Election: રાજ્યમાં આજે મતદાન,ચૂસ્ત બંદોબસ્ત ગોઠવાયો

Election:  ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન સવારે 7 વાગ્યાથી શરૂ થઈ ગયું છે રાજ્યના 4 કરોડથી વધુ મતદારો 10 હજાર સીટ માટે 25 હજારથી વધુ ઉમેદવારોનું ભાગ્ય નક્કી કરશે.

આ ચુંટણીઓમાં ભાજપના 9245, કોંગ્રેસના 8443, અને આમ આદમી પાર્ટી (AAP) ના 5263 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે.

ગત વખતે 6 મનપાની ચૂંટણીનું 21 ફેબ્રુઆરીએ અને પંચાયતો અને નગરપાલિકાઓનું 23 ફેબ્રુઆરીએ મતદાન થયું હતું. આ વખતે રાજ્યની તમામ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓનું મતદાન એક જ દિવસે રાખવામાં આવ્યું છે.

ચૂંટણી અધિકારીઓ અને પોલીસતંત્ર સંપૂર્ણપણે સજ્જ છે અને ભયમુક્ત માહોલમાં મતદાન થાય તે માટે તમામ આયોજન કરવામાં આવ્યું છે આજે સવારના 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મતદાન થઈ શકશે,આ વખતે બંગાળની જેમ ગુજરાતમાં પણ મતદાન વધુ થશે તેમ વિશ્લેષકો જણાવી રહયા છે.

આજે 17માંથી 15 મનપા, 34 જિલ્લા પંચાયત, 260 તાલુકા પંચાયત અને 84 નગરપાલિકાની ચૂંટણી થઈ રહી છે ગુજરાત વર્ષોથી ભાજપનો ગઢ રહ્યો છે અને હાલની 90 ટકા સત્તા જાળવી રાખવા માટે તમામ પ્રકારની નીતિ ચાલુ રાખી છે. બીજી તરફ આમ આદમી પાર્ટીનું ખાસ કરીને સુરતમાં જે વર્ચસ્વ છે તેને જાળવી રાખવા પ્રયત્નો ચાલુ રાખ્યા છે. જ્યારે શરુઆતમાં જ કોંગ્રેસના ઘણા ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા હોય કોંગ્રેસના અસ્તિત્વ સામે જ હવે સવાલો ઉભા થઈ રહ્યા છે. પરંતુ તા. 28 એપ્રિલે થનારી મત ગણતરી દરમિયાન જ ચિત્ર સ્પષ્ટ થશે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં આ વખતની ચુંટણીઓ મારામારી,ફોર્મ પરત ખેંચવા ધમકીઓ,ઝપાઝપી અને મહેસાણામાં થયેલી હત્યા વગેરે બિહારને ભુલાવે તેવા વરવા દ્રશ્યો જોવા મળ્યા છે ત્યારે દિવસભર ચાલનારા મતદાન દરમિયાન શુ થશે તે કહેવું મુશ્કેલ છે.

આ ચૂંટણીમાં રાજ્યની 6 જૂની અને 9 નવી મળી 15 મહાનગરપાલિકા પર સૌની નજર છે 15 મહાનગરપાલિકામાં 43 બેઠક બિનહરીફ થઈ હોય હવે 1001 બેઠક પર મતદાન યોજાઈ રહ્યું છે. આ તમામ બેઠક પર 1.10 કરોડથી વધુ મતદારો કૂલ 3145 ઉમેદવારોનું ભાવિનો ફેંસલો કરશે જોકે,સમગ્ર રાજ્યમાં શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી સંપન્ન થાય તે માટે સવા લાખથી વધુ પોલીસ કર્મચારીઓની રજા રદ કરી સુરક્ષામાં તૈનાત કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો:

Japan: જાપાને હવામાંથી ‘એર પેટ્રોલ’ની શોધ કરી લીધી! છતાં આ ડ્રિમ પ્રોજેક્ટ કેમ પડતો મુકયો ? જાણો

Narendra Modi: “હાર કર ભી જીતને વાલે કો હી બાઝીગર કહેતે હૈ!” મહિલા અનામતનો મુદ્દો હવે દરેક ચુંટણીઓમાં ગુંજતો રહશે!

