Pakistan: ઈરાને અમેરિકાની શરતો સ્વીકારવાનો ઇન્કાર કરતા શાંતિ વાર્તા પડી ભાંગી! વિશ્વભરમાં મંદીના સંકેત

  • World
  • April 12, 2026
  • 0 Comments

Pakistan: દુનિયા આખીની નજર જેના ઉપર હતી તે પાકિસ્તાનમાં યોજાયેલી અમેરિકા અને ઈરાન વચ્ચેની શાંતિ મંત્રણા નિષ્ફળ રહી છે.
21 કલાક સુધી અરસપરસ થયેલી ચર્ચા બાદ ઈરાને અમેરિકાની કેટલીક શરતો સ્વીકારવાનો ઈન્કાર કરતા મંત્રણા પડી ભાંગી હતી પરિણામે હવે અમેરિકન ટીમ હવે કોઈપણ સમજૂતી વગર જ અમેરિકા પરત ફરી રહી છે.

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે ઇસ્લામાબાદમાં યોજેલી પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, “અમે ખુલ્લા મને શાંતિ મંત્રણા માટે આવ્યા હતા અને અમારો ‘અંતિમ અને સર્વશ્રેષ્ઠ પ્રસ્તાવ’ રજૂ કર્યો જેના ઘણા મુદ્દાઓ પર સાર્થક ચર્ચાઓ થઈ, પરંતુ ચર્ચાના અંતે કોઈ સમજૂતી સુધી પહોંચી શક્યા નથી.આ વાત અમેરિકા કરતા ઈરાન માટે વધુ ચિંતાજનક છે.

આ શાંતિ વાર્તા દરમિયાન અમેરિકાની સૌથી પહેલી શરત પરમાણુ કાર્યક્રમને લઈને હતી. અમેરિકાએ એવી ગેરંટી માંગી હતી કે ઈરાન ભવિષ્યમાં ક્યારેય પરમાણુ હથિયાર બનાવવાનો પ્રયાસ નહીં કરે. વેન્સે કહ્યુ, “અમે અમારી ‘રેડ લાઈન્સ’ સ્પષ્ટ કરી દીધી છે. કઈ બાબતો પર સમજૂતી થઈ શકે અને કઈ બાબતો પર બિલકુલ નહીં, તે અમે કહી દીધું હતું જેની સામે ઈરાની પ્રતિનિધિમંડળે અમારી શરતો ન સ્વીકારવાનો વિકલ્પ પસંદ કર્યો છે.”

બીજી તરફ, ઈરાનની સરકારી ન્યૂઝ એજન્સી તસનીમના જણાવ્યા અનુસાર, અમેરિકાની અતાર્કિક શરતોને કારણે કોઈ કોમન ફ્રેમવર્ક તૈયાર થઈ શક્યું નથી. ઈરાનનું માનવું છે કે અમેરિકાએ સમજૂતીમાં અવરોધ ઊભા કર્યા છે ઈરાને પણ સ્પષ્ટ કર્યું છે કે ઈસ્લામાબાદમાં અમેરિકા સાથે થયેલી વાતચીત કોઈ સમજૂતી વગર સમાપ્ત થઈ ગઈ. ઈરાની ન્યૂઝ એજન્સી તસ્નીમ અનુસાર, અમેરિકાની શરતો જરૂરિયાત કરતાં વધુ કડક હતી. આ કારણે સમજૂતીનો માર્ગ નીકળી શક્યો નહીં.

ઈરાનની સરકારી ન્યૂઝ એજન્સી ‘ફાર્સ’નાઅહેવાલમાં જણાવાયુ છે કે ઈરાનનો આરોપ છે કે અમેરિકા જાણીજોઈને એવી શરતો રાખી રહ્યું છે જે સ્વીકારવી અશક્ય હોય, જેથી શરતો તોડવાનો દોષ ઈરાન પર ઢોળી ફરી હુમલા કરી તેઓની ઈચ્છાઓ પૂર્ણ થઈ શકે.

જ્યારે ઈરાનના પ્રેસ ટીવીએ જણાવ્યું કે વિવાદના મુખ્ય મુદ્દાઓમાં હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવાના અધિકારો અને ઈરાનના પરમાણુ અધિકારો જેવા મુદ્દાઓ શામેલ હતા ઇસ્લામાબાદની વાટાઘાટોમાં લેબનોન પણ છવાયેલું રહ્યું,ડોન અનુસાર, ઈરાને લેબનોનમાં તાત્કાલિક યુદ્ધવિરામનો આગ્રહ રાખ્યો હતો. ઈરાની પક્ષે સ્પષ્ટપણે અમેરિકાને તેના સાથી ઈઝરાયલ પર લેબનોન પર હુમલા બંધ કરવા દબાણ કરવા માંગ કરી હતી. જોકે, આ મુદ્દા પર અમેરિકા તરફથી સહમતિ ન બનતા મુદ્દો અસફળ રહ્યો આમ,એકબીજા તેમની શરતો માનવા તૈયાર ન થયા પરિણામે મંત્રણા પડી ભાંગી છે.

