BJP: ભાજપની સભાઓમાં જન મેદની જામતી નથી! જનતા હતાશ કેમ છે? જુઓ વિડીયો

BJP: રાજ્યમાં ચૂંટણી આડે હવે માત્ર ગણતરીના જ દિવસો બાકી રહયા છે ત્યારે રાજકીય પક્ષોમાં પ્રચારનો ધમધમાટ શરૂ થયો છે પણ જનતામાં ચુંટણીઓ માટે કોઈ ઉત્સાહ દેખાતો નથી સભાઓ નીરસ જણાઈ રહી છે રાજ્યમાં 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતો માટે તા. 26 એપ્રિલના રોજ મતદાન થવાનું છે અને તા.28 એપ્રિલના રોજ મતગણતરી થવાની છે ત્યારે જનતામાં કોઈ ઉત્સાહ જણાતો નથી અને સભાઓમાં પણ લોકોની પાંખી હાજરી જોવા મળી રહી છે ભાજપ સંગઠન દ્વારા વધુને વધુ લોકોને સભાઓમાં જોડવા માટેના પ્રયાસો કરવામાં આવી રહયા છે, તેમ છતાં લોકો સભાઓમાં ભાષણો સાંભળવા આવતા નથી.

વિશ્લેષકો આ માટેના કેટલાક કારણો જણાવતા કહે છે કે ઉનાળાની ગરમીમાં કોઈ આવવા માંગતું નથી તો વળી ભાજપના નેતાઓ સામે નારાજગી જોવા મળી રહી છે તો પાંખી હાજરી માટેનું એક કારણ બદલાયેલા જમાનામાં સોશ્યલ મીડિયા પણ છે,લોકો પોતાનો અભિપ્રાય સોશ્યલ મીડિયામાં વ્યક્ત કરી રહયા છે અને એટલે જ હવે ભાજપે એક લાખથી વધુ વ્યવર ધરાવતા ઇન્ફ્યુલરને પ્રચાર પ્રસારનું કામ સોંપ્યું છે બીજું કે સોશ્યલ મીડિયામાં પોલીસની જનતા સાથેની ગેર વર્તુણુંકના અનેક વિડીયો વાયરલ થઈ રહયા છે,જેમાં પોલીસ સરકાર માટે કામ કરતી હોવાનું જોડવામાં આવી રહ્યું છે પરિણામે ભાજપની છબી સૌથી વધુ ખરડાઈ રહી છે આવું વિશ્લેષકોનું માનવું છે.

આ અંગે સિનિયર પત્રકાર દિલીપ પટેલે જણાવ્યું હતું કે ભાજપમાં આ વખતે આંતરિક અસંતોસ ઉપરાંત કેટલાક નેતાઓના ભાષણો લોકોને ગમતા નથી અને ભાજપની ખરડાયેલી છબી પણ જનતામાં અસંતોષનું કારણ છે તેઓએ કહ્યું કે હર્ષ સંઘવી,ભુપેન્દ્ર પટેલ,જગદીશ પંચાલના ભાષણો કોઈને ગમતા નથી.

આ મુદ્દા ઉપર વરિષ્ઠ પત્રકાર દિલીપ પટેલે કરેલી વિસ્તૃત છણાવટ અત્રે પ્રસ્તુત છે જુઓ વિડીયો.

આ પણ વાંચો:

Japan: જાપાને હવામાંથી ‘એર પેટ્રોલ’ની શોધ કરી લીધી! છતાં આ ડ્રિમ પ્રોજેક્ટ કેમ પડતો મુકયો ? જાણો

Narendra Modi: “હાર કર ભી જીતને વાલે કો હી બાઝીગર કહેતે હૈ!” મહિલા અનામતનો મુદ્દો હવે દરેક ચુંટણીઓમાં ગુંજતો રહશે!

