
America: ઈરાન ઉપર અમેરિકા અને ઈઝરાયેલે હુમલા શરૂ કર્યા બાદ ઇરાને હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરી દેતા સમગ્ર વિશ્વમાં તેલ-ગેસની આયાત ઠપ્પ થઈ જતા ભારે તંગી ઉભી થતાં મોંઘવારી વધી હતી અને અર્થતંત્ર ખોરવાઈ ગયું હતું જોકે,અમેરિકા-ઈરાન વચ્ચે બે અઠવાડિયાના યુદ્ધ વિરામ બાદ શાંતિ મંત્રણા નિષ્ફળ રહેતા સ્થિતિમાં કોઈ સુધારો આવ્યો ન હતો બાદમાં અમેરિકાએ નાકાબંધી કરતા અને આજ અરસામાં ઈઝરાયેલ-લેબનોન વચ્ચે સીઝફાયર થતાં ઇરાને હોર્મુઝ સ્ટ્રેટ સંપૂર્ણપણે ખોલવાની જાહેરાત કરી છે.
ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ જાહેરાત કરતા જણાવ્યું છે કે, ઇઝરાયલ અને લેબેનોન વચ્ચે થયેલા યુદ્ધવિરામ બાદ હવે હોર્મુઝ સ્ટ્રેટ તમામ વ્યાપારી જહાજો માટે ખુલ્લું કરી દીધું છે.ઇરાનના આ નિર્ણયથી વૈશ્વિક બજારમાં તેલના ભાવ અને માલસામાનની સપ્લાય ચેઈનને હવે રાહત મળશે.
In line with the ceasefire in Lebanon, the passage for all commercial vessels through Strait of Hormuz is declared completely open for the remaining period of ceasefire, on the coordinated route as already announced by Ports and Maritime Organisation of the Islamic Rep. of Iran.
— Seyed Abbas Araghchi (@araghchi) April 17, 2026
હવેથી ઈરાનના બંદરો અને મેરીટાઇમ ઓર્ગેનાઇઝેશન દ્વારા નક્કી કરવામાં આવેલા કોઓર્ડિનેટેડ રૂટ પર જહાજો પસાર થઈ શકશે.મહત્વનું છે કે વિશ્વના કુલ ક્રૂડ ઓઈલના પુરવઠાનો મોટો હિસ્સો હોર્મુઝની ખાડીમાંથી પસાર થાય છે અને યુદ્ધની સ્થિતિમાં છેલ્લા દોઢ મહિનાથી આ માર્ગ બંધ થવાથી તેલ-ગેસનો પુરવઠો ખોરવાતા આર્થિક સંકટ ઉભું થયું હતું.હવે આ માર્ગ ખુલવાની જાહેરાત થતા જ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં 11% થી વધુનો ધરખમ ઘટાડો નોંધાયો છે, જે ઉર્જા કટોકટીમાં મોટી રાહત સમાન છે.જોકે,આ માર્ગ હાલ લેબનોનમાં અમલી બનેલા યુદ્ધ વિરામની અવધિ સુધી ખુલ્લો રાખવાની પણ જાહેરાત કરવામાં આવી છે.
■ હોર્મુઝ સ્ટ્રેટ ભલે ખુલ્લું પણ અમે નાકાબંધી ચાલુ રાખીશું : ડોનાલ્ડ ટ્રમ્પ
ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ ખોલવાની કરેલી જાહેરાત બાદ ટ્રમ્પનું નિવેદન સામે આવ્યું છે તેઓએ કહ્યું છે કે ભલે હોર્મુઝ સ્ટ્રેટ ખુલ્લું થઈ ગયું હોય, પરંતુ ઈરાન પર અમેરિકી નૌકાદળની નાકાબંધી ચાલુ રહેશે અને તે ફક્ત ઈરાન પર જ લાગુ પડશે.તેમણે ઉમેર્યુ કે આ નાકાબંધી ત્યાં સુધી ચાલુ રહેશે જ્યાં સુધી અમેરિકા અને ઈરાન વચ્ચેની ડીલ સંપૂર્ણપણે સમાપ્ત ન થઈ જાય,ટ્રમ્પે દાવો કર્યો કે વાતચીતના મોટાભાગના મુદ્દાઓ પર પહેલાથી જ સહમતિ બની ગઈ છે અને આ પ્રક્રિયા જલ્દી પૂરી થઈ શકે છે.
આ પણ વાંચો:
OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!