વિશ્વના જહાજો હોર્મુઝની સામુદ્રધુનીમાં અટવાયેલા હોવાથી વિશ્વના દેશોની નજર આ બેઠક ઉપર હતી, પરંતુ ઇરાને અમેરિકાની કડક શરતો માનવાનો ઇન્કાર કરતા શાંતિ વાર્તા પડી ભાંગી છે, ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસને અગાઉથી જ ચેતવણી આપી હતી કે જો ઈરાન શરતો સ્વીકારવાનો ઇન્કાર કરશેતો તેના ગંભીર પરિણામો આવી શકે છે આમ,ફરી એકવાર યુદ્ધ ચાલુ થશે અને ઈરાન હોર્મુઝની ખાડી ખોલશે નહિ પરિણામે આખા વિશ્વ ઉપર તેના ભયાનક પરિણામો આવી શકે છે.

આ પણ વાંચો:

OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!

Saudi: “સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન ઉપર હુમલો!” મોટા મોટા બણગાં ફૂંકનારા પાક ખરા સમયે “દર” માં ભરાઈ જતા સાઉદી ભડકયું!!

Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

 

Related Posts

NAZA Documentary Controversy: ગાઝા પરની ‘નાઝા’ ડોક્યુમેન્ટરીથી ઇઝરાયલમાં વિવાદ, ફિલ્મકારોની નાગરિકતા રદ કરવાની મંત્રીની ધમકી
  • September 15, 2026

NAZA Documentary Controversy: ગાઝામાં ઇઝરાયલના સૈન્ય અભિયાન પર બનેલી ડોક્યુમેન્ટરી ‘નાઝા’ (NAZA)ને લઈને ઇઝરાયલમાં રાજકીય વિવાદ વકર્યો છે. ઇઝરાયલના સંસ્કૃતિ મંત્રી મિકી જોહરે ફિલ્મના ફિલ્મકાર યુવાલ અબ્રાહમ અને રૅચલ ઝોરની…

Continue reading
Osama Bin Laden India Target: ઓસામા બિન લાદેનના સંભવિત આતંકી હુમલાના નિશાનામાં ભારત પણ હતું, CIAના દસ્તાવેજોથી ખુલાસો
  • September 14, 2026

Osama Bin Laden India Target: અલ-કાયદાના પૂર્વ વડા ઓસામા બિન લાદેનની આતંકી યોજનાઓને લઈને અમેરિકી ગુપ્તચર એજન્સી CIA દ્વારા જાહેર કરવામાં આવેલા દસ્તાવેજોમાં મહત્વની માહિતી સામે આવી છે. દસ્તાવેજો અનુસાર,…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા

  • September 16, 2026
  • 3 views
Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા

Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા

  • September 16, 2026
  • 4 views
Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા

UAPA Bail Long Custody: UAPA કેસોમાં લાંબી કસ્ટડી સામે જામીનનો સવાલ, અદાલતોના તાજેતરના નિર્ણયો ચર્ચામાં

  • September 16, 2026
  • 5 views
UAPA Bail Long Custody: UAPA કેસોમાં લાંબી કસ્ટડી સામે જામીનનો સવાલ, અદાલતોના તાજેતરના નિર્ણયો ચર્ચામાં

Manipur Violence: નવી સરકાર બાદ મણિપુરમાં કુકી-જો અને નાગા વચ્ચે હિંસાનો નવો તબક્કો, 27ના મોત અને 100થી વધુ ઘરો સળગ્યા

  • September 16, 2026
  • 9 views
Manipur Violence: નવી સરકાર બાદ મણિપુરમાં કુકી-જો અને નાગા વચ્ચે હિંસાનો નવો તબક્કો, 27ના મોત અને 100થી વધુ ઘરો સળગ્યા

‘ફિક્સર વકીલો’ની ઓળખ કરી કૉલેજિયમને માહિતી આપવી જોઈએ – Mahesh Jethmalani

  • September 16, 2026
  • 9 views
‘ફિક્સર વકીલો’ની ઓળખ કરી કૉલેજિયમને માહિતી આપવી જોઈએ – Mahesh Jethmalani

Umar Khalid Documentary Screening: ABVPના વિરોધ બાદ NLSIUમાં ઉમર ખાલિદની ડૉક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ સ્થગિત

  • September 16, 2026
  • 12 views
Umar Khalid Documentary Screening: ABVPના વિરોધ બાદ NLSIUમાં ઉમર ખાલિદની ડૉક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ સ્થગિત