CIA: અમેરિકાના વૈજ્ઞાનિકોનું શુ થયું? ભારતના બે વૈજ્ઞાનિકોની થિયરી કઈક આવીજ હતી! CIAનો તેમાં હાથ હતો? જાણો

Set featured image

Related Posts

Gujarat Liquor Prohibition: આપણે એટલા આત્મનિર્ભર તો થઈ ગયા કે હિન્દુસ્તાનને હરખાવા સિવાય અને ગુજરાતને ગૌરવ લેવા સિવાય છુટકો નથી!
  • August 29, 2026

Gujarat Liquor Prohibition: ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ગેરકાયદેસર દારૂના વેચાણ અને ઝેરી દારૂની ઘટનાઓ સતત સામે આવતી રહે છે. આ મુદ્દે ‘ધ ગુજરાત રિપોર્ટ’ના કાર્યક્રમમાં પત્રકાર મયુર જાની અને પૂર્વ…

Continue reading
Jamnagar Vavdi Farmers Protest: વાવડીમાં વીજ આંદોલન, રિલાયન્સ વીજ કંપની સામે ખેડૂતોનું આરપારનું યુદ્ધ!
  • August 21, 2026

Jamnagar Vavdi Farmers Protest: વાવડી વીજ આંદોલન, રિલાયન્સ વીજ કંપની સામે નવું યુદ્ધ વાવડી આંદોલન એ ગુજરાતના જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના વાવડી ગામે વીજ કંપનીની જોહુકમી અને ખેતરોમાંથી પસાર થતી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

India JCR Credit Rating: JCRએ ભારતનું સૉવરીન ક્રેડિટ રેટિંગ BBB(+)થી વધારીને A(-) કર્યું, 35 વર્ષ બાદ મોટો ફેરફાર

  • September 12, 2026
  • 4 views
India JCR Credit Rating: JCRએ ભારતનું સૉવરીન ક્રેડિટ રેટિંગ BBB(+)થી વધારીને A(-) કર્યું, 35 વર્ષ બાદ મોટો ફેરફાર

Dera Sacha Sauda Advertisement: રામ રહીમના બચાવમાં અખબારોમાં આખા પાનાની જાહેરાત, પડતર કેસો વચ્ચે ફરી ચર્ચામાં ડેરા સચ્ચા સૌદા

  • September 12, 2026
  • 4 views
Dera Sacha Sauda Advertisement: રામ રહીમના બચાવમાં અખબારોમાં આખા પાનાની જાહેરાત, પડતર કેસો વચ્ચે ફરી ચર્ચામાં ડેરા સચ્ચા સૌદા

Tibet Protest Delhi: બ્રિક્સ શિખર સંમેલન પહેલાં દિલ્હીમાં તિબેટીયન સમુદાયનું વિરોધ પ્રદર્શન, શી જિનપિંગની મુલાકાતનો વિરોધ

  • September 12, 2026
  • 7 views
Tibet Protest Delhi: બ્રિક્સ શિખર સંમેલન પહેલાં દિલ્હીમાં તિબેટીયન સમુદાયનું વિરોધ પ્રદર્શન, શી જિનપિંગની મુલાકાતનો વિરોધ

CJP School Audit Punjab: પંજાબમાં CJPના સ્કૂલ ઑડિટ પર સચિન પાયલટના સવાલ, AAP સાથેના કથિત જોડાણની ચર્ચા

  • September 12, 2026
  • 9 views
CJP School Audit Punjab: પંજાબમાં CJPના સ્કૂલ ઑડિટ પર સચિન પાયલટના સવાલ, AAP સાથેના કથિત જોડાણની ચર્ચા

Isudan Gadhvi: દ્વારકા-કચ્છમાં દુષ્કાળ જેવી સ્થિતિનો દાવો, ઈશુદાન ગઢવીએ ઘાસ ડેપોની વ્યવસ્થા સામે ઉઠાવ્યા સવાલ

  • September 12, 2026
  • 8 views
Isudan Gadhvi: દ્વારકા-કચ્છમાં દુષ્કાળ જેવી સ્થિતિનો દાવો, ઈશુદાન ગઢવીએ ઘાસ ડેપોની વ્યવસ્થા સામે ઉઠાવ્યા સવાલ

JDU Name Change: JDUનું નામ ‘જનતા દળ નીતિશ’ કરવાની દરખાસ્ત, સંજય ઝાના નિર્ણયથી બિહારના રાજકારણમાં ચર્ચા

  • September 12, 2026
  • 9 views
JDU Name Change: JDUનું નામ ‘જનતા દળ નીતિશ’ કરવાની દરખાસ્ત, સંજય ઝાના નિર્ણયથી બિહારના રાજકારણમાં ચર્ચા