહાર જઈ રહ્યું છે તેના પરના પ્રતિબંધોને અસ્થાયી રૂપે હટાવી શકે છે.

ઈરાન પર અમેરિકાના પ્રતિબંધો હોવા છતાં ઈરાન ગુપ્ત રીતે અથવા ખાસ માધ્યમથી કેટલાક દેશોને તેલ વેચવાનું ચાલુ રાખે છે. હવે, અમેરિકા બજારમાં પહેલાથી જ પ્રવેશતા ઓઈલ પરના પ્રતિબંધોને અસ્થાયી રૂપે હળવા કરવાનું વિચારી રહ્યું છે, જેનાથી પુરવઠો મુક્તપણે વધી શકે છે અને કિંમતો ઘટી શકે છે.

દરમિયાન ઓમાને યુદ્ધ અંગે અમેરિકા પર આકરા પ્રહારો કર્યા છે. ઓમાનના વિદેશ પ્રધાન બદ્ર અલ-બુસૈદીએ ઈરાન સાથેના યુદ્ધને ટ્રમ્પ વહીવટીતંત્રની “સૌથી મોટી ભૂલ” ગણાવી છે. તેમણે કહ્યું કે આ યુદ્ધ વૈશ્વિક અર્થતંત્ર અને પ્રાદેશિક સુરક્ષાને નુકસાન પહોંચાડી રહ્યું છે.

આ પણ વાંચો:

OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!

Saudi: “સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન ઉપર હુમલો!” મોટા મોટા બણગાં ફૂંકનારા પાક ખરા સમયે “દર” માં ભરાઈ જતા સાઉદી ભડકયું!!

Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

Related Posts

Turkey-Saudi-Pak Defence Alliance: સૌદી, પાકિસ્તાન અને તુર્કીનો સંયુક્ત રક્ષા કરાર! ભારત પર શું અસર પડશે?
  • August 10, 2026

Turkey-Saudi-Pak Defence Alliance: મધ્ય પૂર્વમાં ઝડપથી બદલાતી ભૂરાજકીય પરિસ્થિતિ વચ્ચે સૌદી અરેબિયા, પાકિસ્તાન અને તુર્કી વચ્ચે નવા સંયુક્ત રક્ષા સહકાર કરારની ચર્ચાએ આંતરરાષ્ટ્રીય રાજકારણમાં નવી દિશા આપી છે. વિવિધ મીડિયા…

Continue reading
RSP Nepal Politics: નેપાળની સત્તાધારી RSP માં આંતરિક વિખવાદ તેજ, બાલિન્દ્ર શાહ અને રબી લામિછાને આમને-સામને
  • August 10, 2026

RSP Nepal Politics: નેપાળની સત્તારૂઢ રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટી (RSP )માં સરકાર બન્યાના લગભગ છ મહિના બાદ આંતરિક મતભેદો હવે ખુલ્લેઆમ સામે આવવા લાગ્યા છે. વડા પ્રધાન બાલિન્દ્ર શાહ અને પાર્ટી અધ્યક્ષ રબી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Rahul Gandhi: ‘અમિત શાહે ગોળી ચલાવવાનો આદેશ આપ્યો હતો?’ રાહુલ ગાંધીના સવાલ પર નડ્ડાનો જવાબ- કોઈ ગોળી ચાલી નથી

  • August 12, 2026
  • 3 views
Rahul Gandhi: ‘અમિત શાહે ગોળી ચલાવવાનો આદેશ આપ્યો હતો?’ રાહુલ ગાંધીના સવાલ પર નડ્ડાનો જવાબ- કોઈ ગોળી ચાલી નથી

Delhi Student Protest RTI: RTIમાં મોટો ખુલાસો, દિલ્હી વિદ્યાર્થી આંદોલનમાં પેલેટ ગનથી ઓછામાં ઓછા 10 લોકો ઘાયલ

  • August 12, 2026
  • 3 views
Delhi Student Protest RTI: RTIમાં મોટો ખુલાસો, દિલ્હી વિદ્યાર્થી આંદોલનમાં પેલેટ ગનથી ઓછામાં ઓછા 10 લોકો ઘાયલ

Parliament NDA-INDIA: સંસદ બહાર NDA-INDIA આમને-સામને, દિલ્હી પોલીસ કાર્યવાહી અને ઝારખંડ મુદ્દે ભારે હોબાળો

  • August 11, 2026
  • 5 views
Parliament NDA-INDIA: સંસદ બહાર NDA-INDIA આમને-સામને, દિલ્હી પોલીસ કાર્યવાહી અને ઝારખંડ મુદ્દે ભારે હોબાળો

Chhattisgarh Liquor Scam: છત્તીસગઢ લિકર સ્કેમમાં EDની મોટી કાર્યવાહી, કોંગ્રેસ નેતા રામગોપાલ અગ્રવાલની ધરપકડ

  • August 11, 2026
  • 5 views
Chhattisgarh Liquor Scam: છત્તીસગઢ લિકર સ્કેમમાં EDની મોટી કાર્યવાહી, કોંગ્રેસ નેતા રામગોપાલ અગ્રવાલની ધરપકડ

Digital Addiction: સોશિયલ મીડિયા બાળકો માટે કેટલું ખતરનાક? એલ્ગોરિધમ્સ પર કડક નિયંત્રણની માંગ

  • August 11, 2026
  • 7 views
Digital Addiction: સોશિયલ મીડિયા બાળકો માટે કેટલું ખતરનાક? એલ્ગોરિધમ્સ પર કડક નિયંત્રણની માંગ

NCAP Air Pollution: ₹16,423 કરોડના ખર્ચ છતાં NCAP ના 83% શહેરોમાં હવા હજુ પ્રદૂષિત, સરકારના આંકડાએ વધારી ચિંતા

  • August 11, 2026
  • 8 views
NCAP Air Pollution: ₹16,423 કરોડના ખર્ચ છતાં NCAP ના 83% શહેરોમાં હવા હજુ પ્રદૂષિત, સરકારના આંકડાએ વધારી ચિંતા