Donald Trump: ઈરાને ભારતીય જહાજોને “ટોલ”માંથી આપી મુક્તિ! અમેરિકા-ઈરાન વચ્ચે સામસામી ધમકી આપવાનો સિલસિલો યથાવત

  • World
  • April 14, 2026
  • 0 Comments

Donald Trump: પાકિસ્તાનમાં ઈરાન-અમેરિકા વચ્ચેની શાંતિ વાટાઘાટો નિષ્ફળ ગયા બાદ હવે અમેરિકાએ ઈરાન વિરુદ્ધ ‘ઓપરેશન બ્લોકેડ’ શરૂ કરી અરબ સાગર અને હોર્મુઝની ખાડીમાં અમેરિકી નૌકાદળના 15થી વધુ વિધ્વંસક જહાજો તૈનાત કરી નાકાબંધી શરૂ કરી છે, અમેરિકાના સ્ટીલ્થ ફાઈટર જેટ્સ F-35B સતત ફ્લાય કરી ઈરાનની ગતિવિધિઓ પર નજર રાખી રહ્યા છે.

દરમિયાન,ટ્રમ્પે સોશિયલ મીડિયા પર લખ્યું કે ઈરાન નેવીના 158 જહાજો અમે પહેલેથી જ નષ્ટ કરી દીધા છે હવે ઈરાન પાસે નેવી જેવું કંઈ બચ્યું નથી હવે ઈરાન પાસે માત્ર નાની ફાસ્ટ એટેક બોટ છે જે અમારા જહાજોની નજીક આવવાની હિંમત કરશે, તો અમે તેને ખતમ કરી દઈશું ટ્રમ્પની ધમકી સામે ઈરાનની સેનાએ પણ વળતી ધમકી આપી છે કે જો તેમના તેલ નિકાસ કે બંદરોને અમેરિકા દ્વારા કોઈ નુકસાન કરવામાં આવશે તો ઈરાન તેનો વળતો બદલો લેશે અને અરબ સાગર અને ઓમાનની ખાડીમાં કોઈપણ દેશના બંદરોને સુરક્ષિત રહેવા દેશે નહીં.

હોર્મુઝની ખાડીને લઈને ચાલી રહેલા વૈશ્વિક તણાવ અને અમેરિકાની કડક નાકાબંધી વચ્ચે ભારત માટે સારા સમાચાર આવ્યા છે. ઈરાને જાહેર કર્યું છે કે તે હોર્મુઝમાંથી પસાર થતા ભારતીય જહાજો પાસેથી કોઈ પણ પ્રકારનો ‘ટોલ ટેક્સ’ વસૂલશે નહીં. ઈરાને ભારતને પોતાનો અત્યંત વિશ્વસનીય સાથી ગણાવીને મુશ્કેલ સમયમાં સુરક્ષિત રસ્તો આપવાની ખાતરી આપી છે.

ભારતમાં ઈરાનના રાજદૂત મોહમ્મદ ફતાલીએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, તમે ભારત સરકારને પૂછી શકો છો કે શું અમે અત્યાર સુધી કોઈ રકમ વસૂલી છે? મુશ્કેલ સમયમાં પણ અમારા સંબંધો મજબૂત છે. અમારું માનવું છે કે ભારત અને ઈરાનના હિતો એક સમાન છે. તેમણે ઉમેર્યું હતું કે ભારતીય જહાજોને ભવિષ્યમાં પણ હોર્મુઝમાંથી સુરક્ષિત રીતે પસાર થવા દેવામાં આવશે.

આ એલાન એવા સમયે આવ્યું છે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાની બંદરો પર સંપૂર્ણ નાકેબંધી જાહેર કરી છે. આ દરમિયાન ભારતના જળમાર્ગ મંત્રાલયે માહિતી આપી છે કે હોર્મુઝમાં ફસાયેલા 15 ભારતીય જહાજોને પરત લાવવા માટે વિદેશ મંત્રાલય સાથે મળીને પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે. બીજી તરફ, બ્રિટન અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોએ ઈરાન પરની અમેરિકી નાકાબંધીને સમર્થન આપવાની ચોખ્ખી ના પાડી દીધી છે.

આમ,ઈરાન અને અમેરિકા વચ્ચે ઘૂચવાયેલા કોકડામાં અન્ય દેશોએ અમેરિકાને સમર્થન આપવાનો ઇન્કાર કર્યો છે પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં થયેલી પ્રથમ રાઉન્ડની વાતચીત નિષ્ફળ રહ્યા બાદ હવે બીજા રાઉન્ડ માટે પાકિસ્તાને જ ફરી યજમાન બનવાની દરખાસ્ત મૂકી છે. જોકે જોવાનું રહેશે કે શું ઈરાન અને અમેરિકા ફરી પાકિસ્તાનમાં જ શાંતિ મંત્રણા કરશે કે પછી આ વખતે કોઈ નવી જગ્યા નક્કી કરાશે આ પહેલા પુતિન પણ આ વાત કહી ચુક્યા છે હવે જોવાનું એ રહે છે કે ફરી બીજા રાઉન્ડની મંત્રણા ક્યાં અને કેવી રીતે થશે? પણ ત્યાં સુધી યુદ્ધ વિરામ હજુ અમલમાં છે.

