Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું “હોર્મુઝ માર્ગ”નો ઉપયોગ અમે કરતા નથી! જેઓ કરે છે તે પોતેજ ઈરાન સાથે ફોડી લે!!

  • World
  • March 21, 2026
  • 0 Comments

Donald Trump: અમેરિકા અને ઈઝરાયલે ઈરાન પર કરેલા હુમલા બાદ યુદ્ધના 21માં દિવસે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે નજીકના દિવસોમાં સીઝ ફાયર કરવાનો સંકેત આપ્યો છે, ટ્રુથ સોશિયલ પર ટ્રમ્પે દાવો કર્યો છે કે અમેરિકાના જે ઉદ્દેશ્યો હતા,તે હવે પૂર્ણ થવા આવ્યા છે,હવે અમેરિકા સૈન્ય કાર્યવાહી ધીરે ધીરે ઓછી કરશે.

ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે અમે ઈરાનની મિસાઈલ ક્ષમતા, સંરક્ષણ ઉદ્યોગ, નૌસેના અને વાયુસેના સંપૂર્ણપણે નષ્ટ કરી નાંખી. અમે ઈરાનને ક્યારેય પરમાણુ હથિયાર બનાવવા દઇશું નહીં. અમે ઈઝરાયલની સાથે સાથે સાઉદી અરેબિયા, કતાર, યુએઈ, બહેરીન અને કુવૈતની પણ રક્ષા કરી અને આગળ પણ કરતાં રહીશું, સ્ટ્રેટ ઓફ હોર્મુઝ અંગે પણ અમેરિકાએ હવે પીછેહટ કરી છે અને તે માર્ગ ખોલવાની જવાબદારી તેમની નહિ હોવાનું કહી રહયા છે.

ટ્રમ્પ અને ઈઝરાયેલના કારણે યુદ્ધ થયું અને તેના કારણે દુનિયામાં ઓઈલ અને ગેસનો વેપાર ઠપ થઈ ગયો છે ત્યારે હવે ટ્રમ્પ કહી રહ્યા છે કે જે દેશો હોર્મુઝ સ્ટ્રેટથી પોતાના જહાજો લઈ જતાં હોય તે ત્યાંની સુરક્ષા તેમણે જાતેજ કરવાની રહેશે. પોતાના જહાજની સુરક્ષાની જવાબદારી તો જે તે દેશોની જ હોવી જોઈએ. અમેરિકા ક્યારેય આ રસ્તાનો ઉપયોગ કરતું નથી. જે દેશો અહીંથી ઓઈલ લઈ જતાં હોય અને વેપાર કરતાં હોય તે આગળ આવે અને પોતાની રક્ષા પોતેજ કરે તેવું કહીને તેઓ હવે પોતાની જવાબદારી માંથી છટકી ગયા છે.

આ પણ વાંચો:

OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!

Saudi: “સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન ઉપર હુમલો!” મોટા મોટા બણગાં ફૂંકનારા પાક ખરા સમયે “દર” માં ભરાઈ જતા સાઉદી ભડકયું!!

Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

Related Posts

US-Iran Deal: ટ્રમ્પની શાંતિ ડીલ કે ઈરાનની રાજકીય જીત? પશ્ચિમ એશિયાના યુદ્ધ બાદ ઉભા થયેલા નવા સવાલો
  • June 19, 2026

US-Iran Deal: ફેબ્રુઆરી મહિનામાં શરૂ થયેલો વૈશ્વિક તણાવ, જે એક સમયે ત્રીજા વિશ્વયુદ્ધની આશંકા જન્માવી રહ્યો હતો, તે ૧૮ જૂને એક અચાનક અને આશ્ચર્યજનક વળાંક સાથે સમાપ્ત થયો છે. જે…

Continue reading
India UK FTA: ભારત-UK મુક્ત વ્યાપાર કરારના છુપાયેલા પાસાં!
  • June 19, 2026

India UK FTA: ભારત અને યુનાઈટેડ કિંગડમ (UK) વચ્ચે ૧૫ જુલાઈ ૨૦૨૬થી મુક્ત વ્યાપાર કરાર (FTA) અમલી બનવા જઈ રહ્યો છે. સરકાર આ કરારને ભારત અને કોઈ પશ્ચિમી દેશ વચ્ચેનો…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Miyazaki Mango India: જાપાનની મિયાઝાકી કેરીનો ભારતમાં ક્રેઝ, લાખોના ભાવનું સત્ય

  • June 20, 2026
  • 2 views
Miyazaki Mango India: જાપાનની મિયાઝાકી કેરીનો ભારતમાં ક્રેઝ, લાખોના ભાવનું સત્ય

Bayad Land Scam: અરવલ્લીના બાયડમાં મૃત ખેડૂતને ‘જીવતા’ કરી જમીન સગેવગે કરવાનો ખેલ બહાર આવ્યો

  • June 20, 2026
  • 3 views
Bayad Land Scam: અરવલ્લીના બાયડમાં મૃત ખેડૂતને ‘જીવતા’ કરી જમીન સગેવગે કરવાનો ખેલ બહાર આવ્યો

Socialism in India: ભારતની ઉન્નતિમાં અવરોધ કે આશાનું કિરણ? સમાજવાદી નીતિઓની કડવી વાસ્તવિકતા!

  • June 20, 2026
  • 5 views
Socialism in India: ભારતની ઉન્નતિમાં અવરોધ કે આશાનું કિરણ? સમાજવાદી નીતિઓની કડવી વાસ્તવિકતા!

Political Defection and Stability: ભાજપા, સમાજવાદી પાર્ટી અને ડાબેરી પક્ષો કેમ અખંડ રહ્યા જ્યારે અન્ય પક્ષો સત્તા જતા જ તૂટી પડ્યા?

  • June 20, 2026
  • 9 views
Political Defection and Stability: ભાજપા, સમાજવાદી પાર્ટી અને ડાબેરી પક્ષો કેમ અખંડ રહ્યા જ્યારે અન્ય પક્ષો સત્તા જતા જ તૂટી પડ્યા?

TMC Political Crisis: મમતા બેનર્જીની પાર્ટી સામે અસ્તિત્વનું સંકટ, શું તૃણમૂલ ફરી એકવાર ‘તૃણમૂલ’ બની શકશે?

  • June 20, 2026
  • 9 views
TMC Political Crisis: મમતા બેનર્જીની પાર્ટી સામે અસ્તિત્વનું સંકટ, શું તૃણમૂલ ફરી એકવાર ‘તૃણમૂલ’ બની શકશે?

Jharkhand Rajya Sabha election: ઝારખંડ રાજ્યસભા ચૂંટણીમાં કોંગ્રેસને મોટો ઝટકો, ક્રોસ-વોટિંગથી હાથમાંથી સરકી ગઈ બેઠક

  • June 20, 2026
  • 5 views
Jharkhand Rajya Sabha election: ઝારખંડ રાજ્યસભા ચૂંટણીમાં કોંગ્રેસને મોટો ઝટકો, ક્રોસ-વોટિંગથી હાથમાંથી સરકી ગઈ બેઠક