
TATA Chemicals: દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપુર ખાતે આવેલી ટાટા કેમિકલ્સ (Tata Chemicals) કંપની સામે પ્રદુષણ મામલે દેવરામ વાલા ચારણ જેવા જાગૃત નાગરિકોના આંદોલનને કારણે આખરે ટાટા કેમિકલ્સ કંપની સામે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) દ્વારા કડક કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા છે.આ તપાસ મુખ્યત્વે દરિયાઈ પર્યાવરણને થતા નુકસાન અને પ્રદૂષણના ગંભીર આક્ષેપોને પગલે હાથ ધરવામાં આવી છે.
GPCB ના તાજેતરના નિરીક્ષણમાં જાણવા મળ્યું છે કે કંપની દ્વારા ખુલ્લી ચેનલ (Open Channel) મારફતે થતા ડિસ્ચાર્જને કારણે દરિયામાં ઘન કચરો જમા થયો છે, જે દરિયાઈ જીવસૃષ્ટિ માટે જોખમી સાબિત થઈ શકે છે.આ મામલે તપાસ માટે સ્થાનિક વહીવટીતંત્ર અને પ્રાંત અધિકારીના માર્ગદર્શન હેઠળ એક વિશેષ સંયુક્ત સમિતિની રચના કરવામાં આવી છે.
GPCB એ કંપનીને આદેશ આપ્યો છે કે તેઓ IIT, NEERI અથવા NIO જેવી રાષ્ટ્રીય કક્ષાની સંસ્થાઓ દ્વારા પ્રદૂષણની પર્યાવરણ પર થતી અસરોનો વિસ્તૃત અભ્યાસ (Impact Study) કરાવે.મહત્વનું છે કે સ્થાનિક જાગૃત નાગરિકો અને દેવરામ વાલા ચારણ જેવા કાર્યકરો દ્વારા કંપનીના પ્રદૂષણ સામે આમરણાંત ઉપવાસ અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા.
જો કંપની આ નિર્દેશોનું પાલન કરવામાં નિષ્ફળ જશે, તો તેની સામે ભારે દંડનીય અને કાયદાકીય કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપવામાં આવી છે.આ મુદ્દા ઉપર સિનિયર પત્રકાર દિલીપ પટેલે દેવરામ વાલા ચારણ સાથે વાત કરી હતી.જેઓએ The Gujarat Report ઉપર વિસ્તુત જાણકારી આપી હતી જે અત્રે પ્રસ્તુત છે,જુઓ વિડીયો
આ પણ વાંચો:
OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!