આ પણ વાંચો:

OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!

Saudi: “સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન ઉપર હુમલો!” મોટા મોટા બણગાં ફૂંકનારા પાક ખરા સમયે “દર” માં ભરાઈ જતા સાઉદી ભડકયું!!

Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

 

Related Posts

US Economy: યુદ્ધથી કોને ફાયદો? અમેરિકાની બેન્કો અને ડિફેન્સ કંપનીઓની કમાણીનો ખુલાસો
  • July 18, 2026

US Economy: જ્યારે દુનિયાના કોઈ ખૂણે યુદ્ધ ફાટી નીકળે છે, ત્યારે તેની અસર માત્ર સરહદો પર જ નથી પડતી, પરંતુ તે ગ્લોબલ ઇકોનોમીના પાયા હચમચાવી નાખે છે. યુદ્ધની શરૂઆતમાં અર્થશાસ્ત્રીઓએ…

Continue reading
Adani US Investment Proposal: અદાણીએ અમેરિકી કોર્ટમાં 10 અબજ ડોલરના રોકાણ પ્રસ્તાવની કરી કબૂલાત
  • July 16, 2026

Adani US Investment Proposal: ભારતીય ઉદ્યોગ જગતના દિગ્ગજ ગૌતમ અદાણીએ તાજેતરમાં અમેરિકાની ન્યૂયોર્ક સ્થિત ઈસ્ટર્ન ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં એક મહત્વનું સોગંદનામું (સ્વોર્ન એફિડેવિટ) દાખલ કર્યું છે. ૧૫ જુલાઈના રોજ રજૂ કરવામાં…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

KCBC FCRA Bill controversy: કેરળમાં ખ્રિસ્તી સંગઠનનો આરોપ, FCRA Bill અંગેના વચનથી BJP નેતાઓની પીછેહઠ

  • July 21, 2026
  • 5 views
KCBC FCRA Bill controversy: કેરળમાં ખ્રિસ્તી સંગઠનનો આરોપ, FCRA Bill અંગેના વચનથી BJP નેતાઓની પીછેહઠ

Student Protest India: દેશભરમાં ફાટી નીકળ્યો યુવાનોનો આક્રોશ, દિલ્હીથી લઈને મુંબઈ અને લખનૌ સુધી પેપર લીક વિરુદ્ધ દેખાવો!

  • July 21, 2026
  • 5 views
Student Protest India: દેશભરમાં ફાટી નીકળ્યો યુવાનોનો આક્રોશ, દિલ્હીથી લઈને મુંબઈ અને લખનૌ સુધી પેપર લીક વિરુદ્ધ દેખાવો!

India Foreign Policy: ભારતની વિદેશ નીતિમાં ‘વિશ્વાસ’ બન્યો વ્યૂહાત્મક શક્તિનો આધાર, વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે મજબૂત થઈ ભાગીદારીઓ

  • July 21, 2026
  • 6 views
India Foreign Policy: ભારતની વિદેશ નીતિમાં ‘વિશ્વાસ’ બન્યો વ્યૂહાત્મક શક્તિનો આધાર, વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે મજબૂત થઈ ભાગીદારીઓ

Congress PM house protest: વિદ્યાર્થીઓના સમર્થનમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી પાસે માફી અને ગૃહમંત્રીના રાજીનામાની માંગ કરી

  • July 21, 2026
  • 6 views
Congress PM house protest: વિદ્યાર્થીઓના સમર્થનમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી પાસે માફી અને ગૃહમંત્રીના રાજીનામાની માંગ કરી

Modi NEET farmers protest statement: પેપર લીક અને ખેડૂત આંદોલનને લઈને પીએમ મોદીનું નિવેદન, શંભુ બોર્ડર પર ખેડૂતો અટકાવતા રાજકીય ગરમાવો!

  • July 21, 2026
  • 13 views
Modi NEET farmers protest statement: પેપર લીક અને ખેડૂત આંદોલનને લઈને પીએમ મોદીનું નિવેદન, શંભુ બોર્ડર પર ખેડૂતો અટકાવતા રાજકીય ગરમાવો!

Jantar Mantar police crackdown: જંતર-મંતરથી કનોટ પ્લેસ સુધી પોલીસનું ક્રૂર દમન, વિદ્યાર્થીઓના લોહીથી રંજીત સડકો અને વિપક્ષનો ઉગ્ર આક્રોશ!

  • July 21, 2026
  • 9 views
Jantar Mantar police crackdown: જંતર-મંતરથી કનોટ પ્લેસ સુધી પોલીસનું ક્રૂર દમન, વિદ્યાર્થીઓના લોહીથી રંજીત સડકો અને વિપક્ષનો ઉગ્ર આક્રોશ!