CIA: અમેરિકાના વૈજ્ઞાનિકોનું શુ થયું? ભારતના બે વૈજ્ઞાનિકોની થિયરી કઈક આવીજ હતી! CIAનો તેમાં હાથ હતો? જાણો

Related Posts

Surat Workers Protest: સુરતમાં 400થી 500 શ્રમિકો રસ્તા પર ઉતર્યા, શ્રમ કાયદાના અમલ અને સાપ્તાહિક રજાની માંગ સાથે કલેક્ટરને આવેદન
  • September 13, 2026

Surat Workers Protest: સુરતમાં 400થી 500 જેટલા શ્રમિકો એકસાથે ભેગા થઈ વિરોધ પ્રદર્શન કરતાં શ્રમિકોના હકો અને શ્રમ કાયદાના અમલનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. એમ્બ્રોઇડરી સહિત અલગ અલગ ક્ષેત્રોમાં…

Continue reading
Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીમાં પ્રમુખ-ઉપપ્રમુખની વરણી, પરિવર્તન પેનલની જીત બાદ રાજકીય સમીકરણોમાં મોટો વળાંક
  • September 13, 2026

Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીની બહુચર્ચિત ચૂંટણી બાદ આજે આખરે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે. પ્રમુખ તરીકે મુકેશચંદ્ર નગીનભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે અનિલભાઈ હરિભાઈ પટેલની…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

IPS Bushra Bano Transfer: ‘અસ્સલામઅલૈકુમ’ બોલવાના વીડિયો બાદ મહિલા IPSની બદલી, હિન્દુ સંગઠનની ફરિયાદથી રાજકીય વિવાદ

  • September 15, 2026
  • 4 views
IPS Bushra Bano Transfer: ‘અસ્સલામઅલૈકુમ’ બોલવાના વીડિયો બાદ મહિલા IPSની બદલી, હિન્દુ સંગઠનની ફરિયાદથી રાજકીય વિવાદ

Bihar Flood and Drought: નદીઓમાં પૂરનું પાણી છતાં ખેતરો સૂકાં, બિહારની સિંચાઈ વ્યવસ્થા સામે ગંભીર સવાલ

  • September 15, 2026
  • 5 views
Bihar Flood and Drought: નદીઓમાં પૂરનું પાણી છતાં ખેતરો સૂકાં, બિહારની સિંચાઈ વ્યવસ્થા સામે ગંભીર સવાલ

Retail Inflation India: આઠ મહિનાના ઉચ્ચ સ્તરે પહોંચી છૂટક મોંઘવારી, ઓગસ્ટમાં CPI 4.82 ટકા નોંધાયો

  • September 15, 2026
  • 5 views
Retail Inflation India: આઠ મહિનાના ઉચ્ચ સ્તરે પહોંચી છૂટક મોંઘવારી, ઓગસ્ટમાં CPI 4.82 ટકા નોંધાયો

Academic Freedom in India: ભારત સહિત 59 દેશોમાં અકાદમિક સ્વતંત્રતા પર સંકટ, એક વર્ષમાં ઉચ્ચ શિક્ષણ પર 382 હુમલા

  • September 15, 2026
  • 8 views
Academic Freedom in India: ભારત સહિત 59 દેશોમાં અકાદમિક સ્વતંત્રતા પર સંકટ, એક વર્ષમાં ઉચ્ચ શિક્ષણ પર 382 હુમલા

Parliament Monsoon Session: સંસદનું ચોમાસુ સત્ર સ્થગિત થયાને 32 દિવસ છતાં સમાપન નહીં, પરિસીમન વિધેયક ફરી લાવવાની અટકળો તેજ

  • September 15, 2026
  • 9 views
Parliament Monsoon Session: સંસદનું ચોમાસુ સત્ર સ્થગિત થયાને 32 દિવસ છતાં સમાપન નહીં, પરિસીમન વિધેયક ફરી લાવવાની અટકળો તેજ

Tamil Nadu Politics: તમિલનાડુમાં TVK સરકારને ડાબેરી પક્ષોનું બહારથી સમર્થન, પેટાચૂંટણીમાં અલગ લડવાનો નિર્ણય

  • September 15, 2026
  • 6 views
Tamil Nadu Politics: તમિલનાડુમાં TVK સરકારને ડાબેરી પક્ષોનું બહારથી સમર્થન, પેટાચૂંટણીમાં અલગ લડવાનો નિર્ણય